Preet kari Pachhtay - 46 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 46

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 46

*પ્રિત કરી પછતાય*

46

ઝરણા પોતાની પાસેથી શું ઈચ્છે છે.એ સરિતા થી અજાણ્યું ન હતુ.એ જાણતી હતી.કે ઝરણાના આ વચનો પોતાની જીંદગીની દિશા સાવ ફેરવી નાખશે.પોતાની મઝધારમાં ડોલતી નૈયાને મઝધારમાં જ ડુબાવી દેશે. પોતાના ખળભળતા જીવનમાં વધુ ઝંઝાવાતો જગાવી દેશે.પણ પોતાના કારણે જે ઝંઝાવાતો પોતાની બહેનના જીવનમાં ઉઠયા છે.એને શાંત કરવા પોતાની જીંદગીને હોડમાં મૂકવી જ રહી.પોતાના હૃદયને મજબૂત કરતા એણે ઝરણાને કહ્યુ.

"બોલ બહેન તું કહીશ તો મારો જીવ પણ આપી દઈશ."

"મારે તારો જીવ નથી જોઈતો સરિતા. મને ફક્ત એટલું વચન આપ.કે આજ પછી એની સાથે તુ એક શબ્દ પણ નહીં બોલે.આજ પછી તુ એની સામે આંખ ઉપાડીને પણ નહીં જુએ.અગર જો તુ આ જ પછી તેમની સાથે વાત પણ કરે અથવા તો એમની તરફ જોવાની કોશિષ પણ કરી છે.એવું મને લાગશે તો એ ઘડી મારા જીવનની આખરી ઘડી હશે એ યાદ રાખજે.હું નથી ચાહતી સરિતા.કે મારા પ્યારમાં કોઈ ભાગ પણ પડાવે.હુ મારા સાગરના ટુકડા કરવા નથી માંગતી."

પોતાનું પહેલું વચન સંભળાવીને ઝરણા ખામોશ થઈ ગઈ.પછી પોતાના પહેલા વચનની શુ અસર થઈ છે સરિતા ઉપર એ જોવા એણે સરિતાના ચહેરાને નિરખ્યો.ઝરણાના શબ્દો પુરા થતા જ સરિતા એ પોતાની પાંપણ મીંચી લીધી હતી.એના માટે આ પહેલું જ વચન પાળવું અત્યંત મુશ્કેલ હતુ.ઝરણાએ એની પાસે જો એનો પ્રાણ માંગ્યો હોત તો એણે હસતા હસતા આપી દીધો હોત.પણ સાગરને ભૂલવું એના માટે અસંભવ હતુ.અશક્ય હતુ.સાગર નજરની સામે ઊભો હોય અને એનાથી નજર ફેરવી લેવી સરિતા માટે ઘણુ જ મુશ્કેલ કાર્ય હતુ.જેને પોતાની સત્તર વર્ષની ઉંમરમાં પહેલ વહેલો પ્યાર કર્યો. જેને હૃદયના ઊંડાણથી ચાહ્યો.એની સાથે બોલ્યા વગર કેમ રહેવાય?સરિતા માટે આ અશક્ય જ હતુ.

સરિતાની મીંચાયેલી આંખોમાંથી ભૂતકાળના એક પછી એક દ્રશ્યો ઝડપ થી પસાર થઈ ગયા.મુંબઈનો એ જૂહુનો દરીયા કિનારો.જ્યાં પહેલીવાર સાગર સાથે ફરવા ગઈ હતી.ગોરેગામ ના સમ્રાટ થિયેટર થી સાગરના ઘર સુઘી ની એ સડક.જેની ઉપર દોઢ કલાક સુધી એણે સાગરના કદમ સાથે કદમ મિલાવી ને પગપાળા સફર કરી હતી.ભાયખાલા નો એ પ્રાણી બાગ.જ્યા સાગર સાથે એ પકડા પકડી રમી હતી.સાગરનો એ બેડરૂમ.જેમાં વીક્સ ની ગોળીની મહેરબાનીથી સાગરે એને પહેલીવાર ચૂંબન કર્યું હતું.અને પ્રાણી બાગમાંથી આવ્યા પછી સાગરે કરેલું એ છેલ્લુ ચુંબન.જેણે ઝરણાની આગળ પોતાના અને સાગરના પ્રેમની ચાડી ખાધી હતી. એ બધું એક પછી એક.ચલચિત્રની જેમ એની બંધ આંખોમાંથી પસાર થઈ ગયું. એક નિઃસાસો નખાઈ ગયો એનાથી. એનુ હૃદય પ્રભુ પાસે ફરિયાદ કરતા પોકારી ઊઠ્યુ.

"આવો તે કેવો ઈન્સાફ.જેને ચાહયો. જેને મેં પ્યાર કર્યો.એની સાથે જ બોલવાની મનાઈ.અરે બોલવાની તો ઠીક.પણ નજરની સામે ઉભો હોય તો મારાથી એની સામે પણ ન જોવાય.હે પ્રભુ.મારા પ્યારની આવી ક્રૂર પરીક્ષા ન લે.આમ કઠોર ન થા. અગર અમારા પ્યારને આમ અધવચ્ચે જ ગુંગળાવી દેવો હતો.તો અમારા હૃદયમાં એકબીજા પ્રત્યે પ્યાર ની લાગણીઓ તે શા માટે જન્માવી?અમારા બંને વચ્ચે જુદાઈની ખીણ તારે ખોદવી જ હતી તો પછી અમને એકબીજાની આટલી નજદીક શા માટે લાવ્યો?આખર શા માટે?"

રાધા નુ હૃદય ચીખી ચીખીને ઈશ્વરને ફરિયાદ કરવા લાગ્યુ.પણ ઈશ્વર આમાં શું કરે?સાચા ખોટાની સમજ શક્તિ આપણને આપીને એણે તો પોતાની ફરજ પૂરી કરી.હવે આપણું ભલુ શેમાં છે તે વિચારવાનું કામ આપણું પોતાનું છે.આપણને પ્રભુએ દૃષ્ટિ આપી છે.તો આપણે દરેક પગલું જોઈ વિચારીને ભરવું જોઈએ.આપણને ખબર હોય છે કે સામે ખાડો છે.અને છતાં આપણે એમાં જઈને પડીએ.તો એમાં પ્રભુ શું કરે?જ્યાં સરિતા એ જ પ્યાર કરવા માટે ખોટા પાત્રની પસંદગી કરી હતી. સાગર સાથે દિલ લગાવતા પહેલા એણે વિચારવું જોઈતું હતુ કે.સાગર.જેની તરફ એ ખેંચાઈ રહી છે.એ એક પરાયો પુરુષ છે.પોતાની જ સગી બહેનનો એ પતિ છે.અને વગર વિચારે એણે પરણેલા પુરુષથી પ્યાર કર્યો.એમાં પ્રભુ બિચારો શું કરે?પોતાના આ પ્યારનો અંજામ શું આવશે.એ જાણવાની તકલીફ સરિતાએ ન લીધી.અને પોતાના જ પગ ઉપર કુહાડી મારી બેઠી.પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી બેઠી. અને હવે એ ભૂલ નુ પરિણામ પણ એણે જ ભોગવવા નુ હતુ.પોતાના એ ભૂલની સજા સ્વીકારવા એણે પોતાની જાતને તૈયાર કરી.આવેશમાં પોતાના હોઠ ઉપર સરિતાએ એટલા જોશથી દાંત દબાવ્યા કે હોઠ ઉપર લોહીનો ટસ્યો ફુટી આવ્યો.આંખોમાં ઘસી આવેલા ફરી એકવાર આંસુઓને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતા એણે ઝરણાને કહ્યુ.

"ઠીક છે બેન.આજથી તારા સાગર સાથે આ સરિતા નહીં બોલે."

સરિતાનો અવાજ આટલું બોલતા બોલતા તો તરડાઈ ગયો હતો.આટલું તો એ માંડ બોલી શકી હતી.ઝરણાને પણ આ વાતનો અંદાજ આવી ગયો હતો.કે આ પહેલું વચન આપતા જ સરિતાનું હૃદય લગભગ ભાંગી ગયું છે. અત્યારે સરિતાના ચહેરા ઉપરની કરુણતા જોઈને.સરિતાના હોઠ ઉપર થી દડી ને દાઢી ઉપર આવીને અટકેલા લોહીના એ ટીપા ને જોઈને ઝરણાને પોતાની નાની બહેન પ્રત્યે સહાનુભૂતિ જાગી ઉઠી હતી.પણ.

પણ એ ઘર બાળી ને તીરથ કરવા નહોતી માંગતી.પોતાની સગી બહેનને પોતાની શોક્ય ના રૂપમાં જોવાની એની બિલકુલ ઈચ્છા ન હતી.પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીના પડખામાં એ કલ્પી શકે એમ હતી જ નહીં.એટલે જે સહાનુભૂતિ એને સરિતા પ્રત્યે જાગી હતી.એને એણે તરત જ દબાવી દીધી. અને પોતાનું બીજું વચન એણે સરિતાને સંભળાયું.

"હવે બીજું વચન આપ સરિતા."

સરિતાએ પ્રશ્નાર્થ ભરી નજર ઝરણાના ચહેરા પર ગોઠવી.

"મમ્મી જે પણ છોકરો તારા માટે પસંદ કરે એની સાથે તું લગ્ન કરીશ."

આ વચન પણ સરિતા માટે અણગમતુ અને પૂરું ન કરી શકાય એવું જ હતુ. પોતાના માટે પોતાના પહેલા પ્યારને ભૂલવો જ અશક્ય હતો.એમાં કોઈ બીજા સાથે લગ્ન કરીને ન તો એ સુખી થઈ શકે એમ હતી.અને નતો પોતાના પતિને સુખ આપી શકે એમ હતી.

બલ્કે.એની તો એવી ઈચ્છા હતી કે સાગર ભલે પોતાને ન મળે.પણ સાગર ની યાદને એ પોતાના હૃદયમાંથી અળગી કરવા માંગતી ન હતી.પોતાનુ આ જીવન.અને આ જુવાની એ સાગરને જ સોપવા માંગતી હતી.પણ એ હવે શકય ન લાગતા એ હવે પોતાની આ ઉંમર સાગરની યાદમાં જ વિતાવી દેવા ઇચ્છતી હતી.પોતાના તન મન ઉપર હવે બીજા પુરુષની છાયા પણ એ પડવા દેવા માંગતી ન હતી.આથી એણે ઝરણાને કહ્યુ.

"તારા આ બીજા વચનને હું કદાચ નહીં નિભાવી શકુ.સાગરને કદાચ હું ક્યારેય નહીં ભૂલી શકુ.હવે મારી જિંદગી હું આમ જ વિતાવી દઈશ.પણ હા તને આપેલું વચન હું નહીં ભૂલુ.નહીં તોડુ. તારા સાગર.તારા પતિ સાથે હું નહીં બોલુ.કયારેય નહી.ક્યારેય નહીં."

નદીમાં પૂર આવે ત્યારે ગામોના ગામો એ પૂરના પાણીમાં તણાઈ જાય છે. આજે ઝરણાના હૃદયમાં કડવાશ અને કઠોરતાનું જે પુર આવ્યું હતુ.અને એમાં સરિતાની લાગણીઓ.સરિતાનો પ્યાર. અને સરિતાના અરમાનો.બધું જ.બધું જ.તણાઈ ગયું હતુ.