Do Dil mil rahe hai - 17 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 17

Featured Books
Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 17

એક તરફ બે દિલ હવે લગ્નગ્રંથિ માં જોડાઈ રહ્યા હતા. તો બીજી બાજુ બીજા બે દિલ પ્યારના બંધનમાં જોડાવા જઈ રહ્યા હતા. બંનેને એકબીજાથી અપાર પ્રેમ હતો, એકબીજા માટે લાગણી હતી. તમને શું લાગે છે કે માનસી અને આદિત્યના લગ્ન તેવું બંનેને એક કરી શકશે? જોઈએ આગળ.

સુંદર સવાર ખીલી ઉઠી છે. આજે તો વાતાવરણ પણ કંઈક અલગ જ રીતે મેહકી રહ્યું હતું. ચારે બાજુ હરિયાળી હતી. બધાના ચેહરા પર અલગ જ રોનક હતી. આજે આદિત્ય અને માનસી ના લગ્ન હતા અને સાંજે રિસેપ્શન હતું. ઘરમાં સાંજના રિસેપ્શનની બધી જ તૈયારી થઈ ગઈ હતી. રિસેપ્શનને જવાબદારી ક્રિતિકા અને મયંકે બહુ સારી રીતે નિભાવી હતી. બસ હવે આદિત્ય અને માનસી તૈયાર થઈને કોર્ટમાં જવાના હતા.

તેઓ બંને નોર્મલ કપડામાં જ લગ્ન કરી લીધા. બ્લેક અને વાઈટ ફોર્મમાં આદિત્ય તૈયાર થઈને આવ્યો હતો જ્યારે માનસી એ ખૂબસૂરત રેડ અને વાઈટ કલર ની સાડી પહેરી હતી. તે સાડીમાં બહુ ખૂબસૂરત લાગી રહી હતી. સાંજના રિસેપ્શન ના કપડા નું આયોજન ક્રિતિકા અને મયંક એ સાથે મળીને કર્યું હતું.બંને એકબીજા કોર્ટ મેરેજમાં સિગ્નેચર કરે છે.

આદિત્ય અને માનસીના મમ્મી પપ્પા પણ સિગ્નેચર કરે છે. બંનેની ફેરવી થી શરૂ થાય છે. ક્રિતિકા અને આદિત્ય વચ્ચે ધીમે ધીમે ભાઈ બહેનનો સંબંધ બંધાઈ ગયો હોય છે. ક્રિતિકા આદિત્ય અને માનસીના લગ્નની ગાંઠ બાંધે છે. બંનેને સુખી થવાના આશીર્વાદ આપે છે. માનસી મસ્તી માં મયંકને કહે છે હવે આપણા દોસ્ત નો રસ્તો ઓછો થઈ જશે. કેમકે હવે તારા લગ્ન મારી નણંદ સાથે થવાના છે. પહેલા નણંદ રિશ્તો પછી દોસ્ત નો.... ક્રિતિકા થોડું હસે છે. મયંક આ જવાબમાં કહે છે આવું ના ચાલે.... ભલે આદિત્ય અને તેમની બહેન બહેન ભાઈ નો રિશ્તો ને ભાવે આપણે બંને તો દોસ્ત નો જ રિશ્તો રાખશું .

થોડીવાર બધા એકબીજાની ખેંચે અને મસ્તી કરે છે. લગ્નના ફેરા શરૂ થઈ જાય છે. આ લગ્નના ફેરા અલગ હતા. દરેક ફેરા એ વર અને વધુ એક એક શરતનો પાલન કરવાની કસમ ખાય છે. પહેલું વચન માનસીનું અને બીજું વચન આદિત્યનું...

પહેલો ફેરો - જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. તમારા સુખમાં પછી એને દુઃખમાં પહેલા ઊભી રહીશ. તમારા સુખમાં જ મારું સુખ છે.

તારા દરેક દુઃખમાં તારી ઢાળ બનીને ઉભો રહીશ. તને દુઃખની એક પણ આંચ નહીં આવવા દઉં.

બીજો ફેરો - તમને મનગમતી દરેક વસ્તુ હું કરીશ.

તમારી પસંદને જ હમારી પસંદ બનાવી લઈશ.

ત્રીજો ફેરો - આ જન્મમાં સાથ નિભાવો તો શક્ય છે પણ આવનારા દરેક જન્મમાં હું તમારો સાથ નિભાવિશ.

આવનારા દરેક જન્મમાં તો સાથ નિભાવીશ આ જન્મમાં પણ છેલ્લી ઘડી સુધી તમારો સાથ નિભાવવાની કોશિશ કરીશ

ચોથો ફેરો - પત્ની બનવા જઈ રહી છું તમારી... પત્ની તરીકેની દરેક ફરજ નિભાવીશ. તમારા સુખ દુઃખની અર્ધાંગિની બનીને રહીશ. પહેલી ખુશી તમારી પછી એ મારી

પતિ તરીકે પછી અને એક દોસ્ત તરીકે પહેલા રહીશ.

પાંચમાં ફેરો - આજથી તમારી જિંદગી એ જ મારી જિંદગી. તમારું ઘર એ જ મારુ ઘર.

આજથી તમારી જિંદગીને હું મારી જિંદગી બનાવી દઈશ. તમારા પરિવારને અમારો પરિવાર બનાવી દઈશ.

છઠ્ઠો ફેરો - તમે કંઈ પણ નિર્ણયો એમાં હું કોઈ વાંધો નહીં ઉઠાવીશ.

હું કોઈપણ નિર્ણય તમને પૂછ્યા વિના નહીં લવ

સાતમો ફેરો - આ ફેરામાં હું કોઈ ફરજ નહીં નિભાવીશ પણ તમારી પાસેથી એક ફરજ નિભાવવાનું વચન લઈશ. મારા ગયા પછી પણ તમે આમ જ ખુશ રહેશો. વચન આપો મને...

વચન આપું છું તને
તારી યાદોના સહારે
તારી વાતો ના સથવારે
મારી આજુબાજુમાં જ છો તું
ખુશ રહી જિંદગીના અંતે પણ

માનસી આદિત્યના આવા ભાવુક ભર્યા શબ્દો અને આંખો જોઈ એકબીજાને રડી પડે છે. આજુબાજુમાં રહેલ સૌ કોઈની આંખોમાં આવી જાય છે. ફુલડાના સહારે સૌ કોઈ આ લગ્નને વધાવે છે. એકબીજા ને શુભેચ્છા આપે છે.

લગ્ન વિધિ ના ફેરા તમને કેવા લાગ્યા? આ વાર્તા પસંદ આવી હોય તો રેટ આપવાનું નહીં ભૂલતા. તમારો રેટ મને વાર્તા લખવા માટે મોટીવેટ કરી શકે છે. થેન્ક્યુ

~ પ્રિયા તલાટી