Preet kari Pachhtay - 20 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 20

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રિત કરી પછતાય - 20

"પ્રિત કરી પછતાય*

20

એ દિવસે સાગર અને સરિતા ની વચ્ચે એક અજબ પ્રકારની શરત લાગી હતી.સરિતાએ સાગરને કહ્યું હતું કે.

"તમે તો સાવ શરાબી થઈ ગયા છો. રોજને રોજ મારા હોઠોની શરાબ પીધા જ કરો છો.એકાદ દીવસ તમારે રેસ્ટ તો લેવો જોઈએ ને?"

"વ્યસન એવી ચીજ છે ને સરિતા.કે એને એક ઘડી પણ રોકી ન શકાય.મને પણ તારા હોઠોનું વ્યસન થઈ ગયું છે સરિતા.એનો નશો કર્યા વગર મને ક્યાંય ચેન નથી પડતું."

,"પણ તમારે મારા નહીં.પણ મારી બહેનના હોઠો નુ વ્યસન રાખવું જોઈએ સમજ્યા? હું ચાલી જઈશ પછી શું કરશો?"

"પછીની વાત પછી.તું છો ત્યાં સુધી તો મને ધરાઈને પીવા દે."

"પણ રોજ ને રોજ આવું ન ચાલે.કાલે તો તમારે રેસ્ટ કરવો જ પડશે.કાલે હું તમને મારા હોઠોને નહીં અડકવા દવ સમજ્યા?"

"આટલી ઝાલીમ ન થા સરિતા.તારા હોઠોની શરાબ પીધા વિના હું બેચેન થઈ જઈશ."

"ભલે બેચેન થાવ એ ચાલશે.પણ કાલે તો હરગીઝ.હરગીઝ.હું તમને મારા હોઠો ને નહીં જ ચૂમવા દઉ."

સરિતાની આ હઠ જોઈને સાગરે પણ સામે ચેલેન્જ કરી.

"હું તને ચુંબન કરીશ.કરીશ.અને કોઈ પણ સંજોગોમાં કરીશ.તું જોઈ લેજે."

અને સરિતા સાગરની આ ચેલેન્જે જ બીજા દિવસે બંનેનો ભાંડો ફોડી નાખ્યો.

અને અત્યાર સુધી છાનું છાનું ચાલ્યું આવતું પ્રેમ પ્રકરણ ઝરણાની નજરે ચડી ગયું.

સવારે ઉઠતા વેત જ સાગરના પપ્પાએ.ઘરના તમામ સભ્યોને હુકમ કર્યો કે.

"ચાલો છોકરાઓ બધા ફટાફટ તૈયાર થઈ જાઓ.આપણે આજે રાણીબાગ જોવા જવાનું છે."

મુંબઈમાં ભાયખાલા મા આવેલુ ફેમસ પ્રાણી બાગ જે રાણી બાગ ના નામથી પ્રખ્યાત છે.મુંબઈમા રહેતા લોકો તો વરસ મા એક બે વાર તો રાણી બાગની મુલાકાતે જરૂર જતા હોય છે.

અને પપ્પાની આ સાંભળતા જ બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા.અમદાવાદ થી લગ્ન કરીને મુંબઈ આવેલી ઝરણા પણ પહેલી જ વખત રાણી બાગ જોવા જવાની હતી.સાગરના બે નાનાભાઈ. કુમાર અને કિશોર પણ ઘણા વખતે રાણી બાગ જવાના હતા.એટલે બંને આનંદમાં કુદાકુદ કરવા લાગ્યા હતા. સાગરની ભાણેજ.અને સાગરના પપ્પાની ભાણેજ.વેકેશન ગાળવા મામાને ત્યાં આવી હતી.રાણી બાગનું નામ સાંભળીને એ પણ ચિચ્યારીઓ પાડવા લાગી હતી.અત્યારે તો સાગરના ઘરનું વાતાવરણ જ પ્રાણી બાગ જેવું થઈ ગયું હતુ.

આ બધા બચ્ચાઓ માં સૌથી વધુ ખુશ હતી સરિતા.એના ખુશ થવાના બે કારણો હતા.પહેલું એ કે એ મુંબઈ પહેલી જ વાર આવી હતી.અને પહેલી જ વાર મુંબઈનું ફેમસ રાણી બાગ જોવાની હતી.અને બીજું એ કે સાગરને એણે જે ચેલેન્જ કરી હતી કે આજે હું તમને એક પણ કિસ નહીં કરવા દઉ.એ ચેલેન્જ પણ પૂરી કરવાનો મોકો મળશે. કેમકે આટલા બધાની વચમાં સાગર એવી હિંમત જ નહીં કરે.અને પોતાની જીદ જળવાઈ રહેશે.અને આ બધાથી ઉલટું.સાગરને જરાય ફરવા જવામાં ખુશાલી ન થઈ.એને ચિંતા થઈ કે આખો દિવસ ત્યાં રાણી બાગમાં વેડફાઈ જશે.અને પોતે સરિતાને ચુંબન કર્યા વગરનો રહી જશે.એને અત્યારથી જ એનો અફસોસ થતો હતો.અને એના ઉતરી ગયેલી ખીચડી જેવા ચહેરાને જોઈને સરિતા એને દૂરથી અંગૂઠો દેખાડી ને વધુ પજવતી હતી.ત્યારે આવેશમાં આવી જઈને.બધાઈ ની વચ્ચે સરિતાને ચુંબન જોડી દેવાનું સાગરને મન થઈ આવ્યુ.પણ એણે પોતાના હોંઠ કરડીને પોતાના આવેશને દબાવી દીધો.પણ મનોમન એણે નક્કી કર્યું હતું કે.રાણી બાગ મા મોકો ગોતીને એ પોતાની ચેલેન્જ પૂરી કરશે જ.

પણ એની મનની મનમાં જ રહી ગઈ. કારણ કે સરિતા પણ સજાગ હતી.એ જાણતી હતી કે સાગર મોકાની તલાશમાં છે.એટલે રાણી બાગમાં જ્યાં જ્યાં ફરતી.ત્યા એ સતત.કુમાર અને કિશોર ને સાથે રાખીને જ ફરી.સવારની સાંજ થઈ ગઈ.પણ સાગરને એવુ એકાંત ના મળ્યું જ્યાં એ પોતાની ઈચ્છા તૃપ્ત કરી શકે.ફક્ત હોઠ ઉપર જીભ ફેરવીને જ એણે મનને મનાવ્યુ. રાતે નવ વાગે એ લોકો પાછા ઘરે આવ્યા.જમી પરવારીને બધા સુવાની તૈયારી કરતા હતા.

ત્યારે અંદરના રૂમમાં સાગર.ઝરણા. અને સરિતા.બેઠા બેઠા વાતો કરતા હતા.સરિતા મનોમન ખુશ હતી કે આજે એણે સાગર ઉપર વિજય મેળવ્યો હતો.સાગરને આજની તારીખ

મા એણે ચુંબન કરવા દીધું ન હતુ.પણ એની એ ખુશાલી વધુ ન ટકી.

કોઈ મહેમાન.સાગરના પપ્પાને.કોઈ કામસર મળવા માટે આવ્યા.અને પપ્પા એ બહારના રૂમ માથી સાદ કર્યો.

"બે કપ ચા મુકજો બેટા."

અને ઝરણા કિચન મા ચા બનાવવા ચાલી ગઈ.અને અહીં બેડરૂમમાં સરિતા અને સાગર એકલા પડ્યા.બેડરૂમ અને રસોઈ રૂમ બંને બાજુ બાજુમા હતા. અને બન્નેની વચ્ચે એક જ દરવાજો હતો.બેડરૂમમા પલંગની સામે એક આદમ કદનો આયનો હતો.જે કિચન માંથી પણ જોઈ શકાતો હતો.પલંગ ઉપર શું થઈ રહ્યું છે એ કિચન માંથી આયના મા જોઈ શકાતું હતું.આ વાતનો ખ્યાલ.સાગર કે સરિતા ને ન હતો.પલંગ પર બેઠા બેઠા બંને આડી અવળી વાતો કરતા હતા.

એકાંત મળતા જ સાગર સરિતા ને ચુંબન કરવા અધીરો થયો.સરિતા જરા બે ઘ્યાન થાય.તો.તક ઝડપી લેવા એ તૈયાર જ બેઠો હતો.શિકાર જરાક નજર ચુકે તો પોતે તૂટી પડે.એ રીતે એ વાઘની જેમ સરિતાના હોઠો ને ટાંપીને જ બેઠો હતો.અને સરિતા પણ સમજી ચૂકી હતી.કે આ એકાંત નો લાભ લેવાની સાગર જરૂર કોશિશ કરશે.

પણ એમને આજે તો કોઈ કાળે ફાવવા દેવા નથી જ.એટલે એ પણ સાવધ હતી શિકારી ક્યાંક અચાનક હુમલો ન કરી બેસે એવા ફફડતા હૈયે.શિકારની નજર શિકારીને દરેક હિલચાલ ઉપર જામેલી હોય છે.એમ સરિતા પણ સાગર ક્યાંક પોતાના હોઠ ચૂમી નો લે એ માટે સાગર ઉપર નજર રાખીને બેઠી હતી.

સાગર રાણી બાગના પ્રાણીઓ વિશે સરિતા સાથે વાતો કરતો હતો.અને સરિતા ધડકતા હૃદયે સાગરની વાત સાંભળી રહી હતી.ત્યાં અચાનક સાગરે સરિતાને બેધ્યાન થયેલી જોઈ કે તરત એણે હુમલો કર્યો.સરિતા પોતાનો ચહેરો હટાવે એ પહેલા તો સાગરે કામયાબી મેળવી લીધી.સાગરના સવારથી તરસ્યા હોઠ.સરિતાના હોઠ સાથે એવી મજબૂતી ભીડાઈ ગયા કે જાણે કદી છૂટા પડવાના ન હોય.સરિતાએ છટકવાના ઘણા ફાફા માર્યા.પણ વ્યર્થ. સાગર જાણે પહેલા પોતાના હોઠો પર ફેવિકોલ લગાડીને સરિતા ના હોઠ સાથે હોઠ ભીડયા હોય એમ સરિતાની છટકવાની કોશિષ છતા સરિતા તરત પોતાના હોઠો ને સાગરના હોઠોથી અલગ ન કરી શકી.અને બરાબર એ જ વખતે ચા ના કપ તૈયાર કરીને બહારના રૂમમાં મોકલવા માટે સરિતાને બોલાવવા ઝરણાએ મોટા અરીસામાં નજર નાખી. અને પલંગ પરનું એ દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ.પગથી લઈને માથા સુધી એ જ સળગી ઉઠી.અરીસા મા દેખાયેલા એ દ્વશ્યે એના શરીરને ધ્રુજાવી મુક્યુ.