Preet kari Pachhtay - 50 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 50

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રિત કરી પછતાય - 50

પ્રિત કરી પછતાય*

50

સાગરના આ સંબોધનથી તંદ્રામાં ખોવાયેલી ઝરણા જાગૃત થઈ.રાતનું જે દ્રશ્ય એની નજર સામે નાચી રહ્યુ હતુ. એ વિખરાઈ ગયું.અને એની આંખો સાગરની ચશ્મા માંથી ડોકાતી આંખો ઉપર મંડાણી.આંખના ઈશારા થી એણે સાગરને પૂછ્યું

"શુ?"

જવાબમાં પોતાના હૃદયને સંભાળવાની કોશિષ કરતા સાગરે પોતાના મનમાં ઘોળાતા પ્રશ્નની ઝરણા આગળ રજૂઆત કરી.

"ગઈ રાતના સરિતાના રુદનનું કારણ શું હતુ.?"

સાગરના પ્રશ્નના જવાબમાં જરા વાર સાગરના ચહેરાને ઝરણા ઘુરી રહી.પછી બોલી.

"કાલે સરિતાને મેં સાફ સાફ કહી દીધું કે.હવે એ તમને ભૂલી જાય.તમારી સાથેના દરેક સંબંધોનો છેડો એ ફાડી નાખે.કારણ કે મારા પતિના પ્યારમાં કોઈને પણ ભાગીદાર બનાવવા હું માંગતી નથી.અને છતાંય જો એ એના સંબંધો તમારી સાથે ચાલુ રાખશે.તો હું તમારા બંનેના રસ્તામાંથી આપઘાત કરીને ખસી જઈશ.પણ મારા જીવતે જીવ હું મારો પતિ કોઈને પણ નહીં સોંપું."

ઝરણાંએ મક્કમ સ્વરે સરિતાને કહેલો નિર્ણય સાગરને પણ કહી સંભળાવ્યો. ત્યારે સાગરને સરિતાના રાત્રિના રુદનનું કારણ સમજાયુ.

સાગર સરિતા ના દર્દને સમજતો હતો.તે જાણતો હતો કે સરિતા પોતાને ક્યારેય ભૂલી શકે એમ નથી.સરિતાના એ ધ્રુસકાઓ સાગરની નજરની સામે ફરી એકવાર તરી આવ્યા.પોતાની માશુકા. પોતાની નજર સામે.પોતાના જ માટે આંસુઓ સારી રહી હતી.અને પોતે એને દિલો જાનથી ચાહતો હોવા છતા. એને સાત્વન પણ આપી શકતો નહોતો. એને પોતાના ડરપોક પ્યાર ઉપર ગુસ્સો આવી ગયો.પોતાની લાચારીઓ ઉપર એને કાળ ચડ્યો.પોતાની આવી બેબસી ઉપર.પોતાની કમજોરી ઉપર એને શરમ આવી ગઈ.ક્રોધના આવેશ માં એણે મુઠ્ઠીઓ ભીડી લીધી.સમાજના બધા બંધનોને ફગાવીને સરિતાને અહીંથી ઉપાડી જવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ પોતાની ખાનદાની એને આડે આવતી હતી.ઝરણા સાથે ફરેલા એ સાત ફેરા ના બંધનો એને જકડી રહ્યા હતા.એનું મગજ ભારે થઈ ગયું.

કંઈ નુ કંઈ કરી નાખવાનો જુસ્સો એના દિમાગ ઉપર ચડી આવ્યો.ઝરણાના પલંગ ઉપરથી ઝાટકા સાથે ઉભા થઈને એણે બહાર જવા પગ ઉપાડ્યા.ત્યારે ઝરણાનો પ્રશ્ન એની પીઠ સાથે અથડાયો.

"ક્યાં જાવ છો?"

સાગર પોતે જ અણજાણ હતો એ વાત થી કે પોતે ક્યાં જવા માટે પગ ઉપાડ્યા છે.એણે ક્યાં કાંઈ નક્કી જ કર્યું હતું કે પોતાને ક્યાં જવું છે.આથી એણે ઝરણા ના પ્રશ્નનો ઉડાઉ જવાબ આપ્યો.

"હમણાં આવું છું."

"પણ નાસ્તો તૈયાર થાય છે."

સાગરને રોકવા ઝરણાં એ ફાફુ માર્યું. પણ સાગર ન રોકાયો.

"આવીને કરીશ."

એવો ટુંકો ને ટચ જવાબ આપીને સાગર બહાર નીકળી ગયો.

સાગર મનોમન ધુંધવાઈ રહ્યો હતો. એક આગ જાણે એના હૃદયમાં લાગી હોય એ રીતે એ મનોમન સળગી રહ્યો હતો.આવેશ અને ગુસ્સામા એ વીના કારણ અમદાવાદના રસ્તા ઉપર ચાલવા લાગ્યો.બસ ચાલવા જ લાગ્યો. અમદાવાદના વાંકા ચુકા રસ્તાઓ ઉપર ધોમ ધખતા તડકામાં.કોઈ પણ કારણ વગર.કોઈ પણ નક્કી કરેલી મંઝિલ વિના એ આગળ અને આગળ વધતો જ ગયો.ચાલતો જ ગયો.ચાલતા ચાલતા એના મગજમાં આ પ્રશ્નો ઘુમરાવવા લાગ્યા હતા.કે હવે મારા પ્યારનો આખરી અંજામ શુ આવશે?

શું આમ જ મારે સરિતા.સરિતા ના રટણ કરતા કરતા શ્વાસ છોડી દેવો પડશે.શું ખરેખર હું મારા જીવતા ક્યારેય સરિતાને નહીં મેળવી શકું? જ્યારે સરિતા સાથે પ્યાર ની શરૂઆત થઈ હતી.ત્યારે તો સરિતાને મેળવવી આટલી મુશ્કેલ એને કયારેય નહોતી લાગતી.ઝરણાને પોતે આસાની થી મનાવી લેશે એવું પોતે ધાર્યું હતુ.પણ ઝરણા ધારી હતી એટલી ભોળી નહતી. પણ જેટલી ન હતી ધારી.એથી વધુ કડક.અને કઠોર નીકળી.સરિતા અને મારું મિલન થાય એમાં ઝરણાનું શું નુકસાન થતું હશે? હું કંઈ સરિતાને મેળવીને ઝરણાને તરછોડવા તો નથી જ માંગતો.સરિતાને મેળવવાની મારી ઝંખના સરિતાના શરીરને ભોગવવાની તો નથી જ.હું તો ફક્ત એટલું જ ઈચ્છું છુ.કે સરિતા હંમેશા મારી નજર સમક્ષ હોય.જેમ મારા હૃદયમાં સરિતાની મૂર્તિ છે તેમ સરિતા ના હૃદયમાં પણ ફક્ત હું જ હોવ.

મારા શરીર ઉપર તો ફક્ત ઝરણાનો જ અધિકાર છે.અને સદાય ઝરણાનો જ રહેશે.સરિતાને પણ મારા શરીરની ચાહ નથી.એની મહોબ્બત પણ ફક્ત મારા હૃદય સાથે જ છે.અને ઝરણાના અધિકારમાં સરિતા ભાગ પડાવવા પણ નથી માંગતી.એ પણ મારી નજર સામે જ રહેવા માંગે છે.પછી ઝરણા શા માટે અમારો રસ્તો આંતરે છે? શા માટે અમારા પ્યારની ઈર્ષા કરે છે?આખર શા માટે? આવા અનેક સવાલો સાગર મનોમન પોતાની જાતને પૂછી રહ્યો હતો.આજે સાગર ખરેખર

* પ્રિત કરીને પછતાય*

રહ્યો હતો.પોતાની મજબૂરી.અને સરિતાની લાચારી ઉપર.એને પણ સરિતાની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડવા ની ઈચ્છા થતી હતી.પણ પુરુષ હોવાને કારણે એ રડી પણ શકતો ન હતો.પણ મનોમન જ એ સળગી રહ્યો હતો.

અંદરને અંદર એનું હૃદય કપાઈ રહ્યુ હતુ.અંદરને અંદર રડી રહ્યું હતુ. લગભગ ચાર કલાક સુધી એ આવા જ વિચાર કરતો કરતો અમદાવાદના વાંકાચુકા રસ્તા ઉપર ચાલતો રહ્યો હતો.અને ચાર કલાક એકધારા ચાલવા ને કારણે હવે એ થાક્યો હતો.એને હવે આરામ ની જરૂર હતી.

એટલે એ એક બગીચાના લીલાં ઘાસ ઉપર.એક વૃક્ષની છાયામાં લાંબો થઈને સુતો.ગઈ રાતનો ઉજાગરો.અને આજે લગભગ ચાર કલાક સુધી એક ધારા ચાલવાથી લાગેલ થકવાડા ને કારણે બગીચાની ઠંડી હવામાં સાગરને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

બે કલાક સુધી સાગર એ બગીચામાં બે ખબર.બેભાન પણે ઉંઘતો રહ્યો.બે કલાકે એની ઊંઘ ઊડી.તો પહેલા એણે ઘડિયાળમાં જોયું તો બરાબર સાડા ત્રણ વાગવા આવ્યા હતા.પોતે સવારે ઝરણાને હમણાં આવું છું કહીને નીકળ્યો હતો.એના બદલે છ કલાક થઈ ગઈ હતી.ઘરે બધા ફિકર કરતા હશે? એમ સાગરને લાગ્યુ.બગીચાના નળના પાણીથી એણે હાથ પગ અને મોં ધોયા. અને રસ્તા ઉપર આવીને એણે રીક્ષા કરી.

રિક્ષામાં બેઠા બેઠા સાગર ફરી વિચારે ચડી ગયો.પણ આ વખતના વિચારો જરા અલગ પ્રકારના હતા.એને મનોમન એવું લાગતું હતું.કે અહીં આવ્યા પછી સરિતા તરફ નુ એનુ આકર્ષણ.વધુ ને જોર કરી રહ્યું છે.એને એવું પણ લાગ્યું. કે હું મુંબઈમાં હતો.સરિતાથી દૂર હતો. ત્યારે સરિતા યાદ જરૂર આવતી.પણ એને ગમે તે ભોગે મેળવવી જ છે એવી ઈચ્છા તો ક્યારેય થઈ ન હતી.અને અહીં આવ્યા પછી એને પામવાની ઈચ્છા હવે બમણુ જોર કરી રહી છે. અને અહીં રહીને એ ઈચ્છા હું દબાવી નહીં શકું.જો બે ચાર દિવસ પણ અહીં વધુ રોકાઈશ તો કદાચ કોઈ ખોટું પગલું હું ભરી બેસીશ.માટે મારે તુરંત મુંબઈ પાછા ચાલ્યા જવું જોઈએ.

જે કામ માટે હું અહીં આવ્યો હતો એ કામ પણ મારું પૂરું થઈ ગયું છે.મારા પ્યારની હુંફ થી ઝરણાની તબિયત પણ હવે ઘણી જ સુધારા પર છે.માટે મારે આવતીકાલે જ મુંબઈ રવાના થઈ જવું જોઈએ.અને આમ રીક્ષા ઘરે પહોંચે એ પહેલા જ સાગરે આવતી કાલે જ મુંબઈ જવાનો ફેસલો કરી લીધો..