Do Dil mil rahe hai - 15 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 15

Featured Books
Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 15

આદિત્ય મે કોર્ટ મેરેજ કરવાની શરત મૂકી હતી અને મમ્મી પપ્પા એ હા પણ પાડી દીધી મેં યોગ્ય કર્યુંને?

" તું કે આ યોગ્ય છે તે યોગ્ય છે. તો કે પહેલું યોગ્ય છે તો એ યોગ્ય છે. તુજે કરે એ યોગ્ય છે "

" હું મજાક નથી કરતી. ખરેખર માં તમને પૂછું છું ."

" હા એકદમ બરાબર છે. આમ પણ મારે કોર્ટ મેરેજ કરવા હતા. તારી સાથે રહેલ તારા બોયફ્રેન્ડ મારો મતલબ છે તારું એક ફ્રેન્ડ મયંક તેના વિશે જણાવીશ. જો તને યોગ્ય લાગે તો હું તને ફોર્સ નથી કરતો. "

" મને શું વાંધો હોય તમે એના વિશે જણાવવામાં. તમે મને કોઈ પણ વાત બિન્દાસ પૂછી શકો છો. તેનું પણ આપણે જેમ જ કંઈક છે. જેમ તમારી શરત હતી તેમ એની પણ હતી....... " માનસી આખી વાત આદિત્યને જણાવે છે.

" ઓકે તો તને એવું નથી લાગતું આપણે એના માટે કંઈક કરવું જોઈએ. કેમકે એ દિવસે જ્યારે છોકરી આવી હતી ત્યારે મારા જેવી જ હાલત નહીં કે એની હતી "

" હા એ તો છે એ બહુ પ્યાર કરે છે મયંકને પણ બતાવી નથી શકતી. "

" એક કામ કરે તો આપણે તેને આપણા લગ્નમાં બોલાવી લઈએ "

" હા એકદમ બરાબર રહેશે"

" બે દિવસ આપણા લગ્ન છે તો આપણે ક્રિતિકા અને મયંકને લગ્નની તમામ જવાબદારીઓ સોંપી દઈએ "

" પણ એક પ્રોબ્લેમ છે..... મને તેને ગર્લફ્રેન્ડ તરીકે ક્રિતિકાને સામે બતાવી છે. બહુ ક્રિતીકા ને ખબર પડી જશે મયંક વિશે કે તેની કોઈ ગર્લફ્રેન્ડ નથી."

" હા તો કંઈ વાંધો નથી. તેઓ બંને થોડી તો તું તું મેં મેં કરશે અને એકબીજાની નજીક આવી જશે. તુ આ વિશે ચિંતા ના કરીશ મારી પાસે એક પ્લાન છે. " આદિત્ય આખો પ્લાન જણાવે છે.

" અરે વાહ આ તો બહુ મસ્ત પ્લાન છે. ચોક્કસ આ પ્લાન જરૂર કામ કરશે. "

માનસી ને ફોન કરે છે અને બધી વાત જણાવે છે. મયંક બહુ ખુશ થાય છે. આદિત્ય અને માનસીને શુભેચ્છાઓ પાઠવે છે. મયંક પાસેથી માનસિ ક્રિતીકા નો નંબર લે છે. મયંક ક્રિતિકાને લગ્નમાં બોલાવવાની ના પાડે છે. માનસી ના જીતને લીધે મયંક માં ની જાય છે. આદિત્ય અને માનસી ના પ્લાન હવે શરૂ થઈ ગયો હતો. જોર શોર થી હવે લગ્નની તૈયારીઓ શરૂ થવાની હતી.

આદિત્યના ચહેરો એક અલગ જ પ્રકારનો ગ્લો કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી. માનસી આદિત્ય અને જોઈને થોડી ભાવુક થઈ જાય છે.
" શું થયું માનસી? તું ખુશ તો છો ને? "

" હા બહુ ખુશ છું. પણ આદિત્ય..... તમે આજે બહુ ખુશ દેખાય રહ્યા છો. જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યાર પછી પહેલી એવી પળ છે જે હું તમને ખુશ જોઈ રહી છું. પણ મને અફસોસ છે તે આખી જિંદગી તમને આવી રીતના ખુશ નહીં રાખી શકું. તમે દુઃખમાં હશો તો તમારો સાથ નહીં નિભાવી શકું . તમારે મારી મદદની જરૂર હશે હું તમારાથી દૂર હોઈશ. તમારે મારા પ્યાર ની જરૂર હશે પણ હું તમારી પાસે નહિ હોવ. મને ડર લાગે છે કે વર્ષો પછી ક્યાંક હું જ તમારા દુઃખનું કારણ ન બની બેસુ."

" તો વર્ષો પછીના વાત શા માટે કર છો. અત્યારે તો છો ને હું તારી સાથે રહીને કેટલો ખુશ છું. બે મિનિટ પણ મારો પગ આરામ નથી માંગતા. બસ અહીંથી આમ લગ્નની તૈયારીઓમાં લાગી ગયો છું. અને વર્ષો પછી પણ તું મારા દુઃખમાં ન હોઈશ પણ તારી મને પ્રેરણા આપતી વાતો મારી સાથે હશે. તમારી સાથે ન હોય ને પણ મારી સાથે જ હોય. મને પ્યાર ની જરૂર હશે ત્યારે તો એકાંતમાં આવી મને પ્યાર આપીશ. તારી દરેક વસ્તુ મારી આજુબાજુમાં હશે જે મને તારા હોવાનો અહેસાસ કરાવશે. બસ હવે આનાથી વધુ મારે શું જોઈએ. અને તને શું ખબર કે આપણા બંનેનો અનહદ આનંદ હતો પ્યાર જોઈને ભગવાન પણ તને જીવન આપી દે. " બંને એકબીજાને ભેટી થોડા ભાવુક બની જાય.

તમને શું લાગે છે માનસી જિંદગીભર નો સફર આદિત્ય સાથે નિભાવી શકશે?

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ જરૂર થી આપજો
~ પ્રિયા તલાટી