Paap-Punyani Link in Gujarati Short Stories by Dada Bhagwan books and stories PDF | પાપ-પુણ્યની લિંક

Featured Books
Categories
Share

પાપ-પુણ્યની લિંક

એક ભાઈને ધંધામાં ખોટ ગઈ. તેમણે ઉછીના પૈસા લઈને નવો ધંધો શરૂ કર્યો, પણ તેમાંય પાછી મુશ્કેલી શરૂ થઈ! એટલે ભાઈએ સાઈડમાં શેરબજારમાં પૈસા રોક્યા, અને કમાવાની આશાએ શેરબજારમાં ઊંડા ઊતર્યા. પણ ત્યાંય માર પડ્યો અને મોટી ખોટ ગઈ! કમાણી કરવાની કે નફો મેળવવાની આશાથી જેમ વધુ પ્રયત્નો કરતા ગયા, તેમ અંતે નુકસાનીના ફટકા પડતા ગયા. મૂંઝાયા કે હવે શું કરવું? તેમના એક મિત્રને વાતની જાણ થઈ, એટલે એક દિવસ મિત્ર તેમને જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે લઈ આવ્યા. ભાઈએ પરમ પૂજ્ય દાદાશ્રીને પહેલો પ્રશ્ર પૂછ્યો કે, “મારે ધંધો કરવો છે. પણ ક્યાં કરું? કેવી રીતે ધંધો કરું? જેથી મને કંઈક ફાયદો થાય!” પરમ પૂજ્ય દાદાશ્રીએ એમની બધી વિગત જાણીને પછી કહ્યું, “હું તને એક દ્રષ્ટાંત કહું, પછી તું નક્કી કરજે ને!” અને તેઓશ્રીએ જે દ્રષ્ટાંત કહ્યું તે નીચે મુજબ છે.

એક જમીનદાર હતા. તેમની ગામમાં મોટી જાગીર, વિશાળ મોટો બંગલો અને સુખ સાહ્યબીવાળું જીવન હતું. પણ એમને કુસંગમાં જુગાર રમવાની લત લાગી. રોજ કુસંગીઓ સાથે થોડો દારૂ પીએ અને જુગાર રમે. કુસંગના પાસમાં બધું શરૂ થયું. એમ કરતા કરતા જમીનદાર બધી મિલકત ખોઈ બેઠા અને ઘર-જમીન વેચવાનો વખત આવ્યો. છેવટે નાદારી નીકળી એટલે એમણે નક્કી કર્યું કેબીજા ગામમાં મારો મિત્ર નગરશેઠ છે. ત્યાં જઉં અને એની મદદથી પાછો ઊંચો આવી જઉં.” એમ વિચારીને જમીનદાર પોતાના પત્ની અને છોકરાંને લઈને પેલા નગરશેઠ મિત્રને ત્યાં ગયા. શેઠે એમની આપવીતી સાંભળી. પછી જમીનદારે કહ્યું કે, “મને પચાસેક હજાર રૂપિયા આપ તો ધંધો કરી ઊભો થઈ જાઉં.” ત્યારે પેલા શેઠે શાંતિથી કહ્યું, “જો ભાઈ! હાલ મારે પણ પૈસાની ભીડ છે. થોડા વખતમાં કંઈક સગવડ થશે પછી તને આપીશ. હમણા ગામમાં આપણું મકાન છે, તેમાં તું તારા પત્ની અને છોકરાં રહો. મારા ઘેટાં-બકરાં છે તેને ચરાવીને તું ગુજરાન પૂરું કર અને કંઈક ધર્મ કર, ભગવાનનું નામ લે.” રહેવા ઘર અને ગુજરાન માટે કામ મળ્યું એટલે જમીનદાર માની ગયા અને શેઠે બતાવેલા ઘરમાં રહેવા લાગ્યા.

આમ કરતાં લગભગ -આઠ મહિના વીતી ગયા. જમીનદારે પાછી શેઠ પાસે જઈને ધંધા માટે પૈસાની વાત કાઢી કે, “કંઈ મૂડી મળે એવું છે મને?” ત્યારે શેઠે ધીમેથી પૂછ્યું, “કેટલા બચ્ચાં જન્મ્યા છે?” જમીનદારે કહ્યું કે, “ બચ્ચાં બકરાના જન્મેલા પણ બધા મરી ગયા.” પછી શેઠે પૈસાની બાબતનો જવાબ આપતા કહ્યું, “હજુ પૈસાની સગવડ થઈ નથી. થશે કે તમને તરત આપીશ, ત્યાં સુધી તું સારી રીતે ભગવાનની ભક્તિ કર.”

આમ દરેક વખતે જમીનદાર ધંધો કરવા માટે પૈસા માંગે, ત્યારે શેઠબચ્ચાં કેટલા જીવ્યા?” એમ પૂછે અને જમીનદાર દર વખતે પ્રમાણિકતાથી જવાબ આપે. એક વખત કહ્યું, “દસ બચ્ચાં જન્મેલા, એમાંથી એક બચ્યું.” બીજી વખત કહ્યું, “બાર જન્મેલાં, ત્રણ બચ્યાં.” ત્રીજી વખત કહ્યું, “ વખતે નવ જન્મ્યાં, જીવ્યાં.” અને છેવટે એક વખત કહ્યું, “પંદર બચ્ચાં થયાં, બધાંય જીવ્યાં વખતે તો!” જેવું શેઠે જાણ્યું કે બધા બચ્ચાં જીવ્યા છે કે તરત તેમણે જમીનદારને કહ્યું, “તારે કેટલા પૈસા જોઈએ છે બોલ? હવે તને પૈસા મળશે.”

જમીનદારે નવાઈ સાથે પૂછ્યું, કેહવે કેમ? અત્યાર સુધી ત્રણ વર્ષ પૈસા કેમ આપ્યા?” ત્યારે શેઠે સુંદર ખુલાસો આપતા કહ્યું, “તારા ઘેટાં-બકરાંના બચ્ચાં મરી રહ્યા હતા. હું તને ગમે તેટલા પૈસા આપત, તો પણ બધું નુકસાનીમાં ખલાસ થઈ જાત. કારણ કે, અત્યાર સુધી પાપની લિંક હતી, એટલે તું જ્યાં હાથ નાખે ત્યાં નુકસાન આવે. હવે બચ્ચાં બધા બચે છે, માટે તારી પુણ્યની લિંક શરૂ થઈ છે. હવે તને વાંધો નહી આવે.”

દ્રષ્ટાંત સાંભળીને પેલા ભાઈને તો સમાધાન થઈ ગયું. જમીનદારની જેમ જીવનમાં દરેક મનુષ્યોની પુણ્ય અને પાપની લિંક ચાલતી હોય છે, જેના આધારે નફો-ખોટ થતા હોય. પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે કોઈ ધંધા-વ્યવહારની સલાહ લેવા આવે કે, “હું ગમે તેટલી માથાકુટ કરું છું. તોય કશું વળતું નથી.” તો તેઓશ્રી દ્રષ્ટાંત આપીને કહેતા કે, “તારા પાપનો ઉદય છે. કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તોય રસ્તામાં તારું ગજવું કપાઈ જશે. માટે અત્યારે તું ઘરે બેસીને નિરાંતે જે વ્યાપાર-વ્યવહાર છે તે કર. એને ફેલાવીશ નહીં, સમેટીને બેસી રહેજે, અને જે ભગવાનની ભક્તિ કરતો હોય, ધર્મ પાળતો હોય તેમાં વધારે સમય ગાળજે. ખરાબ ટાઈમ પસાર થઈ જવા દે. ‘બકરાના બચ્ચાં બચતા જાયતેમ તેમ ધંધામાં આગળ વધજે.”

વાતનો સાર છે કે હંમેશા બે પ્રવૃત્તિઓ રાખવી. એક સંસાર વ્યવહારની પ્રવૃત્તિ, જેમાં નફો-નુકસાન આવ્યા કરશે, અને બીજી ધર્મની પ્રવૃત્તિ, જેમાં ક્યારેય ખોટ નહીં આવે. સંસારમાં ખોટ આવે ત્યારે સાચો ધર્મ આપણને અંતરશાંતિ આપશે!