પ્રિત કરી પછતાય*
31
જાણે આખા વિશ્વની ખુશીઓ પોતાના કદમોમાં આવીને પડી હોય. એવા ખુશ ખુશાલ ચહેરે દોડતો અશ્વિન સાગર પાસે આવ્યો.જ્યારથી એની પ્રેયસી નિશા.પરણીને સાસરે ગઈ હતી. ત્યારથી અશ્વિન લગભગ ઉદાસ જ રહેતો.ચંચળ અને હંમેશા ચહેકતો રહેતો અશ્વિન.નિશાના લગ્ન પછી લગભગ ખામોશ જ રહેતો.આજે નિશાના લગ્ન બાદ પહેલી જ વાર સાગરે અશ્વિનને આટલો બધો ખુશ જોયો હતો.એના ખુશ ખુશાલ અને આનંદિત ચહેરાને જોઈને સાગર.પોતે કોઈ me સ્વપ્ન જોતો હોય એ રીતે પાંપણને પટપટાવ્યા વિના.ઘણીવાર સુધી પોતાના જીગરી દોસ્ત અશ્વિનના મુખડાને જોઈ રહ્યો. પછી શાયરાના અંદાજમાં બોલ્યો.
"વાહ!આજે મારા યારના ગુલશનમાં એવી તે કેવી બહાર આવી?કે યાર મારો ગુલાબના ફૂલની માફક મહેંકી.અને ચકલીની ચહેકી રહ્યો છે?"
"હા યાર.ખરેખર આજે હું ગુલાબના ફૂલની માફક મહેંકી રહ્યો છુ.આજે એવું લાગે છે દોસ્ત.કે મહિનાઓ પહેલા મારા દિલના ગાર્ડન માંથી રિસાઈને ચાલી ગયેલી બહાર.આજે સોળે કળાએ ખીલીને પાછી આવી હોય."
સાગરના શાયરાના પ્રશ્નનો જવાબ અશ્વિને પણ એવા જ શાયરાના અંદાજથી આપ્યો.એના દરેકે દરેક શબ્દમાં ખુશાલી નો રસ ઝળુંબાતો હતો.એના સ્વરમાં ન પરખાય એવી ઉત્તેજના હતી.એની આંખોમાં આજે આનંદના અતિરેક ની ચમક હતી.એવી તે કઈ ખુશી અશ્વિન ના હૃદય પર છવાઈ ગઈ છે.કે જેના કારણે એ આજે આનંદ થી ઉછળતો હતો.એ હજુ સાગરને સમજાયું ન હતુ.
એણે મૂંઝાયેલા સ્વરે પોતાના પ્રશ્નને દોહરાવ્યો.
"શું વાત છે યાર.આજે આટલો બધો ખુશ કેમ છો? મને પણ તારી ખુશીમાં સામેલ કર."
ત્યારે અશ્વિને અડધો ઘટસ્ફોટ કર્યો.
"આ કોઈ નાની સુની વાત નથી સાગર. આ એવી વાત છે કે જેનો હું પાછલા અગિયાર મહિનાઓથી ઈન્તેજાર કરતો હતો."
એના અધૂરા ખુલાસા થી સાગરના પલ્લે કંઈ પડ્યુ નહી.નતો એના મગજમાં કાંઈ ઉતર્યું.આથી પરેશાની ભર્યા સ્વરે પૂછ્યું.
"કઈ વાત યાર?કાંઈ સમજાવતો ખરો."
હવે એણે પોતાની ખુશીના કારણ ઉપર થી રહસ્યનો પડદો ઉંચકતા કહ્યુ.
"નિશા એના પતિ સાથે ઝઘડીને એની માં ને ત્યાં આવતી રહી છે."
આ સાંભળીને સાગર ચોંકી ગયો. માનવામાં ન આવતું હોય એ રીતે એણે પૂછ્યુ.
"શું કહે છે તુ?"
ત્યારે ચેહરા ઉપર કાતિલ સ્મિત ફરકાવ્યું અશ્વિને.અને બોલ્યો.
"હું જે બોલું છું એ દીવા જેવું સ્પષ્ટ છે. સાગર.નિશાએ પતિ સાથે ઝઘડીને જ નથી આવી.છૂટાછેડા નો કેસ પણ કોર્ટ મા નાખીને જ એને માં ને ત્યાં આવી છે."
"ઓત્તારી."
સાગરને હવે સમજાયું કે અશ્વિન આજે આટલો બધો ખુશ શા માટે દેખાય છે.એણે એક નિઃસાસો નાખ્યો.
"અચ્છા તો આટલા માટે તુ આજે અત્યંત પ્રસન્ન છો."
"હા.સાગર હા.આનાથી મોટી બીજી કઈ ખુશીની વાત હોઈ શકે?મારી સાથે દગો કરીને.બેવફાઈ કરીને.એણે બીજા સાથે લગ્ન તો કર્યા.પણ લગ્ન કરીને એમાં એણે શું કાંદા કાઢ્યા?આવીને પાછી?"
અશ્વિન નું વાક્ય પૂરું થતાં જ.સાગર ચીખ્યો.
"લાનત છે અશ્વિન.તને અને લાનત છે તારા પ્યારને."
સાગરના અચાનક ભડકવા થી અશ્વિન ડઘાઈ ગયો.
"શા માટે?"
"પાછો પૂછે છે શા માટે?"
પોતાની ધારદાર આંખોથી અશ્વિનને ઘુરતા સાગર બોલ્યો.
"નિશા એના પતિથી ઝઘડી ને પાછી આવી આથી બહુ ખુશી ઉપજે છે તને કેમ?પણ એ કોડ ભરેલી કન્યા સાથે તે પ્રેમના પેચ ખેલ્યા પછી.એને એના નસીબ પર છોડી દઈને.તે નંદા સાથે ઘર માંડ્યુ.ત્યારે એ નિશાના હૃદય પર શુ વિત્યુ હશે.એ તો એનુ મન જ જાણતું હશે.યા ઈશ્વર.તું કે હું એની વ્યથા શું સમજી શકવાના અશ્વિન? છતાં એ ચૂપ રહી.પોતાના અરમાનો નો જનાજો કાઢી.પોતાની ઈચ્છાઓની ચિતા સળગાવી.એ જ્યારે મને કમને બીજાના અરમાનોની ભાગીદાર બની.ત્યારે એના હૃદય પર શું વીત્યું હશે? એનો તુ જરા અંદાજ લગાવી જો.બેવફાઈ નિશાએ નહી પણ તે એની સાથે કરી હતી.અને તે કરેલી એ બેવફાઈ ને ભૂલવા એણે બીજા સાથે સંસાર શરૂ કર્યો.પણ.ત્યાં પણ. એને ઠોકર જ લાગી છે.એનો માળો બનતા પહેલા જ ચૂંથાઈ ગયો. આના જેવી દુખ ભરી દાસ્તાન બીજી કઈ હોઈ શકે?અને તને ખુશી ઉપજે છે?એનું જીવન બરબાદ થઈ ગયુ.જેને તું એક વખત દિલોજાનથી ચાહતો હતો.એ છોકરી નુ જીવન પીંખાઈ ગયુ.અને તને ખુશી ઉપજે છે? લાનત છે અશ્વિન.તારી મુહોબતને.જે પોતાની પ્રાણ પ્યારી પ્રેયસીના ઉજડતા જીવન ને જોઈને પણ ખુશ થાય છે.અશ્વિન. લાનત છે."
સાગર નો શ્વાસ આવેશમાં જોરશોર થી ફુલી ગયો.અને અશ્વિન પોતાના મસ્તકને ઝુકાવીને ચૂપચાપ સાંભળતો રહ્યો.સાગરના તીર જેવા ધારદાર શબ્દો થી.સાગરના વાકયબાણોથી એનુ હ્રદય વીંધાઈ ગયું હતું.એના ચહેરા ઉપરથી આનંદની રેખાઓ ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ હતી.અને એની જગ્યાએ ગંભીરતા આવી ગઈ હતી.જ્યારે એણે જોયું કે સાગરને જે અને જેટલું કહેવાનું હતું એટલું એ કહી ચૂક્યો છે.ત્યારે એણે અત્યાર સુધી ઝુકાવી રાખેલી ગરદન ઊંચી કરી.અને હોઠો પર કડવુ સ્મિત ફરકાવતા એ બોલ્યો.
"થંભી કેમ ગયો દોસ્ત? હજી કંઈ કહેવાનુ બાકી હોય તો એ પણ કહી નાખ.હુ શાંતી થી એક પણ શબ્દ બોલ્યા વિના સાંભળી લઈશ."
આટલુ બોલીને એ જરા વાર થંભ્યો.કે સાગરને હજૂ કંઈ કહેવુ હોય તો કહી લે.પણ સાગર કંઈ બોલ્યો નહિ.એટલે એજ બોલ્યો.
"હવે તારે કંઈ ન કહેવુ હોય તો હવે મારો વારો.પહેલા તું બોલ્યો અને મેં સાંભળ્યુ.હવે હું બોલું છું અને તું સાંભળ.અને ધ્યાનથી સાંભળ સાગર.મેં નિશાને તરછોડીને નંદા સાથે લગ્ન કર્યા એ સાચું.પણ એ માટે જવાબદાર નિશા જ હતી.હું નહીં.મેં એને મારી સાથે લગ્ન કરવા ઘણી વિનવી હતી.મે એને ઘણી સમજાવી હતી.પણ એના મા-બાપ મારી વિરુદ્ધ હતા.એમને હુ પસંદ ન હતો.અને એને એના બાપ અને માનો ડર હતો.અને એ ડરમાં જ એણે એના અને મારા પ્યારની બલી ચડાવી દીધી. એણે મારી સાથે લગ્ન કરવાનો સાફ ઇન્કાર કરી દીધો.એમાં મારો શું વાંક? તુ કહે છે કે મારા પ્યારમાં એ બરબાદ થઈ ગઈ.તો હું પણ ક્યાં સુખી થયો છું?મારું જીવન પણ એની જેમ બરબાદ જ થયું છે ને? જેમ એના પતિએ એને કાઢી મૂકી.એમ નંદા પણ મને મૂકીને ચાલી જ ગઈ છે ને?તું એમ સમજે છે ને સાગર.કે નિશાને એના પતિએ કાઢી મૂકી અને એ રઝળતી થઈને એની માના ઘરે પાછી આવી એમાં હું ખુશ થયો છું? આવું જ સમજ્યો છે ને તું?પણ ખરેખર એમ નથી મને તો એટલા માટે આનંદ થયો છે કે મારું દિલ પણ ઠોકર ખાધેલું છે.અને એનું દિલ પણ.એટલે કદાચ હવે એ મને અપનાવે."