પ્રિત કરી પછતાય*
13
કાલની જેમ આજે પણ સાગર. સરિતાના જ સપના જોતા જોતા ઉઠ્યો.કાલ કરતા આજે સરિતાની યાદ અને વધુ સતાવતી હતી.અને એને સરિતા સાથે કરેલી મહોબતનો પ્રશ્ચાતાપ પણ થતો હતો.એક નહી અનેક સવાલો એના મનમાં આજે ઘુમરાતા હતા.મારી સાથે ઈશ્ક કરીને સરિતાએ શું મેળવ્યુ? સરિતા સાથે દિલ લગાડવાથી પોતે શુ પામ્યો? એનો તાગ એ પોતાના હ્રદયના ત્રાજવા મા તોળવા ની કોશિશ કરવા લાગ્યો.
મારી સાથે પ્યાર કરીને સરિતાને આંસુ ઓ સીવાય જો બીજુ કાંઈ મળ્યુ હોય તો એ ફક્ત ઉમ્ર ભરની જુદાઇ જ મળી છે.સરિતા જાણે છે કે હું એને ક્યારેય પણ મળી શકુ એમ નથી.છતાય મને મેળવવાની ઉમ્મીદ મા એ પોતાની જુવાની વેડફી રહી છે.આખરે શા માટે મને ભૂલાવીને એ બીજાની થઈ નથી જાતી? એવો પ્રશ્ન સાગરના મગજમાં થયો પણ સાથે સાથે સરિતાના એ શબ્દો પણ એને યાદ આવી ગયા.જે છેલ્લી વાર જુદા પડતી વખતે એણે કહ્યા હતા.
"મેં તમને સાચા હૃદયથી પ્યાર કર્યો છે સાગર.અને મરતા દમ સુધી તમને પ્યાર કરતી રહીશ.ચાહે તમે મને મળો યા ના મળો."
તો શું મારી જુદાઈમાં ખરેખર સરિતા પોતાની જીંદગી વેડફી નાખશે? એક અફસોસ ની લાગણી સાગરના હૃદયમાં ઉભરી આવી.સાથે સાથે સરિતા સાથે થયેલા અણધાર્યા અને વગર વિચારે કરેલા પ્યારનો પસ્તાવો પણ થઈ આવ્યો.શા માટે એની સાથે પ્યાર કરીને મેં મારી.ઝરણાની.અને સરિતાની.એમ ત્રણેયની જિંદગી બરબાદ કરી નાખી. હવે એ મારી પણ નહીં થાય.અને કોઈ બીજાની પણ નહીં થઈ શકે.અને હુ યે સરિતાનો નહીં થઈ શકુ.એમ પૂરો ઝરણાનો પણ નહીં થઈ શકુ.અમારા બંનેની હાલત ત્રિશંકુ જેવી થઈ ગઈ છે. અને આ માટે ફક્ત હુ.હુ.અને હુ જ જવાબદાર છુ.
શા માટે એ દિવસે હું ભાન ભૂલી બેઠો. અગર એ દિવસે મેં મારા મન ઉપર કાબુ રાખ્યો હોત.તો આજે સરિતાની જુદાઈ માં હુ.અને મારી જુદાઈ મા સરિતા વલખા મારતા ન હોત.અમે બંને એક બીજાના વિરહમાં તડપતા ન હોત.અને ઝરણાને ઈર્ષા ની આગમાં બળવુ ન પડત.પોતાનાથી વગર વિચારે થયેલી ભૂલમા.ત્રણેમાંથી એકેય ની ઉંઘ ખરાબ ન થાત.
અને જે દિવસે પ્રથમવાર સરિતાને જોઈને પોતે ભાન ભૂલી બેઠો હતો.એ દિવસનું દ્રશ્ય સાગરની નજર સામે નાચી ઉઠ્યુ.
જુહુ પરથી ફરીને બંને આવ્યા ત્યાર થી જુહુ ની હવાએ સરિતાની તબિયત બગાડી નાખી હતી.આખી રાત સરિતા એ ખૂ.ખૂ.ખૂ કરીને ખાસતા જ પસાર કરી હતી.અને સવારે પણ ઊઠીને એની ખાસી બંધ ન થઈ.ત્યારે સાગરે એને બે વિકસ ની ગોળીઓ મંગાવી દીધી.ત્યારે સાગર કે સરિતા.બન્ને માથી એકેયને ખબર ન હતી કે આ વિક્સ ની ગોળી બંદૂકની ગોળી કરતાંય વધુ ખતરનાક નીવડવાની છે.
"લે આ વિક્સ ની ગોળી ચુસી જા ખાંસી આપોઆપ બેસી જશે."
ખાંસી ખાઈ ખાઈને તંગ આવી ગયેલી સરિતાએ વગર આના કાની એ એક ગોળી મોં મા મૂકી.અને ચુસવા લાગી.
ઝરણા બજારમાં ખરીદી કરવા ગઈ હતી.ગંગામાં બેઠક રુમ માં બેઠા બેઠા ચોપડી વાંચતા હતા.સાગર નો નાનો ભાઈ કિશોર બાહર રમતો હતો. અને એક મહિનાની માલતી ઘોડિયામાં ઊંઘતી હતી.આ રૂમમાં સરિતા અને સાગર એકલા જ હતા બે યુવાન હૈયા આ એકાંતમાં ધડકતા હતા.સરિતા પલંગ ઉપર સુતા સુતા વિક્સ ની ગોળી ચૂસી રહી હતી.સાગર પલંગ થી થોડી દૂર ખુરશી પર બેઠો હતો.
આજે પહેલીવાર એ સરિતાને ધ્યાન પૂર્વક જોઈ રહ્યો હતો.સરિતાને અહીં આવીને બે મહિના થઈ ગયા હતા.અને આ બે મહિનામાં પહેલી જ વાર સાગર ને ભાન થયું કે પોતાની સાળી મા કુદરતે મન મૂકીને સૌંદર્ય મૂક્યું હતુ.પત્ની કરતા સાળી રુપમાં બે ડગલા આગળ છે.એવું પહેલી જ વાર સાગરે મેહસૂસ કર્યુ.કાલે જુહુ પરથી બંને સાથે ફરીને આવ્યા ત્યારે મોહલ્લા વાળા પણ મોમાં આંગળા નાખી ગયા હતા.એકાંતમા અશ્વિને તો સાગરને ત્યાં સુધી કહી નાખ્યુ કે.
"મારુ માન સાગર.અને હવે સરિતાને અહીંથી જાવા ના દેતો."
ત્યારે સાગરે મશ્કરીમાં એને પૂછ્યું હતુ.
"કેમ તારી નિયત બગડી છે કે શું?"
આ સાંભળીને અશ્વિન ઓછપાઈ ગયો હતો.બોલતા બોલતા એ થોથવાય પણ ગયો.
"ના.ના.યાર હું તો હું તો તારા માટે કહેતો હતો."
"મારા માટે?"
આ વખતે સાગર ચોંક્યો.
"હા યાર.બંનેને રાખી લે વટ પડશે."
પણ ત્યારે અશ્વિનની મજાક પર સાગરે બહુ ધ્યાન આપ્યું ન હતુ.પણ આજે ધ્યાનથી સરિતાને જોતા સાગરે અનુભવ્યુ કે.આ પૃથ્વી પર કોઈ અપ્સરા અગર છે.તો એ ફક્ત સરિતા જ છે.સરિતા જેવી સુંદર અને ખૂબસૂરત યુવતી બીજી કોઈ આ સંસાર માં હોઇ જ ન શકે.
*આ સરિતા મને મળી જાય તો?"
એક લાલસા એ એના જીગરમાં જન્મ લીધો.પણ બીજી જ ક્ષણે જાણે એ લાલસાને સાગરે હડસેલી મુકી.
*સરિતા ગમે એટલી સુંદર હોય પણ મારે શા કામની?*
*સાળી તો અડધી ઘરવાળી કહેવાય.*
એ શયતાની લાલસા એ ફરી એકવાર એના કમજોર મન ઉપર હુમલો કર્યો.પણ મનને મક્કમ કરીને આ હુમલા ને પણ સાગરે ખાળ્યો.
*સાસરા ને જેટલી દીકરી હોય એ બધી ને કાંઈ ઘરવાળી ન સમજાય.*
ઘણી વાર સુધી એ સરિતાને જોતો રહ્યો સરિતાના વિષય મા જ વિચારતો રહ્યો.
પહેલી વિક્સ ની ગોળી ઓગળી ગઈ એટલે સરિતા એ બીજી ગોળી મોઢામાં મૂકી.અને એણે સાગર તરફ જોયુ. સાગર તો ક્યારનોય એને જ જોઈ રહ્યો હતો.અચાનક સરિતાએ એની તરફ જોયુ.તો સાગરને લાગ્યું કે પોતે સરિતા ની નજરમાં પકડાઈ ગયો છે.
પોતે ક્યારનોય એના રુપ નુ રસપાન કરી રહ્યો હતો.તેની ચોરી સરિતાએ પકડી પાડી છે.સરિતા એ એની તરફ જોયુ ત્યારે પણ કોશિશ કરવા છતાં તે. સરિતાના ચંદ્ર જેવા મુખ ઉપરથી પોતાની નજર ન ખસેડી શક્યો.
ત્યારે સરિતાએ એને ટોક્યો.
"શુ જુઓ છો? "
ત્યારે સાગર.ચોર ચોરી કરતા પકડાય. અને જેમ ગભરાઈ જાય.તેમ ગભરાઈ ગયો.