Preet kari Pachhtay - 10 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 10

Featured Books
  • कोन थी वो?

    वो इक खाब है या हकीकत ये लफ्जों में बयान ना कर सकता है पता न...

  • क से कुत्ते

    हर कुत्ते का दिन आता है, ये कहावत पुरानी है,हर कोई न्याय पात...

  • दिल से दिल तक- 7

    (part-7)अब राहुल भी चिड़चिड़ा सा होने लगा था. एक तो आभा की ब...

  • Venom Mafiya - 1

    पुणे की सड़कों पर रात की ठंडी हवा चल रही थी। चारों ओर सन्नाटा...

  • बारिश की बूंदें और वो - भाग 6

    तकरार एक दिन, आदित्य ने स्नेहा से गंभीरता से कहा, "क्या हम इ...

Categories
Share

પ્રિત કરી પછતાય - 10

પ્રિત કરી પછતાય*

10

"પપ્પા આઈ..પપ્પા આઈ.."

સાગર ને જોતા જ કાલી ઘેલી ભાષામાં પોતાની ખુશાલી વ્યક્ત કરતી પાંચ મહિનાની માલતી સાગરની ટાંગો ને વળગી ગઈ.પોતાની પુત્રી નો પોતાના ઉપરનો પ્રેમ જોઈને સાગરે એને ઊંચકી ને ચુમી લીધી.

સાગર ઓફિસે થી ક્યારેય નવ વાગ્યા પહેલા ઘરે ના આવતો.આજે એને વહેલો આવેલો જોઈએ ઝરણાએ નવાઈ પામતા પૂછ્યુ.

"શુ વાત છે?આજે કંઈ વહેલા વહેલા."

"આજે ઓફિસે જ નથી ગયો."

"કેમ?"

"બસ એમ જ "

"તો પછી અત્યાર સુધી ક્યાં હતા?"

આશ્ચર્યથી ઉછળતા એણે પૂછ્યુ.

"જુહુ પર ગયો હતો"

"એકલા એકલા જ ફર્યા કરો."

ઝરણાના મગજનો પારો થોડોક ઉપર ચડ્યો.

"અમને તો ક્યાંય જવાનું મન જ નહીં થતું હોય કેમ."

એને ગુસ્સે થયેલી જોઈને.એને વધુ ખીજવવા સાગર બોલ્યો.

"અરે ના રે ના.કોણે કીધું તને કે હું એકલો જ જૂહુ પર ગયો હતો.મારી સાથે તો એક... "

ઝરણા ઉપર પોતાના આ શબ્દોની શું અસર થાય છે તે જાણવા સાગર જાણી જોઈને અટક્યો.અને પરિણામ સાગરે ધાર્યું હતું એવુ જ આવ્યુ.ઝરણા ભડકી ગઈ.લગભગ ચીસ પાડતા એ તાડુકી.

"કોણ હતી એ?"

"હતી એક."

સાગરે લાપરવાહીથી જવાબ આપ્યો.

"તમે નહી સુધરો.જેની તેની સાથે ફર્યા કરો.હુ તમારી સાથે આવું એ તમને ગમતુ જ નથી."

ગુસ્સાથી એનો ચહેરો લાલઘુમ થઈ ગયો.ખુબસુરત ઝરણા ગુસ્સે થતી ત્યારે ઓર ખુબસુરત લાગતી.એનો ગુસ્સાથી ફુલાયેલો ચહેરો જોવો સાગરને બહુ જ ગમતો.આથી ઝરણા જ્યારે ગુસ્સે થતી ત્યારે સાગર એના ગુસ્સાને વધુ હવા આપતો.એની ગુસ્સાની આગ મા એ જાણી જોઈને તેલ નાખતો.

"જેની તેની સાથે ફરવાની મને આદત નથી.જેને હું મારું પોતાનું સમજુ છુ.એની સાથે જ હુ ફરુ છુ સમજી ડોબી."

"ડોબી હુ શેની.હશે તમારી ઓલી."

છણકો કરતા ઝરણા બોલી.અને એની આ અદા પર સાગર ખડખડાટ કરતા હસી પડ્યો.પછી ઝરણાની આંખોમાં આંખો પરોવતા પૂછ્યુ.

"કોણ ઓલી?"

"જે તમારી સાથે જુહૂ પર આવ્યું હોય એ.બીજુ કોણ?"

"મારી સાથે જે જુહુ પર આવ્યુ હતુ. એ ડોબી નહી પણ ડોબો હતો."

"હવે રહેવા દો વાત ફેરવવાની.શુ હુ તમને ઓળખતી નથી?"

"અરે સાચુ કહુ છુ બાબા.અશ્વિન હતો મારી સાથે.હુ તો ફક્ત મજાક કરતો હતો."

સાગરે સત્ય જાહેર કર્યું.છતા ઝરણા હજી અવિશ્વાસ ભરી આંખે સાગરને જોઈ રહી.કારણ કે એક વાર એ દૂધથી દાઝી ચૂકી હતી.માટે એ હવે છાસ પણ ફૂંકી ફંકી ને પીતી હતી.ઝરણાને પોતાની વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો એવુ લાગતા.સાગરે એને પાકો વિશ્વાસ બંધાવવા ઝરણાના માથા પર હાથ મૂક્યો.

"તારા સમ."

"હુ મરી જાવ એમા તમારે શુ?"

"મારે શુ એટલે?"

સાગરથી ચોંકી પડાયુ.

"શુ તારોને મારો કોઈ સંબંધ નથી?"

"હું મરી જઈશ તો તમારો રસ્તો ખુલી જશે.અને સરિતા સાથે...."

ઝરણાનુ વાક્ય પૂરુ થાય એ પહેલા સાગર હવે ખિજાયો.

"કોણ જાણે કોના જેવી છે તું? શુ મારા થી બે ઘડી તારી ગમ્મત પણ ન કરી શકાય?"

સાગરને ખીજાયેલો જોઈ ઝરણા ઓટોમેટિક નરમ થઈ ગઈ.માનવામાં ન આવતું હોય એમ એણે પૂછ્યુ.

"ખરેખર તને ફક્ત મજાક કરતા હતા?" પણ સાગરે જવાબ ના આપ્યો.અને પોતાનુ મુખ એક બાજુ ફેરવી લીધું. ત્યારે ઝરણાં એ પાછુ પૂછ્યુ.

"તો તમે પહેલા એમ કેમ કીધુ?"

"જો મેં તને કાંઈ એમ નહોતું કીધું કે હું કોઈ છોકરી સાથે જુહુ ઉપર ફરવા ગયો હતો.મે તો ફક્ત એમ જ કહ્યું હતુ કે. હતુ મારી સાથે એક.અને તે તારા મનમાં એમ ધારી લીધુ એમાં હું શું કરુ?"

"ઠીક.ઠીક.પણ હવે બીજી વાર જુહુ ઉપર જાવ તો મને પણ સાથે લેતા જજો કહી દઉ છુ."

તરત પોતાના મિજાજને ઠેકાણે લાવતા સાગર બોલ્યો.

"ઓકે દેવીજી.પણ અત્યારે તો મારા પેટમાં ઉંદરડા દોડે છે.એનો તો કાંઈક ઈલાજ કરો."

"એક કામ કરો."

ઝરણાએ પણ પોતાના મુડને ચેંજ કરતા ઠાવકાઈ થી કહ્યુ.

"હા બોલો"

ઝરણાના શબ્દોને ઝીલવા સાગરે કાન સરવા કર્યા.

"સામે બેસેલી બિલાડીને તમારા પેટમાં પધરાવો.જેથી એ તમારા પેટમાં દોડતા ઉંદરડાઓનો સર્વનાશ કરી નાખે"

પાંપણ પટપટાવતા ઝરણાએ મજાક તો કરી.પણ એની એ મજાક એને જ ભારે પડી.

"તું ક્યા બિલાડી થી ઓછી છો.લાવ તને જ પેટમાં પધરાવી દઉં."

આટલુ બોલીને સાગરે ઝરણાને પોતાની બાહોમાં જકડી.ત્યારે ઝરણાની હાલત બિલાડી કરતા.બિલાડીના પંજામાં સપડાયેલા ઉંદર જેવી વધુ થઈ. બિલાડીના પંજામાં સપડાયેલો ઉંદર. બિલાડીના પંજામાંથી છટકવા માટે જે ત્રાગા કરે એવા ત્રાગા ઝરણા કરવા લાગી.પહેલા તો એણે શારીરિક બળ વાપરીને સાગરના બાહુપાશ માંથી છટકવાની કોશિષ કરી જોઈ.પણ સાગર કરતા બળમાં પોતે કમજોર પુરવાર થઈ.ત્યારે એણે કળનો ઉપયોગ કર્યો.ગભરાઈ જવાનો ખોટો ડોળ કરતા એ બોલી.

"જુવો.જુવો.કિશોરભાઈ આવતા લાગે છે."

અને આની ધારી અસર સાગર ઉપર થઈ.તરત જ એણે ઝરણાને છોડી દીધી ગભરાહટ ભરેલી નજર એણે દરવાજે નાખી.પણ દરવાજો પહેલાની જેમ જ એને સુમસામ દેખાયો.અને સાગરની પકડ માથી છૂટતા જ ઝરણા રસોડામાં દોડી ગઈ.ત્યારે સાગર સમજ્યો કે કિશોરના નામે ઝરણા એને છેતરી ગઈ.