Preet kari Pachhtay - 9 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 9

Featured Books
Categories
Share

પ્રિત કરી પછતાય - 9

પ્રિત કરી પછતાય*

9

"અશ્વિન.તારી જુવાની તુ શા માટે વેડફી રહ્યો છે?"

નશીલા સ્વરે અને લડખડાતી જીભે ઉષાએ પૂછ્યુ.એ હવે જલ્દીથી જલ્દી મુદ્દાની વાત ઉપર આવવા માંગતી હતી. જવાબ દેવાના બદલે અશ્વિને સામો પ્રશ્ન કર્યો.

"તો શુ કરુ?"

અશ્વિન ના આ સવાલ થી ઉષા વધુ ઉત્તેજિત થઈ.એની રગો મા દોડતુ લોહી બમણા વેગથી દોડવા લાગ્યુ. આવેશમાં અશ્વિનને બાઝી પડવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી.પણ એણે પોતાની ઈચ્છાને રોકી રાખી.પ્રેમલીલા ની શરૂઆત એ અશ્વિન પાસે કરાવવા માંગતી હતી.અને આથી અશ્વિનને ઉત્તેજિત કરવા એણે અશ્વિનની મર્દાનગી ઉપર વાર કરતા એને લગભગ પડકાર્યો.

"તને ક્યારેય સ્ત્રીની ઈચ્છા નથી થતી?"

અશ્વિન ચમકી ગયો.ઉષા પાસેથી આવા પ્રશ્નની એણે આશા રાખી ન હતી શુ જવાબ આપવો આવા બેશરમ પ્રશ્નનો? કાંઈ સૂઝ્યું નહીં અશ્વિનને.

એટલે એ ખામોશ જ રહ્યો.અને એની ખામોશી જોઈને ઉષાએ બીજો વાર કર્યો.

"તુ ના મર્દ તો નથી ને?"

ઉષાના આ સવાલે ફરી એક વાર અશ્વિનને ચમકાવ્યો.પગથી લઈને માથા સુધી એક ઝાળ લાગી ગઈ એના શરીર માં.એક આધેડ ઉંમરની બાઈ પોતાની મર્દાનગી ને પડકારે એ કેમ બને? પોતાને નામર્દ કહી જાય અને એ પણ એક ઓરત? ના આ ન બની શકે.

આ સ્ત્રીને દેખાડી દેવું જોઈએ કે પોતે પૂરેપૂરો મર્દ છે.આવેશમાં આવી ગયો અશ્વિન.પણ પછી તરત જ એને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી તો ઉંમરમાં પોતાના થી કયાંય મોટી છે.એને પોતાની મર્દાનગી કેવી રીતે દેખાડી શકાય?

અને થોડીવાર પહેલા જે જુસ્સો એના લોહીમાં આવ્યો હતો.એ ટાઢો પડી ગયો.અને ઠંડા સ્વરે એ બોલ્યો.

"ઈચ્છા તો થાય.પણ કરવુ શુ?"

અને જાણે અશ્વિન ના મુખેથી આવા જ શબ્દો સાંભળવાની રાહ જોતી હોય એમ ઉષા અશ્વિનની નજદીક સરકતા બોલી.

"કુવો પાસે છે છતાય તરસ્યો કેમ રહે છે."

ઉષાના શબ્દે શબ્દે વાસના ટપકતી હતી અને ઉષાના આ પ્રશ્ને અશ્વિનના શરીર માં પણ વાસનાની ચિનગારી ચાંપી દીધી અત્યાર સુધી સંભાળી રાખેલી ધીરજ અશ્વિન થી હવે ખુટવા લાગી.પોતાની જાત ઉપરનો કાબુ તે ખોવા લાગ્યો. ઉષાના કહેવાનો ભાવાર્થ એ બરાબર સમજી ચૂક્યો હતો છતા.પોતે કાંઈ સમજ્યો નથી એવો ઢોંગ કરતા ધડકતા દિલે અને થોથવાતી જીભે એણે પૂછ્યુ.

"હુ સમજ્યો નહી."

અને જવાબમાં ઉષાએ પોતાના બે હાથ અશ્વિનની ગરદનમાં લપેટી દીધા અને અશ્વિનની આંખોમાં ડોકાતા બેશર્મિથી બોલી.

"તુ તરસ્યો છો.અને હુ છુ કૂવો.લે છીપાવ તારી તરસ."

અને અશ્વિન ભૂલી ગયો કે પોતે આ આધેડ સ્ત્રી કરતા ઉંમરમાં ક્યાંય નાનો છે.આ આધેડ સ્ત્રી પોતાના કરતા બાર તેર વર્ષ ઉંમર મા મોટી છે.એને યાદ રહ્યુ તો બસ એટલું જ કે ઉષા એક સ્ત્રી છે.અને પોતે પુરુષ.ઉષા કૂવો છે અને પોતે તરસ્યો........

થોડી વાર સુધી સાગર અને અશ્વિન ચૂપચાપ ચાલતા રહ્યા.થોડો પોરો ખાઈ લીધા પછી.અશ્વિને પોતાની ઉષા સાથે ની લવ સ્ટોરી ના વૃતાંત નુ સમાપન કરતા કહ્યુ.

"અને એ રાતે તમે બધા જેને આધેડ સ્ત્રી કહો છો એ ઉષાએ જે સુખ જે આનંદ મને આપ્યો એવો આનંદ તો મને સુહાગરાત ના મારી નવોઢાએ પણ નહોતો આપ્યો.અને બસ ત્યારથી જ વારે ઘડીએ એ સુખ મેળવવાની જાણે મને આદત પડી ગઈ.એની પાછળ ખરેખર હું પાગલ થઈ ગયો છુ.ક્યારેક તો મને એવું થાય છે સાગર.કે આ ઉષાની સાથે જ જિંદગી જોડી દઉ.પણ..."

અશ્વિન શ્વાસ ખાવા અટકયો સાગરે મુંગા.મૂંગા જ પ્રશ્નાર્થ ભરી નજરે એની સામે જોયુ.

"...પણ આ સમાજનો.આ દુનિયાનો મને ડર લાગે છે.સાલ્લી અમને ચેનથી જીવવા નહીં દે.આ દુનિયા જ આખી અદેખી છે સાગર.જે એને નથી મળતું એ બીજાને પણ ન જ મળવું જોઈએ એવું એ ઇચ્છે છે.પણ જો આ ઉષા મારી ઉમરની હોત ને તો હું આ દુનિયા નો કે સમાજનો ડર રાખ્યા વિના છડે ચોક એને હું મારા ઘરમાં બેસાડી દેત."

"તુ આટલો નીડર હતો.તો પછી નિશાને શા માટે ન બેસાડી?"

જવાબ આપતા પહેલા એક નિઃસાસો નાખ્યો અશ્વિને.પછી બોલ્યો.

"એ માટે પણ હું તૈયાર જ હતો પણ. નિશા ડરપોક નીકળી.જ્યારે ઉષા બિન્દાસ ઔરત છે.એ અત્યારે પણ મારી સાથે ઘર માંડવા તૈયાર છે."

અશ્વિન જુસ્સાભેર બોલી ગયો.

"પણ તમારા સંબંધની જાણ જ્યારે ઉષાના ધણીને થશે ત્યારે?"

સાગરે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી.પણ અશ્વિન બેફિકર હતો.

"મને કે ઉષાને એની જરાય પરવા નથી. એ સાલા એ ઉષાને અહીં રાખી છે તો એક બીજી સ્ત્રીને ગોરેગામ માં રાખી છે. અને બીજી પાસેથી જ એને ટાઈમ મળતો નથી કે ઉષા પાસે આવે.અને એટલે તો ઉષાએ મને પોતાની ભૂખ ભાંગવા પસંદ કર્યો છે."

"પણ અશ્વિન તુ સીધો અને સરળ યુવાન છે.આ વાસના ભૂખી સ્ત્રી પાછળ તુ તારી જીંદગી વેડફી રહ્યો છે.તને નથી લાગતુ કે ઉષા સાથે તુ જે કુકર્મ કરી રહ્યો છે એ પાપ છે?"

"હુ જાણુ છુ સાગર.અને સમજુ પણ છુ. કે હું ગલત રાહ પર ચાલી રહ્યો છુ. મારે આવું બધું ન કરવું જોઈએ.પણ આ વાત તું પણ સારી રીતે જાણે છે સાગર.કે એકવાર જે વ્યસન લાગી ગયુ બસ એ લાગી ગયુ.પછી એ વ્યસન ભાગ્યે જ છૂટે છે."

શાંત અપરાધ ભર્યા સ્વરે અશ્વિને કહ્યુ. બંનેના પગ પોળ ના નાકે પડ્યા કે તરત જ બંનેએ વાતો આટોપી લીધી. પહેલું ઘર અશ્વિન નુ આવ્યુ.એટલે એ ત્યાં જ અટક્યો.અને.

"ચાલ યાર પછી મળીશુ."

કહીને સાગર પોતાના ઘર તરફ આગળ વધી ગયો.