Do Dil mil rahe hai - 1 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 1

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 1

નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ મિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક છે પણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું.

****** ******** ***** ******
કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ હોય તેની જિંદગીમાં કંઈક ને કંઈક સંઘર્ષ આવ્યા જ રાખે છે. તે આ સંઘર્ષ નો સામનો કરે છે પણ કોઈને કહી નથી શકતા. ક્યાંક પપ્પાનું માન યાદ આવે છે તો ક્યાંક મા ની સલાહ યાદ આવે છે. ક્યાંક બહેન ભાઈ નો વિચાર આવે છે તો ક્યાંક પોતાનો વિચાર આવે છે. એન્જિનિયર કરેલી છોકરી અને ગામડામાં રહેતી છોકરી બંનેને સંઘર્ષ તો કરવો જ પડે છે. લગ્ન પહેલા પણ ઘણો સંઘર્ષ કરે છે અને લગ્ન પછી પણ ઘણો સંઘર્ષ કરે છે.

આ વાર્તા ના પાત્રો નીચે મુજબ છે.

મુખ્ય પાત્ર - માનસી
તેમના પતિ - આદિત્ય
મમ્મી અને પપ્પા- સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ
બહેન- મિતાલી

2. મુખ્ય પાત્ર- ક્રિતિકા
તેમના પતિ - મયંક
મમ્મી અને પપ્પા - નાયરા અને અવિનાશ
ભાઈ - પ્રતીક

અન્ય બીજા પણ પાત્રો વાર્તામાં આવશે.

દ્રશ્ય 1

સરસ મજાની સવાર ખીલી ઉઠી છે. ગામમાં ચારે બાજુ હરિયાળી લહેરાયેલી છે. કોયલ નો કંઠ આજે મધુર લાગી રહ્યો છે. આજે પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયેલો હોય છે. સ્મિતાબેન અને મહેન્દ્ર ભાઈ આજે બહુ ખુશ દેખાય રહ્યા હતા. માનસી ને સૌ કોઈ ચીડવી રહ્યું હતું. તે મનમાં ને મનમાં શરમાતી હતી. આજે આદિત્યનું માંગુ માનસી માટે આવ્યું હતું. આદિત્યના પરિવાર માનસી ને પોતાની વહુ બનાવવા માંગતો હતો. માનસિંહ નો પરિવાર પણ આદિત્યને પોતાનો જમાઈ બનાવવા માટે તૈયાર હતો. વર્ષોની દોસ્તી આજે સંબંધમાં બદલાવા જઈ રહી હતી. સૌ કોઈ પેંડા અને મીઠાઈ વેચી રહ્યા હતા. બસ થોડા સમય બાકી હતો ઢોલ નગારા અને શરણાઈ ને.... પછી તો માનસી ખુશી ખુશી આ ઘરથી વિદા થવાની હતી.

માનસી એકદમ દિલની બિન્દાસ છોકરી હતી. જે પણ હોય તે મોઢે કહી દેતી હતી. તે પહેલેથી જ ગામડાના રીત રિવાજોમાં ઢળેલી હતી. તેણે એક સાદો ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો અને માથે દુપટ્ટો ઓઢેલ હતો. માથાની હેર સ્ટાઇલ જોવો તો સાવ સાદી અને સિમ્પલ. હાથમાં થોડી બંગડીઓ પહેરેલી અને કાનમાં ઝુમકા પહેરેલા હતા. પગમાં એક સાધારણ મોજડી પહેરેલી. બસ આજ માનસીની સાદગાઈ હતી. રંગે એકદમ ગોરી અને સ્વભાવે બધાની સાથે ભળી જાય તેવી, મોઢું તો તેનો આખો દિવસ વાતો કરવામાં જ શરૂ હોય અને આખો દિવસ પોતાના કામમાં જ વ્યસ્ત હોય. તેને બધા પર વિશ્વાસ બહુ જલ્દી આવી જ હતો. એક વખત દોસ્તી કરે તો પછી તે તેને સાચા દિલથી નિભાવતી હતી. આ હતી ગામડાની સીધી સાદી માનસી.

માનસી ના તો ગુણગાન બહુ ગાઈ લીધા આ તો હવે આદિત્ય વિશે પણ થોડું જાણીએ. આદિત્ય રોય એક બહુ મોટો જ બિઝનેસમેન હતો. તેને તેની પર્સનાલિટી બહુ સૂટ કરતી હતી. કપડાની બાબતમાં તે બહુ ધ્યાન રાખતો. જરા પણ આમતેમ વસ્તુ તેને બિલકુલ પસંદ ન આવતી. ઘરેથી ટાઇમે નીકળવું ઓફિસે કામ કરવા સુધીની બધી જ વસ્તુઓ તે સમયસર કરતો હતો. સમયનો તે એકદમ પાકો ખેલાડી હતો.

આ માનસી અને આદિત્ય નો પરિચય હતો. તમને શું લાગે છે કે માનસી અને આદિત્ય બંને આ સંબંધને નિભાવી શકશે?

દ્રશ્ય 2

ક્રિતિકા. ક્રિતિકા એકદમ બોલવા વાળી અને થોડી ઘણી છોકરી હતી. તે પોતાના મનમાં આવે એ જ વસ્તુ કરતી હતી. તે ભણેલી ગણેલી છોકરી હતી. તેણે એમબીએ પાસ કર્યું હતું અને અત્યારે જોબ કરી રહી હતી. તેની સેલેરી પણ બહુ સારી હતી. તેને ઘર કામમાં થોડો ઓછો રસ હતો. તે મમ્મી અને પપ્પાને ખૂબ લાડકી દીકરી હતી. તે એક ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવા માંગતી હતી. તેને કોઈપણ વ્યક્તિ પર ડિપેન્ડ રહેવું બિલકુલ પસંદ ન હતું. અને આ જ વાત તેને તેના પપ્પા પાસેથી શીખવા મળી હતી.

તેના પપ્પાએ તેને નાનાથી મોટી કરી છે. જિંદગીની દરેક મુશ્કેલ થી લડતા શીખવાડ્યું છે. પપ્પા અને દીકરી નું બોન્ડિંગ બહુ સ્ટ્રોંગ હતું . થોડી મસ્તી ખોર, થોડી જિદ્દી, તો થોડી ખડુસ હતી. પહેલેથી જ તે જીન્સ ટોપ માં રહેલી છે તેથી તેને સજાવટ બહુ ઓછી પસંદ આવતી હતી.તે બ્લુ કલરનો જીન્સ, યલો કલરનો ક્રોપ ટોપ, ખુલ્લા વાળ અને ચહેરા પર ગુલાબી લાલી માં હોય છે. ક્રિતિકા માટે મયંકનો રિશ્તો આવેલો હતો. તેને આ વાતમાં કોઈ રસ ન હતો પણ તેના પપ્પાના કહેવાથી ત્યાં લગ્ન માટે હા પાડી દે છે. મયંક અને તેનો પરિવાર ભણેલો હોવાથી ક્રિતિકાને અમુક વસ્તુઓ સમજશે તે હિસાબે કૃતિકા ના પપ્પા અવિનાશ આ લગ્ન માટે હા પાડે છે. આ વાત હતી ક્રિતિકા ની.

મયંક. જેમ ક્રિતિકા એક જિદ્દી છોકરી હતી તે મયંક પણ એક જિદ્દી અને છોકરો હતો. તે બસ પોતાનો જ વિચાર કરતો હતો. તે પોતાની રીતે જ રહેતો હતો. તે કોઈ પણ સાથે બે મિનિટ બેસીને વાત પણ નહોતો કરતો. કામની વાત સિવાય બીજી કોઈ પણ વાત તેને આવડતી ન હતી. ક્રિતિકા ની જેમ મયંકને પણ આ લગ્નમાં કોઈ રસ ન હતો. તેણે આ લગ્ન ની હા પાડતા પહેલા જ તેમના મમ્મી પપ્પા પાસે એક ડોક્યુમેન્ટ સાઈન કરાવ્યો હતો. કે હું આ લગ્ન માત્ર તમારી જ ખુશી માટે જ કરું છું. મને આ લગ્નમાં કોઈ દિલ ચશ્પી નથી. મારા તરફથી ક્રિતિકા માટે લગ્નની કોઈ પાબંધીઓ નહીં હોય. તેણે મારી સાથે પતિ પત્ની વાળો રિશ્તો નિભાવાની કોઈ જરૂર નથી. તે પોતાની રીતે આઝાદ થી રહી શકે છે. અને આ બધી વાત માટે હું જિમ્મેદાર નહીં હોવ.

તમને શું લાગે છે ક્રિતિકા અને મયંક વચ્ચે પતિ પત્ની નો રિશ્તો બની શકશે? શું ક્રિતિકાને મયંક ના આ ડોક્યુમેન્ટ વિશે લગ્ન પહેલાં જ ખબર પડી જશે?

એક બાજુ માનસી અને આદિત્યની જોડી છે તો બીજી બાજુ ક્રિતિકા અને મયંક ની જોડી છે. બંનેની જોડી બહુ જ અલગ હોય છે. માનસી જે એકદમ સીધી સાદી હોય છે ત્યાં આદિત્ય મોર્ડન ફેમિલી માંથી બિલોંગ કરે છે. ક્રિતિકા છે ફેશનેબલ હોય છે ત્યાં મયંક પહેલા જ ડોક્યુમેન્ટ સાઇન કરી નાખે છે. તેને આ લગ્નમાં કોઈ રસ હોતો નથી.

પ્યાર કે રાસ્તે નહીં હે આસાન,
યહા હર કિસી કો હોના પડતા હૈ કુરબાન ,
કોઈ બતા કે કુરબાન હોતા હૈ
તો કોઈ બીના બતાયે સબ કુછ બોલ દેતા હૈ
કિસી કે લિયે રિશ્તે કા મૌલ જ્યાદા હૈ
તો કિસી કે લિયે રિશ્તા કા મોલ કુછ ભી નહી
જરૂરી નહીં કે હર કોઈ અપના હમસફર પા લે
કોઈ બીના વજહ હસતા હૈ
તો કરી છુપછુપ કે રોતા હૈ
દેખતે હૈ ઇસ પ્યાર કે રાસ્તે મેં
પ્યાર કી હોતી હૈ જીત યા પ્યાર કી હોતી હૈ કુરબાની

વાર્તા ને સ્ટીકર, કોમેન્ટ અને રેટ આપવાનું નહી ભૂલતા 😊

અને હા આ વાર્તાઓને ઓડિયો સ્વરૂપે માણો મારી youtube ચેનલ "પ્રિયા તલાટી " "priya talati "માં

આગળ

~ પ્રિયા તલાટી