Do Dil mil rahe hai - 6 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 6

Featured Books
Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 6

આદિત્ય માનસી ના પ્યારને લઈને મૂંઝવણમાં હોય છે. તે આવા હતા તેના મમ્મી પપ્પા સાથે કરવાનું વિચારે છે. પણ તે વાત તેના મમ્મી પપ્પાને કહે તે પહેલા જ તે વાત તેના દોસ્ત ને કરે છે. તેમના દોસ્ત સમજાવે છે કે માનસી એ કેન્સર પેશન્ટ છે. તેની સાથે આખી જિંદગી વિતાવવાનું અશક્ય છે. કાલ સવારે શું થાય અને તેની મૃત્યુ થઈ જાય. આ વિશે કંઈ પણ કહી ન શકાય. જો ભગવાનનો સાથ હોય તો માનસી બચી પણ જાય. પણ હા એક વાત ચોક્કસ છે કે જો તું તેને પ્યાર કરતો હો તો જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તો તેનો સાથ નિભાવી શકીશ.

એક રાતમાં આમ પ્યાર તો ન જ થાય એ વાત પાક્કી છે પણ આ વાત સાચી છે કે તને માનસી પસંદ આવવા લાગી છે. તેનો સૂટ સલવાર તને વધુ પસંદ આવવા લાગ્યો છે. પાર્ટી અને પાર્ટી વિયર કરતા તને માનસી અને તેનો ટ્રેડિશનલ ડ્રેસ વધુ પસંદ આવવા લાગ્યો છે. આ વાત તને તેના તરફ વધુ ખેંચી રહી છે. અને જો તો તને માનસી પસંદ ન હોય તો તને એના વિશે આટલી ચિંતા ન થઈ રહી હોત. તારી આંખોમાંથી આજે આંસુના વહી રહ્યા હોત. તારી જિંદગીનો પ્લાન તો સીધો જ હતો. તારા લગ્ન થાય કે ના થાય તારે તો બિઝનેસ મિટિંગમાં જ જવાનું હતું પણ આજે તુ એ બિઝનેસ મિટિંગ ની જગ્યાએ અમારી સાથે બેઠો છે. તું આજે અમારી સાથે માનસી વિશે અને તેના પ્યાર વિશે ચર્ચા કરી રહ્યો છે. તારે તારા પ્યાર ની વાત તારા મમ્મી પપ્પાને કરી દેવી જોઈએ.

હા અમને ખબર છે કે માનસી એક કેન્સર પેશન્ટ છે. એ તારો સાથ આખી જિંદગીભર નહીં નિભાવી શકે. પણ આખી જિંદગી એક યાદ બનીને તારી સાથે ચોક્કસ નિભાવશે . જો આદિત્ય પ્યાર જિંદગીમાં માત્ર એક જ વખત થાય છે. માનસી ના ગયા પછી તને અફસોસ ન થાય કે તું તારો પહેલો પ્યાર ન નિભાવી શક્યો.

દ્રશ્ય 2

યાર મયંક પણ કેટલો અવળો છે ને! આમ તો મારાથી દૂર ભાગતો હોય છે પણ જેવી હું સ્ટોર રૂમમાં લોક થઈ ગઈ તરત જ મારી પાછળ દોડતો દોડતો આવ્યો. મને ખબર નથી પડતી તે કે તે મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે કે નથી ઇચ્છતો..... શું કરું હું..... મારી સાથે શોપિંગ પર આવવાની પણ ના પાડે છે, મારી સાથે કોઈ લવ ગાર્ડનમાં પણ આવતો નથી, પણ મારા માટે એ નાસ્તો બનાવવા રસોડામાં થઈ શકે છે. મારા માટે એ સો લોકોની વચ્ચે પણ મને તેડીને રૂમમાં લાવી શકે છે. ક્રિતિકા મયંક ના આવા સ્વભાવથી મૂંઝવણ માં હતી.

બીજી બાજુ મયંક પણ ક્રિતિકા વિશે જ વિચારતો હોય છે. કે એ મારા વિશે શું વિચારી રહી હશે. પણ ખરેખર મારું વ્યક્તિત્વ બહુ જ અલગ છે. મને ખબર છે ક્રિતિકાને મારો આ વર્તન બિલકુલ પસંદ નહીં હોય. હું તેની સાથે કોઈ લવ ગાર્ડનમાં નથી જતો, ના તો કોઈ મુવી પર કે ના કોઈ શોપિંગ પર તેને લઈ જતો પણ હા હું તેને આટલું જરૂર કહી શકે કે જ્યારે પણ તેને મારા મદદની જરૂર હશે ત્યારે હું તેની સાથે જ ઉભો હોઈશ. બસ આ વાત હું તેને બોલી નથી શકતો પણ મને હવે એવું લાગે છે કે મારે આ વાત તેને જણાવી દેવી જોઈએ. આ વાત માત્ર એક ડીલથી શરૂ થઈ હતી પણ ખબર નહિ હવે કેમ આ વાત મારા દિલ સુધી પહોંચી ગઈ છે. ક્રિતિકા માટે હવે મને ફીલ થવા લાગ્યું છે.

ક્યાંક હાથ છૂટી રહ્યો છે
તો ક્યાંક જોડાઈ રહ્યો છે
આ પ્યારના બંધનમાં
એક નવો રિશ્તો બંધાઈ રહ્યો છે.

~પ્રિયા તલાટી