Preet kari Pachhtay - 37 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 37

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રિત કરી પછતાય - 37

. પ્રિત કરી પછતાય*

37

એક પછી એક સ્ટેશનો પસાર કરતી ગુજરાત મેલ પૂર ઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી.અને જેમ જેમ અમદાવાદ નજીક આવી રહ્યું હતુ.એમ એમ સાગરની છાતીના ધબકારા વધી રહ્યા હતા.એક ઘમાસાણ ચાલી રહ્યું હતું સાગરના મનમા.ચિંતાઓ ના ઝાળા બાઝી રહ્યા હતા એના મનમા.સાગરના હૃદયમાં અનેક પ્રશ્નો ઉછાળા મારી રહ્યા હતા કે.

"મારી ઝરણા સલામત તો હશે ને?

એની હાલત વધારે પડતી નાજુક તો નહીં હોય ને?એ વધારે પડતી સિરિયસ તો નહીં થઈ ગઈ હોય ને? એવા અનેક પ્રશ્નો.સારા.નરસા વિચારો સાગરને.મૂંઝવી રહ્યા હતા.

ચાલતી ટ્રેનની બારીમાંથી દેખાતો ચંદ્ર પણ જાણે.ઝરણાની જેમ માંદો પડી ગયો હોય એમ સાગરને ઝાંખો લાગતો હતો.ઠંડી હવા ના બારીમાંથી આવતા સુસવાટા પણ જાણે બીમાર પડી ગયા હોય એવુ સાગરને લાગતું હતુ.એ ડબ્બા માં બેસેલા દરેક જણે બારી માથી આવતી ઠંડી હવા ના કારણે બારીઓ બંધ કરી નાખી હતી.જ્યારે સાગરને હવા જ ન આવતી હોય એ રીતે ઉઘાડી બારી માંથી ડોકાતા ચંદ્રને એ એકીટશે જોઈ રહ્યો હતો.એક જ નજરે.પાંપણ પણ પટપટાવ્યા વિના એણે પોતાની આંખની કીકીઓ ને ચંદ્ર પર જમાવી રાખી હતી.

ધીરે ધીરે ચંદ્રની અંદર સાગરને ઝરણાનો ચહેરો દેખાવા લાગ્યો.હોઠો પરથી જાણે હાસ્ય વિલાઈ ગયું હોય એવો ઉદાસ અને નિસ્તેજ.ફીક્કો પડી ગયેલો ચહેરો.એની યાતના થી તરબોળ થયેલી ભીની આંખો.જાણે સાગરને કહી રહી હતી કે.

"હું તો પુત્ર વિયોગમાં આંસુઓ સારી સારી ને થાકી ગઈ છું સ્વામી.અને છતાં તમે હજી સુધી મારી ખબરે ય ન લીધી. મારા મમ્મી પપ્પાએ તો મને ઘણાય દિલાસા ઓ આપ્યા.ઘણુ બધુ આશ્વાસન પણ આપ્યું.મારી સાર સંભાળ લેવામાં એ લોકોએ કાંઈ બાકી નથી રાખ્યુ.જરાય કચાસ કોઈ વાતમાં નથી રાખી.છતાંય મારા મનને જરાય શાંતિ નથી મળી.મારું મન તો તમારા મુખેથી આશ્વાસનના બે બોલ.બે શબ્દ સાંભળવા માટે તલસી રહ્યું છે.અને તમે ત્રણ ત્રણ દિવસ થયા છતાં હજી સુધી મારી પાસે નથી આવ્યા.શા માટે આખર આનું કારણ શું છે મારા સાગર?કે પછી શું તમે સરિતાના પ્યારમાં એટલા બધા ખેંચાઈ ગયા છો કે તમને મારા દુઃખ દર્દની કાંઈ પડી નથી?"

સાગર મનોમન જ બબડ્યો.

"એવુ નથી ઝરણા.તું મને ગલત સમજી રહી છે.તે મને બરાબર સમજયો નથી.કે મારા મનને બરોબર પારખ્યુ નથી.મને સમજવાની કોશિશ કર ઝરણા.પુત્રનો જેટલો ગમ તને છે એટલો જ મને પણ છે.અત્યારે મારા હૃદયમાં જે જ્વાળાઓ સળગી રહી છે. એ તને હું શી રીતે બતાવુ.પણ મને કહેવા દે ઝરણા.કે તારું દુઃખ એ કાંઈ તારી એકલી નું નથી.તારા દુઃખો નો તારી યાતનાઓનો હું પણ અડધો અડધ ભાગીદાર છુ.અને જે શિકાયત તે કરી છે ને એ તારી જગ્યાએ કોઈ પણ હોય તો એ પણ કરત.એવું સમજુ હુ છું.તેમાં તે કંઈ ખોટું નથી કર્યું.પણ મારા બચાવ માં આટલું તો જરૂર કહીશ કે સરિતાના પ્યારમાં હું છુ એ સાચુ.અને કદાચ હંમેશા રહીશ.પણ છતાં તારા માટેની જે લાગણીઓ મારા હૃદયમાં છે.એમાં ક્યારેય ઓટ નહીં આવે.તારા માટેનો પ્યાર મારા હૃદયમાંથી ક્યારેય.કોઈપણ. ઓછો નહીં જ કરી શકે.સરિતા પણ નહીં.જેટલો પ્યાર હું તને આપણા લગ્ન વખતે કરતો હતો એટલો જ પ્યાર હું તને આજે પણ કરું છું.અને એ પ્યાર ની દોરી થી ખેંચાઈને હું અત્યારે તારી પાસે આવી રહ્યો છુ.બસ હવે તારા અને મારા મિલન વચ્ચે થોડાક જ કલાકોનું અંતર છે હું આવી રહ્યો છું ઝરણાં તારી પાસે તારી નજદીક હું આવી રહ્યો છુ.

લગભગ સવારના સાડા પાંચ ના સુમારે ટ્રેન અમદાવાદ પહોંચી.પોતાની નાની એવી સુટકેશ ઉપાડી એ ઉતાવળે પગલે સ્ટેશનની બહાર નીકળ્યો.રિક્ષા કરીને એ પોતાના સાસરીયે પહોંચ્યો. જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે એના સાસુ સસરા ઝરણાના પલંગ પાસે બેઠા હતા.સરિતા ઝરણાની પાસે બેસીને ઝરણા ને હાથ પંખા થી હવા નાખતી હતી.ત્યારે ઝરણા લગભગ બેશુદ્ધ અવસ્થામાં સુતી હતી.

સાગરને આવી પહોંચેલો જોઈને સાગરના સાસુ સસરાના ચહેરા ઉપર સંતોષની અને આનંદની રેખાઓ ઉપસી આવી.સરિતાનુ નાનકડુ હૈયું પણ હર્ષ વિભોર થઈને નાચ્યુ ઉઠ્યુ હતું.પિયુ. પિયુ ના પોકાર કરતુ કિલ્લોલ કરવા લાગ્યુ હતુ.સાગરના સાસુએ.

"આવી ગયા જમાઈ? અમે કાગ ડોળે તમારી જ રાહ જોતા હતા.જુવોને શુ હાલત થઈ ગઈ છે છોકરીની."

કહીને સાગરને આવકાર આપ્યો.

ઘરમાં પેસતા વેંત જ સાગરે પહેલા સાસુના અને પછી સસરાના ચરણ સ્પર્શ કર્યા.સરિતાની નજર સાથે નજર મિલાવી.અને ઝરણાના ચહેરા તરફ દ્રષ્ટિપાત કર્યો.ત્યારે એના મોઢામાંથી નિઃસાસો નીકળી ગયો.

"આવી હાલત થઈ ગઈ છે ઝરણાની?"

"મરતા મરતા બચી છે એમ સમજો."

સાગરના સાસુ બોલ્યા.

"ડોક્ટર હજુ હમણાં જ ગયા.એ ગયા અને તમે આવ્યા.થોડીવાર પહેલા જ ઝરણાની તબિયત સાવ બગડી ગઈ હતી.એકવાર ઉલ્ટી કરી.પછી તો સાવ ટાઢી બોળ થઈ ગઈ.જાણે લાકડા જેવું લાકડુ.તમારા મામા જઈને ડોક્ટરને તેડી આવ્યા.ઇન્જેક્શન આપ્યું પછી કંઈક ઠીક થયું.મને તો ફાળ પડી હતી કે ક્યાંક અમારા માથે કાળી ટીલી નો ચડે.હવે તમારી અમાનત તમે સંભાળી લ્યો. તમારા બાબાને તો અમે ન સંભાળી શક્યા."

બોલતા બોલતા સાગરના સાસુ રડી પડ્યા.