પ્રિત કરી પછતાય*
25
અને ગંગામાંએ જ્યારે આ વાત આશાને કરી.તો આશા જાણે આવી જ વાટ જોતી હોય એમ એણે તરત જ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો.આશાએ ગંગામાને ત્યા આવતા જતા મેઘાને જોઈ હતી.અને એને પણ મેઘા અરુણ માટે પસંદ હતી.
પણ મેઘાએ શરૂઆતમાં આ સંબંધનો ઘણો પ્રતિકાર કરી જોયો.પણ માં અને બાપ બંનેને મક્કમ જોયા.એટલે એ પોતે સાવ ઢીલી થઈ ગઈ.અને ઢીલા સ્વરે એણે એની માં ને કહ્યું.
"માં મારે હમણાં લગ્ન નથી કરવા.તમે બધા શા માટે ઉતાવળ કરો છો?"
ત્યારે એને માએ એને સમજાવતા એના માથા પર હાથ ફેરવતા.હેતાળસ્વરે કહ્યુ.
"જો બેટા નાદાન ન બન.તુ હવે નાની નથી રહી.હું જાણું છું કે તારુ મન ધીરજ ને ઝંખી રહ્યું છે.પણ જરા તો વિચાર કર.કે ધીરજ સાથે તારા લગ્ન કેવી રીતે થાય?"
મેઘાએ ભોળા ભાવે એની માને પૂછ્યુ.
"કેવી રીતે એટલે?જે રીતે તમે મને અરુણ સાથે પરણાવવા માંગો છો.એ રીતે ધીરજ સાથે ન પરણાવી શકો?"
"ના મેઘા ના.એવું ન થઈ શકે."
"પણ ધીરજ ને હું શા માટે ના પરણી શકું?"
મેઘાએ રડતા હૈયે માને પ્રશ્ન કર્યો.
"એટલા માટે કે એ તારો સગો મામો છે. અને મેઘા મામા ભાણેજ ના લગ્નને આ સમાજ કયારેય સ્વીકારતો નથી."
"મને સમાજનો ડર નથી માં.હું પરણીશ તો ધીરજ ને જ.જેને જે કહેવુ હોય એ કહે.જે કરવું હોય એ કરે."
મેઘાએ મક્કમ સ્વરે પોતાનો નિર્ણય માં ને કહી સંભળાવ્યો.ત્યારે એની માં રડી પડી.
"પ્યારના આવેશમાં તું સમાજના નિયમો ને તોડી નાખીશ.પણ પછી અમારું શું થાશે? એનો ખ્યાલ છે તને? આખો સમાજ અમારી ઉપર થુક્શે.અમારું અપમાન કરશે.ન કહેવાના વેણ અમને કહેશે.ત્યારે મેઘા આવી સ્થિતિ માં અમારી પાસે એક જ રસ્તો હશે. આત્મહત્યાનો.તું જો મારા ધાવણ નો બદલો અમારા મોતથી વાળવા માંગતી હો.તો ખુશીથી સમાજના બંધનોને તોડી નાખજે."
માં ની આવી વહેવારિક વાતોએ મેઘાને વિચારતી કરી નાખી.કે હું તો નિર્ભય થઈને મામા સાથે ગમે ત્યાં જઈને સંસાર માંડી શકું.પણ પછી મારા મા બાપને આ સમાજ ચેનથી નહીં જીવવા દે.મારે શું કરવું? ધીરજને અપનાવો.કે માબાપ નુ હિત જાળવવુ.
દિવસો પછી દિવસો ગુજરવા લાગ્યા. મેઘા દિવસમાં દસેક વાર વિચાર કરતી. કે મા બાપની ઈજ્જત જાળવવી.યા પોતાનો પ્યાર જાળવવો.આખરે એણે અંતિમ નિર્ણય લીધો કે પોતે જે માં નુ ધાવણ ધાવીને મોટી થઈ છે.જે બાપે કાળી મજૂરી કરીને પોતાને પોષી છે.એ મા બાપની ઇજ્જત ખાતર પોતાના પ્યારનું બલિદાન આપશે.અરુણ સાથે લગ્ન કરવાની એણે એની માં ને અનુમતિ આપી.
અને ધીરજ કચવાતા મને મેઘાને અરુણની થતા જોઈ રહ્યો.પોતે મેઘાનો મામો થાય છે અને આ જ કારણે એ મેઘાને ન પરણી શકયો.આજે પહેલી વાર એને મેઘાના મામા થવા બદલ અફસોસ થયો.એ ખામોશ અને ઉદાસ વદને મેઘાને અરુણની સાથે ફેરા ફરતા જોઈ રહ્યો.
મેઘાએ સાસરિયે વિદાય થતા પહેલા એક ચીઠ્ઠી ધીરજને લખી.અને એ ચિઠ્ઠી માં ધીરજને પોતાની ભાંગી ગયેલી આશાના તંતુઓ પાછા સંધતા દેખાયા. ચીઠ્ઠીમા મેઘાએ લખ્યુ હતુ.
"વહાલા ધીરજ.બા.બાપુજીના ખાતર જ મારે આ લગ્ન કરવા પડ્યા છે.બાકી સમાજનો કોઈ ડર મને ન હતો.જો હોત તો હું ક્યારેય તમને પ્રેમ કરત જ નહીં. ખેર.અરુણ સાથે ભલે મારા લગ્ન થયા. છતાં તમારા વગર હું અધુરી છુ.અને અધૂરી જ રહીશ.તમારા વગર મારી જીંદગી સાવ બેસુરી છે.અને એટલે જ હું તમને આ લેટર લખી રહી છુ.મારી કાયા તમારા વિના તરસી જ રહેશે.મારા લગ્ન ભલે અરુણ સાથે થયા પણ જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે.ત્યાં સુધી મારું શરીર.તમારા શરીરને જ ઝંખતું રહેશે.એટલે જ હું તમને ભાર પૂર્વક લખી રહી છું.કે.ક્યારેક ક્યારેક મારા સાસરિયામાં આવીને મારા તનની અગ્નિ બુઝાવતા રહેશો.બીજાની થઈને પણ તમારી જ રહેવા ઈચ્છતી તમારી જ મેઘા."
અને આ ચિઠ્ઠી વાંચતા જ ધીરજ ઝુમી ઉઠ્યો.
પરણીને મેઘા સાસરે તો ગઈ.પણ એકવાર મામા નો સ્વાદ ચાખી ચૂકેલી મેઘાને પતિના પ્યારમાં રસ ન પડ્યો.
અને પરણીને પારકી થઈ ગયેલી ભાણેજ ને ધીરજ ભૂલી ન શક્યો.અને ધીરે ધીરે એની અવરજવર મેઘાને સાસરે શરૂ થઈ ગઈ.અને ત્યાં એકાંત મળતા જ બંને પોતાના તનની પ્યાસ બુજાવી લેતા.ધીરજનુ અહીં આવવું જવું મેઘાના સાસરિયામાં કોઈને અજુગતું ન હતું લાગતું. ઊલટાનું એ લોકો તો ધીરજની તારીફ કરતા થાકતા નહીં કે મામો હોય તો આવો.એને કેટલું હેત છે પોતાની ભાણી ઉપર.બિચારો દર અઠવાડિયે ખબર કાઢવા આવે છે. પણ બિચારા તો એ લોકો જ હતા.
એ લોકોને ક્યાં ખબર હતી કે મામાને ભાણી ઉપર કયા પ્રકારનું હેત છે.પણ પાપ.એ તો પાપ જ છે.એક દિવસ એ છાપરે ચડીને પોકારે જ છે કે હું પાપ છું.હું પાપ છું.એ રીતે એક દિવસ મેઘા અને ધીરજના પાપે પણ પોકાર કર્યો.
એ દિવસે મેઘાની સાસુ અને નણંદ ક્યાંક બહાર ગયા હતા.એનો દેર સ્કૂલ ગયો હતો.વર અને સાસરો બંને દુકાને ગયા હતા.એવા સમયે મેઘા ઘરમાં એકલી જ હતી.આજે ગુરુવાર હોવાથી એને ખાતરી હતી કે ધીરજ ઘડી બેઘડી માં આવવો જ જોઈએ.જેમ જેમ ઘડિયાળ નો કાંટો આગળ વધતો જતો હતો.એમ એમ એનું શરીર તંગ થતું જતુ હતુ.એનુ અંગે અંગ ધીરજને પામવા થનગનતુ હતુ.એ બે સબરીથી ધીરજના આવવાનો ઇંતેજાર કરતી હતી.અને આખરે એની ઈંતઝારીનો અંત આવ્યો.દર ગુરુવારની જેમ આજે પણ ધીરજ આવ્યો.જેવો એ ઘરમાં દાખલ થયો કે તરત જ મેઘા દરવાજો બંધ કરીને એને વળગી ગઈ.પણ આજે એમના પાપે એક ભુલ કરાવી નાખી. મેઘાએ ઘરનો દરવાજો તો બંધ કર્યો. બેડરૂમ ની બારી ઉપર પડદો તો હતો. પણ બારી બંધ કરવાનુ એને સૂઝયું નહીં.અને આઠ દિવસની પ્યાસી બંનેની કાયા જ્યારે પલંગ ઉપર તરસ છુપાવી રહી હતી.ત્યારે અચાનક મેઘા નો સાસરો કોઈ કામ અર્થે ઘરે આવી ચડ્યો.દરવાજો બંધ જોઈને એને થોડું આશ્ચર્ય તો થયુ પણ પછી અંદરના રૂમમાં વહુ રાંધતી હશે.એમ એણે વિચાર્યું.ત્યાં એની નજર બારી ઉપર પડી.અને કોણ જાણે એને શુ થયું કે હળવે રહીને એણે બારી પર લાગેલા પરદા ને હટાવીને અંદર નજર નાખી. અને પલંગ ઉપરનું એ દ્ર્શ્ય જોઈને એક તીણી ચીસ એના ગળામાંથી નીકળતા નીકળતા રહી ગઈ.ઘડીવાર માટે એને બધું જ ગોળ ગોળ ફરતું હોય એવુ લાગ્યું.હૃદય હમણાં બેસી જશે એવો મુંઝારો એની છાતીમાં થયો.
બારી પાસેથી દૂર ખસીને એ હાફવા લાગ્યો.પલંગ પર નું દ્રશ્ય એ ભૂલવા મથ્યો.પણ એ દ્રશ્ય એની આંખો સામે થી હટતુ ન હતું.એ દ્રશ્ય એનો પીછો કરતું હોય એમ વારે ઘડીએ એની નજર સામે નાચવા લાગ્યુ.