Do Dil mil rahe hai - 12 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 12

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 12

આદિત્ય લવ ગાર્ડનમાં પહોંચે છે તો ત્યાં માનસી અને તેના બોયફ્રેન્ડને જુએ છે. એકબીજાના હાથમાં હાથ પરોવીને ઉભા હોય છે. માનસી તેની સાથે બહુ ખુશ નજર આવી રહી હોય છે. આદિત્ય આ જોઈ શકતો નથી. થોડી વાર થાય છે તો ત્યાં ક્રિતિકા પણ આવી જાય છે. આ વાર્તા માં એક ટ્વિસ્ટ છે. માનસી નો નવો બોયફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ મયંક હોય છે. મયંકાની સામે જુએ છે અને કહે છે ક્રિતીકા આ મારી ગર્લફ્રેન્ડ છે માનસી. માનસી પણ આદિત્યને જણાવે છે કે આ મારો બોયફ્રેન્ડ છે મયંક...

આદિત્ય તો માનસી અને મયંકને કોન્ગ્રેચ્યુલેશન્સ કહીને જતો રહે છે. જતા જતા માનસીને તેનું ધ્યાન રાખવા માટે કહે છે. ક્રિતિકાના ચહેરા પરથી તો હાવ ભાવ જ ગાયબ થઈ ગયેલા લાગે. તેને કેવા પ્રકારના એક્સપ્રેશન આપવા અને કશી જ ખબર નથી હોતી. મયંક તેને હેરાન કરવા માટે તેની નજીક આવે છે., " મેં તો મારી ગર્લફ્રેન્ડ દેખાડી દીધી.... તારો બોયફ્રેન્ડ ક્યાં છે. તારા કરતા બહુ સારી છે ને મારી ગર્લફ્રેન્ડ... કંઈ બોલતી કેમ નથી કે મારી ગર્લફ્રેન્ડને જોઈને તારી બોલતી બંધ થઈ ગઈ. "

" મને તારી ગર્લફ્રેન્ડ થી કોઈ ફરક નથી પડતો. આમ પણ તારી ગર્લફ્રેન્ડ પણ કોઈક ને ચિટ જ કર્યા છે. બિચારો તે વ્યક્તિ કેટલો પ્યાર કરતો હતો તારે ગર્લફ્રેન્ડને.....તે એક જેન્ટલમેન હતો. ખબર નહી તારી ગર્લફ્રેન્ડને તારામાં શું દેખાણું તો કે તારી પાસે આવી ગઈ "

માનસી મયંક અને ક્રિતિકા પાસે આવે છે, " તને સાચા-ખોટા ની ખબર નથી લાગે.... તમે આવા જેન્ટલમેનને છોડીને આવા મયંક સાથે રહેવા માંગો છો. "

માનસી કંઈ બોલે તે પહેલા જ મયંક તેને અટકાવી દે છે, " જેને બરફી ખાધી હોય એને જ ખબર હોય તેનો સ્વાદ
... જેને પોતાની લાઇફમાં ક્યારેય કોઈને પ્યાર નથી કર્યો તેને શું ખબર પ્યાર ની વેલ્યુ "

" લુક વું સેડ "

" હવે તમે અહીંયા કાટો બનીને જ રહેવાના છો કે તમે તમારા ઘરે પણ જવાના છો. અમને બંનેને થોડો એકલો સમય વિતાવવા દયો."

" મને કંઈ શોખ નથી આ રહેવાનો. આ તો તે મને બોલાવી એટલે હું આવી બાકી મારે અહીં આવું પણ ન હતું "

" આવું તો તમે લાસ્ટ ટાઈમ પણ બોલતા હતા છતાં પણ આવ્યા...... "

" લીસન "

" અરે ના ના મને કોઈ વાંધો નથી તમ તારે તમે આવો. મારો બોલાવો અને તમારો આગમન.... "

ક્રિતિકા ગુસ્સામાં ત્યાંથી જતી રહે છે.

" મયંક આ બધું શું ચાલી રહ્યું છે? "

" અરે કઈ નહિ એ તો બસ.... અરે મેં તને આ વાત નથી કીધી ને હું તો ભૂલી જ ગયો. આ ક્રિતિકા હતી મારી થવા વાળી પત્ની.... મારા લગ્ન ક્રિતિકા સાથે નક્કી થઈ ગયા. હું જેટલો કોલેજ ટાઈમ પર મસ્તી ખોર હતો એટલો હવે હું રહ્યો નથી. હું ક્યારેય બિઝનેસમાં આમ પડી ગયો મને કંઈ ખબર જ ના પડી. દિવસ રાત બસ કામ કામ ને કામ જ. પ્યાર કરવાનો તો હું જાણે ભૂલી જ ગયો. એવામાં તારા મમ્મી પપ્પા એ મારો રિશ્તો નક્કી કરી નાખ્યો. ત્યારે મારી મુલાકાત ક્રિતિકા સાથે થઈ. મેં આ લગ્ન સંબંધની શરૂઆત એક બિઝનેસ ડીલ તરીકે કરી. અમારા કામ થી કામ રાખીશ અને એ એના કામ થી. અમે બંને એકબીજાથી સ્વતંત્ર રહીશું. ચોકવવા વાળી વાત મને ત્યારે ખબર પડી કે ક્રિતિકા માટે રાજી થઈ ગઈ. ક્રિતિકા માત્ર આ લગ્ન મારી જેમ બિઝનેસ ડીલ માટે જ કરવા માંગતી હતી. તે લગ્ન પછી પણ પોતાની રીતે સ્વતંત્ર રહેવા માંગે છે. પણ ધીમે ધીમે ક્યારે મને તેની સાથે પ્યાર થઈ ગયો કંઈ ખબર ન પડે. મારા પ્યાર ને તે સમજવા માટે તૈયાર નથી. હું તને મારો પ્યાર સમજાવા માંગુ છું.

" હા પણ તું જઈને તેને કહી દે તો કે તું તેને પ્યાર કરે છે. આમ તો એક વધુ તારાથી દૂર થઈ જશે "

" ના હું તેને જઈને નથી કહી શકતો. જો હું તેને કહી દઈશ તો વન સાઈડ લવ થશે. હું તને મારા પ્યારની અનુભૂતિ કરાવવા માંગુ છું."

" અને તું કરીશ કઈ રીતે? ""

વાર્તા વાંચી તમારા પ્રતિભાવ જરૂર થી આપજો 🙏
~પ્રિયા તલાટી