Do Dil mil rahe hai - 19 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 19

Featured Books
Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 19

બંનેને એકબીજાની નજીક લાવવામાં આવે છે. " બંને એકબીજાને દૂર દૂરથી દૂર થયો એની જગ્યાએ આવી નજીક નજીકથી એકબીજાને આખોમાં જુઓ. એકબીજા પ્રત્યે પ્યાર દેખાય છે ?" તેઓ બંને કંઈ બોલતા નથી."

" ઓડિયન્સ તમને આ બંનેની આંખોમાં એક બીજા પ્રત્યે પ્યાર દેખાય છે? "

"હા........." સૌ કોઈ બૂમો પાડવાનો અવાજ આવે છે

" હવે જુઓ ઓડિયન્સ છે તો કહી દીધું કે તમારા બંનેની આંખોમાં પ્યાર દેખાય છે. તમે હવે એકબીજાથી આમ આંખો ના ફેરવી શકો. ક્યારના એકબીજાને સતત જોઈ રહ્યા છો તો હવે જ્યારે જવાનો મોકો મળે છે તો જોઈ લ્યો. તમારા માટે એક ડેર છે એકબીજાની આંખોમાં જોઈ એકબીજાને પ્રપોઝ કરવાનું છે. અને અત્યાર સુધીમાં તમે જે વાત છુપાવી હોય તે વાત કહેવાની છે. અમને તો નથી ખબર તમે કઈ વાત છુપાવી છે પણ તમારા દોસ્તોને જરૂર ખબર હશે... એટલે કોઈ વાત છુપાવવાની નથી. તો શરૂઆત આપણે ક્રિતિકા થી કરીએ "

" કમ ઓન ક્રિતીકા. યુ કેન ડુ ઈટ " આદિત્ય બૂમ પાડે છે
"

" હવે તો તમે તમારા દિલની વાત ના છુપાડી શકો. તમારા ભાઈને તમારા દિલની વાત ખબર લાગે છે "

ક્રિતિકા મયંક ની આંખોમાં આંખ નાખીને જુએ છે "હું તને પ્યાર કરું છું મયંક. આઈ લવ યુ....."

"ક્યાર થી પ્યાર કરો છો એ પણ કહેવાનું છે "

"હું...... તને..... સ્ટોર રૂમમાં જ્યારથી ખોવાઈ ગઈ ત્યારથી પ્યાર કરું છું. હું તને કેહવા માંગતી હતી પણ ત્યારે આપણા વચ્ચે ગર્લફ્રેન્ડ વાળી વાત પર ફાઇટ થઇ ગઈ "આટલુ બોલતા તે નજર ફેરવી દે છે. ત્યા બીજી બાજુથી આદિત્ય ફટાકડા લઇ આવી ફોડે છે.

"ઓકે તો આ વાત થઇ ક્રિતીકા ના પ્યારની હવે મયંક તેમના પ્યાર વિશે કેહશે " એન્કર બોલે છે.

"મયંક ચીટિંગ નહિ ચાલે.... મને ખબર છે.." માનસી ત્યાંથી બોલે છે

" બેટા આજે કરી જ દે પ્યારનો ઇજહાર. મારી બેન પણ રાજી છે હવે " આદિત્ય હસતા હસતા બોલે છે.

મયંક ક્રિતિકાની આંખોમાં આંખ નાખીને જુએ છે." હું પણ તને પ્યાર કરું છું. આઇ લવ યુ. હું જ્યારે તને જોવા આવ્યો હતો ત્યારે જ મને તારાથી પ્યાર થઈ ગયો હતો. મેં તને કહેવા માટે જ બોલાવી હતી પણ ત્યારે જ તે મારી સાથે ફાઈટ કરી લીધી. "

ફૂલ અને ફટાકડાથી તેમને વધાવવામાં આવે છે. બંને એકબીજા પાસે માફી માંગે છે અને જન્મ જન્મ નો સાથ નિભાવવાનો વાદો કરે છે. બંને શાનદાર ડાન્સ કરે છે પછી. ડીજે પાર્ટી શરૂ થાય છે. સૌ કોઈ ડીજેના સથવારે નાચે છે. આ બાજુ આદિત્ય અને માનસી કપલ ડાન્સ કરી રહ્યા હોય છે તો બીજી બાજુ જ બીજા પણ કપલ બની ગયા હોય છે મયંક અને ક્રિતિકા. બને એકબીજાનો હાથ પકડીને ડાન્સ કરી રહ્યા હોય છે.

મયંક આજે ક્રિતિકાના વખાણ કરી રહ્યો છે. તેના માટે ત્યાં મોઢે થી આમ વખાણ સાંભળીને ક્રિતિકા પણ બહુ ખુશ હોય છે. રિસેપ્શન બસ પૂરું થવા આવ્યું હોય છે. અંતે કેક કાપીને રિસેપ્શન પૂરું કરવામાં આવે છે. માનસી અને આદિત્ય હંમેશા માટે એકબીજાના થઈ ગયા હોય છે. બંને એકબીજાની સાથે બહુ ખુશ હોય છે. બીજી બાજુ મયંક અને ક્રિતિકા હજુ પણ રિસેપ્શનની તૈયારીમાં જ લાગ્યા હોય છે. બધી વસ્તુ પાછી મોકલવાની જમ્મેદારી હોય છે. તેઓ બંને જઈને એન્કરને થેંક્યુ બોલે છે.

" થેન્ક્યુ બોલવું હોય તો આદિત્ય અને માનસીને બોલો. આ પ્લાન મારો નહીં પણ તેમનો જ છે. "

બંને ચોકી જાય છે અને માનસી ને આદિત્ય પાસે જાય છે " થેન્ક્યુ આદિત્ય માનસી "

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ અને સ્ટીકર જરૂર થી આપજો 🙏
~ પ્રિયા તલાટી