Bhedi Dungar - 10 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 10

Featured Books
Categories
Share

ભેંદી ડુંગર - ભાગ 10

(આગળ ના ભાગ માં જોયું કે આશિષ અને અઘોરી અમરનાથ છોકરીયો ને લઈ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને મળે છે, ઝાલા સાહેબ ગુનો દર્જ કરી તપાસ ચાલુ કરે છે.)

આશિષ ને બધા ઝાલા સાહેબ અને એમની ટીમ જોડે સવારે આશ્રમ પોહચે છે.
ઝાલા સાહેબ :આ, આશ્રમ... માં આ ધન્ધા ચાલુ છે, રેવાબા કન્યા અનાથ આશ્રમ.

ઝાલા સાહેબ અંદર પ્રવેશી ત્યાં ના રેકટર મેડમ પાસે ઓફિસ માં પોહચે છે.
રેકટર :આવો, સાહેબ... બોલો સાહેબ કઈ છોકરી ને લઈ જવા માંગો છો??
આ સાંભળી ઝાલા સાહેબ તો ગુસ્સે 😡😡ભરાય જાય છે અને રેક્ટર મેડમ ને ત્યાં જ એક લાફો જડી દે છે, શરમ નથી આવતી આવા ધંધા કરતા??
રેકટર મેડમ :માફ, કરજો સાહેબ.. પેલા પણ તમારા જેવા પોલીસ ઓફિસર અહીંથી છોકરીયો ને લઈ જઈ પોતાની હવસ પુરી કરી મૂકી જાય છે, એટલે મને લાગ્યું કે તમે પણ...

ઝાલા સાહેબ :ચૂપ થઈ જા નરાધમ, પોતે એક સ્ત્રી થઈ ને આવુ કરતા શરમ નથી આવતી, બોલ આ આશ્રમ માં કોણ કોણ આવે છે?? આ આશ્રમ કોણ ચલાવે છે?? આ બધું કોના હેઠળ થાય છે?? જલ્દી બોલ નહીંતર ચામડી ઉધેડી નાખીસ...

રેકટર મેડમ :સાહેબ, હું તો અહીંયા નોકરી કરું છું, મને તો પગાર મળે છે, ઉપર થી કહેવામાં આવે તેમ કરું છું..
ઝાલા સાહેબ :કોણ કે છે આ બધું કરવાનું બોલ??
રેક્ટર મેડમ :ખબર નથી સાહેબ, જુદા જુદા નંબર થી ફોન કરે છે, પગાર ખાતા માં નાખી દે છે, જો એવું ના કરીએ તો મરી નાખવા ની ધમકી આપે છે...
ઝાલા સાહેબ.... હવલદાર.. આ આશ્રમ ની જેટલી છોકરીયો છે એમને પેલા સલામત જગ્યા એ પહોંચાડો.... બીજા હવલદાર ને... આ આશ્રમ ની સંપૂર્ણ તપાસી લો.,, યુ આર અંડર અરેસ્ટ મેડમ.... ગિરફ્તાર કરી લો આને..

હવલદાર :સાહેબ,અહીંયા સફેદ રંગ ના પેકેટો ભરેલા બોક્સ મળ્યા છે.
ઝાલા સાહેબ બોક્સ ચેક કરે છે.... આ તો ડ્રગ્સ ના પેકેટ છે... હવલદાર આ બધા બોક્સ પોલીસ સ્ટેસન એ લઈ લો...
હવલદાર :જી સાહેબ...
આશિષ :સાહેબ, આવા તો કેટલા આશ્રમો હશે.. શહેર માં..
ઝાલા સાહેબ :આખા શહેર ના બધા જ આશ્રમોં ની તપાસ કરવિ પડશે.

ઝાલા સાહેબ બધા આશ્રમ ઓની માહિતી મેળવી બધે જ ચેક કરાવે છે... કેટલાક આશ્રમો આમ સપડાયેલા મળે છે... તો કેટલાક બાળકો પાસે ભિખ મંગાવતા, તો કેટલાક છોકરીયો ને વેંચતા આશ્રમોં મળે છે,, આ બધું જોઈ ઝાલા સાહેબ તો ચોકી જાય છે અને ગુસ્સાનો પાર નથી રહેતો.

ઝાલા સાહેબ :આ બધા જ નંબર મેળવી એનું લોકે સન મેળવો,નક્કી આમ કોઈ મોટી હસ્તી નો હાથ છે.. આ ખબરો સાંભળી કોઈ અન્ડર ગ્રાઉન્ડ થઈ જાય એ પેલા એને બોચી પકડી ઝાલી લાવો.

નંબર ચેક કરે છે, તો બધા નંબર ઓનું લોકેશન એક જ મળે છે, ઝાલા સાહેબ પોતાની ટીમ સાથે ત્યાં ઉપડી જાય છે.

મંત્રી ભરદ્વાજ ના ઘરે ઘાડી ઉભી રાખી, બધી બાજુ થી ઘેરો નાખે છે. ઝાલા સાહેબ અંદર જાય છે.
મંત્રી ભરદ્વાજ:આવો આવો ઝાલા સાહેબ, તમારી આજકાલ બોવ ચર્ચા ચાલે છે.
ઝાલા સાહેબ :આ બધા ધંધા પાછળ તમારો છોકરો છે એવા પુરાવા મળ્યા છે, એની ગિરફ્તારી નો વોરન્ટ લઈ ને આવ્યો છું, એ જ્યાં હોય ત્યાં અહીં બોલાવો..

મંત્રી ભરદ્વાજ:અરે થોડા ઠંડા થાવ, અરે સાહેબ મારે ઠંડુ લાવો, જુવો ઇન્સ્પેક્ટર તમે તમારી નોકરી ની સલામતી ચાહતા હોવ તો આ કેસ અહીંયા જ પૂરો કરી દો.. તમને જોઈએ એટલા પૈસા મળી જશે. બાકી તો જીવન હેરાન થઈ જશે...

ઝાલા સાહેબ :આવી ગંદી ઑફર બીજા કોઈ ને આપજો, તમારા છોકરા ને બોલાવો, નહીંતર તાપસ ચાલુ કરું..ઘરમાં..
મંત્રી ભરદ્વાજ:જુઓ, ઈંસ્પેક્ટર... એ એક મંત્રી નો છોકરો છે, એને બદનામ કરવાનું કાવતરું છે આ બધું...
ઝાલા સાહેબ :મંત્રી સાહેબ, અમને એના વિરુદ્ધ પુરાવા અને સાક્ષી મળ્યા છે, મંત્રી નો છોકરો હોય એટલે આમ આવા ધંધા કરવાનાં... ગમે તે હોય એને ફાંસીના માંચડે ના ચડાવું તો હું પણ રાજપૂત નો દીકરો નઈ..

મંત્રી ભરદ્વાજ:જો ઇન્સ્પેક્ટર તારા પરિવાર ની સલામતી ચાહતો હોય તો અહીંથી ચાલ્યો જા.. નહીંતર કોઈ જીવતું નહિ મળે.
ઝાલા સાહેબ :હું જાણતો હતો, તમારા જેવા ગદ્દાર લોકો ને, એટલે મેં પેલેથી જ મારાં પરિવાર ને સુરક્ષીત જગ્યા એ મોકલી દીધો છે 😀😀, તું તારા પરિવાર ની ચિંતા કર, હવલદાર આખું ઘર ફરી વળો.
ત્યાંજ મંત્રી ભરદ્વાજ નો દીકરો બગાસા ખાતો ખાતો નીચે ઉતરે છે.. "પપ્પા કેમ આવ્યા છે સાહેબ??"
ઝાલા સાહેબ :તને મોસાળ લઈ જવા, એમ કહી એના લમણે બંદૂક ધરી ગિરફ્તાર કરે છે અને પોલીસ સ્ટેસન લઈ જાય છે.
મંત્રી ભરદ્વાજ દુઆ પુઆ થઈ જાય છે,એ ઉપર ફોન કરી પોતાના દીકરાની જમાનત માટે ફોન કરે છે અને ઝાલા સાહેબ ને સસ્પેન્ડ કરાવે છે.
ઝાલા સાહેબ પોતાનો સસ્પેન્ડ લેટર વાંચી દુઆપુઆ થઈ જાય છે.
મંત્રી ભરદ્વાજ પોલીસ સ્ટેસન જઈ"કીધું તું ને હખણી નો રેજે, જોઈ લીધું મંત્રી ભરદ્વાજ ની તાકાત, તારા જેવા તો કેટલાય આવ્યા અને જતા રહ્યા "
ઝાલા સાહેબ "તારા જેવા ને તું છોડીશ નઈ "એમ કહી પોતે પોલીસ સ્ટેસન છોડી જતા રે છે.
મંત્રી ભરદ્વાજ પોતાના દીકરાને લઈ ફરે જાય છે અને પાર્ટી કરે છે.
આ બાજુ નવા ઇન્સ્પેક્ટર આવે છે જે અશીશ ને લોકો ની મદદ કરવાની ના પાડી દે છે.

રુચા :હવે શુ કરશુ?? ઝાલા સાહેબ એક હતા જે
મદદ કરી શકતા હતા, હવે તો કઈ નઈ થાય..
અઘોરી અમરનાથ :હું કરીશ હવે એ બધું, એ મંત્રી ના છોકરા અને મંત્રી ની જીવતો નહિ રેવા દવ.

આશિષ :અઘોરી અમરનાથ, હજી આ કાંડ માં બીજી કેટલીક હસ્તિયોં પણ છે, આપણે ઝાલા સાહેબ ને મળી શુ કરવું એના પ્લાન વિશે વિચાર કરવો જોઈએ.
બધા ઝાલા સાહેબ ને મળવા જાય છે.
ઝાલા સાહેબ:સોરી, હું તમારી મદદ ના કરી શક્યો, હા પણ હવે હું પણ તમારી સાથે આ મિશન માં જોડાઈશ, મારાથી થતી બધી જ મદદ કરીશ, તમે ચિંતા ના કરશો..

ક્રમશ......

(આગળ ના ભાગ માં જોઈસુ કે શુ હવે સસ્પેન્ડ થયાં પછી ઝાલા સાહેબ નો આગળ નો પ્લાન શુ હશે? શુ એ મદદ કરી શકશે? મંત્રી ના છોકરા ને પકડી શકશે???)