પ્રિત કરી પછતાય*
14
"એકાંત જોઈને મારી ઉપર નજર બગાડો છો?શરમ નથી આવતી?" હમણાં આવુ જ કઇક સાંભળવા મળશે એવું સાગરે ધારી લીધુ
*શુ જુઓ છો?*
નો જવાબ શુ આપવો એ સાગર ને તરત સૂઝયું નહીં.એટલે એ ખામોશ જ રહ્યો.અને એને ખામોશ જોઈને સરિતા એ ઘણી જ માસુમિયત થી પૂછ્યુ.
"આ ગોળી જોઈને મોમાં પાણી આવે છે?"
કેટલી ભોળી છે આ સરિતા.એને મનોમન કહેવાનું મન થયું કે
*ના.સરિતા ના.ગોળી જોઈને નહીં.મને તો તને જોઈને મોમાં પાણી આવે છે. પણ એ એક શબ્દ પણ બોલી ના શક્યો.ધડકતા દિલ ઉપર હાથ દબાવતા એણે ફક્ત હકાર માં જ ડોકુ હલાવ્યુ. ત્યારે નટખટ સરિતાએ શરારતી અડપલુ કર્યુ.
પોતાના ગુલાબી પાતળા હોઠ વચ્ચે ગોળીને દબાવીને સાગરને નિમંત્રણ આપ્યુ.
"જોઈતી હોય તો લઈ લો."
અને ભાન ભૂલી બેઠો સાગર.લગભગ બેશુદ્ધ જેવો થઈ ગયો સાગર.એની છાતીના ધબકારા એટલે તીવ્ર ગતિથી ધબકવા લાગ્યા.કે જાણે એનું હૃદય હમણા એની છાતીમાંથી ઉછળીને મોં વાટે બહાર કૂદી પડશે એવું એને લાગ્યુ.
પોતાની જાત ઉપર નિયંત્રણ કરવાની એ કોશિષ કરવા લાગ્યો.પોતાના હોઠો માંથી.ગોળીને લઈ લેવા માટે સરિતા આમ પોતાને નિમંત્રસે એવું એણે ધાર્યું ન હતુ.અત્યાર સુધી જાળવી રાખેલી ધીરજ એને ડગમગતી લાગી.સરિતાના ઝગમગતા સૌંદર્ય આગળ એનુ ઈમાન હલબલી ગયુ.સરિતા એના હોઠો વચ્ચે થી ગોળી લઈ લેવા એને આમંત્રી રહી છે.ત્યારે પોતે શું કરે આગળ વધીને લઈ લે.યા ડોકુ ધુણાવીને ઇન્કાર કરી દે.
ગઈ કાલ નુ જુહુ પરનુ એ દ્રશ્ય એને યાદ આવી ગયુ.
એક યુવક પોતાના હોઠો માથી ચોકલેટ લઈ લેવા પોતાની પ્રેયસીને સમજાવી રહ્યો હતો.ત્યારે સરિતાએ "છી!પેલો જુઓ."
કહીને કેવો પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો.અને અત્યારે એ જ સરિતા પેલા યુવકની જેમ જ પોતાના હોઠો મા ગોળી દબાવીને.મને એ ગોળી લઈ લેવા ઉશ્કેરી રહી છે.ક્યાક એ મારી મશ્કરી તો નથી કરતી ને? પોતાના રસીલા હોઠ દેખાડીને મને ફક્ત લલચાવી તો નથી રહીને? એવી દહેશત સાગરને થઈ. સાગરને વિચારમાં ડૂબેલો જોઈને સરિતા એ ફરી પૂછ્યુ.
"નથી જોઈતી?"
સરિતાની શરબતી આંખોની શરાબનો નશો.સાગરના અંગે અંગમાં વ્યાપી ગયો.સરિતા પોતાની મશ્કરી નથી કરતી.પણ ખરેખર પોતાને બોલાવી રહી છે.એમાં કોઈ શંકા ન રહી સાગરને.
અને સરિતા ના આવા પ્રેમાળ આમંત્રણ નો અસ્વીકાર સાગરથી થઈ શક્યો નહી.કારણ કે સાગર કોઈ સાધુ સંત નહીં પણ સાધારણ મનુષ્ય જ હતો. પ્રેમનુ વાવાઝોડુ એના તનમાં ઉભરાણુ. અને એ વાવાઝોડાએ એના મજબૂત હૃદયને હચમચાવી નાખ્યું.પ્રેમના આવેગ મા એનું દિલ સરિતા.સરિતા.નો શોર કરતુ.પ્યારના પાટા ઉપર ધમાસાણ મચાવતુ દોડવા લાગ્યુ.સાગર વિસરી ગયો કે પલંગ પર સુતેલી.પોતાના હોઠો માહેની ગોળી લઈ લેવા મને બોલાવતી આ કન્યા પોતાની પત્ની નહી પણ સાળી છે.પોતે તેનો પ્રિયતમ નહી.પણ એનો બનેવી છે.પોતે કોઈ કુવારો જુવાન નહીં પણ પરણેલો પુરુષ છે.એને બસ એટલું જ યાદ રહ્યું કે પોતે એક યુવક છે.અને આ સામે હોઠો મા ચોકલેટ દબાવીને જે આમંત્રી રહી છે.એ એક ખૂબસૂરત યુવતી છે.સંબંધોની ડોર ફગાવીને.શરમની ચાદર ચીરીને.ધડકતા દિલે એ સરિતાના હોઠો પર ઝુક્યો....
સરિતા શ્વાસ રોકીને જેમની તેમ પડી રહી.કોણ જાણે કેવીય હલચલ એના યે હ્રદયમા મચી ગઈ.પોતાના હોઠ પર ઝુકતા સાગરને જોઈ એનું હૃદય.પીયુ. પીયુ ના પોકાર નાખતુ ઉછળવા લાગ્યુ.
અને આંખના પલકારામાં એના હોઠોમા દબાયેલી ગોળી સાગરના મો માં આવી ગઈ.
કોઈ પુરુષે હોઠોથી પોતાના હોઠો નો સ્પર્શ કર્યો હોય એવું સરિતાના જીવન નો આ પહેલો જ પ્રસંગ હતો.અને કોઈ કુંવારી કન્યાના હોઠો નો સ્પર્શ કર્યો હોય એવું સાગર માટે પણ પહેલી જ વાર બન્યું હતુ.ઝરણાના હોઠો ને તો એણે લગ્ન પછી જ ચુમ્યા હતા.
ફક્ત પાંચ જ સેકન્ડની આ ક્રિયા જાણે કલાકો થી કરતા હોય એમ એ બંને પરસેવે રેબઝેબ થઈ ગયા.આ શું થઈ ગયુ?..
પ્યારના સાગર મા ડૂબકી મરાઈ ગયા પછી તેણે વિચાર્યું.અને એ વિચારે એ શરમથી લાલચોળ થઈ ગઈ.પ્યાર અને ભય બંને લાગણીથી ફફડતા હૃદય પર હાથ દબાવીને.નજરને શરમ થી નીચે ઝુકાવીને એ બેડરૂમ માંથી નીકળીને બાહર ચાલી ગઈ.અને સાગર ધબકતા હૃદયે એને જતા જોઈ રહ્યો.
પોતે આ શુ કરી બેઠો એનો અફસોસ એને થયો.તો સાથે એ વાતનું આશ્ચર્ય પણ થયું કે સરિતાએ મને રોકયો કેમ નહીં?
સરિતાએ વગર ઇન્કારે પોતાનો હોઠો નો સ્પર્શ સાગરને કરવા દીધો છતાં સાગર હજી સમજયો ન હતો કે સરિતા એને ચાહવા લાગી છે.સરિતાના હૃદય મંદિરમા સાગરની મૂર્તિ સ્થપાઈ ચૂકી છે. સરિતા એને પ્રિયતમ માનીને પુજવા લાગી છે.
એકવાર છૂટ મળ્યા પછી સાગર દિવસમાં એકાદ વાર મોકો શોધીને સરિતાના હોઠોને ચુમી લેતો હતો.અને સરિતા એને એમ કરતા રોકતી નહીં. ચુંબનની એ ક્રિયામાં બંનેના દિલ અજબ પ્રકારની ઝણઝણાટી અનુભવતા.બે-પાંચ સેકન્ડ માટે બંને આખી દુનિયા નુ અસ્તિત્વ ભૂલી જતા. આખા વિશ્વમાં જાણે એ બેઉ એકલા જ છે એવું થોડી વાર માટે એ બન્ને અનુભવતા.પણ જ્યારે હોંઠ છુટા પડતા ત્યારે સરિતા કે સાગર કોઈ નજર ઉઠાવીને એકબીજા સામે જોઈ શકતુ નહીં.