Preet kari Pachhtay - 17 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 17

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રિત કરી પછતાય - 17

પ્રિત કરી પછતાય*

17

એના એકે એક શબ્દમાં વેધકતા હતી. જે સાગરને હાડોહાડ લાગી ગઈ.એ પોતે વિચારમાં પડી ગયો કે એણે ઝરણા ઉપર ઉશ્કેરાઈ જઈને શા માટે હાથ ઉપાડ્યો?

પોતે સરિતાના પ્યારમાં પાગલ થઈ ગયો છે એટલે?કે પછી ખરેખર એ સરિતા ને મેળવવા માટે ઝરણાને વચ્ચેથી ખસેડવા માંગે છે એટલે.આ વિચારની સાથે સાથે જ પ્રાશ્ચાતાપ ની લાગણી એના જીગરમાં ઘસી આવી.

ના.ના.ના.આવા કોઈ પણ કારણસર એ ઝરણા ઉપર હાથ ન જ ઉપાડી શકે. સરિતાને પામવા એ ઝરણાનો ત્યાગ ન જ કરી શકે.પ્રેયસીના પ્યારને પામવા એ પત્નીનો ત્યાગ ન કરી શકે.

અને આમ પશ્ચાતાપ નો ઉભરો.એણે ખામોશ જુબાને ઝરણાના હોઠો ઉપર ઠાલવ્યો.અને લગભગ પાંચેક મિનિટ સુધી એ ઠાલવતો જ રહ્યો.પછી ઝરણા ને પોતાના હોઠોથી અળગી કરીને લાગણી ભર્યા સ્વરે એ બોલ્યો.

"મને માફ કરજે ઝરણા.ગુસ્સામાં આવી જઈને મારાથી હાથ ઉપડી ગયો. પણ એનો અર્થ એ નથી કે હું તને ચાહતો નથી.અથવા તને મારી અને સરિતાની વચ્ચેથી હટાવવા માગું છુ. તારા ઉપર મને ગુસ્સો એટલા માટે આવ્યો.કે મારી નજર સામે તુ કપાળ ફૂટવા બેઠી.આવી હરકતો થી મને સખ્ત નફરત છે.અને તને મારા સોગંદ છે ઝરણા.કે હવે પછી મારા જીવતા તુ ક્યારેય કપાળ ન કુટતી."

થોડીવાર માટે એ અટક્યો.મોઢામાં એકઠું થયેલુ થુક.ગળા નીચે ઉતારી.એ ઝરણાની આંખોમાં ડોકાયો.ઝરણાની નજર સાથે નજર મેળવતા એણે પૂછ્યુ.

"ઝરણા મને માફ કરીશ ને?"

ઝરણાના ગાલ ઉપર સાગરના આંગણા ની છાપ ઉપસી આવી હતી. થપ્પડો ખાઈને એનો ગાલ લાલચોળ થયેલો દેખાતો હતો.છતાં ઝરણાને એનું દુઃખ ન હતું.

"તમે મને મારી એનું મને દુઃખ નથી. તમને અધિકાર છે મારા શરીર ઉપર. ચાહે તમે એને મારો ચાહે પ્યાર કરો. પણ ઈશ્વરના ખાતર તમે ક્યારેય મારી સાથે બોલ્યા વગર ન સુતા.તમારું અબોલા પણું મારો જીવ કોરી ખાય છે."

આટલુ બોલતા બોલતા ઝરણાના ગળે ડુમો ભરાય આવ્યો.એની આંખોમાંથી અશ્રુ ટપક્યા.એ આંસુ એના ગાલ પરથી દડ્યા.અને એ દડતા આંસુ એના ગાલ પરથી સરીને જમીન ઉપર પડે એ પહેલા સાગરે એને પોતાના હોઠોથી ચૂસી લીધા.

"નહીં ઝરણા નહી.મારા જીવતા તારી આંખોમાં આંસુ હોય.તો પછી મારું જીવતર શું કામનું? ચાલ લુછી નાખ આ આંસુ.અને હસતો."

ઝરણાની નજર મા પોતાની નજર પરોવી રાખતા સાગરે કહ્યુ.

"હસને."

ત્યારે ઝરણાએ ફક્ત સ્મિત ફરકાવ્યું.

"એમ નહીં ઝરણા.જરા જોરથી હસ."

પણ ઝરણાથી જોરથી ન હસાયુ.ત્યારે સાગરે એના બેવ બાવડા પકડીને એને નજીક ખેંચી.

"આપણા પહેલા મિલનની.મધુરી રાતે. તું કેવી ખડખડાટ હસતી હતી.એવુ આજે પણ હસ ઝરણા..."

પછી આંખ મીચકારી ને એણે અધૂરું રાખેલું વાક્ય પૂરું કર્યું.

"...એમ સમજીને.કે આજે આપણી પહેલી રાત છે."

અને આ વખતે ઝરણા ખરેખર હસી પડી.અને સાડા બારે શરૂ થયેલુ એ હાસ્ય એક ના ટકોરે પૂરું થયુ.

થાકેલા સાગરને તો તરત પાછી ઉંઘ આવી ગઈ.પણ ઝરણાને ઉંઘ ન આવી એને યાદ આવી પોતાની પહેલી રાત. સુહાગ રાત....

.........સુહાગરાત.પોતાની પહેલી પતિની સાથે શરૂ થતી રાત કેવી ગુજરશે એ વિચારે જ પોતે કેવી કંપી રહી હતી.

એ ઝરણાને યાદ આવી ગયું.એક એવા પુરુષ સાથે પોતે આજે પહેલી જ વાર રાત ગુજારસે.જેને પોતે હજી પૂરેપૂરો ઓળખતી પણ નથી.જેને સાથે પોતે હજી પેટ છૂટી વાત પણ કરી નથી.એ સ્વભાવે કેવો છે.એ પણ એ જાણતી નથી.અને છતાં આજે પોતાનું ઓગણીસ ઓગણીસ વર્ષથી સાચવી રાખેલું યૌવન એને સોંપવાનુ છે. એ વિચારે જ તે ધ્રુજી ગઈ.

એ વણ ઓળખ્યો પુરુષ મારી સાથે કેવો વર્તાવ કરશે એનો ડર પણ એની છાતીમાં હતો. તો પ્યારની એ બહુમુલી ક્ષણો મા પોતાની કેવી હાલત થશે એની ગુદગુદી પણ મનમાં થતી હતી.એની સહેલીઓ એ પણ એને બરાબર શીખવી રાખ્યું હતું.

"તું તારા શયનખંડ મા એનો ઈન્તઝાર કરતી બેઠી હોઈશ.ત્યાં એ આવશે.અને તારી બાજુમાં આવીને બેસી જશે.પણ તું જરાય ગભરાતી નહીં સમજી?એ તને ખાય નહીં જાય.પછી એ તારું ચાંદ જેવું મુખડું જોવા.તારા ચહેરા ઉપરથી તારો ઘુંઘટ હટાવવા ની કોશિષ કરશે. પણ તારે એ વખતે.

*અકડી*

જવું પડશે.એને ઘૂંઘટ ખોલવા ન દેવો. સાફ ઇન્કાર કરી દેવો.એટલે એ કાકલુદી ભર્યા સ્વરે તને વિનવશે.તારા પગમાં પડીને તને કહેશે કે.

*એ હસીના.તને જીવ ભરીને જોવા માટે તો લગ્ન કરીને લઈ આવ્યો છુ.ત્યારે તું શા માટે તારા ચહેરાને મારાથી છુપાવે છે?હટાવી નાખ આ પડદાને."

પણ તારે એના શબ્દો પર ધ્યાન ન આપવુ.ડોકુ ધુણાવીને તારે ઈન્કાર ચાલુ રાખવો.ત્યારે એ આપમેળે સમજી જશે કે મોં જોવાનું કંઈક આપવું પડશે.ત્યારે એ ખિસ્સામાંથી દસ રૂપિયા ની નોટ કાઢીને તારા હાથમાં મુકશે.અને બસ. ધણી ઉપર રુવાબ જમાવવાનું તને બહાનું મળી જશે.દસની નોટ ધણીના હાથમાં પાછી આપતા દ્રઢ સ્વરે તારે કહેવાનુ કે.

*શું તમે મને ભિખારણ સમજો છો? એકસો ને એક રૂપિયા સિવાય મારું મોં નહીં જોવા મળે સમજ્યા?*

તારા *એ*ની આગળ તું જરાય નમતું ન જોખતી.જો પહેલી રાતે જ તું એનાથી દબાઈ ગઈ તો ખલાસ.આખી જિંદગી પછી દબાઈને જ ગુજારવી પડશે સમજી."

અને એ રાત પણ આવી ગઈ. જીવનની સૌથી અમૂલ્ય.રંગીન અને સોહામણી રાત.ઈન્સાનને સાવ બેશર્મ બનાવી મૂકે એવી રાત.

*સુહાગરાત*