The Author Haresh Chavda Follow Current Read મસોતુ By Haresh Chavda Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books मी आणि माझे अहसास - 100 विश्वाच्या हृदयातून द्वेष नाहीसा करत राहा. प्रेमाची ज्योत ते... नियती - भाग 35 भाग -35मायराने घरी सर्वांना रामने दिलेली ......उद्या पहाटे स... जर ती असती - 3 "हे काय बोलतोय तू... वेळा झाला आहेस, जे तोंडात येतंय ते बोलत... बकासुराचे नख - भाग १ बकासुराचे नख भाग१मी माझ्या वस्तुसहांग्रालयात शांतपणे बसलो हो... निवडणूक निकालाच्या निमित्याने आज निवडणूक निकालाच्या दिवशी *आज तेवीस तारीख. कोण न... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share મસોતુ (7) 1.2k 3.3k " મસોતુ"માં એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લેતા પહેલા થિંગડાઓ મારેલી સાડી આપતા કહ્યું હતુ ' આના નાના નાના ટુકડા કરી સાચવીને રાખજે . તારી ચા નું ટેબલ સાફ કરવા કામ લાગશે . અને હા...રેખલી તને ગમતી હોયતો વેળાસર વાત કરીને પરણી જા જે , હુ જઈશ પછી રોટલા કોણ ખવડાવશે ?જયેશ જવાબ આપતા બોલતો ' તારું ઉપર જવાનુ રહેવા દે ને... મને રોજેરોજ રોટલા તો તારા હાથના જ ખાવા છે....અને પરણવા માટે થોડુ ભેગુ તો થવા દે મારી માવડી....., બોલતા બોલતા હસવા લાગ્યો .. અને આ જ હાસ્ય પળવારમાં તો રુદનમાં બદલાય ગયુ . માં ખરેખર મને છોડીને દૂર નીકળી ગઈ હતી . જયેશ માટે એ તૂટ ફૂટ થયેલી ઓરડી પણ સુની થઈ ગઈ .હાઈ-વે પર ચા ની રેકડીમાં ચા ઉકાળતો જયેશ હવે એકલો થઈ ગયો હતો . લીમડાના ઘટાદાર વૃક્ષની નીચે એક ટેબલ અને બેસવા બાંકડો .... એ.સી.થી પણ મીઠી ઠંડક આપતું ઘટાદાર લીમડાનું વૃક્ષ અને એના પાંદડાના ખરવાથી ટેબલની સજાવટ આપોઆપ થઈ જતી ....એક દિવસ ગાડીમાં આવેલ એક શેઠ પોતાનો બેગ ભૂલી ગયા . જયેશ હજુ સાદ કરે એ પહેલા તો શેઠે ગાડી હંકારી મૂકી . જયેશને બેગ ખોલવી યોગ્ય ન લાગ્યું . છતા કદાચ એ ભાઈની કોઈ ભાળ મળે તો .... ..એ વિચારતા એણે બેગ ખોલી...જોયુ.... તો...નોટોના બંડલથી ભરેલુ!! , બાપ...રે...થોડીવાર તો મગજ શૂન્ય થઈ ગયુ .કાશ..... આટલું મારી પાસે હોતતો...? જયેશ કલ્પનાઓની દુનિયામાં ખોવાય ગયો . એની કલ્પનાઓ પણ જાણે એની ચાહક હતી . કાશ...એક નાનકડો સરસ મજાનો ઓરડો હોય ,ઓરડામાંથી બહારની દુનિયાને જોઈ શકાય એવી મસ્ત નાનકડી બારી હોય , અને બારીમાંથી ટપ ટપ કરતા વરસાદના ટીપાં અને એ ટીપાને હથેળીમાં ભરીને રેખલીના ચહેરા પર છાંટવાનો આનંદ... વરસાદની મોજમાં રેખલીના હાથના ગરમાગરમ ભજીયાનો સ્વાદ...રેખલી પણ મારી કલ્પનાઓમાંની જ એક હતી . સાચુ કહું તો રેખલી નામની કોઈ છોકરી મારા જીવનમાં હતી જ નહીં . આ તો માં બીમાર રહેતી હતી .અને એના જીવને ટાઢક વળે એટલે રેખલી નામનુ પાત્ર ઉપજાવી કાઢ્યું હતુ .જોરજોરથી કાનમાં વાગતા કાર ના હોર્ને કલ્પનામાંથી ઢંઢોળીને જગાડ્યો . પાછુ વળીને જોયુ તો એકદમ ચોંકી ઉઠ્યો . એ જ ભાઈ હતા . જે રોકડરકમથી ભરેલો બેગ ભૂલી ગયા હતા .ગાડીમાંથી નીચે ઉતરતા જ ભાઈ બોલે એ પહેલા જ જયેશ બોલી ઉઠ્યો...' મેં તમને કેટલાય સાદ કર્યા , પણ તમે સાંભળ્યા જ નહિ...' લે...બોલ .... હુ પણ બહેરો હો...પણ હવે પહેલા તુ સાંભળ , તારી ચા નો સ્વાદ મને પાછો અહીં ખેંચીને લઈ આવ્યો છે.' અરે કાકા હુ તો તમારા આ બેગની વાત કરું છું ' ' હા મને ખબર છે . પણ હુ તારી સાથે બીજી વાત કરવા આવ્યો છુ. તને જો વાંધો ન હોયતો અહીંથી થોડે દૂર મારા શહેરમાં મારા ઘરથી બે ડગલા જેટલું ચાલો... એટલા જ રસ્તે મેં એક ફેકટરી શરૂ કરી છે . તને વાંધો ના હોયતો તારી ચા ની આ રેકડી ત્યાં શરૂ કરી દે ....!! અને હા...મારા એક સાવ નાનકડા એવા આઉટહાઉસમાં જો તને ગમે તો ત્યાં જ રહી જજે .એટલે મારી ફેકટરીમાં કામ કરતા મજૂરો માટે ચા ની રોજની ચિંતામાંથી હુ મુક્ત થઈ જાવ ...' જયેશ તો વાત સાંભળી અચંભીત રહી ગયો . પેલા જ્યારે સાદ કર્યો ત્યારે આ શેઠે મારો સાદ ના સાંભળ્યો. પણ ઉપરવાળાએ જરૂર સાંભળી લીધો લાગે છે ... ' સાહેબ તમે ખરેખર સાચું...બોલતા બોલતા અટકી ગયો...' હા...હા...અહીં ચા પીતા પીતા હું તારા ચહેરાને પણ માપી રહ્યો હતો .તારી કમાણી ખાસ ન હોવા છતા તારા ચહેરા પર સંતોષ છલકાતો હતો . એક મીઠું હાસ્ય હતુ . બસ ... માણસને બીજુ જોઈએ પણ શુ .... !!!જતા જતા તારા જ વિચારો મને ફરી તારી તરફ ખેંચી લાવ્યા . અને તને સાથે લઈ જવા...આવી જ પહોંચ્યો..ચા ની કીટલી અને જરૂરી સામાનમાં ખાસ તો માં ના સાડલા માંથી કરેલ નાના નાના ટુકડાઓના "મસોતા" લઈને જયેશબાબુ તો ઉપડ્યા...શેઠના આંગણે જતા જ એમણે રૂમ દેખાડી ..... આબેહૂબ એવી જ.... જે હજુ હમણાં જ એના મનની કલ્પનાઓમાં ઉડાન ભરી રહી હતી . નાનકડો ઓરડો , ઓરડામાં નાનકડી બારી ......પણ....કલ્પનાની પેલી રેખલી ક્યાં??શેઠ બધુ સમજાવતા ગયા ..... રોજ સવાર સાંજ કેટલી ચા જોશે ..એ બધુ હું તને ગણતરી કરીને કહી દઈશ . પણ અત્યારે તો તુ.... તારો થાક ઉતાર અને અહીં અમારા ઘરની ચા પી ને જો.. તારી જેવો સ્વાદ છે કે નહીં ? પોતાના ફળિયામાં કામ કરતી છોકરીને જોરથી અવાજ દેતા શેઠ બોલ્યા ' અરે રેખલી ગરમાગરમ બે કપ ચા લેતી આવજે.... આ રેખલી વર્ષોથી અમારે ઘેર જ રહે છે . માં બાપ વગરની અનાથ છે . ઘણી ડાય છે . ઘરનુ બધુ કામ ફટકામાં કરી નાખે છે .નામ સાંભળતા જ જયેશ અચંભીત રહી ગયો ...હજુ આગળ વિચારે એ પહેલાં તો રેખલી ચા ના કપ લઈને હાજર....ચા નો કપ હાથમાં લેતા સહજ રીતે એક નજર રેખલી તરફ નાખી જ લીધી ... આ...તો ....ગજબ કહેવાય ? મારી કલ્પનાઓનું જોર કે પછી માં નો આશીર્વાદ... પ્રેમાળ આંખોથી રેખલીને જોઈ જ લીધી . કેસરિયા ઓઢણામાં સજેલી રૂપાળા મુખવાળી રેખલીએ પણ એક મીઠી નજરે જયેશને જોઈ જ લીધુ. ..ઓરડાની બારીમાંથી આવતા ફરફરાટ પવનને કારણે માં ના સાડલાનું મસોતુ ઉડીને સુરેશના ચહેરા પર આવી ચડયુ . માં સાડલાનું મસોતુ ખરેખર આશીર્વાદ રૂપ બની ગયુ... Download Our App