Gumraah - 27 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 27

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 27

ગતાંકથી....



"ત્યારે શું હરેશ ભાગી ગયો ? તો તે ખભા હલાવીને બોલ્યો : ઓહ !નો,તો પણ મને તેનું જરીક પણ આશ્ચર્ય થતું નથી. એ માણસ ઉપર મને પહેલેથી જ વિશ્વાસ નહોતો."

આમ કહેવામાં લાલ ચરણે ઘણું કહી નાખ્યું, કારણ આવા હલકા કામમાં હરેશને અગ્રેસર બને, એવું કોઈ કારણ આજ સુધીમાં બન્યું ન હતું. ચીમનલાલ તેમ જ પૃથ્વી બંનેને એમ લાગ્યું કે લાલચરણને જો મૂળ થી જ હરેશમાં વિશ્વાસ નહોતો તો તે વાત જાણવા છતાં તેણે શા માટે નોકરીમાં રાખી મૂક્યો હતો ?"

હવે આગળ....

લાલચરણે આગળ કહેવા માંડ્યું : "હું એને બરાબર સકંજામાં લઈશ. એ પાતાળમાં બેઠો છે તો ત્યાંથી પણ તેને શોધી કાઢીશ એના આ નીચ કૃત્યથી 'લોક સેવક'નું નામ તેણે ડુબાડી દીધું અને 'લોક સતા' ની જબરી ખ્યાતિ વધારી દીધી આ ફટકો આપણને ખૂબ જ નડશે."

"આપણે શા માટે ના હિંમત થવું જોઈએ ? હજી કાંઈ આપણા હાથ 'લોક સત્તા' નીચા પાડી શક્યું નથી." પૃથ્વી એ કહ્યું.

"ભોળા માણસ ,આપણું સત્યનાશ વળી ગયું છે :હવે હિંમતની બારી જ ક્યાં છે?" લાલચરણે ભારે ચિંતા બતાવી.

"હિંમત નો ખુલ્લો અને રાજમાર્ગ આપણી સમક્ષ ખુલ્લો છે. આપણે ખાસ વધારો બહાર પાડીએ, અને પ્રજાને જાહેર કરીએ કે ,આપણે ત્યાં કેવો જાણીબુઝીને ગોટાળો કરવામાં આવ્યો છે .એ વધારો પ્રગટ કર્યા પછી આપણે વધુ નવીન સમાચાર પણ પ્રગટ કરીશું."

"અરે ,એ તે કેવી રીતે બને? 'લોકસત્તા 'આપણને જુઠ્ઠા જ સાબિત કરશે ."લાલ ચરણ બોલ્યો.

"ભલે કહે," પૃથ્વી એ કહ્યું ."એ 'ના' કહેશે અને આપણે 'હા' કહ્યા જ કરીશું."
ચીમનલાલને અધિપતિ લાલચરણ માટે ઘણું જ માન હતું. તે કદી પોતાનો અભિપ્રાય તેના ઉપરવટ થઈને દર્શાવતો નહિં .તેણે માત્ર પૃથ્વીની સૂચના ને ટેકો આપવા પોતાનું માથું હલાવ્યું.

લાલ ચરણે તે જોયું .તે બંનેને એક મત થયેલા જોઈને તે બોલ્યો : "પણ એવી છોકરમત હું ચાલવા દઈશ નહિ."

આમ કહેવામાં પૃથ્વીની સૂચના નો લાલચરણે ખુલ્લો વિરોધ કર્યો. આ પહેલી જ વખત તેઓ બંને વચ્ચે 'લોક સેવક'ની આબરૂના સંબંધમાં ગંભીર મતભેદ ઊભો થયો. લાલચરણ માટે પૃથ્વીને વહેમ હતો કે ,જરૂર આ કાવતરામાં પડદા પાછળથી મૂળ દોરી ખેંચનાર તે જ છે. પૃથ્વીની સામે તે પડ્યો તેથી તેનો વહેમ પાકો થયો .પૃથ્વી એ ચપળતાથી આ તક પારખી લીધી. હવે જ એ સમય આવ્યો છે કે ,જ્યારે લાલચરણને સીધો પ્રશ્ન કરવો જોઈએ એમ તેને લાગ્યું અને તેણે તરત જ અમલમાં મૂક્યો.

તેણે લાલ ચરણને પૂછ્યું : "મને લાગે છે કે 'લોક સેવક'ના ટુકડે ટુકડા કરી દેવાની તમારી અંદરખાનેથી ઈચ્છા છે ખરું ને ?"

લાલચરણ સહેજ ફિક્કો પડી ગયો. પૃથ્વીએ આ સવાલ ખરી તક વખતે અને તે પણ અચાનક પૂછ્યો હતો. લાલ ચરણને કલ્પનાયે નહોતી કે તે આવો સવાલ સીધે સીધો પૂછશે. પણ તરત જ પોતાનું ભાન ઠેકાણે રાખીને તેણે જવાબ દીધો : "તું તો ગાંડો થયો લાગે છે?"

ગાંડો હોવ કે નહિ પણ 'લોક સેવક'ના ટુકડે ટુકડા તો નહિ જ થવા દેવાનો મેં નિશ્ચય કર્યો છે. જે ગોટાળો આપણે ત્યાં થયો છે અને જેને લીધે 'લોક સત્તા' ખોટી કીર્તિ વગર મહા મહેનતે થઈ છે ,તેના સંબંધમાં તો સાચી વિગતો જાહેર પ્રજા સમક્ષ મૂકીશ જ .લાલ ચરણ, હું ફરીથી કહું છું કે ,તમે વિરુદ્ધ હશો તો પણ હું 'લોક સેવક'નો ખાસ વધારો આજે બહાર પાડીશ જ."

ચીમનલાલ તો આ યુવાનનો આવેશ જોઈને અવાક્ જ બની ગયો. કદી તેણે આવી રીતે બોલતો સાંભળ્યો ન હતો. વળી આજની આ યુવાનની હિંમત તેને પત્રકાર- દુનિયાની રીતભાતથી અજબ જ પ્રકારની લાગી .તે માનતો હતો કે દરેક પત્રકારની ઓફિસમાં સારા પત્રકારોએ એ નિયમો પાડવા જોઈએ કે -મુખ્ય અધિપતિ જે કહે તે જ થવું જોઈએ મુખ્ય અધિપતિની અવગણના તંત્ર મંડળના કોઈએ કરવી જ ન જોઈએ. આજ આ યુવાન એ નિયમની વિરુદ્ધ જાય છે. ઉપરાંત મુખ્ય અધિપતિ પર આક્ષેપ કરે છે કે તમે 'લોક સેવક'ના ટુકડે ટુકડા કરવા માગો છો. ચીમનલાલને એ આક્ષેપ પુરાવાઓ વિનાનો અને વળી ગેરવાજબી લાગ્યો. પૃથ્વીનું આ વર્તન તેને શિષ્ટાચાર વિરુદ્ધનું લાગ્યું.

બીજું ચીમનલાલ ના દેખતા પૃથ્વીને લાલ ચરણ પર આક્ષેપ કરી નાફરમાની બતાવી, તેથી લાલચરણનું સ્વમાન હણાયું. તેને એમ લાગ્યું કે જો આ તકે પૃથ્વીની આગળ હું નમતું મુકીશ તો તે માથે ચડી આવશે. મારે વધારો પ્રગટ નહીં કરવાની લડત તો ચાલુ જ રાખવી જોઈએ .તેણે આથી પૃથ્વીને પૂછ્યું. : "પૃથ્વી ,તું છેવટના નિર્ણય ઉપર આવ્યો છે ,કે વધારો બહાર પાડવો?"

"હા, સત્તાવાર રીતે પણ હા."

"હું એવી ધાંધલ ધમાલ ચાલવા દઈશ નહિ .
જ્યાં સુધી હું મુખ્ય અધિપતિ છું ત્યાં સુધી મારું ધાર્યું જ કરવું પડશે જો તેમ ન કરવું હોય તો મુખ્ય અધિપતિ પદ હું છોડી દઈશ અને તું તે પદ લે."

"કબુલ -કબુલ આજથી 'લોક સેવક 'મારા તંત્રીપદ નીચે ચાલશે"પૃથ્વી એકદમજવાબ દઈ દીધો.

"બહુ સારું." લાલચરણ આમ કહી તે રૂમમાં આમતેમ આંટા મારવા લાગ્યો. થોડોક વખત વિચારમાં ગાળીને તે ફરીથી બોલ્યો : પૃથ્વી મારો નિર્ણય સાંભળી લે. તુ આજે કેવળ છોકરમત કરીને વાદે ચડ્યો છે તો તારી મરજી .હું અત્યારથી આ જ ક્ષણે પ્રેસ સાથેનો સંબંધ તોડી દઉં છું ,અને સાંભળી લે હું 'લોક સતા 'પ્રેસનું તંત્રીપદ લઈશ અને પછી જોતો રહીશ કે ,એક ભાંગેલા વહાણ જેવું આ પ્રેસ એક બાળક -તંત્રી એક છોકરમત- તંત્રી, કેવી રીતે ચલાવે છે? "

"જો આ પ્રેસ ભાંગેલા વહાણ જેવું હોય તો તેની હાલત માટે લાલ ચરણ, તમે જવાબદાર છો .તમે જ તેને એ હાલતમાં મૂક્યું છે." પૃથ્વી એ તરત જ એક મગની બે ફાડ કરનારો સીધેસીધો ટોણો માર્યો.

"સારું" તે આગળ બોલ્યો ; "જ્યારે હવે તમે આ પ્રેસનું અધિપતિ પદ છોડી દીધું છે, ત્યારે કૃપા કરીને અહીં એક ક્ષણ પણ ઊભા ન રહેશો અને આ રૂમ છોડી જશો ,એવી આશા રાખું છું."

પૃથ્વી આમ કહીને, અદબવાળીને લાલચરણ ની સામે તીક્ષણ નજરથી અને ગર્વભરેલી વાંકી ડોકથી જોઈ રહ્યો.

લાલ ચરણનું આ જબરદસ્ત અપમાન હતું. તેણે ચીમનલાલ તરફ જોઈ તેને પ્રશ્ન કર્યો : "મિ. ચિમનલાલ, તમે મારી સાથે આવો છો કે કેમ?"

ચીમનલાલ ને તો આ બધું ઉપરા ઉપરી આશ્ચર્યજનક ઘટના - એક ખરાબ સ્વપન જેવું જ લાગ્યું. તેણે કહ્યું : મુરબ્બી લાલચરણભાઈ ,આ બધું એવું એકાએક બનતું જાય છે કે, હું સમજી શકતો નથી કે મારે શું કરવું? મારે વિચાર માટે સમય લેવો જોઈએ."

"ઠીક, ઠીક, તમારા વિના મારે ચાલશે." એમ કહી લાલચરણ ઝડપભેર ત્યાંથી ચાલ્યો ગયો.

વરસાદ અને વાવાઝોડું ચાલ્યા ગયા હોય અને તે બાદ જે આશ્ચર્યજનક ચુપકીદી ફેલાય તે 'લોકસેવક'ની ઓફિસમાં પ્રસરી રહી. પૃથ્વી અને ચીમનલાલ બંને કાંઈ જ બોલ્યા વિના શાંત બેસી રહ્યા.
થોડીવાર પછી ચીમનલાલે તે શાંતિમાં ભંગાણ પાડતા કહ્યું : " ભાઈ ,પૃથ્વી .મારું કહેવું માનતો હોય તો હજુ મોડું થયું નથી ,એને પાછો બોલાવ એ એક અનુભવી અને બાહોશ પત્રકાર છે .એના જેવો ઉત્તમ તંત્રી 'લોકસેવક'ને ગુમાવો પાલવે નહિ. તું વધારે પડતો જ ગુસ્સે થઈ ગયો. પણ હજુ મોડું થયું નથી કાંઈ ચિંતા કયૉ વગર હવે શાંત થા, અને જે શ્રેષ્ઠ રસ્તો છે તે અપનાવ."

શું ચીમનલાલના કહેવાથી પૃથ્વી લાલ ચરણને પાછો બોલાવશે??
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.....
ક્રમશઃ....