બંને જ પોતાના મિત્રો સાથે સુરતની જ નજીક આવેલા હિલ સ્ટેશન પર આવી પહોચ્યાં હતા ને અત્યારે એ બંને એકબીજા સાચે સમય પસાર કરવા બધાં થી થોડે દૂર આવીને એક પહાડ પર એકબીજાનો હાથ પકડી બેઠા હતા.
" સમર્થ આઈ વિશ કે ક્યારેક આપણે સાથે હોઈએ અને સમય ત્યાં જ થંભી જાય... " જીયા સમર્થના હાથને પંપાળતા બોલી તો સમર્થે પણ તેના નાજુક હાથ પર પ્રેમથી ચુંબન કરી લીધું અને બંને ત્યાં જ એકબીજા સાથે બેસી ગયા કે જીયા અચાનકથી ઊભી થઈ અને જોરથી બોલી,
" સમર્થ , આઈ લવ યુ."
સમર્થે સમર્થ પણ ઉભો થયો અને જીયાને પાછળ થી પોતાની બાહોમાં ભરી અને ધીમે થી તેના કાનમા બોલ્યો ,
" આઈ લવ યુ ટુ માય પ્રિન્સેસ."
" સમર્થ પ્લીઝ , આ પ્રિન્સેસ , ડાર્લિંગ, જાનુ એવા બધાં શબ્દો તુ મારા માટે ન વાપર. મારુ નામ જીયા છે જીયા તો તુ મને જીયા કહી ને જ બોલાવ." જીયા સમર્થના આલિંગન થી દૂર થઈ સમર્થ ને હળવા ગુસ્સે કહેવા લાગી.
" ઓકે સોરી , બસ આજ પછી નહી કહું." સમર્થે પોતાના બંને કાન પકડતા કહ્યું.
બદલામાં જીયા સમર્થના ગળે લાગી ગઈ અને બંને ફરી એ પહાડની ટોચ પર બેસીને એ પહાડ ની ભવ્યતા અને સુંદરતા મા ખોવાઈ ગયા. બંનેએ સાથે ખાસ્સો એવો સમય પસાર કર્યો અને સાંજ પડ્યે બંને ફરી પોતાના દોસ્તો સાથે સુરત આવી ગયા અને હવે સમર્થ જીયાને છોડવા તેના ઘરે જઈ રહ્યો હતો.
રાતના આઠ વાગ્યા હતાં અને સમર્થ પોતાની એક્ટિવા પર જીયાને તેના ઘરે મુકવા જઈ રહ્યો હતો... જીયા પણ સમર્થ ની પાછળ કોઈ નાના છોકરાની જેમ તેને વળગીને બેઠી હતી.
" સમર્થ , આઈ વિશ કે આજનો દિવસ ક્યારેય પુરો જ ના થયો હોત... મજા આવી ગઈ તારી સાથે સમય પસાર કરવાની... આપણે લાઈફ ટાઈમ આવા જ રહીશું ને !" જીયા ખોવાયેલા સ્વરે બોલી તે બસ એટલું જ ઇચ્છતી હતી કે સમર્થ તેનો અને તે હંમેશા સમર્થ ની જ રહે.
" અફકોર્સ જીયા. " સમર્થે હળવેથી જીયાના હાથ પકડી લીધો.
બંને જ એ વાતથી અજાણ હતાં કે એક બ્લેક મર્સિડિઝ તેમની એક્ટિવા નો પીછો કરી રહી હતી અને તેમા બેઠોલો સખ્શ ખુબ જ ગુસ્સામાં જીયા અને સમર્થ ને જોઈ રહ્યો હતો... આગળ ના રસ્તેથી સમર્થે એક્ટિવા શોર્ટકટ લેવા માટે સાંકડી ગલી મા એક્ટિવા વાળી લીધી અને એ મર્સિડિઝ તેમનો પીછો કરવામાં અસફળ રહી અને ગાડી સીધી પોતાના રસ્તે આગળ વધી ગઈ.
" હલો , એક છોકરાનો ફોટો મોકલુ છુ તેને ઊઠાવી લે જે... " એ જ મર્સિડિઝ ની અંદર એક આધેડ ઉંમર નો વ્યક્તિ બેઠો હતો જે ફોન પર સમર્થ નો ફોટો મોકલી કોઈ બીજા વ્યક્તિ ને સમર્થ ને ઉઠાવવા માટે એટલે કે કિડનૅપ કરવા માટે ફોન કર્યો હતો. તે વ્યક્તિ બીજું કોઈ નહી પણ જીયાના પપ્પા હતાં. જીયાને સમર્થ સાથે જોઈ પહેલા તો જીયાના પપ્પાને વિશ્વાસ ના થયો કે તે જીયા જ છે પણ સમર્થ ની એક્ટિવા નો પીછો કરતા તેમને ખ્યાલ આવી ગયો હતો કે તે જીયા જ હતી. તો શુ જીયા કોઈ છોકરાને પ્રેમ કરે છે ? એ વિચાર ને દિશા આપવા મથતા જીયાના પપ્પાએ આખરે સમર્થ ને કિડનૅપ કરવાનુ મન બનાવી લીધું.....
______
સમર્થ ફરી ચૂપ થઈ ગયો અને થોડીવાર એમ જ બેસી રહ્યો ને ફરી તેણે બોલવાનુ ચાલુ કર્યુ... સાન્વી તો ધ્યાન થી સમર્થની વાતો સાંભળી રહી હતી અને તેણે મનોમન કોઈ ચોક્કસ નિર્ણય કરી લીધો હતો. તે સમર્થને પસંદ કરવા લાગી હતી અને સમર્થનુ પ્રેમ પુરાણ સાંભળવું તેના માટે ખુબ જ કષ્ટ દાયી હતું, છતાં તે સમર્થને ધ્યાનથી સાંભળી રહી હતી.
" એ દિવસે હુ જીયાને એના ઘરે મુકીને પાછો ફરતો જ હતો કે રસ્તામાં અચાનકથી ચાર પાંચ ગાડીઓએ મને ઘેરી લીધો અને મારી પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો , અને એ લોકો મને કિડનૅપ કરી એક ગોડાઉન માં લઈ ગયા... તેમણે મારા હાથ પગ બાંધી રાખ્યા હતાં અને આંખો પર પણ પટ્ટી બાંધી હતી... મને કંઈ જ સમજાતું નહોતું કે શુ થઈ રહ્યું છે ? હુ કંઇ સમજુ એ પહેલા જ કોઈએ મને ઇન્જેક્ટ કર્યો અને હુ બેહોશ થઈ ગયો... એવું લગભગ દસ થી પંદર દિવસ ચાલ્યું હશે... તેઓ રોજ મારા હોશ મા આવવાની રાહ જોતા , હુ જેવો ભાનમા આવતો કે તેઓ ફરી મને ઇન્જેક્શન આપી બેહોશ કરી દેતા.. ના મને કંઈ પુછવાનો મોકો મળતો કે ના મને કંઈ ખબર હતી કે આ બધું મારી સાથે કોણ કરી રહ્યુ છે ? અને એક દિવસ એ લોકોએ મને મારા ઘરની બહાર છોડી ગયા... હુ બેહોશ જ હતો અને જ્યારે હોશ આવ્યો ત્યારે હોસ્પિટલ હતો... મમ્મી પપ્પા મારી સામે ઉભા હતા અને એક બાજુ બે પોલિસ વાળા પણ હતાં. કદાચ મમ્મી પપ્પાએ મારી મિસિંગ રીપોર્ટ લખાવી હશે... તેઓએ થોડી પુછપરછ કરી અને જતા રહ્યા કેમકે મને ખુદ નહોતી ખબર કે મારી સાથે આ કોણે કર્યું પણ ડોક્ટરના મુજબ તેઓ મને રોજ ડ્રગ્સ આપી બેહોશ કરતા હતા. જેના કારણે હુ ખુબ જ કમજોર થઈ ગયો હતો અને રીકવર થતા મને બીજા દસ થી પંદર દિવસ લાગી ગયા હતાં... પણ એ બધાં વચ્ચે મારા માટે આશ્ચર્ય ની લાત એ હતી કે એ દરમિયાન જીયા મને એકપણ વાર મળવા ના આવી કે ના પછી મને ફોન કર્યો. હું ટેન્શનમાં આવી ગયો કે મારી જેમ જીયા પણ કોઈ મુસિબત મા નહી હોય ને ! અને હુ તરત જ મારી એક્ટિવા લઈ જીયાના ઘર તરફ જતો રહ્યો... એક મહિના પછી જીયાને મળવાનો હતો ; હુ ખૂબ જ ખુશ હતો પણ સાથે સાથે ડર પણ હતો કે જીયા સુરક્ષિત તો હશે ને ! એ વિચાર કરતા કરતા હુ જીયાના ઘરે પહોંચ્યો પણ ત્યાં તો મને સૌથી વધારે આશ્ચર્યજનક સમાચાર મળ્યા. "
" શુ સમાચાર મળ્યા ?"
સાન્વીએ એકદમથી પુછી લીધું. જે રીતે સમર્થ જણાવી રહ્યો હતો એ રીતે સાન્વીની ઉત્સુકતા વધી ગઈ હતી અને તે એ જાણવા ખુબ જ આતુર હતી કે જીયા અને સમર્થ એકબીજા ને ખુબજ પ્રેમ કરતા હતા તો પછી અલગ કેમ થયા ? એવું તે શુ થયું હશે ?
તો વિડિયો કોલ પર રહેલા પરીન ની હાલત પણ સાન્વી જેવી જ હતી. તે તો કદાચ સાન્વી કરતા પણ વધુ ઉત્સુક હતો બધું જાણવા માટે , તેણે જીયા અને સમર્થ ની સ્ટોરી સમર્થના મોઢે તો સાંભળી લીધી હતી પણ તેને એ સવાલ વારંવાર પરેશાન કરતો હતો કે જો જીયા અને સમર્થ એકબીજાને ગાઢ પ્રેમ કરતા હતાં તો પછી બંને અલગ કેમ થયા ? કેમ જીયાએ મારી સાથે લગ્ન કર્યા ? શુ તેણે કોઈ દબાવમાં આવીને મારી સાથે લગ્ન કર્યા હશે ? કે પછી કોઈ બીજું કારણ હવે ? વિચારતા વિચારતા તેની નજર જીયા પર પડી જે આરામથી હોસ્પિટલ ના બેડ પર સુઈ રહી હતી અને અનાયાસે જ જીયાને જોઈને પરીન ના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને તે પોતાની જગ્યાએથી ઉભો થયો અને જીયાની પાસે બેસી તેના કપાળ પર પ્રેમથી ચુંબન કરી તેનો હાથ પકડી ફરી વિડિયો કોલ સાંભળવા લાગ્યો...
" એ જ કે જીયાના લગ્ન થઈ ગયા છે અને તે પોતાના પતિ સાથે વિદેશ રહેવા જતી રહી છે. "
વધુ આવતા અંકે....