Vardaan ke Abhishaap - 22 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 22

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 22

વરદાન કે અભિશાપ (ભાગ-૨૨)

            (પલકની બાધા પૂરી કરી ઘરે પરત ફર્યા બાદ ઘરનું વાતાવરણ થોડું અલગ થઇ ગયું હતું. નરેશ અને સુશીલા એ વાત તો બરાબર સમજી ગયા હતા કે ઘરના વાતાવરણમાં ફકત ને ફકત કમલેશ અને પુષ્પાને કારણે પરિવર્તન આવ્યું છે. કમલેશ નરેશને અલગ રહેવા જવા માટેની વાત તેની મા મણિબેનને કહે છે. મણિબેન તેની દલીલો સાંભળ્યા બાદ સહમત થાય છે. આ વાત નરેશ સાંભળી જાય છે પણ તેને વિશ્વાસ બેસતો નથી. હવે આગળ............)

            નરેશ અને સુશીલા ઘરના વાતાવરણનું હવે ધ્યાનથી નિરીક્ષણ કરતાં હતા અને તેઓ બંને હવે મણિબેનના નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા. આતુરતાથી તો નહિ પણ ગભરાહટથી રાહ જોઇ રહ્યા હતા. એ જ અરસામાં નરેશના દીકરા મયુરનો જન્મદિવસ આવે છે. પલકની જેમ જ તેનો જન્મદિવસ ઉજવવાનું નકકી કરવામાં આવે છે. નરેશ અને સુશીલા પણ બીજી બધી વાતો ભૂલીને મયુરના જન્મદિવસની તૈયારીમાં લાગી જાય છે. આખરે મયુરના જન્મદિવસનો દિવસ આવી જાય છે.

            મયુરના જન્મદિવસે બધા સગાં-સંબંધીઓ આવી જાય છે. જન્મદિવસનો તામ-જામ જોઇને બધા કુટુંબીજનો નરેશના બહુ જ વખાણ કરે છે. મયુરની કેક કટીંગમાં નરેશે પલકને તેડી હોય છે અને મયુરને સુશીલાએ તેડયો હોય છે. કેક કટીંગ બાદ બધાને કેક અને ચવાણું આપવામાં આવે છે. જન્મદિવસમાં બધાની જમવાની પણ વ્યવસ્થા બહુ જ સારી રીતે કરવામાં આવી હતી. બહુ સારી રીતે જન્મદિવસ ઉજવાયો. એ પછી ઘરની દીકરીઓને વ્યવહારની વાત આવે છે. નરેશ અને ઘરના બધા જ કુટુંબીજનો વ્યવહાર કરવા બેસે છે. નરેશની કાકાની બધી દીકરીઓ પરણી ગઇ હોય છે. એટલે તેને કાકાની ચાર દીકરીઓ અને પોતાની એક બહેનને વ્યવહાર કરવાનો હતો. તે બધી દીકરીઓ માટે સરસ મજાની સાડી લાવ્યો હતો.

            નરેશ વ્યવહાર કરવા માટે સીધો કાકા પાસે જઇને બેઠો. કેમ કે, તે નાનપણથી કાકા પાસે જ વધારે રહ્યો હતો. એટલે તેને કાકા માટે થોડી વધારે લાગણી હતી. નરેશ ઉત્સાહમાં ને ઉત્સાહમાં કાકા પાસે બધી દીકરીઓને વ્યવહાર કરાવે છે. નરેશના કાકા તેને વ્યવહાર કરવાની ના પાડે છે. નરેશ અંચબા સાથે તેમની સામે જુએ છે. નરેશના કાકા તેને તેના પિતા ધનરાજ સામે આંગળી ચીંધીને ઇશારો કરે છે. નરેશના કાકા ધનરાજને વ્યવહાર કરવાનું કહે છે. ધનરાજ અને તેમના મમ્મી કેસરબે અેકબસજાની સામે જુએ છે અને પછી તેઓ પણ દેવરાજને જ વ્યવહાર કરવાનું કહે છે. કેમ કે, ધનરાજ કરતાં દેવરાજ નાનો હતો અને બધાની સંમતિ હતી એટલે જ દેવરાજે વ્યવહાર કર્યો. મણિબેન આ બધું જોવે છે અને કમલેશ તેમના કાનમાં જઇને કહે છે કે, ‘‘જોયું તમે, પપ્પા છે અને પપ્પા પછી તમે છો તો પણ તમારા હાથે વ્યવહાર ન કરાવ્યો.’’ મણિબેનના મનમાં કમલેશે કીધેલી વાત બરાબર ઠસી ગઇ હતી. કમલેશે નરેશ વિરુધધ્ મણિબેનના મનમાં ઝેર ભરી દીધું હોય છે. મણિબેનને નરેશના આ વર્તનથી ખરેખરમાં ઘણું જ ખરાબ લાગે છે. પણ એ સમયે તે બધાની વાતમાં સહમતી છે એમ દેખાડો કરે છે. તેઓ બીજા દિવસે નરેશને આ વિશે વિસ્તારથી વાત કરશે તેમ તેઓ મનમાં વિચારે છે. પણ આ બધા વિશે નરેશને તો કોઇ જાણ જ નહોતી. બધા જન્મદિવસના ઉત્સાહમાં મગ્ન હોય છે અને આ બાજુ નરેશ વિરુધ્ધ મણિબેનના મનમાં જવાળામુખી પ્રગટી ચૂકી હોય છે.

 

(શું આ એક બનાવ નરેશને અલગ રહેવા જવા માટે પૂરતું હશે? કે પછી મણિબેન ફકત ને ફકત નરેશને ઠપકો જ આપશે? )   

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૩ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા