Preet kari Pachhtay - 29 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 29

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રિત કરી પછતાય - 29

પ્રિત કરી પછતાય*

29

શરતો ની વાત આવતા પોતાના આનંદથી ઉછળતા હૃદય ઉપર સાગરે બ્રેક મારી.ધારદાર નજરે ઝરણાના ચહેરાને તાકતા એણે પૂછ્યું.

"શરતો?કેવી શરતો?"

"પહેલી શરત.તમે જે લેટર સરિતાને લખશો એ સરિતાને આપતા પહેલા હું વાંચીશ."

"તો મારા લવ લેટર ને પહેલા તારી સેન્સરશિપમાંથી પસાર થવું પડશે એમ જ ને.ભલે.બીજુ?"

સાગરે મંદ હાસ્ય વેરતા કહ્યુ.પણ ઝરણા મજાકના મુડમા ન હતી.એના હૃદય ઉપર અત્યારે જે વીતી રહ્યું હતુ. એ તો ફક્ત એ જ જાણતી હતી.ગંભીર સ્વરે એણે બીજી શરત સંભળાવી.

"તમે આ પછી ક્યારેય સરિતાને લેટર નહીં લખો."

આ શરતે સાગરને ગંભીર બનાવી દીધો. તેના ચહેરા ઉપરથી આનંદનુ જાણે કે બાષ્પીભવન થઈ ગયુ.સાગરને ખામોશ જોઈને ઝરણાં એ ફરી પૂછ્યું.

"બોલો મંજુર છે?"

રુખા સ્વરે સાગરે જવાબ આપ્યો."

"ભલે ઝરણા.સરિતા ઉપર મારો આ પહેલો અને છેલ્લો લેટર હશે"

આટલા શબ્દો તો સાગર માંડ માંડ પુરા કરી શક્યો. આટલા શબ્દો પુરા કરતા કરતા તો એની આંખો ભરાઈ આવી. પણ આંસુ આંખોમાંથી છલકાઈને ગાલો ઉપર ઘસી આવે એ પહેલા એ ઘરની બહાર નીકળી ગયો.

જેમ જેમ દિવસ ગુજરતા ગયા તેમ તેમ ઝરણાને દિવસો ચડતા ગયા.એક પછી એક મહિનાઓ પસાર થયા અને જોત જોતામા આઠમો મહિનો પણ પૂરો થવા આવ્યો.ત્યારે ઝરણાને લાગ્યું કે મારે ફરી સાગરને યાદ અપાવવું પડશે.

એ ભૂલકણા માણસને એય યાદ નથી રહેતું કે તેની વહુ બે જીવ વાળી થઈ છે.

અને એ જ સાંજે ઝરણાએ.સાગરને. ટપાર્યો.

"એય.મને અમદાવાદ મોકલવાનો તમારો વિચાર લાગતો નથી?"

ઝરણાનો પ્રશ્ન સાંભળીને સાગર કહ્યુ.

"મોકલવી છે ને.કોણે કહ્યું કે નથી મોકલવી?"

"મોકલવી છે.મોકલવી છે કરો છો.પણ ક્યારે.સુવાવડ આવી જશે પછી?"

ઝરણાએ છણકો કરતા કહ્યુ.ત્યારે સાગરે હળવી મજાક કરતા પૂછ્યુ.

"કેમ માં ને મળવાની બહુ ઉતાવળ છે?"

સાગરની આ મજાકથી ઝરણાં ઓર તપી.

"માં ને મળવાની ઉતાવળ શું હોય? પણ આ નવમો મહિનો બેઠો તમે સમજતા કેમ નથી?"

"આં.આં.સમજી ગયો દેવીજી.બરાબર સમજી ગયો.આજકાલમાં જ તમારો જવાનો પ્રબંધ કરી આપું છું બસ?"

અને બીજા દિવસની સવારે સાગરે પોતાના પપ્પાને કહ્યુ.

"ઝરણાને અમદાવાદ સુવાવડ કરવા મોકલવી છે ને?"

"હા મોકલવી તો છે બેટા.પણ સથવારા વગર એકલા કઈ રીતે જશે?"

સાગરના પપ્પાએ ચિંતા દર્શાવી.

"તમે કહેતા હોવ તો હું જઈને મૂકી આવુ."

સાગર જાણતો હતો કે પોતે હજી હમણા હમણા નવો નવો પોતાનો નાનો બિઝનેસ શરુ જ કર્યો હતો એટલે પપ્પા આ માટે રાજી નહીં થાય.એટલે એણે ખચકાતા ખચકાતા પૂછ્યું.પણ એના ભીતરનો ભય સાવ સાચો નીકળ્યો.

એના પપ્પાએ તરત જ ચૂકાદો આપી દીધો.

"ના.ના..નહીં.તારે સાથે જવાની કોઈ જરૂર નથી.હા વહુને પૂછી જો કે ટ્રેનમાં એકલા જવાની હિંમત હોય તો કાલ પરમ દિવસ ની ટિકિટ બુક કરાવી લઈએ.અને અમદાવાદ ટપાલ લખી નાખ જેથી સ્ટેશને કોઈક સામે તેડવા આવે સમજ્યો?"

"સમજી ગયો પપ્પા"

માથું ખંજવાળતા સાગર બોલ્યો.

પપ્પા પોતાના કામસર બહાર ચાલ્યા ગયા.એટલે સાગરે ઝરણાને પૂછ્યુ.

"ઝરણા.સથવારો તો કોઈ છે નહી. એકલા જતા હિંમત ચાલશે ને?"

એકલા જવાની વાત આવી એટલે ઝરણા વિચારમાં પડી ગઈ.

"તમે સાથે આવો તો?"

સાગરની છાતી પર હાથ ફેરવતા એણે પૂછ્યુ.

"હું તારી સાથે કઈ રીતે આવુ ઝરણા? હજુ હમણાં તો આપણે દુકાન ચાલુ કરી છે.હું તારી સાથે આવું તો દુકાન બંધ કરવી પડે.અને એ આપણને નહીં પોસાય.માટે જો હિંમત થતી હોય તો એકલી જા."

"પણ એકલા જાતા તો મને ડર લાગે."

"એમાં ડરવાનુ શું છે? ટ્રેનમાં તુ કાંઈ એકલી થોડી હોઈશ.તારી સાથે બીજા અનેક પેસેન્જર પણ હશે ને?"

"પણ મારી સાથે માલતી હશે.સામાન હશે.તે બધું હુ શી રીતે સંભાળીશ?"

"પણ તારે ક્યાં એકેય વસ્તુને હાથ લગાડવાનો છે?હું તને અહીંથી વ્યવસ્થિત પણે ટ્રેનમાં બેસાડી દઈશ. બધો સામાન અંદર ગોઠવી દઈશ.તારે ફક્ત એટલું જ જોવાનું કે અમદાવાદ આવતા પહેલા બીજું કોઈ સામાન લઈને ઉતરી ન જાય.અને અમદાવાદ સ્ટેશને તારા પપ્પા તને તેડવા આવશે. ત્યાંનું એ સંભાળી લેશે.બોલ હવે હિંમત થતી હોય તો ટિકિટ લઈ આવુ."

હજુ પણ ઝરણાનું મન ઢચુ પચુ થતુ હતુ.એટલે એ તાત્કાલિક હા.કે ના મા જવાબ ન આપી શકી.એટલે સાગર જ બોલ્યો.

"જો હિંમત ન થતી હોય તો જવાનું માંડી વાળીએ.ફરી કોઈ વાર વાત."

માંડી વાળવાની વાત આવી એટલે ઝરણાં ગભરાઈ ગઈ.એને થયું પાટે ચડેલી ગાડી હમણાં પાટા ઉપરથી ઉતરી જશે.તો અમદાવાદ જવા માટે વધુ આઠ દસ મહિના ઈંતેજારી મા કાઢવા પડશે. આથી જરા હિંમત કરીને એ બોલી,

"હું જઈશ એકલી તમ તમારે ટિકિટ લઈ આવો."

અને તેજ દિવસે ત્રીજા દિવસની ટિકિટ લાવીને સાગરે ઝરણાના હાથમાં મૂકી.

"લે આ ટિકિટ.આજે સોમવાર છે.અને ગુરૂવારના દિવસે તારે અહીંથી રવાના થવાનું છે.તો તારે જે કાંઈ સામાન લઈ જવાનો હોય એ અત્યારથી પેક કરવા લાગજે.પછી એન ટાઈમે આ નથી ઓલું નથી નહિ કરતી સમજી."

ટિકિટ હાથમાં લઈને ઝરણાંએ સાગરની સામે સ્મિત કર્યું.

"નહીં કરું બસ.અને હા તમે ટિકિટ લઈ આવ્યા એ બદલ તમારો ઘણો ઘણો આભાર."

બેવ હાથે કુરનીશ બજાવતા ઝરણાએ કહ્યુ.અને આભાર વ્યક્ત કરવા ની ઝરણાની આ છટા ઉપર સાગર વારી ગયો.એ ઝરણાની નજીક આવ્યો અને ઝરણાને આંખોમાં પોતાની ચશ્મા માંથી ડોકાતી આંખોં ને પરોવતા બોલ્યો.

"તું ખરા દિલથી મારો આભાર નથી માનતી ને?"

સાગરના આ પ્રશ્નથી ઝરણા ઝંખવાઈ ગઈ.એણે સાગરને સામો સવાલ કર્યો.

"એવું તમે શા માટે કહો છો?હું ખરેખર દિલથી તમારું આભાર માનું છું."

ઝરણાનો બચાવ સાંભળીને સાગરે માથું ધુણાવ્યુ.

"ના.ઝરણા.ના.તારો બચાવ પાંગળો છે. જો તે દીલથી આભાર માન્યો હોતને તો તું આમ દૂરથી નહી.મારી પાસે આવીને. અને જીભેથી નહીં.પણ તારા રસીલા હોઠોથી મારો આભાર માન્યો હોત."

અને ઝરણા સમજી ગઈ કે સાગરની ઈચ્છા શું છે?

"ત"

હજી સાગરની જીભ ઉપર જ હતો ત્યાં ઝરણાના હોઠોએ સાગરના હોઠો ઉપર આભારની મહોર મારી દીધી.