Navratri of life in Gujarati Moral Stories by Jay Dave books and stories PDF | જીવનની નવરાત્રી

Featured Books
Categories
Share

જીવનની નવરાત્રી

હમણાં જ નવરાત્રિ પૂરી થઈ, નવરાત્રીમાં નવ દિવસ આપણે ખૂબ હર્ષોલ્લાસથી ગરબે રમીએ અને નાચતાં હોય છીએ. દોઢિયું, ટિટોડો ભાત વગેરે કેટલાય અનોખા અલગ અલગ સ્ટેપ લઈએ છીએ. પણ એક વાત તમે નોટિસ કરવા જેવી છે પણ છે. હમેશાં ગરબા આપણે લેતા હોય ત્યારે, અટકી અટકીને લઈ એ છે. દરેક સ્ટેપમાં પગની એક મુવમેન્ટ બદલાતી રહેતી હોય છે. તેમ છતાં પગ અટકતા નથી,પરંતુ ચાલ્યા કરે છે એટલે જ આપણે સારી રીતે ગરબા રમી શકી છીએ, અને બહુ મજા કરીએ છીએ .

આ વાત ઉપરથી જીવનમાં એક શીખવા જેવી વાત છે કે જ્યારે આપણે ગરબા લઈએ ત્યારે આપણા પગ ક્યારેય માત્ર આગળ જ નથી વધતાં, આગળ પાછળ ફર્યા કરે છે,2 sec અટકે છે અને ફરીથી એક નવું સ્ટેપ સ્ટાર્ટ થઈ જાય છે. જીવનમાં પણ કૈંક આવું છું.,જ્યારે જીવનમાં કૈંક મુસીબત આવે તો અટકી જવું જોઈએ. હમેશાં જીવન એક જ દિશામાં આગળ નથી વધતું. થોડીક વાર થંભી જવું પણ એટલું જ મહત્ત્વનું છે,જે આગળની એક મહત્ત્વની સફર માટે એક મહત્ત્વનું કારણ બની શકે છે. આથી જો ક્યાંક અટકાવવાનું કે થંભી જવાનું આવે તો બે જીજક હસતાં હસતાં રોકાઈ જજો. જ્યાં રોકવ ત્યાંની મજા લો. અને ફરીથી આગળ વધતા રહો .

બીજું એક સ્ટેપ છે દોઢીયું કે તમે નવરાત્રીમાં રમ્યા જશો અથવા રમતા જોયા જ હશે. આમ જોવા જઈએ ને તો જીવનમાં પણ એક દોઢિયું જ છે દોઢીયામાં કેમ બે સ્ટેપ આગળ અને એક સ્ટેપ પાછળ હોય છે જીવનમાં પણ કંઈક એવું જ છે. હંમેશા બે સ્ટેપ આગળ લઈએ તો એક સ્ટેપ પાછળ પણ આવું જ પડે છે. ક્યારેક એવું થાય કે બે સ્ટેપ આગળ જઈને માત્ર બે સેકન્ડ નો વિરામ લઈને પાછું ફરીથી એક નવા સ્ટેપ્સની શરૂઆત કરી, એક કંટીન્યુ મોમેન્ટ ચાલુ રહે છે બસ જીવનમાં પણ કંઈક આવું જ છે. જેમ દોઢિયું લેતી વખતે હર્ષોલ્લાસથી ગરબા રમીએ છીએ, માણીયે છીએ, એવી જ રીતે જીવનને પણ માણતા શીખી જઈએ. જ્યારે ભગવાન મુસીબત મોકલે તો એમ સમજી લેવું કે એક સ્ટેપ પાછળ જવાનું સમય આવી ગયો છે કેમ કારણ કે ફરીથી બે સ્ટેપ આગળ જવા મળશે. બસ આવી રીતે ચાલ્યા જ કરીએ તો વધારે મજા આવશે અને ક્યારે એક રાઉન્ડ પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે.

ગરબા રમતા રમતા ગાયક જેમ સૂર, તાલ બદલે તેમ આપણે નાચ અને રાસ બદલી છીએ, ક્યારેક ધીમે તો ક્યારે ફાસ્ટ રમતાં હોય છીએ. બસ એમ જ જીવનમાં સુખ આવે કે દુઃખ બદલતા રહેવાનું, જરૂર પડે તો સ્પીડ ને વધારી દેવું ને સ્પીડ બ્રેકર આવે તો ધીમા પડી જવું. બસ જીવનમાં એવું જ છે કે સમજી લો કે ગાયક બીજું કોઈ નહીં પણ ભગવાન જ છે અને આપણે ખેલૈયા છીએ જે જિંદગીનો ખેલ ખેલવાનો છે. સાદા ગરબા, હોય કે ફાસ્ટ ફોરવર્ડ સ્ટેપ હોય જેમ આપણે જેમ બદલી લઈ એ એવી જ રીતે એક મુવમેન્ટ માંથી બીજું મોમેન્ટ માં જીવનને જીવતા બદલતાં શિખી લઈ તો આ જર્નીમાં ઓર મજા આવશે. જીવન સુખનું અમૃત પીરસે કે ઝેરના ઘૂંટડા,હસતાં હસતાં પી લેવાનું છે દિવસે શીખી લીધું ને એ દિવસે સુખમાં વધારે મજા આવશે અને દુઃખ ઓછું લાગશે. અને જીવનની નવરાત્રીના નવ દિવસ ક્યારે પૂરા થઈ જશે ખબર જ નહીં પડે. આપ સૌને નવરાત્રી અને દશેરાની હાર્દિક શુભકામનાઓ.

-✍️ Jay Dave