Forbidden Island - 1 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | ફોર્બિડન આઇલેન્ડ - 1

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ફોર્બિડન આઇલેન્ડ - 1

આ કાલ્પનિક કૃતિ છે. અન્યથા સૂચવ્યા સિવાય, આ પુસ્તકમાંના તમામ નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની ઉપજ છે અથવા કાલ્પનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે.

જે લોકો ભૂત-પ્રેત માં માનતા નથી તેમની સામે મારે કોઈ દલીલ કરવાની રહેતી નથી અને જે લોકો ભૂત-પ્રેત માં માને છે તેમને કશું કહેવાનું નથી ભૂત-પ્રેતના અસ્તિત્વ ના વિવાદમાં પડ્યા સિવાય આ નવલકથાને નવલકથ ની જેમ વાંચવા વિનંતી

પ્રકરણ 1

જુલાઈ મહિનાંની એક નમતી બપોરે અમે ભરતપુર ના દરિયા કાંઠા ની જેટીથી થોડે દૂર આવેલા ઢાબામાં જમવા બેઠા હતા. આજે અમારી ટીમ ભરતપુર એકઠી થવાની હતી અને અમે એક કે બે દિવસમાં ભરતપુરની પૂર્વમાં 100 નોટિકલ માઇલ દૂર આવેલા ફોર્બિડન આઇલેન્ડ ની સફરે જવાના હતા. ત્યાં અમે એક ખાસ વનસ્પતિની શોધમાં જવાના હતા. જે મળી જાય તો માનવજાત માટે વરદાન રૂપ હતી ને મારી કંપની માટે કુબેર નો ખજાનો હતી તેના માટે અમારી કંપની આયુહર્બ ફાર્મા લિમિટેડે ભારત સરકાર પાસેથી ખાસ મંજૂરી મેળવી હતી. કારણ કે આ ટાપુ પર 19 ડિસેમ્બર 1961 ભારત સરકાર દ્વારા કબ્જો મેળવાયો હતો. ત્યાં સુધી તે પોર્ટુગીઝ ના હસ્તક હતું.પોર્ટુગલ તેના પર શાસન કરતુ હતું. આ ટાપુ નું મૂળ નામ તો મણિદ્વીપ હતું. તે ટાપુ પર પહેલા વાજા ખાનદાનના શાસકો નો કબ્જો હતો. તે પછી તે મુગલોનો કબ્જો રહયો હતો. એ મુગલ બાદશાહ બહાદુરશાહે એ ટાપુ પોર્ટુગીઝોને ભેટમાં આપ્યો હતો. એ ટાપુ પર બહુ વસ્તી ન હતી એ ટાપુ ની મધ્યમાં ગીચ જંગલ આવેલું હતું તેમાં આદિવાસીઓ નો કબીલો હતો જેની વસ્તી આશરે 1500 થી 1700 ની હતી. વાજા ખાનદાન ના સમય થી જ એ ટાપુ પર કોઈ વસ્તી ન હતી. બસ આદિવાસીઓ ના એક કે બે કબીલા જ હતા જે ખુબજ ખૂંખાર ગણાતા હતા તેઓ નરભક્ષી હોવાનું મનાતું હતું. 1951માં આ ટાપુ પર પ્રવેશબંધી કરવામાં આવી હતી. કારણકે આ ટાપુને કોઈ શાપ લાગુ પડ્યો હોવાનું ત્યાંના આદિવાસીઓ અને પોર્ટુગીઝના સતાવાળો માનતા હતા. ત્યાં ટાપુ પર બહાર ની કોઈ વ્યક્તિ જતી તો થોડા જ દિવસોમાં તે ભયાનક રીતે મૃત્યુ પામતી આમ પોર્ટુગીઝોએ ત્યાં રહેલા પોતાના અધિકારીઓ તથા વિજ્ઞાનીકો ને ત્યાંથી ખસેડી લીધા હતા. ત્યાં માત્ર નાનકડો વહીવટી સ્ટાફ જ રહેતો અને નાનકડી બટાલિયન રહેતી. તે પણ ટાપુના કિનારે આવેલી કોલોની માં જ રહેતા કોઈ ટાપુ ની મધ્યમાં આવેલ જંગલમા પ્રવેશ કરતુ નહિ. ત્યાં માત્ર ત્યાંના આદિવાસીઓ જ રહેતા. તે પછી એ શાપીત ટાપુ છે અને ત્યાં જવું એટલે મોતને આમન્ત્રણ એવું એવી વાતો ફેલાઈ હતી કોઈ ડરના લીધે એ ટાપુ પર જતું જ નહોતું. પણ એક દાયકા પછી 19 ડિસેમ્બર 1961ના એ ટાપુ ની સતાનું હસ્તાંતરણ ભારત સરકાર ને કરવામાં આવ્યું પોર્ટુગીઝો ની સ્થાપેલી એ કોલોની પર ભારત ગણરાજ્ય નો તિરંગો લહેરાતો થયો. આમ તો એ ટાપુ પર કોઈ જતું નહિ પણ ભારત સરકાર દ્વારા 1965માં ભરતપુર તેમજ દેશના અન્ય જંગલોમાં અભ્યારણય જાહેર કરવાંમાં આવતા શિકારના શોખીનો ના શોખ પર અંકુશ લાગતા તેઓ પોતાના શિકારના શોખ માટે આ ટાપુ તરફ વળ્યાં હતા તેથી ભારત સરકારે આ ટાપુ પર પરવાનગી વગર પ્રવેશ બંધ રાખ્યો હતો એટલે તે ફોર્બિડન આઇલેન્ડ તરીકે પ્રસિદ્ધ થયો હતો. વળી તે ટાપુ શાપિત હોવાથી લોકો તેને શાપિત ટાપુ તરીકે પણ ઓળખતા મૃત્યુના ભય ને લીધે સામાન્ય માણસ જવા તૈયાર ના હતો. ત્યાં ભૂત હોવાની વાત પણ ફેલાયેલી હતી કોઈ કહેતું કે આદિવાસીઓના દેવતાનો શ્રાપ છે કોઈ કહેતું કે ભૂત છે પણ ટૂંકમાં કોઈક એવી શક્તિ હતી જે અજાણ્યા લોકોને ટાપુ પર થોડા દિવસથી વધુ ટકવા દેતી નહોતી. આથી તે ટાપુ પર સરકાર દ્વારા જવા માટે ફક્ત વરસમાં એક વાર જાન્યુઆરી મહિનામાં જ જવા મળતું કોઈ ને ત્યાં રાત્રી રોકાણ ની મંજૂરી મળતી નહિ ટાપુની મુલાકાતે સવારે જઈ ને સાંજે ભરતપુર પાછા આવી જવાનું રહેતું. આમ એ ટાપુ પર કોઈને પણ રાત્રી રોકાણ ની મંજૂરી ન હતી. ત્યાં ફક્ત ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ 15 થી 20 કર્મચારીઓ નો સ્ટાફ ત્યાં રહેતો અને તે પણ કિનારા પર આવેલી પોર્ટુગીઝો દ્વારા સ્થપાયેલી કોલોની ના મકાનનો વપરાશ કરતો તેઓ ફક્ત ત્યાંના જંગલમાં કોઈ વાર જ જતા હતા એ પણ કબીલામાં રહેતા મુખ્યા ની મંજૂરી મેળવી અને કબીલાના એક બે માણસો નો સાથે લઇ ને જ જતા. જેથી તેમના જીવને કોઈ જોખમ ઉભું ના થાય. ત્યાં જો કોઈ શિકારના ઇરાદે ગયું હોય તે તો કાયમી મૃત હાલાતમાં જ મળી આવતું. આમ આવા ખતરનાક આઇલેન્ડ પર જવા માટે અમે ભેગા થયા હતા. અમારી ટીમના બે સભ્યો આજે આવવાના હતા અમે તેમની રાહ જોતા બેઠા હતા અને હવે પછીની સફર કેવી રીતે કરવી તેનું આયોજન કરતા બેઠા હતા. આ સફર પર અમારા છ વ્યકિત ની ટીમ જનારી હતી. જેમાં ચાર રિસર્ચ સાયન્ટિસ્ટ એક નેવિગેશન એક્સપર્ટ એક ફિઝીશ્યન ડોક્ટર આ ચાર સાયન્ટિસ્ટો માનો હું એક કબીર ભાર્ગવ મારી આસિસ્ટન્ટ કાવ્યા પંડિત આયુહર્બની ઇંગ્લેંડ ની હેડ ઓફિસ થી આવેલા સાયન્ટિસ્ટ ડેનિયલ જેક અને નિક વિલસન અમારી સફર માટે અમે ચાર સાયન્ટિસ્ટ ભેગા થઇ ગયા હતા પણ અમે અમારા નેવીગેશન એક્સપર્ટ અને ફિઝીશ્યન ની રાહ જોતા બેઠા હતા. તેઓ આજે ભરતપુર પહોંચવા ના હતા બાદ બાદમાં આવતીકાલે અમે અમારી સફરે નીકળવા ના હતા અમારી સફર જલ્દી થી જલ્દી શરુ થાય એયુ અમે ઇચ્છતા હતા. કારણ અમે જે વનસ્પતિ ની શોધમાં જવાના હતા તેના પાન અને ફૂલનો ઉપયોગ કરી ને તેનો જે રસ નીકળે તે રસ અમને અમારી ટેબ્લેટ બનાવવા ઉપયોગી થઈ તેમ હતું પાન તો બારે મહિના મળી રહે પરંતુ જે ફૂલ થાય એ માત્ર બે જ મહિના માટે આવતા તે જુલાઈ અને ઑગસ્ટ માં જ મળે તેમ હતું જુલાઈ ના વિસ દિવસ તો જતા રહયા હતા. હવે માત્ર એક મહિનો અને દસ દિવસ જ અમારી પાસે હતા જો આ સમયમાં અમે તે પાન અને ફૂલ ભેગા ન કરી શકીએ તો એના માટે અમારે એક વરસ ની રાહ જોવી પડે તેમ હતું તેથી અમે બને તેટલી જલ્દી સફર શરુ કરવા માંગતા હતા. જેથી અમે અમારા નેવિગેશન એક્સપર્ટ અને ફિઝીશ્યન આજ સાંજ સુધીમાં પહોંચવાના હતા. તે આવે પછી અમે અમારા નૅવિગેશન એક્સપર્ટ ની મદદ થી આગળ વધવા ના હતા. એ ટાપુ પરના વનસ્પતિની જાણ મને મારા દાદાની ડાયરી માંથી થઇ હતી. મારા દાદા જયંત ભાર્ગવ પોર્ટુગીઝ ની સાયન્ટિસ્ટ ટીમનો ભાગ હતા જયારે 1940માં આ ટાપુ પર પોર્ટુગીઝો એ રિસર્ચ સેંટર ની સ્થાપના કરી હતી. તેઓની ડાયરીમાં રહેલી માહિતી ને આધારે એ આયુષ્ય વધારનારી વનસ્પતિ વિષે વાંચવા મળ્યું હતું. આથી મેં તેના વિષે વધારે ઊંડાણપૂર્વક ડાયરીનો અભ્યાસ કર્યો અને રિસર્ચ રિપોર્ટ તૈયાર કરી ને મારી હેડ ઓફિસે પર મોકલાવ્યો અને તેના રિપ્લાયમાં આજે છ મહિના પછી અમને રિસર્ચ ની મંજૂરી મેળવી રિસર્ચ માટે જઈ રહ્યા હતા. પણ એ રિસર્ચ ની સફર અમારા માટે ખુબજ ખતરનાક નીવડશે એ સમયે અજાણ હતા. સફર પર જવા માટે સાથે દાદાની ડાયરી અને તમે રહેલો નકશો સાથે લીધો હતો કારણકે ડાયરી અને નકશો સો વર્ષ જુના હતા. જે અમારી વનસ્પતિની શોધ માટેનો મુખ્ય આધાર હતા . અમારૂ જમવાનું ચાલી રહયુ હતું ત્યાં જ કોઈકે ઢાબામાં આવી ને સમાચાર આપ્યા કે બીચ પર આજે એક લાશ વિકૃત હાલતમાં તણાઈ ને આવી છે અને તે ફોર્બિડન આઇલેન્ડ બાજુ થી તણાઈ ને આ તરફ આવી પહોંચી હોય તેવું લાગે છે. આ સાંભળીને બધા કુતુહલવશ બીચ તરફ જવા લાગ્યા અમે પણ બધાની સાથે સાથે કુતુહલવશ નાસ્તો મૂકીને બીચની તરફ ચાલવા લાગ્યા. ત્યાં જઈને જોયું તો લોકોનું ટોળું ભેગું થયેલું હતું. લોકલ પોલીસ અને મરિન પોલીસ બને ની હાજરી હતી. જે લાશ મળી આવેલી તે બહુ વિકૃત હાલતમાં હતી તેને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધી હોય તેવું પહેલી નજરે જણાતું હતું. તેના ખિસ્સામાંથી થી લેટેસ્ટ પિસ્તોલ પણ કબ્જે કરવામાં આવી હતી તેવો ગણગણાટ ત્યાં થઇ રહ્યો હતો તેવું લાગી રહ્યું હતું કે તે ફોર્બિડન આઇલેન્ડ પર શિકાર કરવા ગયો હતો ને પોતે જ શિકાર થઇ ગયો હતો. સ્થાનિકો માં એવો ગણગણાટ પણ હતો કે આદિવાસીના દેવતાઓ એ તેને પોતાનો પરચો બતાવ્યો છે તો કોઈ વળી એવું કહેતું હતું કે એ ટાપુ પર રહેલા ભૂતે તેનો ખાત્મો કરી નાખ્યો છે. તો કોઈ માનતું કે ખરેખર જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધો છે આમ મોં તેટલી વાતો હતી અમને તો સાચું શું એ સમજાતું નહોતું. મેં જેક અને નિક મેં શું થઈ રહ્યું છે તે અંગ્રેજીમાં સમજાવ્યું તો તેમના ચહેરા પર ડર છવાઈ ગયો. અમે ત્યાં લગભગ બે કલાક જેટલો સમય કાઢ્યો જાતજાતની વાતો અમને ફોર્બિડન આઇલેન્ડ માટે સાંભળવા મળી તે હું મગજ માં નોંધતો ગયો. કારણ અમે એજ આઇલેન્ડ ની સફરે જવાના હતા. આ બધું પતાવી અમે અમારી હોટેલ પર પાછા ફરયા હતા. અમે થોડી વાર આરામ કરવા માંગતા હતા. લગભગ બે કલાકના આરામ હોટેલ ની રેસ્ટોરાં માં ચા પી રહ્યા હતા ત્યારે અમારી પાંચમી સાથી ડો. રવીના ઝા નું આગમન થયું. તેન જોતા જ મેં તેને આવકારી અને સ્વાગત કરી ને મારા બીજા સાથીઓ સાથે ઓળખાણ કરાવી આ છે આપણી ફિઝીશ્યન અને ઇન્સ્યોરન્સ પોલિસી આ સાંભળીન એ મારા સાથીઓ ના ચહેરા પર આશ્ચર્ય ના ભાવ આવ્યા એટલે રવીના એ પોતે જ ચોખવટ કરી. I am a physician and without me your research travel policy cant be covered so i am introduced as an insurance policy. હું તમારી સફરમાં તમારી સાથે રહીશ જો અજાણ્યા વાતાવરણ માં તમારી જાન ને કોઈ તકલીફ પડે તો તમારી સારવાર મારી જવાબદારી બને છે. અને જો તમે મને સાથે ન લઇ જાવ તો ઇન્સ્યોરન્સ કંપની તમારો કલેઇમ સ્વીકારે નહિ એટલે હું તમારી ઇન્સ્યોરન્સ પોલિસી થઇ કે નહિ ? આ સાંભળી બધા હસવા લાગ્યા. અમે થોડીવાર ચા પીધી પછી ત્યાં જ વિતાવીએ ને પછી પોતપોતાના રૂમમાં જઈ ને સફરે જવાની તૈયારી કરવા લાગ્યા. થોડીવારમાં અચાનક થી જ વાતાવરણ બદલાવ લાગ્યું પવન જોર જોર થી ફૂંકાવા લાગ્યો અને વીજળીના ચમકારા થવા લાગ્યા હતા.વરસાદ તૂટી પડયો અમે રૂમ થી વરસાદ બંધ થાય તેની રાહ જોતા હતા લગભગ બે કલાક થી વરસાદ ચાલુ હતો અમારો નેવિગેશન એક્સપર્ટ આરવ પણ આવી પહોંચ્યો હતો. અમે ફરીથી હોટેલ ની રેસ્ટોરાં માં ડીનર માટે ભેગા થયા હતા. અમારા નેવિગેશન એક્સપર્ટ આરવે આવીને મોકાણ ના સમાચાર આપ્યા હતા. અમારી આયુહર્બ ફાર્મા એ નેવીગેશન અને ટ્રાવેલ નું કામ આરવ ની કંપની ને સોંપ્યું હતું. ટીમ બે માઠા સમાચાર હતા. લેટેસ્ટ ઇકવીપમેન્ટ આવતા હજુ એક દિવસ લાગવાનો હતો કોઈ કારણસર લોજીસ્ટીકમાં જરૂરી ઇકવીપમેન્ટ્સ પહોંચ્યા નહોતા અને બીજું જે શિપિંગ કંપની સાથે ફોર્બિડન આઇલેન્ડની સફરે જવાનું નક્કી થયું હતું તે કંપનીએ બદલાયેલા વાતાવરણ અને વેધર ફોરકાસ્ટ ને આધાર બનાવી આગલા પંદર દિવસ સુધુ સફર મુલતવી રાખવાનું નક્કી કર્યું હતું, તેઓ કોઈ પણ હિસાબે આ સફર દસ દિવસ ફેલાતો ચાલુ કરવા માગતા જ નહોતા જો કદાચ દસ દિવસ પછીનું વેધર ફોરકાસ્ટ બદલાય તો અમે દસ દિવસ પછી સફર માટે વિચારીએ તેવો જવાબ આવ્યો હતો. આમ શરૂઆતમાં જ મુસીબત આવી પડી હતી. આરવ નું કહેવું હતું ફોર્બિડન આઇલેન્ડ નું સાંભળી ને કોઈ શિપિંગ કંપની સફર પર આવવા માટે તૈયાર ન હતી. આ કંપની પણ બહુ જ પ્રયત્નો પછી તૈયાર થઇ હતી એમાં વાવાઝોડા ની આગાહી ને કારણે આ કંપની પણ થોડા દિવસ માટે આવવા તૈયાર ન હતી. આરવે કહ્યું એટલે અમે બધાજ વિચારમાં પડી ગયા અમારી તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી હતી. જો આવામાં અમારે દસ કે પંદર દિવસ રાહ જોવી પડે તો અમારી પાસે એક મહિના કરતા પણ ઓછો સમય બચે એ વન્સપતિ ની શોધ માટે અમે બધા નિરાશ બેઠા હતા ત્યાં જ આરવે પાછો ધડાકો કર્યો હજુ ત્યાં જવાનો એક રસ્તો છે મેં તારત જ ઉતસહિત થઇ પૂછ્યું શું છે તે રસ્તો તો તેણે કહ્યું મેં તે શિપિંગ કંપની ના મેનેજર પાસે થી જો કોઈ અન્ય અમારી સાથે આવવા તૈયાર થાય એવું કોઈ અનુભવી વ્યક્તિ મળી શકે તો હું કદાચ બોટ ની વ્યવસ્થા ગોઠવા માટે પ્રયતન કરું તો એણે મને કેપ્ટન અર્જુન નું નામ સૂચવ્યું એ એક જ એવી વ્યક્તિ ભરતપુરમાં છે જે આપણને મદદ કરી શકે તે રિટાયર્ડ નેવી ઓફિસર છે તે જ એવું જોખમી કામ હાથમાં લેશે તેવું મને તે શિપિંગ કંપનીના મેનેજરે કહ્યં હતું મેં તેની પાસે તેનો સંપર્ક કઇરીતે કરવો તેવું પૂછયુ તો તેને કહ્યં હતું કેપ્ટન અર્જુન ને પકડવા માટે આપણે ભરતપુર ના બે બાર કમ રેસ્ટોરન્ટ ની મુલાકત લેવી પડશે જ્યાં થી આપણને તે મળી શકાશે એક તો છે અપ્સરા બાર એન્ડ રેસ્ટોરન્ટ અને બીજી છે જલપરી બાર આપણને કેપ્ટન અર્જુન ત્યાં મળી શકશે તે રોજ રાતના એ બે બારમા થી જ કોઈ બાર માં હોય છે કેપ્ટન અર્જુન ને ગોતવા માટે બની શકે તો આપણે તેના આસિસ્ટન્ટ કામ દોસ્ત બબન ને પકડવો પડશે તો આપણે ડીનર પાટવી સૌ પહેલા કેપ્ટન અર્જુન ને ગોતવાનું કામ કરવું પડશે તેજ આપણને ફોર્બિડન આઇલેન્ડની સફરે લઇ જઈ શકે તેમ છે. આટલો વાત પતાવી સૌ ડિનર લેવાં મશગુલ થઈ જાય છે લગભગ અડધી કલાકમાં ડિનર પતાવી હું અને આરવ કેપ્ટન અર્જુન અને બબન ને શોધવા અપ્સરા બાર ની મુલાકાતે ઉપડીએ છીએ અને બીજા પોતપોતાના રૂમ જાય છે અમે બે અર્જુન ને શોધવા જઈએ છીએ કેમકે એ આખી સફરની જવાદારી મારા પર હતી હું તે સફરનું કોઈ પણ નિર્ણય લેવાની આખરી ઑથોરિટી હતો અને આરવ ની કંપનીએ અમને સફર માટે શિપિંગ કંપની ની સુવધા પણ પુરી પાડવા ની હતી આમ અમે બે અમારી કંપની વતી હાઈ ઑથોરિટી હોવા થી અમારે જ છેવટ નો નિર્ણય લેવાનો હોવાથી અમે બે જ કેપ્ટન અર્જુન ની શોધમાં નીકળી પડ્યા હતા.