પ્રેમ સમાધિ
પ્રકરણ-12
“છોકરાઓ સૂઇ ગયાં ?” શંકરનાથે પૂછ્યું... ઉમાબહેન કહે “એમનાં રૂમમાં ગયા છે સૂઇજ ગયાં હશે.” પણ કલરવ જાગતો હતો એ શાંત વાતાવરણમાં માં-પાપાની વાતો સાંભળી રહેલો એની આંખમાં નીંદર નહોતી એ વિચારે ચઢેલો કે પાપા પાસે ફોન છે આજ સુધી ખબર નહોતી ઓફીસમાંથી આપ્યો હશે પણ ક્યારેય જણાવ્યું નહીં. પણ પાપા ખાનગીમાં કોની સાથે વાત કરતાં હતાં ? માં ને કેમ એવું કીધુ કે છોકરાઓ સૂઇ જાય પછી વાત કરીશ. બહારગામ જવાનાં છે. શું થયું હશે ? પાપાને કોઇ ચિંતા હશે ?
કલરવ વિચારોમાં હતો અને એનાં પાપાએ એની મંમી સામે વાત કરવી શરૂ કરી એણે વિચારો હટાવ્યા અને વાત સાંભળવા અધીરો થયો.
શંકરનાથે કહ્યું "ઉમા હું કાલે ખૂબ અગત્યનાં કામે બહારગામ જઊં છું ઓફીસમાંથીજ ફોન હતો.” ઉમાબહેને આશ્ચર્યથી પૂછ્યું ? “આટલી રાત્રે પોસ્ટ ઓફીસ ખૂલ્લી હોય ? કઇ ઓફીસ એ તમે ક્યાં જવાનાં છો ? એવી શું વાત છે કે રાત્રે ફોન આવેલો ? કઈ ચિંતા જેવું નથીને ? જે કઈ હોય મને કહો... મારો જીવ બળે છે"
શંકરનાથે કહ્યું "પોસ્ટ ઓફીસ નહીં અમારી જે પોસ્ટલ પાર્સલ સેવા છે એ ઓફીસ 24 કલાક ચાલુ હોય બસ દિવસ રાતનો સ્ટાફ જુદો હોય તારે આ બધામાં પડવાની જરૂર નથી કોઇ અગત્યનું કામ છે એનાં માટે સુરત જવાનું છે” શંકરનાથ અર્ધસત્ય બોલ્યાં...
ઉમાબહેને કહ્યું “તમારી પાસે આવો ફોન છે મને તો એ પણ ખબર નથી તમે કેમ બતાવ્યો નહીં ? બધી કેવી શોધ થઇ છે કહેવું પડે. કલરવ તો મોટો થયો છે એને બતાવવો જોઇએ ને ? છોકરો ખુશ થાત. પણ કઈ ચિંતાવાળી વાત નથી ને ? સાચું કહેજો.. મહાદેવનાં સમ છે.”
શંકરનાથ બગડ્યા... "વારે વારે મહાદેવને કેમ વચ્ચે લાવે છે ? શું હું જુઠ્ઠુ બોલવાનો છું? આજથી ભવિષ્યનો કોઇ પ્લાન કરવો પડશે ને.... મેં તને કીધું હતું... એનાં કામ માટે જઊં છું..”. શંકરનાથે શું ફોન આ શું વાત હતી એ ના જણાવ્યું...
ઉમાબેન છોડે એવા નહોતાં... “એ બધીતો વાત કરી છે પણ તમારે ફોન આવ્યો પછી તમે તરતજ બહારગામ જવાનો પ્લાન બનાવ્યો છે. એટલે મને ચિંતા થાય છે એટલેજ પૂછ્યું. એટલેજ મહાદેવનાં સમ આપ્યા છે”.
શંકરનાથ થોડીવાર ઉમાબેન સામે જોઇ રહ્યાં પછી છોકરાઓનાં રૂમ તરફ જોયુ દરવાજા બંધ હતાં છતાં અંદર લાઈટ ચાલુ હોય એવું લાગ્યું એટલે ઉભા થઇ જોવા ઉઠ્યા. અને કલરવનાં રૂમ પાસે આવી બારણું ખોલી અંદર જોયું ઝીણી લાઇટ ચાલુ હતી અને કલરવ સૂઇ રહેલો.
શંકરનાથને હાંશ થઇ કલરવ સામે જોયું પછી બારણું બંધ કરી દીધું. બહાર નીકળી ઉમાબહેને ઈશારો કરી પોતાની પાછળ પાછળ આવવા કીધું. એમણે દાદર ચઢી ધાબા પર ગયાં ઉમાબહેન ઉચ્ચક જીવે એમની પાછળ પાછળ ગયાં પછી બોલ્યા "એવું શું છે કે ઉપર ધાબે લઇ આવ્યા ? છોકરાઓ જાગે છે ?”
શંકરનાથે કહ્યું “ધીમે બોલ.. કલરવ જાગતોજ સૂતો છે એ ઉંધ્યો નથી અને આટલી ચિંતા ના કર... મારાં પર ફોન આવ્યો છે એમાં મને કોઇ એવી વાત કરી છે કે મારે સુરત જવું પડશે ઓફીસનાં કામે. આમતો નાની પોસ્ટ ઓફીસ કહેવાય.. પણ ઘણાં લોકો પાર્સલમાં ન મોકલવાની વસ્તુઓ મોકલે જેનાં પર પ્રતિબંધ છે એવાં પેકેટ સુરત પહોચ્યાં છે એ મારે પકડવાનાં છે.. પેલો મધુ એ ગુનેગારો સાથે ભળી ગયો છે હું હેડ છું એટલે કાલે ઉઠીને મારાં ઉપર આળ આવે.... હું જ્યાં પહોંચવાનાં છે.. એ પહોચે પહેલાં પકડાવી દઊં એટલે મને મોટું ઇનામ પણ મળશે.”
ઉમાબહેનનો ચહેરો ડરથી ધ્રુજી ગયો. માંડ માંડ બોલ્યાં" પોસ્ટ ઓફીસમાં આવું પણ થાય ? એવું જેવા ગુનેગારો છે ? મધુભાઇ આવા નીકળ્યા ? પણ તમારી સાથે કેટલું જોખમ છે એ ગુંડાઓ તમને નુકશાન નહી પહોચાડે ? તમે પોલીસને જાણ કરી દો તમારે આમાં પડવાની શું જરૂર છે ?”
શંકરનાથે કહ્યું "તમને બધું કહેવામાં આવું રામાયણ છે. ડરી ડરી મને સલાહ આપશે અને મને પણ ડરાવશે. અરે એવું કશું નથી હું એક પંથ ત્રણ કાજ કરીને આવવાનો છું તું ચિતા ના કર. હું પોલીસને જાણ કરી દઇશ... તમને પણ રક્ષણ મલે એવી વ્યવસ્થા કરીશ આ કામ પુરુ થાય પછી આપણે અહીથી ટ્રાન્સફર લઇ લઇશું જીવનું જોખમ લાગશે તો રાજીનામું આપી દઇશ.”
ઉમાબહેન તો સાંભળીને માથે હાથ દઇ નીચેજ ફસડાઈ પડ્યાં... એમની આંખમાંથી આંસુ ઘસી આવ્યા “હાય હાય આવી સરસ સરકારી નોકરીમાં પણ આવું થાય ? તમે નોકરીમાંથી રાજીનામું આપી દો એણે પેટ આપ્યું છે એ ખાવાનું પણ આપશે આવી જોખમી નોકરી શું કામની?”
શંકરનાથે કહ્યું "ઉમા તારે સાથ આપવાનો છે આમ ઢીલા નથી પડવાનું મારી સાથે મહાદેવ છે નાહકની તું ચિંતા કરે છે તું જો હું કેવું બનાવીને આવું છું પછી આખી જીંદગી શાંતિ છે. જુનાગઢ છોડીને સલામત અને સુખી જીંદગી જીવીશું. છોકરાઓને કાને વાત ના આવવા દઇશ”.
ત્યાં પાછળથી અવાજ આપવો "પાપા તમે આટલી ચિંતામાં છો ? હું તમારી સાથે આવું ? હવે પરીક્ષા પણ પતી ગઇ છે. રીઝલ્ટ આવવાની વાર છે. હું હવે મોટો થઇ ગયો છું. હું બધું સમજુ છું. મધુકાકા સારાં માણસ નથી... હું તમારી સાથે આવીશ..”
શંકરનાથે આશ્ચર્ય અને આધાત સાથે પૂછ્યું “તું જાગે છે ? ક્યારનો ઉપર આવ્યો છે ? તેં શું સાંભળ્યુ ? “
કલરવે કહ્યું “પાપા મેં બધુજ સાંભળ્યું છે હું હવે 18 વર્ષનો થઈ ગયો છું. મોટો છું હું તમારી સાથે આવીશ.”
શંકરનાથે કહ્યું “આમ નાદાનીભરી વાતો ના કર, માં અને નાનકી સાથે રહે તારી અહીં જરૂર છે મને ભય નથી હું કાલે જઇને 2-3 દિવસમાં આવી જઇશ. તારે આગળ શહેરની મોટી કોલેજમાં ભણવાનું છે.”
“સપનાઓના મેં વાવેતર કર્યા છે એ તારે પુરાં કરવાનાં છે કહી કલરવને વળગીને વ્હાંલ કર્યું... પછી...”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-13