Prem - Nafrat - 98 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯૮

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૯૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૮

લખમલભાઇનો ફોન ઉપાડતા પહેલાં રચનાના દિલની ધડકન વધી રહી હતી. લખમલભાઇએ દેવું ચૂકવવા રૂપિયા આપ્યા પછી પોતે ઘરે ગઈ નથી તેથી રિસાઈ હોવાનું એમને લાગ્યું હશે? પોતે એમના ઘરે કોઈને કહ્યું પણ નથી કે એ મમ્મીના ઘરે રોકાવાની છે. ઘરના અન્ય સભ્યોએ મારા વિરુધ્ધ એમને ચુગલી કરી હશે? ભલે કાન ભર્યા હોય, મારે શું? હવે કેટલા દિવસ રહેવું છે એમને ત્યાં? મનમાં ઘૂમરાતા અનેક સવાલો સાથે રચનાએ ફોન ઉપાડી સ્વરને સહજ રાખી કહ્યું:બોલો પપ્પાજી...

પેલા ભાઈને રૂપિયા ચૂકવી દીધા ને? લખમલભાઇએ ધીમા અવાજે પૂછ્યું.

હા, એમણે આપણી કંપનીના કાગળો પાછા આપી દીધા છે. હું મમ્મીને કામ હોવાથી બે-ત્રણ દિવસ રોકાવાની છું... રચનાને યાદ આવ્યું કે બીજી બધી ગડમથલમાં પોતે આરવને કહ્યું હતું પણ પરિવારને જણાવ્યું ન હતું.

એનો વાંધો નથી. આરવે મને કહ્યું છે. અને એક રીતે તેં આ સારું જ કર્યું છે. હું તમારે ત્યાં વાત કરવા આવવાનો છું ત્યારે તું ત્યાં હાજર હોય એ વધારે જરૂરી છે. તારા તારા પિતા વિષે જાણવું ખૂબ જરૂરી છે. તું આવતીકાલે ઘરે જ રહેજે. હું સવારે એકલો આવીશ... આરવ સાથે આ બાબતે કોઈ વાત કરતી નહીં... લખમલભાઇએ સૂચના આપી ફોન મૂકી દીધો.

રચનાને ખ્યાલ આવી ગયો કે કોઈને ખબર ના પડે એ રીતે એમણે ફોન કર્યો હતો. એ ઈચ્છે છે કે હું પણ એમની બધી વાત સાંભળું. મારે આરવને કોઈ બહાનું બનાવી દેવું પડશે. એ હવે બહાના બનાવવામાં કોઈને પહોંચે એમ ન હતી એ વાત પર જાતે જ હસી અને એક વિચાર સ્ફૂરી આવ્યો એટલે તરત ફોન લગાવ્યો.

હા, રચના... કેમ છે? એકલા ગમે છે ને! આરવ ઉત્સાહથી બોલ્યો. એના દિલમાં જ નહીં હોઠ પર પણ પ્રેમ છલકતો હતો.

રચનાને ખ્યાલ આવી ગયો કે રૂપિયા ચૂકવાઈ ગયા પછી આરવ હળવોફૂલ થઈ ગયો છે. એનું નસીબ સારું છે કે અત્યારે એના બદલે પપ્પા ઝપટમાં આવી ગયા છે. એ વિચાર કરીને બોલી:શું થાય? છોકરીએ પિયરનું પણ જોવું પડે ને? ખાસ એટલે ફોન કર્યો કે આવતીકાલે હું કંપની પર આવી શકીશ નહીં... અહીં માના ઘરે જ રહેવાની છું.

કેમ? શું થયું?’ આરવના અવાજમાં ચિંતા ભળી.

કોઈને કશું જ થયું નથી. બધા મજામાં છીએ. આવતીકાલે એક બહેનપણી મળવા આવવાની છે. વર્ષો પછી મળી રહી છે એટલે થયું કે બે દિવસ એની સાથે ગાળું. રચનાએ બહાનું રજૂ કરી દીધું.

સારી વાત છે. જૂની ફ્રેન્ડ આવી રહી છે તો મારી સાથે પણ મુલાકાત કરાવીશને? તું કહેતી હોય તો હું મળવા આવું! આરવ હસીને કહેવા લાગ્યો.

રચના ચમકી ગઈ. એણે ફેરવી તોળ્યું:આરવ, એ મારી નહીં મારી મમ્મીની બહેનપણી છે. મા ઈચ્છે છે કે હું પણ સાથે રહું... એમને મારી સાથે સારું બને છે.’

અચ્છા! વાંધો નહીં. હવે આપણે નવા મોબાઈલની પણ તૈયારી કરવી છે. એવો મોબાઈલ લાવવો છે જે ધમાલ મચાવી દે. આપણી કંપનીને હવે ઉગારી દે એવી કમાલ તારે જ કરવાની છે. તું નવા મોબાઇલને લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દે... આપણે નિષ્ફળતા ભૂલીને આગળ વધવું છે. મારો વિચાર તો સ્માર્ટ વોચ બનાવવાનો પણ છે... આરવે ઉત્સાહથી કહ્યું.

હા જરૂર. આ વખતે સસ્તો અને સારો તો ખરો પણ એવો ઉપયોગી મોબાઈલ લોન્ચ કરીશું કે લોકો કહેતા થઈ જાય કે મોબાઈલ લેવો તો માઇન્ડ મોબાઇલ નો જ! રચનાએ પણ સામે ઉત્સાહથી કહ્યું.

ફોન મૂક્યા પછી રચનાના મનમાં આવી ગયું:આરવ, સ્માર્ટ વોચ બનાવતા પહેલાં જ તારા પરિવારનો ખરાબ સમય શરૂ થવાનો છે એની તને ખબર નથી. હવે આ નવો મોબાઈલ ખરેખર જ આપણી કંપનીને ધડાકા સાથે બાળી નાખે એવો બનાવવો છે. બસ હવે બદલો પૂરો થવામાં જ છે.

રચના છેલ્લો દાવ ખેલવાનો વિચાર કરવા લાગી.

ક્રમશ: