RJ Shailaja - 1 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | R.j. શૈલજા - 1

Featured Books
Categories
Share

R.j. શૈલજા - 1

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.
This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.
©

પ્રકરણ ૧: “અજાણ્યો ચહેરો

લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો,

શાયદ ફિર ઇસ જનમ મે મુલાકાત હો ના હો..

કેવી મીઠડી પંક્તિઓ છે ને આ સોંગ ની?

જેટલી વાર સાંભળો ત્યારે હૃદય ના બધા જ ખૂણામાં એક મીઠાશ પ્રસરી જાય અને તમે જેની જોડે લાગણીઓથી બંધાયેલા હોય તેનો ચેહરો યાદ આવી જાય.

તો આ વાત સાથે હું તમારી રેડીઓ જોકી શૈલજા બાય બાય કહું છું.

કાલે મળીશું અવનવી વાતો સાથે.

સ્ટે ટયુન્ડ..!!

રેડિયોમાં શૈલજા નો અવાજ સંભળાતો બંધ થાય છે અને સોંગની આગળ ની પંક્તિઓ પ્લે થાય છે.

રાત ના ૯ વાગ્યા નો સમય,

શિયાળાની ગુલાબી રાત.

૨ મિનિટ માટે શૈલજા દિગ્મૂઢ બની જાય છે,

તે ગીતના શબ્દોમાં ખોવાઈ જાય છે.

શ્વાસમાં વધેલી તીવ્રતા કોઈકની યાદ ની સાક્ષી પૂરે છે. એક ઉભરો આવે છે અને એ પ્રેમાળ આંખો માં મુશ્કેલીથી સમાયેલા આંસુઓ બહાર આવવાની બનતી કોશિશ કરી રહ્યા હોય છે.

ધ્રુજતા હાથે હિંમત કરી શૈલજા ઊભી થાય છે અને એ આંસુઓના દરિયાને આંખોની અંદર જ સમેટી લે છે. ફ્લોરલ ઓફ શોલ્ડર ટોપ અને બ્લુ ડેનિમ જીન્સ, કુદરતે આપેલા એ કર્લી રેશમી વાળ અને તે હસે ત્યારે પડતા ખંજન; ચેહરા પર હમેશાં છલકાતો વિશ્વાસ અને આંખોમાં જોવો તો દેખાય એક ઊંડો લાગણીઓનો દરિયો. ૨૬ વર્ષ ની રૂપે રૂપ ના અંબાર જેવી છોકરી એટલે શૈલજા. તેને જે પણ જોવે એ તેના પ્રેમમાં પડી જાય.

બસ શૈલજા જવું જ છે?

પોતાના કેબિનમાંથી બહાર નીકળતા તેની ખાસ મિત્ર આર. જે. સ્મિતા એ પૂછ્યું.

હાય સ્મિતા.! અરે હા, ઘરે બધા રાહ જોતાં હશે અને ભૂખ પણ જોરદાર લાગી છે.

કૃત્રિમ હાસ્ય રેલાવતા શૈલજા બોલી.

કઈક થયું? ખુશ નથી જણાતી.

સ્મિતા ખાલી શૈલજાની મિત્ર જ નહીં પણ સગી બહેન કરતા પણ વિશેષ હતી. તેને ખબર પડી ગઈ કે શૈલજા પોતાની મનની વાત છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમે ગમે તેટલા મુખવટા પેહરો જે તમારું અંગત છે તેનાથી તમે પોતાના ભાવ ક્યારેય નહી છૂપાવી શકો.

ના ના અમસ્તું,

બસ કોઈકની યાદ આવી ગઈ.

ચેહરા પર સ્મિત અને આંખો માં આંસુ સાથે શૈલજા બોલી.

તારા.. મ...મ... મમ્મી ની?

અટકતા અટકતા સ્મિતા બોલી.

જે આંસુઓનો બાંધ મુશ્કેલીથી સચવાયેલો તે હવે તૂટી જાય છે. શૈલજા હકારમાં માથુ હલાવીને શક્ય એટલી ઝડપથી ત્યાંથી નીકળી જાય છે.

શૈલજા સોરી..!

સ્મિતા આટલું બોલે એ પેહલા તો શૈલજા ત્યાંથી નીકળી ચૂકી હોય છે.

ઇજા થયા બાદ જો ઘા ખુલ્લો રહી જાય તો પવનની નાની અમથી લહેર પણ એ ઘા ને કોતરવાનું કામ કરતી હોય છે.

સ્મિતા ને પારાવાર પસ્તાવો થયો. તે તેની પાછળ દોડીને તેને સંભાળવા માંગતી હતી, પણ માય એફ.એમ. પર તેના શો નો સમય થઈ ગયો હતો.

થોડી વાર પછી શૈલજાને ફોન કરીશ

મનમાં વિચારતા સ્મિતા પોતાના કેબિનમાં પ્રવેશી.

આંખો લૂછીને શૈલજા ધીરે ધીરે તેના ઘર તરફ ચાલતા જઈ રહી હતી. શૈલજાનું ઘર તેની ઓફીસથી થોડીક મિનિટની દૂરી પર જ હતું. રાત્રે એક નાનકડી વોક થઈ જાય અને ઠંડી હવા તેના અંદર ચાલી રહેલા વિચારોની અગ્નિને થોડોક આરામ આપે એટલે તે ચાલતા જ ઘરે જતી હતી.

છેલ્લા કેટલાય દિવસથી તેને એવો ભાસ થતો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. આમ તો ઘણા વાહનોની અવરજવર રહેતી પણ તેના ઘર ની પેહલા આવતા એક સૂમસામ રસ્તા પર હમેશાં બ્લેક કલરની મહિન્દ્રા XUV તેના જવાના સમયે ધીરેથી તેની બાજુમાંથી પસાર થતી. પેહલા શૈલજાએ ધ્યાન ના આપ્યું, પણ એક દિવસ તેનું ધ્યાન ગાડીના નંબર પ્લેટ પર પડ્યું તો ખ્યાલ આવ્યો કે આ એજ નંબર ની ગાડી છે જે હંમેશા તેના જવાના સમયે તેની બાજુમાંથી પસાર થાય છે.

પોતાના મમ્મીના વિચારોમાં ખોવાયેલી શૈલજા એ રસ્તા પર થી પસાર થઈ રહી હોય છે, અને અચાનક કાર નો મોટેથી હોર્ન વાગ્યો અને એજ મહિન્દ્રા XUV તેની જોડેથી ઝડપથી પસાર થઈ. શૈલજા એકદમ હેબતાઈ ગઈ, તેનાથી આજે ના રેહવાયું. તેણે મોટે થી બુમ લગાવી,

શું તકલીફ છે?

છેડતી કરવાની કોઈ નવી રીત શોધી છે?

કાર અચાનક ઊભી રહી ગઈ અને યુ ટર્ન લઇને શૈલજા તરફ આવવા લાગી.

શૈલજાના મનમાં અમંગળ વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ.

અરે બાપ રે, આ ગાડી તો મારી તરફ આવે છે.

એમાં કોણ હશે?

મારી જોડે કોઈ જબરદસ્તી તો નહી થાય ને?

જલ્દી પોલીસ ને ફોન કરું?

હે ભગવાન શું કરું?

કાર નજીક આવીને ઊભી રહી ગઈ.

શૈલજા ના કપાળે ભર શિયાળે પરસેવાની બુંદો બાઝી ગઈ. ગભરામણ એની ચરમ સીમા પર હતી.

કાર ની હેડ લાઇટ શૈલજા ના ચેહરા પર પડી રહી હતી,

અચાનક કાર નો દરવાજો ખૂલ્યો અને પછી...!!

ક્રમશઃ