Do Dil mil rahe hai - 18 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 18

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 18

માનસી અને આદિત્યના લગ્ન તો ધૂમ ધામ થી થઇ ગયા પણ આવે શાનદાર અને ધમાકેદાર રિસેપ્શન એન્ટ્રી તો હજુ બાકી જ હતી. સૌ કોઈ આ એન્ટ્રીની રાહ જોઈ રહ્યું હતું અને રાહ તો જુએ ને ભાઈ..... આ એન્ટ્રી ની તૈયારી મોસ્ટ પોપ્યુલર કપલ મયંક અને ક્રિતીકા જો કરી હતી. આખા ડેકોરેશન દરમિયાન બંનેની તું તું મેં મેં સાંભળી તો હવે તેની તૈયારી ના થોડા વખાણ પણ સાંભળો.

માનસી અને આદિત્યને પોતપોતાના રૂમમાં લઈ જવામાં આવ્યા. ક્રિતિકાએ માનસી ના તૈયાર થવા માટેની તમામ વ્યવસ્થાઓ કરી લીધી હતી ત્યાં જ મયંક આદિત્ય માટે તૈયાર થવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. આજે તો બંને એકબીજાને જોઈને ચોકી જવાના હતા. માનસીએ મસ્ત મજાનો બ્લેક કલરનો પાર્ટી વેડિંગ ગાઉન પહેર્યું હતું, હાય પેન્સિલ હિલ, હોઠો પર લાલ લાલી, ગાલો ગુલાબી અને એ ગુલાબી ગાલો વચ્ચે પડતું ડિમ્પલ.., આંખો એની કજરાળી , વાળ છુટ્ટા અને શુભ કમાલ લાગી રહી હતી. કોઈપણ માનસીને જુએ તો થોડીવાર માટે હેરાન જ થઈ જાય કે આ માનસી છે કે કોઈ બીજું.. આજે તો રિસેપ્શનમાં ચાર ચાંદ લાગવાના હતા.

બીજી બાજુ મયંકે આદિત્ય માટે બ્લેક કલરનો સૂટ તૈયાર કરાવ્યો હતો. એ કોઈ જેવો તેવો સૂટ નહીં વેડિંગ સૂટ. ટાઈ, બ્લેક સૂટ માં કમાલ લાગી રહ્યો હતો. દેખાવે બહુ હૅન્ડસમ લાગી રહ્યો હતો. તેઓએ એકબીજા ને જોયા તો જોતા જ રહી ગયા. બંનેના મોઠામાંથી એકબીજા માટે તારીફ પણ ના નીકળી. આ તો વાત થઇ માનસી અને આદિત્ય ની પણ મયંક અને ક્રિતીકા નું શું?

મયંક અને ક્રિતિકા એકબીજાને જોઈ ચોકી ગયા હતા. આજથી પેહલા ક્યારેય પણ કૃતિકાને આમ વેડિંગ વેર માં નહોતી જોઈ. વેડિંગ કલોથ માં જોવી તો દૂરની વાત છે પણ આમ નોર્મલ ડ્રેસ માં નહોતી જોઈ.

નયન તેના દિલને ચીરે
હોઠ એવા રસીલા
મંદ મંદ હશે ત્યારે ખાડો પડે
જે રંગે પ્યારમાં રે તેના

મયંક એ રીસેસપ્શન માં સલવાર કમીજ પેહર્યા હતા. આમ જુઓ તો અત્યાર સુધીમાં ક્રિતીકા નું જેમ તેને પણ આવા કપડાં નહોતા પેહર્યા.

વાતોથી તો કરતો હતો જ ઘાયલ
આજે આંખોથી પણ કરી નાખ્યા

ને જોરદાર એન્ટ્રી શરુ થઇ ગઈ. ક્રિતીકા અને મયંક એ ધમાકેદાર ડાન્સ થી એન્ટ્રીની શરૂઆત કરી જ દીધી. પાછળ માનસી અને આદિત્ય ની પણ એન્ટ્રી થઇ અને ફૂલ વરસાવાના શરુ થયાં તો બીજી બાજુ ફટાકડાઓ ફૂટવાના શરુ થયાં. ડાન્સ પૂરો થયાં બાદ તમામ અટેનશન એન્કર એ પોતાની બાજુ લઇ લીધું. તેમને નાના બાળકોથી ગેમ રમાડવાની શરુ કરી અને સૌ કોઈ ના હસી હસી ને ચેહરા ખીલી ગયા.

જમવાની, પાણીની, ડ્રિન્ક ની તમામ સુવિધાઓ કરી દેવામાં આવી હતી. બાળકો પરથી ગેમ રમાડ્યા બાદ વાત આવી પહોંચી ન્યૂલી મેરિડ કપલ પર... થોડા રાઝ તેઓના પણ ખોલવામાં આવ્યા. થોડી ટાંગ તેમની પણ ખેંચવામાં આવી. ફેમિલી ફોટા પડ્યા થોડા તો થોડી લવ સ્ટોરી સાંભળી.. તેઓ વિશે તો વાત જાણી લીધી પણ મયંક નું થોડી વાર ક્રિતીકા ને જોવું અને ક્રિતીકા નું મયંક સામે આમ જોવું.. આ વાત એન્કર સુધી પહોંચી ગઈ.

આગળની પરચીમા તેમનું જ નામ આવ્યું. તેઓ બંનેને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. એકબીજાનો પરિચય અને એ બીજાનો સંબંધ આપવાનું કહ્યું તો બંને મન વ્રત ધારણ કરી લીધૂ. એટલામાં જ નીચેથી આદિત્ય અને માનસી બોલે છે, " તેઓ બંનેની કહાની પણ અમારા જેવી જ છે "

" ઓકે એવું છે તો.. એટલે આમ એકબીજાને આમ જોવાઈ રહ્યુ છે. મયંક થોડીક વાર જુએ છે તો ક્રિતિકા કંટીન્યુ જોઈ રાખે છે. આમ બંને એકબીજાને દુર દુરથી જુઓ છો એના કરતા નજીક આવીને જુઓને. બંનેને તે નજીક લાવી દે છે " સૌ કોઈ ખુશ થઈ જાય અને બહુ હસી રહ્યા હોય છે. તેઓ ની શરમ ના લીધે આંખો નીચે હોય છે.

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ અને સ્ટીકર જરૂર થી આપજો 🙏
~ પ્રિયા તલાટી