પ્રિત કરી પછતાય*
32
"તને?"
સાગરે આશ્ચર્ય થી પૂછ્યુ.
"હા સાગર મને.નંદા સાથે લગ્ન કરીને હુ સુખી નથી થયો.તેમ બીજા પુરુષની પત્ની બનીને.એ પણ સુખી નથી થઈ. અમે બંને એકબીજા માટે જ બન્યા હોઈશુ.એકબીજા વિના અમે અધુરા જ છીએ.એકબીજાથી અલગ રહીને અમે ક્યારેય સુખી નથી થઈ શકવાના.આવું મારું માનવું છે."
"તારુ માનવુ છે ને? પણ શુ નિશા આ માનશે?"
સાગરે સંદેહ વ્યક્ત કર્યો.પણ અશ્વિન ને તો જાણે પુરે પૂરો આત્મવિશ્વાસ હતો.
"જરૂર.જરૂર માનશે."
પણ એના એ આત્મવિશ્વાસ ઉપર સાગરે ઠંડુ પાણી રેડવાની કોશિશ કરી જોઈ.
"કદાપી નહીં માને.જો એને તારી વાત માનવી જ હોત.તો એ તારી સાથે.તે કરેલી બેવફાઈ નો બદલો લેવા.પર પુરુષ નુ ઘર ન માંડત."
"પણ મારી સાથે બદલો લઈને એ પણ પસ્તાતી જ હશે ને? કદાચ એ પણ મારી જેમ મારા પ્યારને ઝંખથી હશે સાગર?"
અત્યારે અશ્વિનનુ વ્યક્તિત્વ સાવ બદલાઈ ગયું હતું.અગિયાર મહિનાઓ થી હૃદયમાં ધરબી રાખેલી નિશા માટેની લાગણીઓ.આજે બળવો કરીને એની આંખો.અને હોઠો દ્વારા.હૃદયની બાહર નીકળતી હતી.અશ્વિનની દલીલ સાંભળીને.નિશા માટેનો એના રોમે રોમ માં છલકતો પ્યાર જોઈને.સાગરને એના પ્રત્યે હમદર્દી ઉપજી.અશ્વીનના ખંભા ઉપર હાથ મુકીને એણે કહ્યુ.
"કદાચ ઇશ્વરે ચાહ્યું તો નિશા જરૂર તારી સાથે નવી જિંદગી જીવવા કબૂલ થાય પણ ખરી.પરંતુ તારા મનની એ વાત તું નિશા સુધી પહોંચાડીશ કઈ રીતે?"
સાગરના આ પ્રશ્નનો જવાબ અશ્વિન ના હોઠો ઉપર જ જાણે રમતો હતો.
"મારા આ સળગતા હૃદયની વ્યથા તારે નિશાને સંભળાવવાની છે દોસ્ત."
"મ.મ.મારે?"
વીજળીનો તાર શરીરને અડકી ગયો હોય એમ ઉછળી પડતા સાગરે પૂછ્યું. પણ અશ્વિને એકદમ શાંત સ્વરે જવાબ આપ્યો.
"હા ભાઈ.હા.તારા સિવાય મારું આ દુનિયામાં અંગત કહેવાય એવું કોણ સગુ છે?તુજ તો મારો જીગરી દોસ્ત છે. મારો હમદર્દ.મારો ભાઈ છે.અને એટલે તો હું તારી પાસે આવ્યો છું.બોલ મારું આ કામ કરીશ ને?"
અશ્વિનના સ્વરમાં વિનંતી હતી.આંખો માં આજીજી હતી.અને ચહેરા ઉપર કરુંણતા હતી.પણ સાગરને મૂંઝવણ હતી.માટે એણે અશ્વિનને પૂછ્યું.
"પણ મારે એને કહેવું શું?"
"એને કહેજે સાગર.કે અશ્વિન એનાથી બીછડીને બરબાદ અને દુઃખી થઈ ગયો છે.અને તું પણ એનાથી અલગ થઈને ક્યુ સુખ માણી રહી છો.તમારા બંનેનું સુખ તો તમારા બંનેના મેળાપમાં જ છે. તો પછી આ જુદાઈ રાખવાનો શો અર્થ? અગર તુ અશ્વિનને સાથ આપવા ચાહતી હો તો અશ્વિન આજે પણ તને અપનાવવા માટે તૈયાર છે."
"ભલે અશ્વિન તારા આ શબ્દો હું નિશા સુધી પહોંચાડી દઈશ."
અને જાણે સાગરના મુખેથી આ જ શબ્દો સાંભળવાનો ઈંતજાર કરતો હોય એ રીતે સાગરનું વાક્ય પૂરું થતાં જ. અશ્વિન સાગરને વળગી પડ્યો.
"મને તારી પાસે થી આજ આશા હતી દોસ્ત."
અશ્વિન ના ચાલ્યા ગયા પછી સાગર ઘણીવાર સુધી આ જ વિચારોમાં ખોવાયેલો રહ્યો કે.મારે નિશાને આ વાત કઈ રીતે કરવી.આવી વાત કરવા માટે મારે એને એકાંતમાં બોલાવી પડશે.હું હિંમત કરીને એને એકાંતમાં મળવાનું કહુ.પણ એ મારી વાત સાંભળતા પહેલાં જ જો એ મારા વિશે અવળું ધારી બેસે તો?એ અર્થનો અનર્થ કરી નાખે તો? તો.તો હું એની નજરમાં હલકો પડી જાવ.માટે ના.ના હું એને એકાંત માં મળવા તો નહીં જ બોલાવુ. પણ અનાયાસે જ એ મને એકાંતમાં મળી જાશે તો હું એને અશ્વિનના મનની વાત જરૂર કરીશ એવો મનોમન સંકલ્પ સાગરે કર્યો.
ઝરણાના અમદાવાદ ગયે આજે ત્રીજો દિવસ હતો.અને સાગર બિલકુલ એકલો અટુલો થઈ ગયો હતો.લગ્ન પછી પહેલી જ વાર સાગરે અનુભવ્યું હતું કે ઝરણા વીનાનુ એનું જીવન સાવ નિરસ અને ફિક્કુ છે.સરિતા સાથે એ પ્રેમમાં પડ્યો હોવા છતા.ઝરણાં માટેનો સ્નેહ પોતાના અંતરમાંથી જરાય ઓછો નથી થયો એવું એણે આજે પહેલી વાર અનુભવ્યુ.અને સાથે સાથે એને આ વાતનું આશ્ચર્ય પણ થયું.કે પોતે ખરેખર ઝરણાને આટલો બધો પ્યાર કરે છે તો પછી પોતે સરિતા તરફ ખેંચાયો કઈ રીતે? અને આજે સરિતા થી આટલા સમયથી દૂર રહેવા છતાં.સરિતાની યાદ પોતાના હૃદયમાંથી ભુંસાતી શા માટે નથી?સરિતા સાથે ગુજારેલી એક એક ક્ષણ ને હું શા માટે ભુલી શકતો નથી? સરિતા ના રસીલા હોઠો નો સ્વાદ શા માટે મારાથી વીસરાતો નથી?અગર મારો પ્રેમ એ બંનેના માટે સાચો અને હૃદયના ઊંડાણનો છે.તો પછી હું શા માટે એ બંનેને નથી મેળવી શકતો?
શુ ઈશ્વરે સાચો પ્યાર ફક્ત તડપાવવા માટે જ પેદા કર્યો હશે?તો શૂ મારે આખી ઉંમર સરિતા.સરિતા ના રટણ કરતા કરતા જ ગુજારવી પડશે? આવા એક પછી એક સવાલો સાગરના હૃદય માં ઉભરાવા લાગ્યા.એનુ હૃદય સળગવા લાગ્યુ.સાગરની ભીની થઈ ગયેલી આંખો રાતના મોડે સુધીના ઉજાગરા થી આપોઆપ મિંચાઈ ગઈ.
અને એ મિંચાઈ ગયેલી આંખોમાં પણ એને.સરિતા અને ઝરણાના જ સપનાઓ દેખાવા લાગ્યા.એ બંને પોત પોતાની બાહો ફેલાવી.સાગરને પોતાની બાહોમાં સમાઈ જવા બોલાવી રહી હતી.
અને સાગર મૂંઝાઈ ગયો.એ તો બંનેને ચાહતો હતો.એ કોની પાસે જઈને કોને ખુશ કરે?કોને ઠુકરાવે?કોનું દિલ દુભવે? કોના હૃદયના ભુક્કા કરીને. બીજી ની બાહોમાં સમાઈ જાય?
એ તો બંનેને પ્યાર કરતો હતો.બંનેને ખુશ રાખવા ઈચ્છતો હતો.બંનેને પોતાની બનાવવા માંગતો હતો.એટલે એણે વચલો માર્ગ કાઢ્યો.ઝરણા અને સરિતાની ફેલાયેલી બાહોમાં સમાવાને બદલે એ પોતે પોતાના બંને હાથ ફેલાવી ને બંને તરફ આગળ વધ્યો.અને બંનેને એકી સાથે પોતાની ભુજાઓમાં સમાવી લીધી.જેમ સમુદ્ર પોતાનામાં એકી સાથે અનેક નદીઓને સમાવી લે છે એ રીતે. એણે ઝરણા અને સરિતાને પોતાની બાહોમાં સમાવીને વારાફરતી ઝરણા અને સરિતાના મસ્તક ઉપર ચુંબનોનો વરસાદ કરવા લાગ્યો.પોતે થાક્યો નહીં ત્યાં સુધી એ બંનેને ચૂમતો રહ્યો.એક બે ત્રણ ચાર પાંચ છ સાત ...