*પ્રિત કરી પછતાય*
24
એ રાતે બધા પોતપોતાની પથારીમાં લાંબા થઈને ઊંઘી રહ્યા હતા.
પણ ધીરજ અને મેઘા બંનેની નીંદર તેમની આંખોમાંથી ગુમ થઈ ગઈ હતી. બંને જણા પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવતા હતા.બન્નેના મનમા વિચારોનુ દ્વંદ યુદ્ધ ચાલતુ હતુ.વિચારોના ચાલતા એ આંદોલનો માં.બંને જેમ જેમ એક બીજાનો પ્રતિકાર કરતા જતા હતા. એમ એમ એમનુ હૃદય વધુને વધુ એકબીજાની તરફ ખેંચાતું જતુ હતુ. બંનેની નજરમાં એકબીજાનો ચહેરો તરવરવા લાગ્યો હતો.બંને એકબીજાને પોતાના મનની અકળામણ કહેવા તલસવા લાગ્યા હતા.
પણ ધીરજ ડરતો હતો કે પોતે પોતાની ભાણકીને કઈ રીતે કહે કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે.અને મેઘાને પણ મામાની આગળ એકરાર કરવામાં સંકોચ થતો હતો.ત્રણ વાગ્યા સુધી જ્યારે ઊંઘ ન આવી.ત્યારે મેઘાને જ પહેલ કરવી પડી.પોતાની પથારીમાં બેઠા થઈ થોડેક જ દૂર સુતેલા ધીરજ પર નજર નાખી.તો એને સમજાઈ ગયું કે મામા પણ મારી જેમ પ્યારની આગમાં સળગી રહ્યા છે.એણે ઘરનો દરવાજો ખોલીને ધીરજને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો.મેઘાની આ ઈશારતે ધીરજના તનમા વાસનાની ચિંગારી સળગાવી દીધી.એનું રોમે રોમ હવે મેઘાને બાહુપાશ માં લઈને કચડી નાખવા બેબાકળુ થયુ.
છતા મનના એક ખૂણામાં સંતાઈને બેસેલી સભ્યતા એને મેઘાની પાછળ જતા રોકી રહી હતી.મેઘા સાથે એને શું સંબંધ છે એ સમજાવી રહી હતી.સારા નરસાનું એને ભાન કરાવી રહી હતી. પણ સાથોસાથ વાસનાના કીડા રૂપી શેતાને પણ પોતાનું કામ શરૂ કરી દીધું હતુ.એ શેતાની કીડાએ.સભ્યતાને એવા તો બટકા ભર્યા કે.સભ્યતાએ ઊભી પૂંછડીયે નાસવું પડ્યું.ધીરજ યંત્રવત ઉભો થયો અને મેઘાની પાછળ ખેંચાયો.પોતાના મકાનની સાંકડી ગલીમાં મેઘા ધીરજને લઈ આવી. સાંકડી ગલીમાં ઊભા રહીને ઘણી વાર સુધી બંને એકબીજાને જોઈ રહ્યા. કાળી ડીબાંગ રાત્રીમા.મેઘાના સૌંદર્યથી છલકતા ચહેરા ને જોઈને ધીરજ ભાન ભૂલી બેઠો.એ ભુલી ગયો કે આ ખૂબસૂરત છોકરી મારી સગી બહેનની દીકરી છે.એની સાથે મારો સંબંધ મામા ભાણકી નો છે.પોતાની બંને ધ્રૂજતી હથેળીમા ધીરજે મેઘાનો ગુલાબી ચહેરો પકડ્યો.અને ધીમે ધીમે એ ચહેરાને પોતાના કંપતા હોઠ સુધી લઈ આવ્યો. અને કંપ કપાતા સ્વરે બોલ્યો.
"મેઘા.આ."
અને અણુ અણુમાં ફેલાયેલા પ્યારના તોફાનમાં અટવાયેલી મેઘાથી આટલું જ બોલાયુ.
"ધીર.ર.જ."
અને મેઘા અને ધીરજના હોઠ સંબંધો ભૂલીને એકબીજા સાથે ભિંસાઈ ગયા.
ભાણેજ નાની હોય.અણસમજુ અને નાદાન હોય.એને મામો કિસ કરે તે સમજી શકાય.પણ તોય ભાણકી હોય કે દીકરી એના હોઠે તો પપ્પી ન જ કરાય.પણ જુવાન જોધ ભાણેકીના કુંવારા હોઠ ઉપર.જુવાન મામો ચુંબન કરે તો એવા મામા ને શું કહેવુ?નરાધમ. રાક્ષસ.શેતાન.કે પછી બીજું કંઈ?
મેઘા અને ધીરજ ના હોઠ મળતા જ બંનેની કાયામા વાસનાની ચિનગારીઓ ભડકવા લાગી.બન્નેની યુવાન કાયાએ પ્યાર પ્યાર નો પોકાર નાખ્યો.અને સાંકડી ગલીમા ધીરજ અને મેઘાની કુંવારી કાયાઓ સંબંધ ભૂલીને એકબીજા માં સમાઈ ગઈ.બંને બેફિકર હતા કે એ લોકોનું આ ગલીચ કાર્ય કોઈ જોતું નથી.પણ એ આંધળા પ્રેમીઓને શું ખબર કે ઉપર બેઠો બેઠો ઈશ્વર આ બધું જ જોઈ રહ્યો છે.એ લોકોની દરેક ક્રિયાને પાપના ચોપડામાં લખી રહ્યો છે. યુવાનીની ગરમી જે અત્યાર લગી મેઘાને દઝાડતી હતી.આજે એ ગરમી ધીરજના હાથે ટાઢી થઈ.
અને પછી તો અઠવાડિયે પંદર દિવસે જ્યારે ધીરજ આવતો.ત્યારે મેઘાની સળગતી જુવાનીમાં ટાઢું પાણી રેડી જતો.મેઘા અને ધીરજની પ્રેમ કથામાં પહેલા તો ફક્ત વસુ જ જાણકાર હતી. અને વસુ મેઘા અને ધીરજ માટે આશિર્વાદ રૂપ જ હતી.ધીરજ જ્યારે પણ આવતો.ત્યારે વસુ પોતાના ઘરમાં જ ધીરજ અને મેઘાને મોજ માણવાનો બંદોબસ્ત કરી આપતી.
છાનો છાપનો શરુ થયેલો આ પ્યાર થોડા દિવસ તો નિર્વિઘ્ને ચાલ્યો.પણ પાપ ક્યાં સુધી છૂપું રહી શકે? જ્યારે લૈલા મજનુ.કે શીરી ફરહાદ જેવાઓનો સાચો પ્યાર પણ દુનિયાની નજરમાં ખટક્યો હતો.તો આતો પ્યાર હતો જ નહીં.હતું તો ફક્ત પાપ જ હતું.તો એ ક્યાં સુધી રહી શકત? મેઘાની માં એક દિવસ જાણી જ ગઈ કે દીકરી અને ભાઈ ની વચ્ચે ન બનવાનું બની રહ્યું છે. ત્યારે એણે ધીરજને પોતાના ઘરે આવતો બંધ કરી દીધો.
પણ વાઘ લોહી ચાખી ચૂક્યો હતો. ધીરજ મેઘાને માણી ચૂક્યો હતો.હવે એ મેઘાને મૂકી શકે યા ભૂલી શકે એમ હતું જ નહી.જો મેઘાને મુકવી જ હોત તો એ મામા ભાણેકીના પવિત્ર સંબંધને અભડાવત જ નહીં.અને મેઘા ય ધીરજ વિના રહી શકે એમ ન હતી.બંનેની મુલાકાતો ઘરમાં થતી બંધ થઈ.એટલે બંને કોઈને કોઈ બહાને બહાર મળવા લાગ્યા.પણ એ મુલાકાતો પણ ક્ષણ જીવી નીકળી.બંને જણ બહાર મળે છે એની પણ મેઘાની માં ને જાણ થઈ ગઈ. અને એ સમસમી ગઈ.અને હવે એને એક જ રસ્તો દેખાયો કે મેઘાના હાથ પીળાં કરી દે.એટલે એણે મેઘાના બાપને કહ્યુ.
"મેઘા હવે જુવાન થઈ છે."
"હા અને એની ફિકર તો મને પણ છે હો."
મેઘાનો બાપ વગર કીધે સમજી ગયો કે પત્ની મેઘાના લગ્નની હવે ઉતાવળ કરવા માંગે છે.એટલે એણે પત્નીને જ પૂછ્યુ.
"તારા ધ્યાનમાં કોઈ આપણા.અને મેઘાને લાયક સારું ઠેકાણું છે?"
"હા છે.આ ગંગામાને ત્યાં અવારનવાર પાર્લાથી કોઈ મહેમાન આવે છે.અને એમનો એક પરણાવવા લાયક પુત્ર પણ છે.માણસો તો સારા લાગે છે.આપણે એ માટે ગંગામા ને વાત કરીએ તો?"
"તો પછી કરી નાખવાની."
મેઘાના બાપે પોતાના તરફથી લીલી ઝંડી આપી.અને બીજે જ દિવસે મેઘાની માં એ ગંગામાં ને આ વાત કરી.
"હેં માં.તમારે ત્યાં ઓલા આશાબેન આવે છે એને ઉંમરલાયક છોકરો છે ખરુંને?"
"હા છે ને.અરુણ નામ છે એનુ."
"તો એ આપણી મેઘા માટે કેવો કહેવાય?"
ગોળ ગોળ વાત ન કરતા મેઘાની માએ સીધો પ્રશ્ન જ કર્યો.આ પ્રશ્નથી ગંગામાને આશ્ચર્ય થયુ.
"મેઘા માટે?મેઘાની આટલી ઉતાવળ શું છે?"
બિચારા ગંગામાને શું ખબર કે સોળ વર્ષની મેઘા પોતાના મામા સાથે કેવા કેવા ખેલ ખેલી રહી છે.મેઘાની માને માના આ પ્રશ્નનો ઘણો જ સાચવીને જવાબ આપવો પડ્યો.
"મેઘાને સોળમુ વર્ષ પૂરું થવા આવ્યું. બીજું માં આપણે ગરીબ સ્થિતિના જુવાન છોડી ઘરમાં હોય તો કાંઈ ન હોય તોએ લોકો વાતો કરે.એના કરતા ઝટ એના હાથ પીળા કરી દઈએ તો એ એના ઘરે.પછી આપણને ફિકર નહીં."
મેઘાની માની આ વાત એક જ ઝાટકે માં ના ગળે ઉતરી ગઈ.થોડીક વાર વિચાર કરીને મા બોલ્યા.
"તારી વાત સાચી છે હું આશા ને વાત કરીશ પછી જેવા જેના લેખ.