Preet kari Pachhtay - 51 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 51

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રિત કરી પછતાય - 51

પ્રિત કરી પછતાય*

51

સાગરે જેવો ઘરમાં પગ મુક્યો. એવો જ ઉચ્ચક જીવે રાહ જોતા સાગરના સાસુએ પ્રશ્ન કર્યો.

"ક્યાં જતા રહયા હતા?અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ."

જવાબ મા સાગરે ખોટુ બોલવું પડ્યુ.

"હુ તો પિક્ચર જોવા ચાલ્યો ગયો હતો મામી."

"જોયુ મમ્મી?"

આ વખતે ઝરણાએ ટાપસી પુરી.

"આપણે ક્યારના આમની ફિકર કરી રહ્યા છીએ અને આ સાહેબ આરામથી પિક્ચર જોઈને આવી રહ્યા છે."

"અરે પણ એમા ફીકર શુ કરવાની હોય? હું કઈ નાનો કીકલો થોડો છુ.કે મારી ફિકર કરવી પડે."

"તમે નાના તો નથી એ ખરું.પણ અમારું આ શહેર તમારા માટે અજાણ્યુ તો ખરું ને,?એટલે ફિકર તો થાય ને?"

સાગરને સાસુની આ દલીલ આગળ શું બોલવું એ સૂઝ્યું નહીં.એટલે એણે વાતને વાળી લેતા કહયુ.

"મારા મામા ક્યારે આવશે?"

"એ તો તમારી રાહ જોઈને જમીને જ હમણા જ ગયા છે.તમ તમારે જમી લ્યો."

પોતાના સાસુની વાત સાંભળીને સાગર હસી પડ્યો.

"હું કાંઈ ભૂખ લાગી છે એ માટે મારા મામા વિશે નથી પૂછતો.મારે તો બીજું કામ છે."

આ વખતે સાગરને છેડવા શોભાએ વચમાં ચમચો હલાવ્યો.

" જીજાજી શું કામ છે એ મને કહો હું તમારું કામ કરી આપીશ."

પણ સાગરે વળતો ફટકો માર્યો.

"મારે તારા જેવી ચમચી ઓની જરૂર નથી.મારું કામ કરતા મને આવડે છે."

અને સાગરને છેડવા ગયેલી શોભા પોતે જ છેડાઈ ગઈ.

"જો આવડતું હોય તો પછી શા માટે પૂછો છો કે મામા ક્યાં ગયા છે?જે કામ હોય એ હવે જાતે જ કરી લેજો સમજ્યા?"

સાગર પોતાના બંને કાનની બુટ પકડતા બોલ્યો.

"હા સમજી ગયો માતાજી.હવે ક્ષમા કરો."

પછી ઝરણા તરફ જોતા બોલ્યો.

"ઝરણા તારી તબિયત હવે ઘણી જ સુધારા ઉપર છે એટલે હું કાલની ગાડી થી મુંબઈ જાવ છું.તને જ્યારે સાવ સારું થઈ જાય ત્યારે અહીંથી ગાડીમાં બેસી જાજે.હું તને બોરીવલી લેવા આવી જઈશ."

ઝરણાએ ધાર્યું નહોતું કે સાગર આમ એકા એક અચાનક જ ઘરે જવાનો નિર્ણય લેશે.સાગરને શુ જવાબ આપવો એની વિમાસણમાં ઝરણા હતી.એને એટલો અંદાજો તો આવી ગયો હતો.કે ગઈ રાતે જે કંઈ બન્યુ હતુ એના જ ફળ સ્વરૂપે સાગરે મુંબઈ જવાનો આમ અચાનક નિર્ણય લીધો લાગે છે.પણ મમ્મીની હાજરીમા એણે એ વિશે વાત કરવાનુ ટાળ્યુ.સાગરને બે પાંચ દિવસ વધુ રોકાઈ જવાનુ એ કહેવા ચાહતી હતી. પણ એની જીભ ન ઉપડી.ત્યારે સાગર ના સાસુ એ જ સાગરને રોકાવા નો આગ્રહ કરવો પડ્યો.

"ઘરે ચિંતા જેવું ના હોય તો બે ચાર દિવસ વધારે રોકાઈ જાવ તો સારું."

"મામી આમ તો ફિકર કરવા જેવું કાંઈ નથી પણ હું મારી દુકાન બંધ કરીને આવ્યો છુ.અને જ્યાં સુધી હુ નહીં જાવ ત્યાં સુધી એ બંધ જ રહેશે.અને હવે મારું અહીં કામ પણ શું છે?"

"ઠીક જેવી તમારી મરજી."

સાગરની જીદ આગળ સાગરના સાસુએ હથિયાર નાખી દીધા.

"પણ હવે ખાય તો લ્યો."

"તમે હાથ ધોઈને રસોડામા આવો.હુ ત્યાજ જમવાનુ પીરસુ છુ."

ઝરણાએ સાગરને કહ્યુ.અને સાગર હાથ પગ ધોવા બાથરૂમમાં ગયો.

રસોડામા એ જમવા બેઠો.તો ત્યા એના આશ્ચર્યની સીમા ન રહી.એના માટે એની પ્રાણ પ્યારી સરિતા જમવાનું પીરસી રહી હતી.સરિતાને જોઈને એનુ હ્રદય જોર શોરથી ધડકવા લાગ્યુ.એના મુખ માથી અનાયસે આ શબ્દો સરી પડ્યા.

"સરિતા તુ?"

જવાબમા સરિતા ઠંડા સ્વરે બોલી.

"બહેને મને કહ્યુ કે તારે છેલ્લી વાર સાગર સાથે વાત કરવી હોય તો કરીલે."

સરિતાએ જમવાનુ પીરસતા પીરસતા કહ્યુ.અને સાગર ની નજર જમવાનું પીરસતી સરિતાના ચહેરા ઉપર જાણે જામી ગઈ.રાતના રુદનના પ્રત્યાઘાતો હજી પણ સરિતાના ચહેરા ઉપર દેખાઈ રહ્યા હતા.સરિતાનો ઉદાસ ચહેરો સાગરના હૃદયને કોરી ખાઈ રહ્યો હતો. સરિતાની સુનકાર આંખો સાગરના હૃદયને હચમચાવી રહી હતી.પોતાની નજરની સામે પોતાની જાન બે જાનની જેમ ખાવાનું પીરસી રહી હતી.અને પોતે અસહાય.લાચારની જેમ ફક્ત એને જોઈ જ શકતો હતો.એને આશ્વાસન આપવા એની પીઠ પર હાથ પણ પસરાવી શકતો ન હતો.

સરિતા જમવાનું પીરસી ચૂકી હોવા છતાં સાગરથી જમવાની શરૂઆત ન થઈ શકી.ત્યારે સરિતા એ જ રુંધાયેલા સ્વરે સાગરને કહેવું પડ્યુ.

"જમી લો ને."

"શું જમુ? કઈ રીતે જમુ? મને.મને.કંઈ સમજાતું નથી સરિતા કે હું શું કરું?"

સાગરથી નિઃસાસો નંખાઈ ગયો અને સરિતાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.

સરિતાના અશ્રુઓએ સાગરના હૃદય ને હલબલાવી નાખ્યુ.એને તીવ્ર ઈચ્છા થઈ આવી કે તે રડતી સરિતાને પોતાની છાતી સરસી ચાંપી દે.સમાજની કે ઝરણાની પરવા કર્યા વગર સરિતા અને પોતાની વચ્ચે જે જુદાઈની દિવાલ ઉભી છે એને તોડીને સરિતા ને પોતાની સાથે મુંબઈ લઈ જાય.સરિતા ની આંખોમાંથી વરસતા આંસુઓના વરસાદને પોતાના હોઠોથી ચૂસી લે.પણ સરિતાના આંસુ ઓને ચૂસવાની તો શું પોતાની આંગળી ઓથી લુછવા ની પણ સાગર હિંમત ન કરી શક્યો.પણ આસ્તે આસ્તે થોડીક હિંમત ભેગી કરીને ધડકતા હૈયે ડરતા ડરતા પોતાની આંગળીઓથી એણે સરિતાના ગાલ ઉપરથી દડી રહેલા આંસુઓ ને લૂછ્યા.અને પછી થરથરતા સ્વરે કહ્યુ.

"રડ નહીં સરિતા.રડ નહી.જુદાઈની આ અગ્નિમાં આપણા પ્યારની કસોટી થઈ રહી છે.આપણો પ્યાર અગર સાચો છે.તો આપણુ મિલન ક્યારેક ને ક્યારેક તો જરૂર થશે.હું હંમેશા...."

સાગરને પોતાનું આ વાક્ય અધૂરું મૂકવું પડ્યું રસોડામાં કોઈ ત્રીજાના આવવાનો અણસાર થતા સાગરે વગર જમ્યે જ હાથ ધોઈ નાખ્યા.અને સરિતા અશ્રુ ભીની આંખે સાગરને રસોડાની બહાર જાતા જોઈ રહી.

પાંચ વાગ્યે સાગરના સસરા આવ્યા. ત્યારે સાગર એમને લઈને સ્ટેશન ગયો. અને આવતી કાલની રાતે આઠ વાગે ઉપડતા સૌરાષ્ટ્ર જનતાની ટિકિટ બુક કરાવીને આવ્યો.