પ્રેમ સમાધિ
પ્રકરણ-14
કલરવ શંકરનાથની સામે આવીને બધી સાંભળેલી વાત બોલી ગયો અને એમની સાથે જવા જીદ કરવા લાગ્યો. શંકરનાથ વળગીને વ્હાલ કરતાં કહ્યું "દિકરા તું હજી નાનો છે મારી સરકારી નોકરીની ઉજળી બાજુની પાછળ બીજી કાળી ભાત છે જે બહુ અટપટી છે એમાંથી હું બહાર નીકળી જવા માંગુ છું.. હવે તું મોટો થઇ ગયો છે ને ?”
કલરવે માથું હલાવી હાં પાડી... શંકરનાથે ઉમાબેન સામે જોઇને કહ્યું “કલરવ બેટા તારી માંની સામે તને હવે બધી સાચી વાત જણાવું છું અમારાં પોસ્ટ ખાતામાં જે પાર્સલ સર્વિસ ચાલે છે એમાં ઘણાં કાળાં કામ થાય છે સરકારી મીઠી નજર નીચે ઘણાં ગોરખધંધા અને ગુનાખોરી તથા નશા કરવાનાં પાવડરનાં ધંધા ચાલે છે આપણાં દરિયાકાંઠાનાં ઘણાં ખલાસી ટંડેલ આ ધંધામાં ખૂબ આગળ વધી ગયાં છે.”
કલરવ આશ્ચર્ય અને આધાતની સાંભળી રહેલો ઊમાબહેનને શંકરનાથનાં બોલેલો એક એક શબ્દ ભય પમાડી રહેલો એમને પચી નહોતો રહ્યો.
શંકરનાથે કહ્યું “મોટો માલ બલ્કમાં શીપમાં ખેંપ મારવામાં આવે છે માછલીની ડીલીવરી સાથે આ બધું પણ જાય છે નાના નાનાં વહાણમાં આવાં કામ થાય છે અને ખૂબ મોંધી ડ્રગનાં નાનાં પડીકા ખાનગી પાર્સલ સર્વિસમાં નહીં પણ સરકારી પોસ્ટખાતાનાં પાર્સલમાં જાય છે જે પોસ્ટમાં કામ કરનાર બધાં જાણે છે બધાને એમની કિંમત મળી જાય છે એટલે બેરોકટોક આવું બધું ચાલે છે.”
કલરવે કહ્યું "પણ પાપા તમે તો હેડ છો તમે શા માટે ચાલવા દો છો ? પકડાવી દો બધાને આતો દેશ સામે ચોરી છે ગુન્હો છે પકડાઇ જનારને મોટી સજા થશે”.
શંકરનાથે હસતાં હસતાં કહ્યું "કોણ પકડાવે ? બધાની મેલી મીલીભગત છે. તને પ્રશ્ન થશે હું આમાં સંડોવાયેલ છું ? હાં મને પણ ખબર છે પણ જો હું વચ્ચે આવું તો જીવતો ના રહુ પણ હું આંખ આડા કાન કરું છું મેં આજ સુધી એક પૈસો નથી લીધો”.
“બધાં સ્મગ્લરો અને ડ્રગ માફીયા બધું જાણે છે. એવાં પડીકાની ડીલીવરી થાય છે એ ચોપડાઓમાં મેં હોંશિયારીથી સહીઓ નથી કરી પણ હવે કસોટીકાળ છે મારે એ સહીઓ કરવી પડશે અથવા રાજીનામુ આપવું પડશે. મધુ અને બીજાઓ એમાંથી ખૂબ પૈસા કમાય છે માલ બનાવે છે. પણ હવે મધુએ એક કરતાં વધારે માફીઆઓ સાથે સંબંધ બાંધી દીધાં છે”.
પોસ્ટ પાર્સલ યોજના હેઠળ હવે કાળા કામજ થાય છે મધુ બીજા સ્ટાફને ક્યાં તો ધમકાવે છે અથવા પૈસા દાબી મોં બંધ કરી દે છે. મેં એનાં રજીસ્ટરમાં સહીઓ કરવા ના પાડી દીધી છે. બીજો એક માફીઓ છે સાધુ એનાં પડીકાની ડલીવરી સુરત કરી દીધી છે જે હું પકડાવી દેવા માટે જઊં છું”.
કલરવે કહ્યું " પણ પાપા અત્યાર સુધી તમારાં નાક નીચે બધુ ચાલ્યું તમે ચાલવા દીધું ? ભલે પૈસા ના લીધાં હોય હવે એકદમજ કેમ રેડ પાડવી છે ? પોલીસને જાણ કરવી છે ? આંખ મીચી દેવાથી દુનિયામાં અંધારુ નથી થવાનું તમે નથી જોઇ શકતાં પણ દુનિયા ચાલે છે.”
“મધુકાકા સાથે શું વાંધો પડ્યો છે ? અત્યાર સુધી કોના કામ તમારી બ્રાન્ચ કરતી હતી ? તમારી મીઠી નજર નીચે કોના કામ થતાં હતાં ? ભલે તમે પૈસા નથી લીધાં પણ ગુનો તો તમે પણ કર્યો છે.”
શંકરનાથે કહ્યું “તારી વાત સાચી છે ગુનો મારાંથી પણ થયો છે પણ હવે પકડાવી દઇ પ્રાયશ્ચિત કરવું છે ? બધું છોડી દેવું છે નોકરી પણ છોડવી છે હવે મારાથી બધી ચિંતાઓ અને ડર સહેવાતો નથી.. હું કાલે સુરત જઇને બધો ઘટસ્ફોટ કરી દઈશ.. પણ એ મધુને નહીં છોડું.. એણે મને ફસાવવા ત્રાગડો રચ્યો. અમુક રજીસ્ટારમાં મારી ડુપ્લીકેટ સહી કરીને બધો માલ એ ખાટી ગયો છે.”
અત્યાર સુધી ચૂપચાપ સાંભળી રહેલા ઉમાબહેને કહ્યું “તો આટલો સમય ચાલવા કેમ દીધુ ? તમારે થવાજ દેવું હતું તો વળતર લેવું હતું આતો કમાયા બીજા અને ચિંતા તમે કરો છો ? ખોટું છે તો પહેલેથી કરવાનું નહોતું કરવા દેવાનું નહોતું હવે બધાં સાથે દુશ્મની કરી તમને શું મળશે ? આતો જાન જોખમમાં રાખવા જેવી વાત છે. આવા વેદીયાવેડા ના કરાય.”
શંકરનાથને ઉમાબેનની વાત સાંભળીને ગુસ્સો આવ્યો બોલ્યાં "પાણીમાં રહીને મગર સાથે વેર રાખું ? પહેલાં તો મને કશી ખબરજ નહોતી દવાનાં પડીકા છે. એક કરીને ડીલીવરી થંભી પછી આવી લાઇનમાં નીતીવાળા માણસો પણ હોય છે. વિજય ટંડેલને મારાં વિશે જાણકારી મળી હું એક પૈસો નથી લેતો અને એનાં પડીકાં ડીલીવર થઇ જાય છે જાણીને મને રૂબરૂ મળવા આવેલો હકીક્તમાં પડીકા શેનાં છે મને તો એની ખબરજ નહોતી.”
કલરવે કહ્યું "પાપા વિજય ટંડેલ ? એતો મારી સાથે ભણતો સુમન એનાં મામા છે સુમન હવે આગળ નથી ભણવાનો એનાં આ મામા સાથે શીપ પર જતો રહેવાનો "
શંકરનાથ કલરવને સાંભળી રહ્યાં.. બોલ્યાં “એ વિજયનાં ભાણાને શું ભલભલાને ઠેકાણે પાડી દે એવો છે એને મારાં માટે પૂજ્યભાવ છે લાગણી અને માનથી વાત કરે છે કહે છે ભૂદેવ તમારો વાળ વાંકો નહીં થવા દઊં પણ પેલાં મધુને ઠેકાણે પાડી દઇશ”.
વિજય ટંડેલ માછલી ઉદ્યોગનો કીંગ છે એનાં દેશમાં અને પરદેશમાં બધે ધંધો ચાલે છે કેટલી તો એની શીપ છે કાલે રાત્રે એનોજ ફોન હતો અને હું સુરત જઇને બધું ઠીક કરી આવીશ એનાં માણસો મારું ધ્યાન રાખશે મધુ ગમે તેટલી હુંશિયારી કરે એનું કશું નથી ચાલવાનું મધુ તો એવો ફસાશે કે સીધાં જેલનાં સળીયા ગણવા પડશે”.
ઉમાબહેન કહે "હાય હાય મધુભાઇ આવાં છે ? એમનું ઘર... ઘર શું બંગલો કેવો બાંધ્યો છે ? ગાડી છે. ઘરમાં તો જાણે ઓ... હો.. હો.. બધી રેલમછેલ છે હવે ખબર પડી કે આ બધું કેવી રીતે છે ? અને એક તમે એવાં ને એવાં રહ્યાં..." શંકરનાથે કલરવ સામે જોયું....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-15