Preet kari Pachhtay - 22 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 22

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 22

*. પ્રિત કરી પછતાય*

22

મહિનાઓ પહેલા કરેલી માં ની એ વાત આજે ઝરણાને યાદ આવી ગઈ. એનો એકે એક શબ્દ એના હૈયામાં ઉપસી આવ્યો.

"જુવાનીના જોશમાં માણસ તમામ સંબંધો ભૂલી જાય છે.મારી નજર સામેની વાત કરું.તો સગી ભાણેજે પોતાના સુખી સંસારને ઠેબે મારીને પોતાના સગા મામા સાથે ઘર માંડેલુ."

અને માં ના એ શબ્દો યાદ આવતા જ ઝરણાના હૃદયમાં દર્દ ઉઠ્યુ હોય એમ એણે છાતી ઉપર પોતાનો હાથ દબાવ્યો.માં એ કહેલા શબ્દો જાણે માનવામાં ન આવતા હોય એ રીતે એ બબડી.

"ના.ના.આ ન બની શકે.એક ભાણેજ પોતાની સગી માં ના સગા ભાઈ સાથે અર્થાત પોતાના મામા સાથે ઘર માંડી જ ન શકે.એક મામો પોતાની દીકરી તુલ્ય ભાણેજને.પત્નીના રૂપમાં જોઈ તો શુ પણ કલ્પી પણ ન શકે.આ સંભવ જ નથી.આ ખરેખર સંભવ જ નથી."

કોણ જાણે કેટલીય વાર સુધી એ પોતાની જાત સાથે લડતી રહી.માં એ કહેલી એ વાત એના માનવામાં આવતી ન હતી.ઝરણા.એ શબ્દોને પોતાના દિમાગમાંથી ખંખેરવા માંગતી હોય એ રીતે એણે પોતાનું મસ્તક ધુણાવ્યુ.પણ એ શબ્દો ઢોલ ઉપર દાંડી પડતી હોય એ રીતે.એના હૃદય ઉપર પછડાતા હતા.આખરે એણે સંકલ્પ કર્યો કે આમાં સાચું શુ?અને ખોટું શુ? તે માં સિવાય બીજું કોઈ જ કહી શકે એમ નથી.માં ને જ પૂછીને હું ખાતરી કરી લઉ કે તમે તે દિવસે કરેલી વાત એમાં સાચું કેટલા ટકા? અને ખરેખર સાચું હોય તો એ ફેમિલી કઈ? બધો જ ખુલાસો માં પાસેથી મેળવી લેવાનું એ એણે નક્કી કરી લીધુ.

બપોરે જમી પરવારીને તે નવરી પડી. એટલે રોજની જેમ કામથી પરવારીયા પછી.આરામ કરવાને બદલે એ માં પાસે જઈને બેઠી.ત્યારે થોડીક વાર બપોરની ઉંઘ ખેંચી લેવાની માં પેરવી કરતા હતા. આખો દિવસ ચોપડી વાંચીને થાકેલી આંખોને.જરાક આરામ આપવા ઈચ્છતા હતા.પણ ઝરણાએ એમની એ ઈચ્છા ને પૂરી ન થવા દીધી.

"માં મારે એક વાત પૂછવી છે."

માં ને ઝરણાની આ ઈચ્છાથી જરાય આશ્ચર્ય ન થયુ.કારણ કે ઘરની દરેક વ્યક્તિ એમની આજ્ઞા સિવાય કાંઈ કરતી ન હતી.નાની નાની વાતોમાં પણ એમને પૂછપરછ કરતા.અરે શરૂ શરૂમાં તો ઝરણા લગ્ન કરીને આ ઘરમાં આવી. ત્યારે થોડા દિવસ તો હાજતે જવું હોય તોય પણ પૂછતી.ત્યારે માં એ એક દિવસ એને ઘઘલાવેલી.

"એલી.હાજતે જવું હોય એમાં પૂછ પૂછ શું કરવાનુ?બહુ આજ્ઞાકારી થઈને રહીશ ને તો આ દાદી સાસુ માથે ચડીને દાદી ગીરી કરે એવી છે હો."

માં ની આવી ટીખળ સાંભળીને એ મલકતી.ટીખળનો જવાબ એ પણ ટીખળ કરીને જ આપતી.

"વાંધો નહીં માં.તમારી આ ખોખલી કાયામા મણનોય વજન નહીં હોય.કે તમે માથે ચડો ને હું બેવડ વળી જાવ."

માં સ્મિત કરીને રહી જતા.

"પૂછ બેટા શું છે?"

" તમે એક દિવસ કહ્યું હતું ને માં?કે એક ભાણેજે પોતાના મામા સાથે ઘર માંડ્યું હતુ."

"હા પણ એનું અત્યારે શું છે?"

"મારે એ આખી વાત સાંભળવી છે."

"કેમ?"

ખાટલામા આડા પડેલા માં ચોંકીને બેઠા થઈ ગયા.

"મારા માનવામાં નથી આવતું માં.કે તમે કહેલી એ વાત સાચી હોય."

ઝરણાએ પોતાનો સંદેહ વ્યક્ત કર્યો. અને માં ભડક્યા.

"એટલે તું એમ કહેવા માંગે છે.કે આ એંસી વર્ષની ડોહી ખોટું બોલે છે કા?"

"ના.ના.માં મારો એવો મતલબ નથી." ઝરણાએ ગભરાઈ ગયેલા સ્વરે પોતાના બચાવ કર્યો.

"હું તો એમ કહેતી હતી કે.તમે સાંભળેલી એ વાત કદાચ અફવા જ હોય."

ઝરણાનો આ બચાવ સાંભળીને માં થોડાક ટાઢા પડ્યા.પણ તોય ઉશ્કેરાટ હજુ શમ્યો ન હતો.

"આ કોઈ કાને સાંભળેલી વાત નથી છોડી.કાને સાંભળેલી વાત હોય.તો હું કોઈને કવે નહીં સમજી? મેં તને જે કંઈ કહ્યું એ મારી નજરો નજર ભાળેલો બનાવ છે."

"તો પછી કહો ને માં."

"પણ તું સાંભળીને શું કરીશ?"

જૂની વિસરાઈ ગયેલી વાતોને યાદ કરવાનું માં ને ગમતું ન હતુ.પણ ઝરણા એ પણ આજે માનો કેડો ન મુકવાનું જાણે નક્કી કરી લીધું હોય એમ.એણે આગ્રહ ચાલુ જ રાખ્યો.

"મામા ભાણેકીના એ પવિત્ર સંબંધને વાસનાની આગમાં સળગાવી મુકનાર એ પાપીઓ છે કોણ? એ મારે જાણવું છે."

"પણ દટાયેલા મુર્દાઓની ઘોર ખોદવાથી ફાયદો શૉ ?"

"ફાયદો કંઈ નથી માં.પણ એટલું તો જાણવા મળે ને કે સતી સાવિત્રી.અને સીતા પાર્વતી જેવી પતિવ્રતા સ્ત્રીઓની આ ભૂમિ ઉપર આવી બદચલન સ્ત્રીઓ પણ થાય છે."

ઝરણાએ એક જ શ્વાસમાં પોતાના મનનો ઊભરો ઠાલવ્યો.

ત્યારે મા એ પોતાની જીદ પડતી મૂકવી પડી.

" ઠીક તું બહુ હઠ કરે છે તો તને એ વાત સંભળાવું છુ.પણ તારે આ વાતને તારા મનમાં જ ધરબી રાખવાની છે.કોઈને કહેવાની નથી.સમજી?"

"ભલે માં કોઈને નહીં કહુ.પણ હવે તમે ઝટ ક્યો."

અને માએ ભૂતકાળમાં ડૂબકી મારી. છત ઉપર ઝીણી નજર કરીને મા ઘણી વાર સુધી છતને તાકી રહ્યા.જાણે છત માં એમને ભુતકાળના દ્રશ્યો દેખાઈ જવાના હોય.ખોખારો ખાઈને માં એ પહેલા પોતાના ગળાને સાફ કર્યું.અને પછી મામા ભાણેકીની એ પ્રેમ કથા શરૂ કરતા પહેલા માં એ.ઝરણાને બીજી વાર ચેતવણી આપી.

"હું તને બધું યાદ કરી કરીને કહેતી જાઉં છું.પણ ખબરદાર વચમાં એક શબ્દ પણ બોલતી નહીં."

"નહીં બોલું બસ."

ઝરણાએ સ્મિત કરતા માં ને વચન આપ્યુ.અને માં એ ભૂતકાળમાં ડૂબકી લગાવી......

........ એ આપણા પાડોશમાં જ રહેતી હતી.કાળી દીબાંગ મેઘલી રાતે એ એની માં ની કુખેથી જન્મી હતી.એટલે એનું નામ જ મેઘા રાખવામાં આવેલું.

એ લોકો ઘણા જ ગરીબ હતા.એનો બાપ કારમી મજૂરી કરીને ય ઘરના ઓ ના પેટ ભરી શકતો ન હતો.એટલે એની માં અને મેઘા પોતે પારકા ઘરના ઠામ કપડાં કરીને ઘરનું ગાડું હાંકતા. મેઘાને ત્રણ નાના ભાઈ.અને એક નાની બેન પણ હતી.ઘરમાં એ જ એક મોટું સંતાન હોવાથી એના માથા ઉપર ઘણો જ બોજ રહેતો.તારી સાસુની સુવાવડ વખતે.આ મેઘા આપણા ઘરે પણ ઠામ કપડા સાફ કરવા આવતી.શરૂઆતમાં તો એ સુશીલ અને સંસ્કારી હતી.પણ જેમ જેમ એની જુવાની ખીલવા માંડી. એમ એમ એનુ મન ચંચળ થવા લાગ્યું. સોળમા વરસના ઉંબરામાં પગ મુકતા જ.એના પગ ડગમગવા લાગ્યા.અને અધૂરામાં પૂરું.પાડોશમાં વસુ જેવી નફ્ફટ સ્ત્રી રહેવા આવી.અને એની સાથે મેઘા નો મેળ વધતા.મેઘાને પણ એનો રંગ ચડવા લાગ્યો.વસુએ આસ્તે. આસ્તે.મેઘાને પ્રેમની કક્કા બારખડી શીખવવા માંડી.અને મેઘાના કુમળા હૃદયમાં વાસનાની ખતરનાક કળીયુ ફૂટવા લાગી.