પ્રિત કરી પછતાય*
43
આ વખતે સાગર બાહર આવ્યો.કે તરત એની પાછળ પાછળ શોભા અને સુલભા પણ બાહર આવ્યા.એ બંનેને જોઈને સાગરે પૂછ્યું.
"તમે લોકો કેમ બહાર આવ્યા?"
"તમે બહાર ઉભા રહો.અને અમે બેઠા બેઠા પિક્ચર જોઈએ એ કંઈ સારું લાગે?"
શોભાએ મલકીને જવાબ આપ્યો.તો સાગરે સામો પ્રશ્ન કર્યો.
"તો શું થયું? મારે તો હવે અહીં જ બેસવું પડશે.તમ તમારે અંદર જાવ અને પિકચર જુવો."
"એના કરતાં હવે તમે અંદર જાવ.હું અને સુલભા માલતી ને લઈને અહીં બેસીએ છીએ."
"નહીં શોભા એ કેમ બને?"
સાગર હજી આગળ કાંઈ કહેવા જતો હતો.ત્યાં શોભાએ એને ટોક્યો.
"ન કેમ બને?અત્યાર સુધી તમે બહાર બેઠા.હવે અમારો વારો."
કહીને શોભાએ સાગર પાસેથી માલતી ને પરાણે લઈ લીધી.અને સાગર થિયેટર માં જઈ પોતાની સીટ ઉપર ગોઠવાયો. ત્યારે સરિતા શાંત ચિત્તે પડદા ઉપર બદલાતા દ્રશ્યો જોઈ રહી હતી.
આ ચિત્ર એક પ્રેમ કહાની ઉપર આધારિત હતું.અને આથી પ્રેમમાં ડૂબેલી સરિતા ના હૃદયને સ્પર્શી ગયું હતુ.આ ફિલ્મની વાર્તા નો સાર આ પ્રમાણે હતો.નાયક અને નાયિકા ની બચપણથી દોસ્તી હતી.જે યુવાનીમાં પ્રવેશતા જ પ્રણયમાં પલટાઈ ગઈ.પણ નાયકના પિતાએ મરતી વખતે એવી વસિયત કરી હતી કે નાયકે એમના એક દોસ્ત ને પુત્રી સાથે જ લગ્ન કરવા.અને તો જ એને પિતાની લાખોની દોલત નો વારસો મળે.અને જો એ પિતાની ચિંધેલી છોકરી સાથે લગ્ન કરવાને બદલે કોઈ અન્ય છોકરી સાથે લગ્ન કરી લે.તો એને વારસા માંથી સંપૂર્ણપણે બે દખલ કરવો.અને એ દોલત ને કોઈપણ ધર્માદા ટ્રસ્ટને સોંપી દેવી.પણ નાયક પોતાના પ્યારને ખાતર.બાપની વસિયત ને ઠેબે મારવા તૈયાર થઈ જાય છે.લાખો ની જાયદાદ કરતા એને બચપણની દોસ્તી વધુ કીમતી લાગી.પણ નાયિકા ને જ્યારે આ વાતની જાણ થાય છે.ત્યારે એ કાંઈ પણ કહ્યા વગર નાયકના જીવનથી દૂર ચાલી જાય છે.અને નાયક નાયિકા ના વિરહમાં દિનરાત તડપ્યા કર્યા કરે છે.
જે બાગમાં બેસીને એ નાયિકા સાથે પ્રેમના ગીતો ગાતો એ જ બાગમાં આવી ને એ આ વિરહ ગીત લલકારે છે.
તેરી યાદ દિલ સે ભુલાને ચલા હુ.
કે ખુદ અપની હસ્તી.મીટાને ચલા હુ. આ ગીતના દ્ર્શ્ય વખતે જે વેદના નાયક ના ચહેરા ઉપર હોય છે.જે દર્દ.જે તડપ નાયક વ્યક્ત કરે છે.એ જોઈને સરિતા થી બોલી જવાય છે.
"ઉફ.શું આ જિંદગી છે?જે નથી જીવી શકાતી.કે નથી ખતમ કરી શકાતી."
સરિતા ના સ્વરમાં ઘણીજ કરુણતા હતી.સાગરે સરિતાના રતુમડા.પણ ઉદાસ થઈ ગયેલા મુખડા ઉપર પોતાની નજર નાખી.ત્યારે સરિતાની નજર પણ સાગરના ચહેરા ઉપર જ મંડાયેલી હતી. સરિતાની આંખોમાંથી ડોકાતી વેદના જોઈને સાગરને લાગ્યુ.કે હમણાં પોતાની પણ આંખો છલકાઈ જશે.જે કરુણા સરિતાના ચહેરા પર હતી.એ જોઈને પોતે પણ હમણાં રડી પડશે. ક્યાંય સુધી બંને પિક્ચર જોવાનું ભૂલીને એકબીજાને જોતા રહ્યા.બંનેને યાદ જ ન રહ્યું કે પોતે પિક્ચર જોવા માટે થિયેટર માં બેઠા છે.આજુબાજુનું ભાન ભૂલીને બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા.આજે એક વર્ષની જુદાઈ પછી એ બંનેને એકબીજાને આટલી નજીકથી જોવાનો અવસર મળ્યો હતો. પણ બંને ખામોશ હતા.બંનેની જુબાન બંધ હતી.પણ બંનેના હૃદયની ધડકનો જાણે એક બીજામાં ગુંથાઈ ગઈ હોય એમ.તીવ્ર ગતિથી ધડકી રહી હતી.સામે પડદા ઉપર એક પછી એક ઘટનાઓ બની રહી હતી.એક પછી એક દ્રશ્યો બદલાઈ રહ્યા હતા.પણ ન તો સરિતા ની નજર સાગરના ચહેરા ઉપરથી હટી. કે ન તો સાગર પોતાની નજર સરિતા ના ચહેરા પરથી હટાવી શક્યો.
ઘણીવાર સુધી ખામોશી થી બંનેએ એકબીજાને નિરખીને એક વર્ષથી એકબીજાને જોવા તરસતી પોતપોતાની આંખોની પ્યાસ છીપાવી.પછી સરિતા એ ખામોશી ને તોડતા વાત કરવાની ધીમેથી પહેલ કરી.
"કેવી હાલત તમે તમારી કરી નાખી છે."
"શું થયું છે મને?જેવો હતો એવો જ તો છું."
સાગરે પણ દબાતા સ્વરે કહ્યુ.
"હું.હું બધું જ સમજુ છું સાગર.તમારી. તમારી દરેક પીડાઓને.હું તમારી આંખો માંથી ટપકતી જોઉં છું."
પોતાની આંખોએ સરિતા પાસે પોતાના હૃદયના ઝખમો ની ચાડી ખાધી છે.એમ સમજાતા સાગરે પોતાની આંખો મીંચી લીધી.પણ સરિતા ત્યાં જ ન અટકી.એ આગળ બોલી.
"તમારા હૃદયની વ્યથા.તમે જે લખીને બહેન સાથે મોકલાવી હતી.એ જ્યાર થી મેં વાંચી છે.ત્યારથી મને લાગે છે સાગર કે...."
વાક્ય અધૂરું રહ્યું.અને સરિતા થી ડૂસકું ભરાઈ ગયુ.સાગર ખામોશ વદને સરિતાની આંખોમાંથી ટપકતા આંસુ અને જોઈ રહ્યો.જરા વાર રહીને અધૂરું મૂકેલું વાક્ય સરિતા એ પૂરું કર્યું.
"....કે અમે શા માટે જીવીએ છીએ?આ રીતે જુદાઈની પીડા સહેવી એના કરતા તો બહેતર છે કે અમે મરી..."
આ વાક્ય પણ સરિતાનું અધૂરું જ રહી ગયું.એ આગળ બોલે એ પહેલા સાગરે સરીતા ના હોઠ ઉપર પોતાની આંગળીઓ મૂકી દઈને સરિતાને અધ વચ્ચે જ અટકાવી દીધી.
"ના.સરિતા ના.એવું અપશુકનીયાળ ન બોલ.આપણી જુદાઈ સાચે જ ઘણી જ વસમી અને અસહ્ય છે.છતા જીવવુ કે મરવું એ કંઈ આપણા હાથમાં નથી આપણે તો ઈશ્વરના હાથની માત્ર કઠપૂતળીઓ જ છીએ.જે રીતે ઈશ્વર આપણને નચાવે.એ પ્રમાણે જ આપણે નાચવાનું છે.આપણું મિલન કરાવીને અગર એ આપણને આનંદના અતિરેક મા ડૂબાવી દેવા માંગતો હોય તો આપણે હસતા મુખે એમા ડૂબી જવું જોઈએ. અગર જો એ આપણને.જુદાઈની આગમાં ઉમ્રભર જલાવવા ઈચ્છતો હોય.તો રડતી આંખે.તડપતા હૃદયે.અને ઈચ્છા ન હોવા છતાં કચવાતા મને. આપણે એ આગમાં બળવુ જ પડશે સરિતા.એ સિવાય આપણી પાસે બીજો છુટકો જ નથી.બીજો કોઈ જ આપણી પાસે ઉપાય નથી.આપણે લાચાર છે સરિતા.આપણે મજબૂર છીએ સરિતા."
"હા આપણે ખરેખર ખૂબ જ મજબૂર છીએ સાગર.પણ તમે જ વિચારો સાગર.કે તમારી પાસે મારી બહેનનો બેસુમાર પ્યાર હોવા છતાં.તમે મારી જુદાઈમાં કેટલા તડપો છો?તો મારી શું હાલત થતી હશે?સાગર સાચું કહું તો ક્યારેક આત્મહત્યા કરી લેવાનું મન થઈ આવે છે."
ગરમાગરમ આંસુઓના ટીપા સરિતાની આંખમાંથી ટપક્યા અને એના ગોરા ગાલ ઉપર દડ્યા.સાગરથી આ ન જોવાયુ.સરિતાના ગાલ ઉપરથી સરકતા આંસુઓને પોતાના હોઠોથી ચૂસી લેવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ એ ઈચ્છાને અનિચ્છાએ એણે દબાવી દેવી પડી.સરિતા એ જ પોતાની હથેળીથી પોતાના દડતા આંસુઓને લૂછવા પડ્યા.
સાગરને આ વિચાર આવ્યો કે આજે સવારે જ મેં ઝરણાને પૂછ્યું હતું કે.
તે મારો પત્ર સરિતાને આપ્યો હતો કે નહીં.તો ઝરણાંએ જવાબ નકારમાં આપ્યો હતો.જ્યારે અત્યારે સરિતા તો કહી રહી છે કે એણે મારો લખેલો પત્ર વાંચ્યો છે.એમાં સાચું શુ? ઝરણાએ સરિતાને લેટર આપ્યો હોય.ત્યારે જ સરિતાએ વાંચ્યો હોય ને?
તો પછી ઝરણા મારી પાસે કેમ જુઠ્ઠું બોલી હશે? પણ આ પ્રશ્નનો જવાબ એને સરિતા પાસેથી જ મળી ગયો. જ્યારે એણે સરિતાને પૂછ્યું.
"ઝરણાએ ક્યારે તને લેટર આપ્યો હતો?"
"બહેને તો લેટર મને આપ્યો જ ન હતો"
"તો?"
"આજે સવારે બહેન જ્યારે નહાવા માટે ગઈ ત્યારે એની બેગમાંથી મને કપડા કાઢી રાખવા નુ કહેલું.તો એ બેગ માંથી મને તમારો પત્ર મળ્યો હતો.જે મેં વાંચીને પાછો બેગમાં જ મૂકી દીધો."
આટલું બોલીને સરિતા ચુપ થઈ ગઈ. સાગર પણ ખામોશ થઈ ગયો.એક વર્ષ પછી થયેલી થોડીક વાતોથી બંનેનું હૃદય કંઈક હળવુ થયુ.પણ જુદાઈની વસમી પીડા થી બંનેનું મન અંદરો અંદર જ રડી રહ્યું હતુ.સાગરની આંખો પણ આંસુ ઓથી ભીંજાઈ ગઈ હતી.અને એ જોઈને સરીતા એ પૂછ્યું.
"તમે.તમે રડો છો સાગર?"
પણ સાગર સરિતાને કાંઈ જવાબ ન આપી શક્યો.થોડાક વધુ આંસુ એની આંખો મા ઘસી આવે એ પહેલા એ પોતાની સીટ ઉપરથી ઉભો થઈ ગયો. અને થિયેટરની બહાર ચાલ્યો ગયો.
એ બહાર હોલમાં આવ્યો ત્યારે અસ્વસ્થ હતો.ચહેરા ઉપર ગમગીની. અને આંખોમાં આંસુ હતા.એ જોઈને શોભાએ પૂછ્યુ.
"કેમ જીજુ શું થયુ?આ તમારી આંખો માં આંસુ?તમારી પાપણો ભીની કેમ?"
આનો સાચો જવાબ તો સાગર આપી શકે એમ ન હતો.તેથી આખો દોષ એણે ફિલ્મ ઉપર નાખ્યો.
"આ ફિલ્મ ખરેખર ઘણી જ કરુણ છે. મારાથી તો હવે આગળ નહીં જોવાય."
"શું કહો છો જીજાજી?"
નવાઈ પામતા શોભા બોલી.
"તમારું હૃદય આટલું બધું નાજુક છે?કે કરુણ પિક્ચર જોઈને તમે રડી પડો છો?"
"હા શોભા.મારુ હૃદય બહુ જ નાજુક છે."
સાગરે એક નિઃસાસો નાખ્યો.પછી આગળ બોલ્યો.
"માલતી ને હવે મારી પાસે લાવ.અને હવે તું અને સુલભા બાકી બચેલુ પિક્ચર જોઈ લ્યો."
શોભા માલતી ને સાગરના હાથમાં સોંપીને થિયેટરમાં પ્રવેશી ત્યારે ફિલ્મના અંતિમ દ્રશ્યો ચાલી રહ્યા હતા.