ANTAR-YUDH in Gujarati Short Stories by Abhishek Joshi books and stories PDF | અંતર યુદ્ધ

Featured Books
Categories
Share

અંતર યુદ્ધ

આજ  ના  સમય  નો  માનવી  કોઈ  બીજા  સાથે  નહિ  પણ  ,

પોતાના  મન માં  ચાલી  રહેલા  યુદ્ધ  થી  હારી  રહ્યો  છે .

 

એક  જ  સમયે  માણસ ના  મન  માં  અનેક  વિચાર  ચાલી  રહેલા હોય  છે .

એક  ઠેકાણે  બેસી  ને  એને  અનેક  જગ્યા  ના  વિચાર  પરેશાન  કરી  રહ્યા  હોય  છે .

 

ઘરે  હોય  ત્યારે  નોકરી  નું  ચિંતન  કર્યા કરે  છે .

અને  ઘરે  ઝઘડો થયા  પછી  ,

દિવસ  આખો  ઘર  ના  વિચાર  કર્યા  કરે  છે .

 

મમ્મી  કેમ  આવું  બોલ્યા  ,

તેણી એ  કેમ  આમ  કહ્યું  .

છોકરા ઓ  ભણવામાં  કેમ  ધ્યાન  નથી  આપતા   વગેરે  ,

આમ  તેનું  ધ્યાન  નાં  નોકરી  માં  પુરતું  રહે  કે  નહીતર  ઘરે .

 

માત્ર  વિચારો  ના  વૃંદાવન  માં  ખોવાયેલો  રહે  છે .

હકીકત  માં  તેને  પોતાને  ખ્યાલ  નથી  આવતો  કે  તેને  ઘર  નો  પ્રોબ્લેમ  સોલ્વ  કરવો  કે ,

નોકરી  નો .

 

જેવો  ઘરે  પાછો  વળે છે  .

નોકરી  ના  પ્રોબ્લેમ નો  વિચાર  કરે  છે .

આજે  બોસે  આમ  શા  માટે  કહ્યું  .

મારા  કામ માં  શી  કસાચ  રહી  ગઈ  .

બીજા  મારા થી  કેમ  વહેલું  કામ  પૂરું  કરી  લે  છે  .

 

ખરેખર  આજ  નો  માનવી  સુખ  અને  સંતોષ  નો  અનુભવ  જ  નથી  કરતો  .

એવું  કહીએ  તે  પણ  યોગ્ય  છે  .

તેના  વિચારો  પળેપળે  બદલ્યા  કરે  છે  .

 

તેના  મન  માં  વિચારો  નું  ઘમાસાણ  યુદ્ધ  ચાલ્યા  કરે  છે .

એ  યુદ્ધ  એટલે  જ  અંતર યુદ્ધ  .

 

તે  સુખ  અને  શાંતિ  નો  અનુભવ  કરી  શકતો  નથી  . 

એમ  નહિ  પણ  તેનો  કરવો  નથી .

તે  ઘર માં  પણ  રહી  શકે  છે  .

છતાં  તેની  ઈચ્છા  મહેલ  બનાવવા  ની  છે .

 

તે  ટુ-વિલર  માં  ફરી  શકે  છે .

છતાં  તેની  ઈચ્છા  બી.એમ .ડબ્લ્યુ  કે  ઓડી  માં  ફરવા  ની  છે .

 

તે  શાંતિ  થી  શાક - રોટલી  ખાઈ  શકે  છે  .

છતાં  તેની  ઈચ્છા  પિઝ્ઝા  બર્ગર  પર જ  આવી  ને  અટકે  છે .

 

તે  નવા  ટ્રેન્ડ  પ્રમાણે  ચાલવા  માંગે  છે .

પણ  તે  પોતાની  જરૂરિયાત  અને  આવક  નથી જોતો  .

 

અને  તેના  કારણે  ઘર  માં  રોજ  નવા  ડખા  ઉભા  થાય  છે .

 

પત્ની  એ  નથી  જોતી  કે  તેના  પતિ  ની  આવક  કેટલી  છે .

તે  માત્ર  દેખાળો જ જોવે  છે  .

શેરી  માં  કે  મહોલ્લા  માં  નવી  વસ્તુ  આવી  એટલે  એ  વસ્તુ  ઘરે  આવી  જ  જોઈએ  .

પછી  ભલે  લોન  પર  આવે  કે  ક્રેડીટ  કાર્ડ  પર  .

 

છોકરા ઓને  નવા  મોબાઇલ અને  વાહન  જોઈએ  .

ભલે  ને  પછી  એ  ઘરે  બેઠા  રોટલા  તોડતા  હોય .

 

ભણવા  માટે  પ્રખ્યાત  સ્કુલ  જ  ખપે  .

ભલે  પછી  પોતે  અંગુઠા છાપ  હોય .

 

આવી  ગણાવા જઈએ  તો  લાખો  વસ્તુ  નીકળે  .

પણ  આપણે  તેમાં  નથી  પડવું .

 

કહેવાનો  મૂળ  ભાવાર્થ  કે  ,

ઈચ્છા ઓનું  યુદ્ધ જે  તદ્ન્તર  માનવી  ના  મગજ માં  ચાલ્યા  કરે જ  છે .

 

જરૂરિયાતો  પૂરી  કરવા  માં  માણસ  ના  ઘર નો  ના  ઘાટ  નો  એવી  પરીસ્થિતિ  નો  શિકાર  થઇ  જાય છે .

 

ક્રેડીટ કાર્ડ , લોન  વિગેરે  ના  હપ્તા  ,

ઘરના  સાસુ  વહુ  ના  ઝઘડા  ,

છોકરાઓની   માંગો  ,

બોસ  ની ગાળો  ,

પોતાની  જરૂરિયાતો   ,

આવા  ઘણા  બધા  વિચારો  ભેગા  થઇ  ને  મન  માં  અંતર યુદ્ધ  ઉભું  કરે  છે  .

 

અને  ઘણી વાર  જો  આવા  અંતર યુદ્ધ નો વિરામ  ના  આવે  તો  ઝીંદગી  નો  વિરામ  પણ આવી  જાય  છે .

 

તો  શું  આનો  કોઈ  ઉકેલ  નથી  .

છે  .

ના  પાડતા  શીખો   .

જરૂરિયાત  વગર  ની  વસ્તુ  ની  માંગ  ઉઠી  નાં  પાડી  દ્યો  .

જરૂરિયાત  વગર  ના  ઝઘડા  થયા  કહી  ધ્યો  તમે  જોઈ  લો  .

મારે  આમે  પણ  ઘણા  કામ  છે .

છોકરા  ઓ  ખોટી  માંગ  કરે  છે .

કહી  ધ્યો  કમાઈ  ને  લઇ  લ્યો .

 

જયારે  કમાવા  જશે  ત્યારે  પાઈ - પાઈ  ની પણ  કીમત  થઇ  જશે  .

કેટલી  વાર  ઝઘડશે  તમે  ધ્યાન  જ  નહિ  દયો તો  એ  પણ  બંધ  થઇ  જશે  .

અને  લાસ્ટ  માં  હાથ  માં  હોય  તેટલું  જ  પોતાના  પર  લ્યો  .

બાકી  ભગવાન ના  હાથ  માં  સોપી  ધ્યો .

કારણ  કે  

" મારી  મરજી  વિના  રે  કોઈ  થી  તરણું  ના  તોડાય  " 

 

SO  BY  AND  TAKE  CARE