Forbidden Island - 4 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | ફોર્બિડન આઇલેન્ડ - 4

Featured Books
Categories
Share

ફોર્બિડન આઇલેન્ડ - 4

પ્રકરણ 4


અચાનકથી મને જોર જોર થી ડોરબેલ રણકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો   ઊંઘ ઉડી ગઈ આંખો ઉઘાડીને જોયું તો રૂમની   ઉભા થઇ ને દરવાજો  ખોલ્યો તો સામે રવિના મેડિકલ બોક્સ સાથે ઉભી હતી અને તેની જોડે કાવ્યા હતી. કાવ્યા એ મને આંખો ચોળતો જોઈ પૂછ્યુ શું વાત છે હજી સુધી ઊંઘ ઉડી નથી કે શું ? તો મેં કહ્યું કે ના આ તો  આજની શરૂ થવા વળી સફર શરુ થશે કે નહિ  તે વિચારમાં ઊંઘ આવતી જ નહોતી મને ખુદને ખબર નથી મારી અંકો ક્યારે મીંચાઈ ગઈ અને ઊંઘ આવી ગઈ આ તમે લોકોએ ડોરબેલ વગાડી એ સંબધીને નીંદર તૂટી કાવ્યા એ  કહ્યું અમે લગભગ સાત આઠ મિનિટ થી બેલ વગાડતા હતા. ઓહ મને તો એ ખ્યાલ જ નથી તેવું કહેતા મેં બારણા  પરથી  ખસી બંનેને અંદર આવવા કહ્યું પોણા સાત થઇ ચુક્યા હતા.મેં બારી ની બહાર જોયું તો વરસાદ ધીમો પડી ચુક્યો હતો પણ હજુ પવન જોર યથાવત હતું. હવે સમયસર સફરે નીકળી શકાશે કે નહિ તે એક પ્રશ્ન હતો. મેં રવિના ને પૂછ્યું બીજા ના સૅમ્પલ  લેવાઈ ગયા જવાબમાં રવિના એ કહ્યું ના શરૂઆત જ તમારા થી કરી છે. એટલે મેં કહ્યું તો હુંબધાને અહીં જ બોલાવી લઉં છું જેથી તમારે બધા રોમમાં ફરવું ન પડે તેમ કહી મેં આરવ ડેનિયલ અને નિક ને મારા રૂમ પર આવી જવા કહ્યું જેથી રવિના બ્લડ અને યુરિન ના સૅમ્પલ કલેક્ટ કરી શકે રવિનાએ મારા બ્લડ નું   સૅમ્પલ લીધું તેટલી વારમાં આરવ ડેનિયલ અને નિક પણ આવી પહોંચ્યા. મેં બધાને પૂછ્યું કે બ્રેકફાસ્ટ રૂમ માગવી લાઉ કે નીચે રેસ્ટોરન્ટ માં જવું છે તો બધાએ રેસ્ટોરન્ટ જવા નું જ કહ્યું એટલે અમે રવિના બધાંના બ્લડ સૅમ્પલ લઇ લે પછી રેસ્ટોરન્ટમાં જઈ બ્રેકફાસ્ટ લેવાનું નક્કી કર્યું  મેં કેપ્ટન અર્જુન ને કોલ કર્યો  અને પૂછ્યું આજે અપને ભરતપુર નું બારું છોડીને નીકળી શકીશું કે નહિ  તો કેપ્ટને કહું જો પવન વધશે નહિ તો અપને ચોક્કસ નીકળી શકીશું આ પવનમાં સફરે જવામાં વાંધો નહિ આવે તમે નક્કી કરેલા સમયે જેટી પર પહોંચી જજો. જો વાતાવરણ આવુજ હશે તો આપણે સફર માટે નીકળી શકીશું હા જો વરસાદ વધશે તો કશું કહેવાય નહિ. દરિયાના મોજા હજુ સ્થિર છે એટલે સફરે નીકળવામાં વાંધો નહિ આવે. તો તમે સમયસર જેટી પર આવી જજો.મેં કેપ્ટન ને અમે સમયસર પહોંચી જશું એવી કહીને કોલ ડિસ્કનેક્ટ કર્યો. ત્યાં સુધીમાં બધાના બ્લડ સૅમ્પલ કલેક્ટ થઇ ગયા હતા એટલે અમે બ્રેકફાસ્ટ માટે નીચે ગયા બ્રેકફાસ્ટ પતાવીને અને અમે પોતપોતાના રૂમમા જઈ  તૈયાર થઇ ને પાછા એક કલાકમાં રિસેપ્શન પર મળીએ છીએ તેવુંનક્કી કરી ને છુટા પડ્યા અને પોતપોતાના રૂમ પર ગયા લગભગ કલાક પછી અમે રિસેપ્શન પર મળ્યા રવિના એ બધાના બ્લડ નું નાસ્તો કરયા પછીનું સૅમ્પલ  લઇ લીધું અને લેબોરેટરી માંથી આવેલા માણસ ને આપી દીધું  આ બધુ પતાવતા અમને લગભગ અડધો કલાક જેટલો સમય લાગ્યો  . તે પછી ચેક આઉટ ની પ્રોસેસ પતાવીને હોટેલ ની કેબમાં જ જેટી પર જવા નીકળ્યા વરસાદ ની સાથોસાથ પવન પણ ધીમો થઈ  ગયો હતો. અમે પંદરેક મિનિટમાં જેટી પર પહોંચી ગયા જયાં બબન અમારી રાહ જોઈ ને જ ઉભો હતો ટીમને યૉટ સુધી લઇ ગયો જ્યાં કેપ્ટન અર્જુન અમારી રાહ જોતા હતા. મેં  બધાને કેપ્ટન ઓળખાણ આપી અને કેપ્ટન ની અન્ય સાથે ઓળખાણ કરાવી બધા એ એકબીજા સાથે શેકહૅન્ડ કર્યા બબન ની પણ બધાની સાથે ઓળખાણ કરાવતા કહ્યું હવે થી આપણે  કેપ્ટન અર્જુન અને બબન ની સાથે જ આ સફર કરવાની છે આપણે દસ થી પંદર દિવસ કેપ્ટિનની  લીડરશિપમાં સફર કરવાની છે તો હવેથી આપણે કેપ્ટન ની સૂચના મુજબ કામ કરીશું  કેપ્ટને લંગર ઉઠાવી ને યૉટને ચાલુ કરીને ફોર્બિડન આઇલેન્ડ ની દિશા માં હંકારવા લાગ્યા બબન અને કેપ્ટન કોકપીટ  માં બેઠા હતા આ મેઈ કોકપીટ ને અડીને આવેલી ગેસ્ટ લાઉન્જ  માં બેઠા હતા વરસાદ ને હિસાબ થી કોકપીટ અને ગેસ્ટ લાઉન્જ  બને બંધ રાખ્યા હતા. લગભગ એકાદ નોટિકલ માઈલ જટલું દરિયામાં ગયા પછી કેપ્ટને યોટની કમાન બબન ને સોંપી દીધી અને તે અમારી જોડે ગેસ્ટ લાઉન્જમાં આવીને બેઠા તમને કહ્યું સામાન્ય વાતાવરણ માં આપણને તે આઇલેન્ડ પર પહોંચતા પાંચેક કલાક જેટલો સમય લાગે પરંતુ વરસાદ અને પવન ને કારણે અપને ધીમું જવું પડશે દરિયો ગમે ત્યારે  તોફાની થઇ શકે છે તો તેનું પણ ધ્યાન રાખવું પડશે  આપણને ફિરબિડન આઇલેન્ડ પહોંચતા લગભગ સાત કલાક  લાગી જશે  કેપ્ટને અમને નીચે રહેલા ચાર કેબિનમાંથી એક પોતે અને બબન વાપરશે બાકી રહેલા ટ્રેનમાં અમે અમને અનુકૂળ હોય તેમ અમે રહી શકીએ છીએ તેવું કહ્યું આરવે સજેશન આપું કે એક કેબિનમાં હું અને આરવ બીજામાં રવિના અને કાવ્ય અને તર્જમાં ડેનિયલ અને નિક રહે તો કેવું રહેશે ? અમે તે સૌ કોઈએ સ્વીકારી   લીધું આમ પણ અમારે યૉટમાં ભૌ લમ્બો સમય કાઢવાનો હતો નહિ  તેથી એ કોઈ મોટો પ્રશ્ન ન હતો. અમે સૌ સાથે લાવેલો સમાન અમારી કેબિનમાં રાખી આવ્યા અને પાછા ગેસ્ટ લાઉન્જમાં આવીને બેઠા થોડી જ વારમાં કેપ્ટન ચિલ્ડ  બીયર અને ચકના લઈને આવી પહોંચ્યા. બિયર પિતા પિતા અમે કેપ્ટન ના તેમના અનુભવો  સાંભળ્યા અને ડેનિયલે પોતાના જંગલના અનુભવને શિકારના અનુભવો વિષે કહ્યં અને પોતાનું હથિયારો નું જ્ઞાન પ્રદર્શિત કર્યું  આવે એક  એક્સપર્ટ તરીકે ના પોર્ટ્ની સાફરોના અનુભવ કહ્યા આ રીતે લગભગ દોઢેક કલાક જેટલો સમય કયાં જતો રહ્યો તેની ખબર પણ ના પડી. બબને ઈશારો કરી બોલાવતા તે કોકપીટમાં ગયા અને થોડી વારમાં  કેપ્ટન આગળ જવા માટેની મેપ નેવીગેશન  દોરી આપીને પાછા ગેસ્ટ લાઉન્જ માં આવીને બેઠા કાવ્યા સન ડેક પર ગઈ જયથી દરિયો જોઈ શકાય ધીમો ધીમો વરસાદ ચાલુ હતો તે વરસાદમાં ભીંજાતા ભીંજાતા દરિયો જોવાની મોજ માણવા ઇચ્છતી હતી એ દરિયાકિનારે જ ઉછેરીને મોટી થઇ હતી તેને દરિયા પ્રત્યે ખૂબજલગાંવ હતો તૅવું તેણે મને એની પહેલા ઘણી વાર કહેલું હતું તેનો ઉછેર કંડલામાં થયો હતો તેના પિતા કસ્ટમ વિભાગમાં હતા આથી મોટાભાગે તેમનું પોસ્ટિંગ દરિયાકિનારે આવેલ શહેરમાં જ થતું  કાવ્યા તેની મસ્તીમાં મસ્ત હતી લગભગ કલાક જેટલો સમય વતયો એટલે કેપ્ટને બધાને લંચ  માટે  બોલાવ્યા કાવ્ય પણ ડેકમાં થી પોતાના કેબિનમાં ચેન્જ કરવા માટે ગઈ બાબાં પણ યોતને ઓટો મોડ પર મૂકી અમારી સાથે લંચમાં જોડાયો. લંચ પતાવીને કેપ્ટને યૉટનું  સુકાન સંભાળ્યું અમે સૌ અમારી કેબિનમાં આરામ કરવા માટે ગયા.  હું અને આરવ પણ અમારી કેબિનમાં આવી પહોંચ્યા હતા.આરવે પોતે થોડી વાર સુઈ જાય છે એવું કહ્યું અને હું મને નિંદર  ન આવતા હું દાદાજી ની ડાયરી લઇ ને  ફરીથી એક વાર વાંચવા બેઠો જે આ પ્રમાણે હતું  આજે તારીખ  25/1/1930 આજે મારુ પોસ્ટિંગ ક્લિનિકલ રિસર્ચ સાયન્ટિસ્ટ  તરીકે પોર્ટુગલ સરકારમાં  થયું હતું અને હું મરી પ્રથમ પોસ્ટિંગ પર મણિદ્વીપ પર આવી ગયો હતો. અહીં આવેલી પોર્ટુગીઝ કોલોનીમાં એક નાનકડો બંગલૉ મને ફાળવવામાં આવ્યો હતો. અહીં ક્લિનિકલ રિસર્ચ સેન્ટર ચાલુ થયાં ને હજુ છ મહિના જ થયાં હતા આ ટાપુ  પહેલા  માત્ર બે  કાર્યના ઉપયોગમાં લેવાતો એ સૈન્ય છાવણી હતી અને બીજું ભારતમાં જ્યાં જાય પોર્ટુગીઝો ની હુકુમત હતી ત્યાંના રાજકીય અને બળવાખોર કેદીઓ ને કાળા પાણી ની સજા માટે અહીંની જેલમાં મોકલી આપવામાં આવતા અહીંની જેલમાંથી ભાગી છૂટવું બહુ જ મુશ્કેલ હતું અને અહીં કેદીઓ સાથે અમાનવીય વર્તન થતું . અહીંની કેદ ખુબ જ સખ્ત હતી.  મણિદ્વીપ સત્તરમી સદીમાં  મોગલ બાદશાહ પાસે થી પોર્ટુગીઝો ને ભેટ સ્વરૂપ મળ્યો હતો  થાપું ત્રણે બાજુએ પાણીથી ઘેરાયેલો  અને ટાપુની મધ્યમાં ગીચ જંગલે આવેલું હતું જ્યાં માત્ર આદિવાસીઓ ની વસ્તી હતી લગભગ 1500 થી 2000 ની આસપાસ તે પણ આ દુનિયા થી અજાણ હતા તેમાંપોતાન રિવાજોએ અને નિયમો હતા મોગલ સલ્તનત માત્ર કહેવા પૂરતી ટાપુની  મલિક હતી ત્યાં કોઈ વસ્તી હતી જ નહિ  પોર્ટુગીઝોએ  સત્તરમી સદીમાં ભેટમાં મેળવેલ ટાપુ પર પોર્ટુગીઝોએ અઢારમી સદીની શરૂઆતમાં વસવાટ શરુ કર્યો  સૌ પ્રથમ  1825માં અહીં નૌકાદળ સૈન્ય તાલીમ કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું અને પછી ત્યાં ધીમે ધીમે સૈન્ય છાવણી પણ બનવવામાં આવી જે પોર્તુગીઝોના ભારતમાં આવેલ રાજ્યોમાં જ્યાં જ્યાં પોર્ટુગલ શાસન હતું ત્યાંની દેખભાળ કરતી અને દરેક નજીકનુ રાજ્યોમાં રહેલા સૈન્ય ની તાલીમ આછાવણીમાં થતી અને  ભૌગોલિક દ્રષ્ષ્ટી એ પણ અરબસાગરમાં  મહત્વની છાવણી હતી. 1850માં સૈન્ય છાવણી ની સાથે સાથે અહીં જૈલ ની પણ રચના કરવામાં આવી જ્યાં માત્ર રાજકીય કેદીઓ અને યુદ્ધમાં પકડાયેલા કેદીઓ ને જ રાખવાં આવતા જ્યાં તેમના પર ખુબ જ જુલ્મ કરવામાં આવતો જેમ અંગ્રેજો દ્વારા કાલાપાની ની સજા માટે આંદામાન નિકોબાર ટાપુનો ઉપયોગ થતો તે જ રીતે પોર્ટુગીઝો દ્વારા મણિદ્વીપ નો ઉપયોગ થતો અહીંની છાવણી માં રહેતા સેનિકો અને અધિકારીઓ માટે પ્રાથમિક સુવિઘાઓ પણ ઉભી કરવામાં આવી હતી. જેમાં પાર્થના માટે ચર્ચ સેનિકોના પરિવાર માટે બેગ બગીચાઓ અને હોસ્પિટલ બનવામાં આવી હતી સેનિકોના બાળકો ભણી શકે તે માટે શાળા પણ બનાવવામાં આવી હતી આમ અહીં પોર્ટુગીઝ કોલોની ની સ્થાપના સંપૂર્ણપણે 1850માં થઇ  ચુકી હતી