Preet kari Pachhtay - 21 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 21

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 21

પ્રિત કરી પછતાય"

21

સાગર ના હોઠ સરિતાના હોઠ સાથે ભીડાયેલા હતા.અને સરિતા છટકવાની નાકામ કોશિશ કરી રહી હતી.પહેલા તો આ દ્રશ્ય જોઈને ઝરણાના માનવામાં જ ના આવ્યું.કે પોતે જ છે જોઈ રહી છે એ એક નગ્ન હકીકત છે.એણે બેપાંચ વાર પોતાની પાંપણ પટપટાવી જોઈ. પોતાની ટચલી આંગળીએ બટકુ ભરી જોયુ.ત્યારે જ એને પાક્કી ખાતરી થઈ કે પોતે જે જોઈ રહી છે એ કોઈ ખ્વાબ નહીં.પણ હકીકત છે.

આ વખતે એને ગંગામાના શબ્દો યાદ આવી ગયા.

"તુ બહુ ભોળી છો ઝરણા.આટલુયે નથી સમજતી.કે જુવાનીના જોશમાં માણસ બધા સંબંધો ભૂલી જાય છે. અને એમા પણ સાળી બનેવી નો સંબંધ તો એટલો નાજુક હોય છે.કે ગમે ત્યારે એ અવળુ સ્વરૂપ લઈ લે છે."

આજે એને માં નો એક એક શબ્દ સાચો પડતો લાગ્યો.પણ આ ચુંબનમાં ઝરણાને સરિતા સાવ નિર્દોષ લાગી. આમાં સરિતાનો જરાય વાંક એને ન દેખાયો.કારણ કે સરિતા તો સાગરના પંજામાંથી છટકવાની કોશિષ કરી રહી હતી.સાગર જ બળજબરીથી સરિતાની ઈચ્છાની વિરુધ્ધ સરિતાના હોઠો પર આક્રમણ કર્યું હોય એવું ઝરણાને લાગ્યુ.પોતાના ધણીની આવી નફ્ફટાઈ જોઈને ઝરણાના તનબદનમા ઝાળ લાગી ગઈ હતી.સાગરે સરિતાને પોતાના હોઠોથી અળગી કરી ત્યાં સુધી એ સ્તબ્ધ થઈને અરીસામાં જ જોઈ રહી.

સરિતા સાગરના હોઠથી જેવી છૂટી પડી.તે શરમથી લાલચોળ થયેલા ચહેરે કિચનમાં આવી.અને ચૂપચાપ ઝરણાએ તૈયાર રાખેલા ચા ના કપ લઈને બહાર ના રૂમમાં ચાલી ગઈ.

પોતાની જીત ઉપર સાગરે વિજયી સ્મિત ફરકાવ્યુ.પણ આ સ્મિત તરત જ વિલાઈ ગયું.ક્રોધ અને ઈર્ષ્યાથી કંપતી ઝરણા સાગર પાસે આવી ત્યારે સાગર ને ખ્યાલ સુદ્ધા ન હતો કે સરિતાને કરેલું તાજુ ચુંબન ઝરણાની આંખે ચડી ગયું છે.આંખોમાંથી અગ્નિ વરસાવતા ઝરણા એ સાગરની સામે જોયું.પોતાનો ક્રોધથી કંપતો અવાજ બહારના રૂમમાં ન જાય એનુ ધ્યાન રાખતા એ ધીમાં સ્વરે ગરજી.

"તમને જરાય શરમ ના આવી?"

સાગર હજી સમજયો ન હતો કે. ઝરણા એની *સાગર લીલા* જોઈ ચુકી છે.એણે ભોળા ભાવે પૂછયુ.

"શરમ ? શેની શરમ?"

ત્યારે ધારદાર અવાજે બળતા હૃદયનો ઉભરો ઠાલવતા એણે પૂછ્યુ.

"કુંવારી છોકરીને આમ કીસ કરાય?"

અને ઝાટકા સાથે સાગર બેઠો થઈ ગયો.કિચનમાં બેઠા બેઠા આને કેવી રીતે ખબર પડી ગઈ કે મેં સરિતાને ચુંબન કર્યું છે.પણ ત્યાં જ અનાયાસે એનું ધ્યાન સામે લાગેલા આદમ કદના આયના ઉપર પડી.એમાં દેખાતી સ્ટવ ની સળગતી જ્વાળા ઓએ એને સમજાવી દીધુ.કે આ અરીસા એ તમારા પ્રેમની ચાડી ખાધી છે.એક સેકન્ડ માટે સાગરને એ અરીસા ઉપર એવો કાળ ચડ્યો કે અરીસાને તોડી ફોડી નાખે.પણ ત્યા ઝરણાએ પાછો પોતાનો સવાલ દોહરાવ્યો.

"બોલતા કેમ નથી? જવાબ દો કુંવારી છોકરી ને આમ.આ રીતે કિસ કરાય?" ત્યાં સુધીમાં સાગરે પોતાની ઉપર કાબુ મેળવી લીધો હતો.જ્યારે ઝરણાં એ પોતાની નજરે જોઈ લીધું છે.તો હવે ગલ્લા તલ્લા કરવાનો.કે છુપાવવાનો કોઈ અર્થ નથી.પણ અત્યારે આ વાતને બહુ ચગાવવી ન જોઈએ.બહાર મહેમાન સાથે ગપ્પા મારતા પપ્પા.જો આ વાત જાણી જાય તો? આ વિચારે જ સાગરના શરીરમા એક લખલખુ આવી ગયુ.એમના સુધી આ વાતને હમણાં જવા નથી દેવી.જે કાંઈ થયું છે તે ઝરણાં સુધી જ સીમિત રહેવું જોઈએ.એમ એણે વિચાર્યું.અને આ ત્યારે જ થાય જ્યારે પોતે ઝરણાના ગુસ્સાને ઠંડો પાડી શકે.ઝરણાના ભભૂક્તા જ્વાળામુખી જેવા ક્રોધને શાંત કરવા એણે રમુજ નુ પાણી નાખ્યુ. ઝરણાના પ્રશ્નના જવાબમાં એણે હળવા હૈયે સામો સવાલ કર્યો.

"તો પછી કેમ કરાય ?"

પોતાના પ્રશ્નના ઉત્તર મા ઝરણાએ સાગર પાસેથી આવા નફ્ફટ સવાલની આશા રાખી ન હતી.એ આ સવાલથી વધુ વીફરે એ પહેલા ભોળા ભાવે સાગરે પૂછ્યુ.

"શું કુંવારી છોકરીઓ માટે અને પરણેલી સ્ત્રીઓ માટે અલગ અલગ કિસીસ હોય છે?"

સાગરના આવા બેતુકા સવાલ થી હસવું રડવું કે વધુ છંછેડાવુ એ ઝરણા ને ન સમજાયુ.તે પોતે પણ આ કિસ્સાને વધુ ચોળીને ચીકણું કરવા માંગતી નહોતી. આ વાત પપ્પા કે માં ના કાન સુધી પહોંચી ગઈ તો એ લોકો સાગર કરતા સરિતાને જ વધુ દોષી ઠેરવશે એવા ભયે એ વધુ કંઈ સાગરને કહેવા માંગતી ન હતી.પણ એટલું તો એણે સાગરને જરૂર સંભળાયું કે.

"તમને જરાય શરમ ના આવી?તમને એટલી ભાન ના રહ્યું એ તમારી પત્ની નહીં પણ સાળી છે?"

"અને સાળી અડધી ઘરવાળી હોય છે. એને તારી જેમ હું પૂરી બનાવવા માગું છુ."

એવું ઝરણાને કહી દેવા માટે શબ્દો ગળા સુધી આવ્યા.પણ એ શબ્દોને એ હોઠોથી વાચા આપી ન શક્યો.કઈ રીતે એ ઝરણાને કહે કે.

"ઝરણા.હું સરિતાને પ્યાર કરવા લાગ્યો છું."

આજે ઝરણાના હાથે એની ચોરી પકડાઈ ગઈ હતી.અને એની પાસે ગુનેગારની જેમ માથું ઝુકાવીને બેસી રહેવા સિવાય બીજો છૂટકો ન હતો. ઝરણાનો ઠપકો ગરદન ઝુકાવીને એણે ચૂપચાપ સાંભળી લીધો.

પણ ઝરણાને તો ત્યાં સુધી મનમાં એમ જ હતુ. કે સાગરે સરિતાને પરાણે આ ચુંબન કર્યું છે.આ ચુંબનમાં સરિતા નો જરાય કસુર નથી.ધણી ભલે ભાન ખોઈ બેઠો.પણ બહેન તો હજી સભાન છે ને? એવુ આશ્વાસન એણે હૈયામાં લીધું.પણ એ આશ્વાસન વધુ દિવસના ટક્યુ.જેમ જેમ સમય વિતતો ગયો.એમ એમ બધુ સ્પષ્ટ થતુ ગયું.તાળી એક હાથે નથી વાગી એ ઝરણાને સમજાઈ ગયુ.ઓલા ચુંબનમાં સરિતાની આના કાની ફક્ત ઉપરછલ્લી જ હતી.અંદર થી તો એ પણ ચુંબન એ માટે પૂરેપૂરી તૈયાર હતી.તે ચુંબનમાં સરિતા અને સાગર નો સરખો હિસ્સો હતો.તે હવે ઝરણાથી અજાણ્યુ ન રહયુ.......

..,.ભગવાન શ્રીકૃષ્ણની આંખોમાં તે ઘણીવાર સુધી પોતાની આંખો પરોવીને ઉભી રહી.અને પછી ધ્રુજતા સ્વરે એણે ભગવાનને આજીજી કરી.

"ઓ પ્રભુ.તે આ શું કર્યું? બધા તો કહે છે કે ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે.પણ હું તને પૂછું છું ભગવાન કે સરિતા અને સાગરની વચ્ચે પ્રેમ જન્માવી ને તે શું સારું કર્યું,?મારા જીવનમાં ઈર્ષા ની આગ ખડકીને તે શુ સારું કર્યું? તે મારી સાથે આવો અન્યાય શા માટે કર્યો ? એકી સાથે સરિતા. સાગર.અને મારા જીવન સાથે ચેડા કરીને તે શું સારું કર્યું બોલ પ્રભુ.મને તું જવાબ દે.અમારા ત્રણેના જીવનને આમ બરબાદ કરીને તે શું સારું કર્યું?"

પણ પ્રભુ શો જવાબ આપે?એ તો પોતાની વાંસળીની મધુરી તાન તાણવા માં મશગુલ હતા.ઝરણાની આંખોમાંથી ટપકતા આંસુઓને જોઈને જાણે હરખાતા હતા.ઝરણા.સરિતા.અને સાગરને.પોતાની વાંસળીના સુરની તાલ પર નચાવી ને જાણે મુશ્કુરાતા હતા.