પ્રિત કરી પછતાય*
42
સરિતા મુંબઈમાં હતી ત્યારે એની સાથે એ એક ગુજરાતી પિક્ચર જોવા ગયો હતો.ફિલ્મ જોઈને એ બંને થિયેટર ની બાહર આવ્યા અને બસ સ્ટોપ પર જઈને ઉભા રહ્યા.પણ બસ સ્ટોપ પર પેસેન્જરો ની ભીડ જોઈને સાગરે કહેલુ.
"સરિતા.અહીં ઉભા ઉભા તો આપણે બુઢ્ઢા થઈ જઈશુ.તો એ આપણને બસ નહીં મળે."
"તો શું કરીશુ?"
સરિતાએ ચિંતિત સ્વરે પૂછેલુ.
"આપણું ઘર અહીંથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે જ છે ચાલી નાખીશુ?"
સરિતા ની આંખોમાં આંખો પરોવીને સાગરે પૂછ્યું હતું.
"તમારી ઈચ્છા"
આ સરિતાનો પ્રયુતર હતો.
"મારી તો ઈચ્છા છે.જો તું થાકી ન જા તો."
"તમારી સાથે તો હું ધરતીના આ છેડા થી પેલા છેડા સુધી ચાલુ ને તો ય ન થાકુ ."
"ખરેખર?"
"હા પણ એક વાત પૂછુ?"
"પૂછ"
"તમને લેફ્ટ રાઈટ કરવાનો બહુ શોખ લાગે છે કેમ?"
સરિતાના પ્રશ્નના જવાબમાં સાગર મલક્યો.
"ના સરિતા એવું નથી.પણ મને તારી સાથે ચાલવામાં મજા આવશે."
"ઠીક છે.તો એ મજા આપણે માણી લઈએ."
આમ કહીને સરિતાએ લીલી ઝંડી બતાવેલી.અને સાગર ઉત્સાહ પૂર્વક બોલ્યો.
"જરૂર.તો પછી ચાલો."
અને બંને જણ કદમ સાથે કદમ મિલાવીને લગભગ દોઢ કલાક સુધી ચાલતા રહ્યા હતા.બે મોહબ્બત ભરેલા હૃદય નેવુ મિનિટ સુધી એકબીજાના તાલે તાલ આપી રહ્યા હતા...
અને આજે બરાબર એક વર્ષ પછી સરિતા સાથે કદમ મિલાવીને ચાલવાનો સાગરને મોકો મળ્યો હતો.ફર્ક એટલો હતો કે એક વર્ષ અગાઉ બન્ને એકલા જ ચાલતા હતા.અને અલક મલકની વાતો કરતા હતા.અને આજે સાગર શાંત હતો.સરિતા.સુલભા અને શોભા ની સાથે ચાલી રહ્યો હતો.એકદમ શાંત.
અપ્સરા ટોકીઝ આવી.ત્યારે શોભાએ સાગરને પૂછ્યું.
"મિસ્ટર જીજાજી.અહીં પુરાણી ફિલ્મ ચાલે છે.જોવી છે?"
સાગરે થિયેટર પર ચોંટાડેલા પોસ્ટર ઉપર દ્રષ્ટિ કરી.પણ એમ કરવા જતા આંખો ઉપરથી ચશ્મા લપસી ને ઠેઠ નાકના ટેરવા સુધી પહોંચી ગયા.ચશ્મા ને પાછા પોતાના સ્થાન પર ગોઠવતા એ ધીમેથી બબડ્યો.
"હરિયાલી ઓર રાસ્તા."
પછી શોભાને ઉદેશીને બોલ્યો.
"નામ તો સારું છે.કદાચ પિક્ચર પણ સારું હોય.ચાલ જોઈ નાખીએ."
કહીને એણે ખિસ્સામાંથી સો ની નોટ કાઢીને શોભા તરફ લંબાવી.
"લે.લઈ લે ટિકિટ."
અને શોભા ટિકિટ લેવા માટે લેડીઝ ક્યુ માં જોડાઈને ઉભી રહી ગઈ નાની સુલભા પણ એની સાથે ગઈ.
અને આટલા દિવસમાં પહેલી જ વાર સરિતા અને સાગરને એકાંત મળ્યુ.છતાં બંનેમાંથી કોઈ કાંઈ બોલી ન શક્યુ. આમ તો બંનેનું હૃદય એકબીજાને ઘણું બધું કહેવા ઈચ્છી રહ્યું હતુ.પણ બંનેના હોઠ ઉપર જાણે ખામોશી ના તાળા લાગી ગયા હોય એમ.બંને ચૂપચાપ ઉભા હતા.
સરિતા તો સાગરની છાતીએ વળગીને પોતાના હૃદયનો આખા એક વર્ષથી ધરબી રાખેલો ઉભરો ઠાલવી દેવા ઈચ્છતી હતી.પણ પ્રત્યક્ષ રૂપે નજર ઝુકાવીને.એક હાથની આંગળીના નખ થી બીજા હાથની આંગળીના નખની લાલી ખોતરવા લાગી હતી.અને સાગરનું હૃદય પણ સરિતાને બાહોમાં લઈને.ચુંબોનોથી નવરાવી દેવા થનગનતુ હતુ.પણ એ મજબૂર હતો.લાચાર ચહેરે અને મુંગા મોઢે એ સરિતાને લાલી ખોતરતા જોઈ રહ્યો હતો.
સાગરને એમ હતું કે પોતાની સાથે વાતોનો એક વર્ષથી અટકેલો સિલસિલો સરિતા હમણા ચાલુ કરશે.જ્યારે સરિતાને એમ હતું કે એક વર્ષની જુદાઈ નું સાગર હમણા પોતાને આશ્વાસન આપશે.પણ એકાંતની જે થોડીક પળો એમને મળી હતી એ ખામોશી અને સંકોચ માં જ વેડફાઈ ગઈ.
શોભા ટિકિટ લઈને આવી.અને ચારેય થિયેટરમાં પ્રવેશ્યા.તો પિકચર ચાલુ થવાની તૈયારીમાં હતુ.સીટ નંબર હતો. જી.એક.બે.ત્રણ અને ચાર.પહેલી સીટ ઉપર શોભા બેસી ગઈ.એની બાજુમાં સુલભા બેઠી.ત્રણ નંબરની સીટ ઉપર સરિતા અને એની બાજુમાં ચાર નંબર ઉપર સાગર બેઠો. સાગરની બાજુમાં બેસેલી સરિતાના હૃદયમાં અજબ પ્રકારનો રોમાંચ થયો.આજે એક વર્ષ પછી એને એના પ્રિયતમની બાજુમાં બેસવાનો મોકો મળ્યો હતો.અને આથી એનું દિલ અનોખો થનગનાટ અનુભવતું હતુ.
સાગરનું હૃદય પણ સરિતાની નજદીકી થી જાણે ઉછળી રહ્યું હતુ.આમ તો બંને એકબીજાની લાગોલગ જ બેઠા હતા. પરંતુ એકબીજાને કાંઈ કહી શકતા ન હતા.હોઠ ખામોશ હતા.જુબાન ચુપ હતી.પણ બંનેના હૃદય તો ક્યારના આપસ મા ગુસપુસ કરવા લાગ્યા હતા. પ્રેમની ગોષ્ટી કરવા લાગ્યા હતા.વીખુટા પડેલા પારેવા જ્યારે પાછા મળે અને જેમ કિલ્લોલ કરવા લાગે.એમ સરિતા અને સાગરના હૃદય પણ કિલ્લોલ કરવા લાગ્યા હતા.સરિતાની જમણી બાજુએ બેસેલી સુલભા અને શોભા આ બંનેના હૃદયમાં ચાલતા ઝંઝાવાતથી બેખબર શાંત ચિત્તે પડદા પર બદલાતા દ્રશ્યો જોવામાં મશગુલ હતી.જ્યારે સરિતા અને સાગર પિક્ચર જોતા જોતા ક્યારેક.ક્યારેક.એકબીજાને ચોરી છૂપીથી જોઈ લેતા હતા.
ઈન્ટરવલ સુધી તો બધું બરાબર ચાલ્યુ.સાગર અને સરિતાના હૃદય મંદ મંદ ગતિથી ધડકતા રહ્યા.ઈન્ટરવલ સુધી બંને છાનામાના આંખમિચોલી રમતા રહ્યા.જ્યારે માલતી પણ શાંતિથી પિક્ચર જોઈ રહી હતી.પરંતુ ઇન્ટરવલ પછી.જ્યારે પિક્ચર ફરીથી શરૂ થયું ત્યારે શોભાના ખોળામાં બેસેલી માલતી એ પોતાની કાલી ઘેલી ભાષામાં પિક્ચર પ્રત્યે પોતાનો બળવો જાહેર કર્યો.
"બસ હવે માલે તીવી નથી જોવુ." માલતી ના આટલા શબ્દોએ શોભા ને ગભરાવી મૂકી.સાગર તરફ આંગળી ચીંધતા એણે માલતી ને પૂછ્યુ.
"પપ્પા પાસે જવું છે?"
જવાબમાં માલતી એ ગેટ તરફ ઈશારો કર્યો.
"નહીં માલે બહાર જવું છે."
"હમણાં બહાર ન જવાય.પછી જઈશુ."
શોભાએ માલતી સમજાવવા ની કોશિષ કરી.પણ શોભાની વાત સમજી જાય તો એ માલતી શાની.આ વખતે થોડા ઊંચા સાદે એણે કહ્યું.
"માલે બાલ જવુ છે."
આ વખતે માલતી ને ચૂપ કરાવવાનો શોભા ના બદલે સરિતા એ વ્યર્થ પ્રયત્ન કરી જોયો.
" બાર બાવો બેઠો છે.પકડી જશે."
પણ માલતી પિક્ચરના બદલાતા દ્રશ્યોથી.અને થિયેટરના અંધારાથી કંટાળી ચૂકી હતી.અને એને કોઈ પણ ભોગે બહાર જાવું જ છે.એવું એ નક્કી કરી ચૂકી હતી.જ્યારે બહાર જવામાં વિલંબ થતા એણે જોયો.ત્યારે એણે છેલ્લું શસ્ત્ર ઉગામ્યુ.ચાલુ પિક્ચર માં એણે મોટે થી ભેંકડો તાણીને રડવાનું શરૂ કર્યું.ત્યારે આગળ અને પાછળ બેસેલા પ્રેક્ષકોએ.
"ચ.ચ.ચ."
કરીને પોતાનો અણગમો વ્યક્ત કર્યો. બે ચાર જણાએ તો ઘાટો પાડ્યો.
"અરે બચ્ચે કો બાહર લેકર જાઓ.ક્યું પિક્ચર કા સત્યાનાશ કરતે હો?"
પ્રેક્ષકો નો ગણગણાટ સાંભળીને માલતી ને લઈને શોભા ઊઠે.એ પહેલા સાગર ઉઠ્યો.
"લાવ શોભા.માલતીને હુ બાહર લઈ જાવ છુ."
શોભા સાગરને કાંઇ જવાબ આપે એ પહેલા સાગર માલતી ને લઈને બાહર ચાલ્યો ગયો.હોલના ઉજાસમાં માલતી ને સારું લાગ્યુ.અને આથી એણે એનુ રુદન અટકાવ્યુ.સાગરે માલતી ને તેડીને હોલમાં દસેક મિનિટ આમ તેમ આંટા માર્યા.ત્યાં સુધી માલતી એ લગાતાર મૌન જાળવી રાખ્યુ.એટલે સાગરને લાગ્યુ કે ગાડી પાટા પર આવી ગઈ છે.માલતીનો બગડેલો મૂડ હવે સુધર્યો લાગે છે.માલતી ની આંખોમાં એણે સબ સલામત નુ સિગ્નલ જોયુ.હવે કદાચ એ શાંતિથી પિક્ચર જોવા દેશે એમ ધારીને સાગર પાછો થિયેટરમાં પ્રવેશ્યો.પણ હજુ એ પોતાની સીટ સુધી પહોંચે એ પહેલા જ માલતી એ ફરી પોતાનો વિરોધ જાહેર કર્યો.
"તી.વી નઈ.તી.વી નઈ."
હમણાં પ્રેક્ષકો બરાડા પાડી ઉડશે.એવી દહેશત સાગરને થઈ.એટલે તરત જ એ માલતી ને લઈને પાછો બાહર નીકળી ગયો