Sandhya - 11 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 11

સંધ્યાને અંદાજ આવી જ ગયો કે સૂરજ એના ઘરે જ આવી રહ્યો છે. સંધ્યાના એ અહેસાસ માત્રથી જ ધબકારા વધી ગયા હતા. સંધ્યાના મમ્મી અને પપ્પા હોસ્પિટલ ફરી ફોલોઅપ માટે ગયા હતા. સુનીલ હજુ કોલેજ થી આવ્યો નહોતો. સંધ્યા ઘરે એકલી હોવાથી સહેજ ગભરાઈ રહી હતી કે સૂરજ જો ઘરે આવ્યો તો કેમ એની સામે નોર્મલ રહી શકશે! સંધ્યા આવું વિચારી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી, એ દરવાજો ખોલવા ગઈ હતી. સંધ્યાએ દરવાજો ખોલ્યો અને ખરેખર સૂરજ હતો. એના ચહેરે ખુશી અને ગભરાહટના મિશ્રિત ભાવ સૂરજ જાણી ગયો હતો. સંધ્યા કંઈ બોલે એ પહેલા એણે જ કહી દીધું, "અંદર આવવાનું નહીં કહો?"

"અરે ના ના! એવું નહીં. આવો આવો." શબ્દો ગોઠવતા અચકાતા સ્વરે સંધ્યા બોલી હતી.

સૂરજ અંદર પ્રવેશ્યો. એણે ઘરમાં નજર કરી કોઈ દેખાયું નહીં.

"પંકજસરને કેમ છે? આરામ કરે છે?" આશ્ચર્ય સાથે સૂરજે પૂછ્યું.

"પપ્પાને મારા મમ્મી હોસ્પિટલ ફોલોઅપ માટે લઈ ગયા છે."

સોફા પર બેસતાં સૂરજે ફરી બીજો પ્રશ્ન કર્યો,"સુનીલ ક્યારે આવશે?"

"ભાઈ નું કંઈ જ નક્કી નહીં. એ કોલેજ પતે પછી એના ફ્રેન્ડ જોડે થોડીવાર હોય!"

સંધ્યા પાણી લઈને આવી, સૂરજ તરફ ગ્લાસ ધર્યો હતો.

"હું જોગિંગ કરતા પાણી પીતો નથી પણ તમે લાવ્યા છો તો પીવું પડશે."

"અરે તો થોડીવાર પછી પી લેજો." ગ્લાસ ટીપોય પર મૂકતા સંધ્યા બોલી હતી.

સૂરજની નજર સંધ્યા પરથી હટતી નહોતી એ સંધ્યા જાણી ચુકી હતી. સંધ્યા પોતાને અંકુશમાં રાખવા ખુબ પ્રયાસ કરી રહી હતી એ સૂરજ પણ જાણી જ ચુક્યો હતો. સૂરજને આ યોગ્ય સમય લાગ્યો સંધ્યાને પોતાના મનની વાત જણાવવાનો. એને કહ્યું, "મારા જીવનમાં આજ સુધી મારા મનની રાણી હજુ આવી નહીં, તમને મળીને એવું લાગ્યું કે, એ સ્થાન માટે તમે જ યોગ્ય છો. હું તમારી આંખમાં મારે માટે એક અલગ જ લાગણી જોઈ રહ્યો છું. આથી જ ભલે ઓળખાણ નથી, કે આપણી કોઈ મુલાકાત નથી, પણ તેમ છતાં એક પરસ્પરના અહેસાસના અનુભવથી હું આપને પૂછી રહ્યો છું, 'શું તમે મારા જીવનના સાથીદાર બનશો?'

સંધ્યા માટે તો આમ અચાનક સૂરજનું પૂછવું રોમાંચિત અને અચરજ પમાડે એમ હતું. સૂરજ આમ અચાનક એની સામે એકરાર કરશે એનો એને અંદાજ જ નહોતો. એ આમ અચાનક થયેલ પ્રશ્નથી સૂરજ સામે જોઈ જ રહી. એ મૌન હતી પણ આંખો એકરાર કરી રહી હતી. એ એકનજરે સૂરજના ચહેરાને જોઈ રહી હતી. સૂરજ પણ કોઈ જ વાત ઉચ્ચાર્યા વગર એની આંખથી વરસતું જામ પી રહ્યો હતો.


કુદરતનો આ રૂડો અવસર સોહામણો હતો,
મનનો જ માણીગર નજરના જામ પી રહ્યો હતો,
વણ સ્પર્શે રગેરગમાં પ્રાણ બની પ્રસરી રહ્યો હતો,
દોસ્ત! હોઠ મૌન હતા, હૈયાએ એકરાર કબૂલી લીધો હતો.

સંધ્યા અને સૂરજ એકબીજાની આંખમાં ખોવાઈ ગયા હતા. એમને એકબીજામાં મશગુલ જોઈને સુનીલ દરવાજા પાસે ઉભો મંદ મંદ હસી રહ્યો હતો. સુનીલે આ ક્ષણને ફોટો પાડીને ફોટામાં કેદ કરી અને અંદર ખોંખારો ખાતા પ્રવેશ્યો. સૂરજ અને સંધ્યા બંનેએ નજર ફેરવી લીધી.

સુનીલે અંદર આવીને સૂરજને આવકાર્યો અને પૂછ્યું, "કેમ છો?"

"હું એકદમ મજામાં. પંકજસરના ખબર પૂછવા આવ્યો હતો."

"એ પણ હમણાં આવે જ છે. મારે ફોન પર થોડીવાર પહેલા જ વાત થઈ હતી."

સુનીલે હવે સંધ્યા તરફ નજર કરી હતી. ભાઈ ની નટખટ નજર સંધ્યા પારખી જ ગઈ, કે સૂરજ જશે એટલે સુનીલ ચીડવવાનો મોકો નહીં જ મૂકે. સુનીલે ચા બનાવવાનું કહ્યું અને સહેજ હળવી આંખ મીંચતા મૌન રહી સંધ્યાને પજવી જ લીધી.

"હા, હમણાં જ બનાવીને લાવું." એમ કહી સંધ્યા ઉભી થઈ હતી.

"અરે! નહીં પ્લીઝ.. બીજી વખત જમી ને જઈશ. અત્યારે મારો જોગિંગ નો સમય છે. અને પછી ટ્રેનિંગ પણ આપવા કોલેજ જવાનું છે. મને મોડું થઈ રહ્યું છે હું રજા લઉં." એમ કહી સૂરજ ઉભો જ થઈ ગયો હતો.

સુનીલે આગ્રહ કર્યો પણ સમયનો ચુસ્ત સૂરજ પોતાની વાત મનાવી નીકળી જ ગયો હતો. સૂરજે જતી વખતે એક નજર સંધ્યા તરફ કરીને વાત અધૂરી રહી એ યાદ કરાવી જ આપ્યું હતું. સંધ્યા પોતાની નજર નીચી કરીને જવાબ તો આપી ચુકી હતી છતાં સૂરજ માટે એ કર્ણપ્રિય શબ્દો સાંભળવાની આતુરતા અકબંધ જ રહી હતી.

સૂરજની સાથે સુનીલ એને ડ્રોપ કરવા નીચે સુધી ગયો અને સંધ્યા ફરી બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. સૂરજે જતી વખતે આજે ફરી નજર બાલ્કનીમાં કરીને સંધ્યાને નિહાળી હતી. સંધ્યાએ ગઈકાલ જેવું જ હળવું સ્મિત સૂરજ તરફ કર્યું હતું. સંધ્યા રૂમમાં અંદર આવી, સુનીલ પણ જરા વારમાં અંદર આવ્યો હતો. જેવો સુનીલ આવ્યો કે વાત કરવા તલપાપડ થતી સંધ્યા ભાઈને બેડ પર બેસાડીને એકશ્વાસે બધું બોલી જ ગઈ હતી.

"ઓહ હો.. શું વાત કરે છે? એ તો તારાથી પણ ઉતાવળો નીકળ્યો! તે શું કહ્યું?"

"હું કંઈ જ ન બોલી શકી!"

"બીકણ સસલું! ખાતરી જ હતી. જોયું સૂરજ સામે બોલતી બંધ થઈ ગઈ ને!" ખડખડાટ હસતા સુનીલ બોલ્યો હતો.

"બસ, તને તો મજાક જ સુજે છે. હું કેટલી ગભરાઈ ગઈ હતી એની તને ચિંતા નહીં, મારા ધબકારા વધી ગયા હતા."

"એ બસ કર ગાંડી! તું એની સામે જે ટગર ટગર જોતી હતી એ ફોટો મેં પાડ્યો છે હો! એટલે જાજી ભોળી ન બન." એમ કહી સુનીલે મોબાઈલમાં પાડેલો ફોટો સંધ્યાને દેખાડ્યો હતો.

"હા, એ તો એની સામે જોયા બાદ નો છે. એ પહેલા સાચે જ ભાઈ હું ગભરાઈ રહી હતી. સાચે જ બસ તારા મોબાઈલના સમ."

"વાહ! કેમ મારા મોબાઈલના? મારા નહીં તારા મોબાઈલના સમ ખા! લુચ્ચી.. એક તો ચોરી ઉપરથી ચાપલુસી." જો આ તારો ફોટો મમ્મીને સેન્ડ કરું છું.

"અરે ભૈલા! શું મમ્મીને વચ્ચે લાવે છે. અમારી વચ્ચેની વાત નક્કી તો થવા દે પછી મમ્મીને કહેજે!" સંધ્યાએ શરમાતા વાત રજુ કરી જ દીધી હતી.

"વાહ ચતુરી! નો બોલ માં સિક્સ." હસતા હસતા સુનીલ બોલ્યો હતો.

"હા, તો વાત તારે જ કરવી પડશે ને ભાઈ! હું થોડી એમને કહીશ?"

"હા, હું જ કહીશ. ચાલ હમણાં જ કહું?" ફરી ચીડવતા સ્વરે સુનીલ બોલ્યો હતો.

પંકજભાઈ અને દક્ષાબેન હોસ્પિટલથી આવ્યા એટલે બંન્ને ભાઈબહેન હોલમાં આવી ગયા હતા. સંધ્યા પાણી લેવા ગઈ અને પંકજભાઈ ડોક્ટરે આપી એ દવાઓ ચેક કરવા કરવા લાગ્યા હતા.

આ તરફ સૂરજ જતો તો રહ્યો પણ મન સંધ્યા પાસે જ રહી ગયું હતું. એ સંધ્યા કંઈ બોલી જ નહીં એ વાત થી સહેજ દુઃખી હતો. પોતાને ખાતરી તો હતી જ છતાં એક ખુલાસો એ ઈચ્છતો હતો. રાત્રે પોતાના રૂમમાં બેડ પર વિચારોમાં જ હતો ત્યાં જ એના ફોનમાં રિંગ રણકી હતી.

"હેલ્લો પપ્પા! કેમ છો?"

"અહીં અમે બધા ઠીક છીએ તું કેમ છે?"

"હું પણ મજામાં છું."

"સરસ. બેટા તે પછી શું વિચાર્યું? એ પૂછવા જ ફોન કર્યો હતો."

સૂરજ મનમાં જ વિચારવા લાગ્યો કે, જે વાત નો ડર હતો એજ વાત સામે આવીને ઉભી રહી હતી. સુરજે પપ્પાને શું કહેવું એ મુંજવણમાં પડી ગયો હતો.

સૂરજને કઈ વાત પજવી રહી હતી?
આ ફોન સૂરજ ના જીવનમાં કેવો બદલાવ લાવશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻