Preet kari Pachhtay - 41 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 41

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 41

પ્રિત કરી પછતાય*

41

અહીં આવીને સાગરને સાત દિવસ થયા હતા.એણે હજી સુધી સરિતા સાથે વાત સુદ્ધા કરી ન હતી.

અને ઝરણા સામે સરિતા સાથે એ ઈચ્છે તોયે વાત કરી ન શકે.અને જ્યારે એકાદ બે મિનિટ માટે એકાંતનો મોકો મળતો ત્યારે એ અવાચક જેવો થઈ જતો.સરિતા સાથે ઘણી ઘણી વાતો કરવાની એની દિલી તમન્ના હોવા છતા. એ એને એટલું પણ ન પૂછી શકતો કે.

" સરિતા તું કેમ છો?મારી યાદ તને આવે છે.યા તુ મને ભૂલી ગઈ છો?"

અને સરિતાએ પણ સાગરની નજરથી પોતાને બને ત્યાં સુધી દુર રાખવાનું મુનાસીબ સમજ્યુ હશે? અને આથી એ બને ત્યાં સુધી સાગરની સામે એકાંત માં આવવાનુ ટાળતી.પણ અંદરખાનેથી તો એ પણ સાગરના ખબર અંતર પૂછવા ઉત્સુક હતી.પણ સાગરની સામે આવતા જ એની એ ઉત્સુકતા કોણ જાણે ક્યાં ગાયબ થઈ જતી.સાગરની સાથે એની નજર મળતા જ એના હૃદય ના ધબકારા વધી જતા.અને એના આખા શરીરે પરસેવો વળી જતો.એનુ શરીર અંદરખાનેથી ધ્રુજવા લાગતુ.અને એ વધુ વખત સાગરની સામે ઉભી ન રહી શકતી.

ઝરણાના રૂમમાં એને જે કાંઈ કામકાજ હોય.એ જ્યારે સાગર આઘો પાછો ગયો હોય ત્યારે આવીને બતાવી જતી હતી.અને સરિતાને આ રીતે પોતાનાથી નજર ચુરાવતા જોઈને સાગરે મનોમન એમ ધારી લીધુ.કે સરિતા હવે મને.અને મારા પ્યારને ભૂલી ગઈ લાગે છે.મુંબઈ આવી હતી ત્યારે છોક રમતમાં મારી સાથે પ્રેમ કરી બેઠી હશે.પણ આ એક વર્ષની જુદાઈના અનુભવ પછી.એને કદાચ આ જ્ઞાન થયું હોય.કે એક પરણેલા પુરુષ સાથે પ્યાર કરવાથી. દુઃખ.વિરહ.અને બદનામી સીવાય બીજું કાંઈ જ પોતે હાસીલ કરી શકે એમ નથી.પોતાની જ બહેનના પતિ પાસેથી પોતે ક્યારેય જિંદગીભર નો સાથ નહીં જ મેળવી શકે.એવુ સમજાય ગયા બાદ.એ કદાચ પોતાની ભૂલ સુધારી લેવા ઈચ્છતી હશે.

આની સાથોસાથ એક બીજો વિચાર પણ સાગરને આવી ગયો.કે કદાચ મારાથી પણ વધુ સુંદર યુવાન એની જિંદગીમાં આવી ગયો હશે.અને એના પ્યારમાં હું ભુલાઈ ગયો હોઈશ.મને અને મારા પ્યારને એણે એના દિલમાંથી ઉખાડીને ફગાવી દીધો હશે.અને કદાચ એટલે જ એ મારી સાથે નજર પણ મિલાવતા ખચકાય છે.

એક બીજો પ્રશ્ન પણ એના મનમા ઘોળાયા કરતો હતો.કે મે સરિતા માટે આપેલો પત્ર ઝરણાએ સરિતાને આપ્યો હશે યા નહી?ઝરણાને હજુ એણે આ બાબતમાં કાંઈ પૂછ્યું ન હતુ.પણ જ્યારે એની ધીરજ ખૂટી ગઈ.ત્યારે એને પૂછવું જ પડ્યુ.

"ઝરણા.મેં તને લખી આપેલો પત્ર.તે સરિતાને આપ્યો હતો?"

સાગરના પ્રશ્નના જવાબમાં ઝરણા થોડીવાર સુધી સાગરને વેધક નજરે જોઈ રહી.અને પછી તીખા સ્વરે એકી અક્ષરમાં જવાબ આપ્યો.

"ના."

ત્યારે સાગરથી પૂછાઈ ગયુ.

"કેમ?"

અને આ કેમનો ઝરણાએ વધુ ધારદાર સ્વરે જવાબ આપ્યો.

"હું આ અર્ધ વિસરાઈ ગયેલી વાતને હવે અહીં જ દાટી દેવા માંગુ છુ.આગળ વધારવા નથી માંગતી સમજ્યા?"

અને ઝરણાનો આ તીખો જવાબ સાંભળીને સાગરને પોતાના હોઠ સીવી લેવા પડ્યા હતા.ઝરણા સાથે દલીલ કરવાનું એને મન થઈ આવ્યું હતુ કે.

"મારો પત્ર જો તારે સરિતાને આપવાની ઈચ્છા ન હતી.તો પછી સાથે લાવીતી શા માટે?પણ ઝરણા સાથે.ઝરણાની અત્યારની હાલત જોતા.એ વધુ જીભાજોડીમાં ન ઉતર્યો.માંડ માંડ સાજી થઈ રહેલી ઝરણાને એ વધુ માનસીક દુઃખ આપવા ઇચ્છતો ન હતો. તે ઝરણાના જવાબ ની આગળ સાવ મુંગો મંતર થઈ ગયો.

એ જ દિવસે સાંજે.સાગરની સરિતા થી મોટી સાળી શોભાએ સાગર આગળ પ્રસ્તાવ મૂક્યો.

"આજે તમારે અમને પિક્ચર જોવા લઈ જવાનુ છે જીજાજી."

પહેલા તો સાગરે ઇનકાર કર્યો.

"આજે નહીં શોભા હજુ એક બે દિવસ ખમ."

પણ શોભાએ પોતાની જીદ પકડી રાખી.

"બે દિવસ ફે દિવસ કાંઇ નહી.આજે એટલે આજે જ.બીજી વાત નહી. સમજ્યા?"

શોભાની જીદ આગળ આખરે સાગરે નમતુ જોખ્યુ.પણ સામે એક શરત મૂકી.

"અચ્છા.બાબા અચ્છા.હું આજે જ તમને પિક્ચર દેખાડું છુ.પણ તારી બહેન સાથે આવતી હોય તો."

"મારી બહેનને તૈયાર કરવાનું કામ તમારું."

"મારુ?"

સાગરે નવાઈ પામતા પૂછ્યુ.

"હા તમારી પત્ની છે.એટલે તમારું જ ને?"

શોભાએ હસતા હસતા કહ્યું.અને પછી ઉમેર્યું.

"તમે મારી બહેનને રેડી કરો.ત્યા સુધીમાં અમે પણ તૈયાર થઈ જઈએ છીએ."

શોભા તૈયાર થવા ગઈ.એટલે સાગરે ઝરણા પાસે આવીને કહ્યુ.

"ઝરણા.શોભા પિકચર જોવાની જીદ કરે છે.તો ચાલ.આજે આપણે બધા સાથે પિક્ચર જોવા જઈએ."

"મારાથી નહીં અવાય.તમ તમારે જઈ આવો."

"કેમ તારાથી નહીં અવાય?"

"ત્યાં થિયેટરમાં એકધારુ ત્રણ કલાક મારાથી નહીં બેસાય.વધુ વાર બેસી રહેવાથી મારી કમર દુખવા લાગે છે.માટે તમે જઈ આવો.અને મારા બદલે માલતી ને સાથે લઈ જજો."

માલતી ને સાથે લઈ જવાની વાત આવી એટલે સાગર ગભરાયો.

"માલતી ને પીકચર માં શું સમજાશે? ઉલટુ ત્યાં હેરાન કરશે."

પણ માલતી ના બચાવના શબ્દો જાણે ઝરણાના હોઠે તૈયાર જ હતા.

"તે તમને જરાય હેરાન નહીં કરે. આપણે એને ક્યારેક લઈ જતા.ત્યારે કેવુ એક ધ્યાનથી પરદા ઉપર જોયા કરતી.ઉલટુ અહીં મૂકી જશો તો એ મને હેરાન કરશે."

આખરે સાગરે ઝરણાની વાત માનવી પડી.

"ઠીક ત્યારે.માલતી ને તો હું તેડી જાઉં છુ.પણ તું પણ સાથે આવી હોત તો સારું હતુ."

"સારું તો હતુ.પણ શું થાય?"

ઝરણાએ નિસાસો નાખતા કહ્યુ.સાગર તૈયાર થઈને ઝરણાની પાસે જ બેઠો હતો.ત્યાં શોભા.સુલભા અને સરિતા ત્રણે તૈયાર થઈને આવી.આવતાની સાથે જ શોભાએ ટહુકો કર્યો.

"જીજાજી રેડ્ડી."

પણ શોભાના આ શબ્દો જાણે સાગરને સંભળાયા જ ન હોય એમ એની નજર તો ચુંબકની જેમ સરિતાના ખુબસુરતી થી ચમકતા ચહેરા ઉપર ચોંટી ગઈ હતી.પંજાબી ડ્રેસમાં સરીતા પૂનમના ચાંદની જેમ ઝગમગી રહી હતી.કાજલ રંગી આંખોએ સાગરના હૃદયને જાણે વિંધી નાખ્યું હતુ.લિપસ્ટિક થી રંગાયેલા એના લાલ હોઠો ને પ્યાસી નજરે સાગર નિહાળી રહ્યો હતો.

સરિતાના ઝગમગતા સૌંદર્યે સાગરને સંપૂર્ણ પણે આંજી નાખ્યો હતો.પણ સરિતા.ઝરણા.કે શોભા પોતાની ચોરી પકડી પાડે એ પહેલા જ સાગરે પોતાના બેકાબુ થયેલા હૃદયને સંભાળી લીધુ. સરિતાના ચહેરા પરથી પરાણે નજરને હટાવતા એણે શોભાને કહ્યુ.

"શોભા તારી બહેન તો આવવાની ના પાડે છે.પણ પોતાના બદલે માલતી ને લઈ જવાનું કહે છે.તો તું માલતી ને ફટાફટ તૈયાર કરી નાખ એટલે આપણે ઉપડીએ."

શોભાએ માલતીને તૈયાર કરી લીધી. એટલે માલતીને લઈને સાગર.શોભા. સરિતા.અને સરિતાથી નાની સુલભા એમ ત્રણેય સાળીઓને લઈને પિક્ચર જોવા ઉપડ્યો.

આખે રસ્તે શોભા.સરિતા અને સુલભા છેલ્લા જે પિક્ચરો જોયા હતા એની વાતો કરતા કરતા ચાલતી હતી.પણ સાગર ચુપચાપ માલતીને તેડીને ચાલતો હતો.એના હોઠ ખામોશ હતા.પણ હૃદય રોમાંચથી થનગની રહ્યુ હતુ.એના મગજમાં અચાનક જૂની ધરબાઈ ગયેલી વાતો આજે પણ તાજી થઈ રહી હતી.ભૂતકાળના સંભારણા ના દ્રશ્યો એની નજર સમક્ષ નાચવા લાગ્યા.

ગયા વરસે સરિતા જ્યારે મુંબઈ આવેલી.ત્યારે પોતે આજની જેમ જ સરિતાના કદમ સાથે કદમ મિલાવીને ચાલેલો.એ કિસ્સો અક્ષરસ એની નજર સામે તરવરવા લાગ્યો.....