Do Dil mil rahe hai - 8 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 8

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 8

આદિત્યને આ વાત સાંભળીને તેના મમ્મી પપ્પા એકદમ હેરાન થઈ જાય છે. તેઓ આદિત્ય ની આંખોમાં માનસિક પ્રત્યેની પોતાની લાગણી અને પ્રેમ ભાવ જુએ છે. તેઓને લાગે છે કે આદિત્ય હવે માનસી સાથે લગ્ન કરીને જ માનશે. તેઓને આદિત્યને સમજાવવાની વાત ખોટી લાગે છે કેમ કે આદિત્ય હવે કોઈનું માનવાનો નથી. તે સાચા દિલથી માનસીને પ્યાર કરે છે. તેઓ આદિત્યને જેમ યોગ્ય લાગે તેમ કરવાનું કહે છે.

" માનસી ના મમ્મી પપ્પા કે માનસી હવે આ લગ્ન કરવા માટે રાજી નથી અને લગભગ તમારા ના કહ્યા પછી તો આ લગ્ન કરવા માટે બિલકુલ રાજી નહીં થાય. એટલે જો તમે જ આ રિસ્તા ની વાત પાછી તેમના મમ્મી પપ્પાને કરો તો આ વાત બની શકે"

" જો આદિત્ય અમે તારી બધી વાત સાથે સહમત છે પણ કાલ સવારે માનસી ને કંઈક થઈ ગયું તો તારું શું? અમે તારા મા-બાપ છીએ અમે તારું ખોટું નથી ઈચ્છતા. તને માનસી સાથે પ્રેમ થઈ ગયો છે પણ અમે આ પ્રેમમાં તારો સાથ નહીં આપીએ. તો તારી રીતે જઈ માનસી સાથે વાત કર. " આદિત્યના મમ્મી પપ્પાને એવું લાગે છે તે કે તેમને આ વાત પછી આદિત્ય માનસી સાથે કોઈ સંબંધ ન રાખે. તેઓ આ વાત માનસીને પણ ફોન કરાવી જણાવી દે છે.

આદિત્ય ચિંતામાં આવી જાય છે. તે જમ્યા વિના સીધો જ પોતાની કાર લઈને માનસી ના ઘરે નીકળી પડે છે. માનસી આ બધી વાત તેમના મમ્મી સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ ને જણાવી દીધી હોય છે. મહેન્દ્રભાઈ અને સ્મિતાબેન આદિત્ય અને માનસી સુધી પહોંચવા જ નથી દેતા. આદિત્ય ખૂબ જ જીદ કરે છે માનસીને મળવાની. અંતે સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ માનસી ને બોલાવે છે અને માનસી આદિત્ય અને તેના મોઢા પર જ ના બોલી દે છે. " તમે મારા તે અલગ થવા માંગતા હતા તો ભગવાન પણ હવે તમને મારાથી અલગ કરવા માંગે છે તો શા માટે તમે મારી પાછળ પડ્યા છો? જેટલું મને ભગવાને જીવન આપ્યું છે એટલું જીવન તો મને જીવવા દો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી અને જો તમે મને ખુશ જોવા માંગતા હો તો મારી જિંદગીમાંથી દૂર થઈ જાવ "

માનસીના આ શબ્દો આદિત્યને કાંટાની જેમ ચુભે છે. તે ત્યાંથી જતો રહે છે. માનસી પણ તેના રૂમમાં જઈ ખૂબ રડે છે. તે પોતાના રૂમની બારીમાંથી આદિત્યની હાલત જોઈ રહી હોય છે. તે આદિત્યને આવી હાલતમાં જોઈ હેરાન હોય છે.

દ્રશ્ય 2

મયંક ક્રિતિકાના આવા જવાબથી પરેશાન હોય છે. તે વિચારતો હોય છે કે ક્રિતિકા આવશે કે નહીં આવે...... તે પોતાના ઘરેથી કારને ચાવી લઈને નીકળે છે. તે નીચે રાહ જોઈ રહ્યો હોય છે કે ક્રિતિકા આવશે કે નહીં... નવ વાગવામાં માત્ર 20 મિનિટની જ વાર હોય છે. ક્રિતિકાને અત્યાર સુધીમાં આવી જવું જોઈએ પણ તે હજુ આવી ન હતી. મયંક તેને ફોન કરવાનું વિચારે છે. તે તેને ફોન લગાવે છે જ ત્યાં તેની સામે ક્રિતિકા મળે છે.

" બોલો તમારે એવું શું જરૂરી કામ હતું તો તમે મને અહીંયા બોલાવી? "

" તું તો કહેતી હતી ને હું નહીં આવું તો પછી તું કેમ આવી? "

" તો તે મને આ વાત કહેવા માટે બોલાવી કે હું આવું છું કે નથી આવતી"

" અરે ના મારે તો થોડું કામ હતું એટલે મેં બોલાવી "

" મને ખબર છે તારી વાતમાં કઈ લેવા દેવાનું નથી. "

" તારો કહેવાનો મતલબ શું છે હું તદ્દન નકામી વાત કરું છું. કેમ તારા માટે સમય જરૂરી છે મારા માટે પણ સમય જરૂરી છે "

" તે કહ્યું હતું કે આ લગ્ન એક ડીલ છે મારી મરજીથી જીવી શકું છું તો આ બોલાવવાનો મતલબ શું છે કે પછી આ બધું એક નાટક છે "

" કહેવાનો મતલબ શું છે તને આ બધું નાટક લાગી રહ્યું છે "

આ તમે તમે કહેતા કહેતા આર્ગ્યુમેન્ટ તો તું મે મે પર આવી ગઈ. શું ક્રિતિકા મયંક ની વાત નહીં સમજી શકશે ?

માનસી આદિત્યને દિલની વાત સમજી શકશે?

બંને જોડી અત્યારે એક સિચ્યુએશનમાં છે. જોઈએ આગળ કોની સાથે શું થાય છે. ત્યાં સુધી તમે મારી વાર્તા ને રેટ આપવાનું નહીં ભૂલતા.

~ પ્રિયા તલાટી