Gumraah - 24 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 24

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 24

ગતાંકથી...

જરૂર જેટલી હકીકત ડૉક્ટરને પૃથ્વીએ જણાવી અને ઇન્સ્પેક્ટર ની સારવારનું કામ સોંપીને તે એકદમ ભોંયરાની અંદર ધસી ગયો. ભોંયરાના વચલા ચોગાનમાંથી આવતા જે સિપાઈની બાજુએ થઈને શ્વાસને રૂંધીને પસાર થયો હતો તે સિપાઈની કેવી હાલત છે તે જોવા માટે પૃથ્વી અંદર ગયો હતો. તેને માલુમ પડ્યું કે તે સિપાઈ પણ બેશુદ્ધ બની ગયો હતો. રોમેશ ને બોલાવી તેની મદદથી તે સિપાઈને તેને બહાર કાઢ્યો.

હવે આગળ....

ડોક્ટરની મદદથી આ બેહોશ થયેલા અને ભાનમાં કરવામાં ઘણો સમય વીતી ગયો. સવારના ચાર થવા આવ્યા ત્યારે તેઓની કોશિશ સાકાર થઈ. સૌથી પહેલો ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેમની નજર અચાનક જપૃથ્વી પર પડી. તે પહેલા તો અચરજ પામ્યો પણ પછીથી ધીમે ધીમે તેની યાદદાસ્ત તાજી થતાં તેને પૃથ્વી ઉપર ગુસ્સો આવ્યો. પૃથ્વી બદમાશોને ટોળીમાંનો એક છે એમ ઇન્સ્પેક્ટરને શંકા લાગતી હતી. તે ફરીથી સાજો થવાથી તેને પૃથ્વી ઉપર ખૂબ ગુસ્સો ચડ્યો હતો. પૃથ્વી પોતાની નજીક જ છે એટલે હવે છટકી શકશે નહિ એમ ધારી ખાન અત્યારે હાલ પૂરતો પોતાનો ગુસ્સો સમાવીને ચૂપચાપ પડ્યો રહ્યો.

બીજા બે સિપાઈઓ પણ ભાનમાં આવ્યા .બાદ સવાર પડી ગઈ. પૃથ્વીને પોતાને ઘેર જવાનો, ને હાલ તુરંત ને માટે ભોંયરાને લગતી તપાસ મુલતવી રાખવાનો ઇરાદો કર્યો. જતાં પહેલા તેણે ઇન્સ્પેક્ટરનો પોતાનો ઉપરનો શક દૂર કરવા માટે જે બધી હકીકત પોતે જાણતો હતો તે તેને કહેતો ગયો. ઇન્સ્પેક્ટરએ પોતાનો શક પોતાના મનમાં જ રાખી કાંઈ કહ્યું નહિ.અને તેઓ છૂટા પડ્યા.

આખી રાતના ઉજાગરાથી થાકેલ અને કંટાળેલો પૃથ્વી વહેલી સવારના રસ્તાની તાજી હવા ખાતો ચાલવા લાગ્યો. થોડીક દૂર જતા તેની નજર રસ્તામાંના છાપા વેચનાર એક છોકરા તરફ ખેંચાઈ .તરત જ તેના દિલમાં આનંદ છવાઈ ગયો. પોતાના 'લોક સેવક'માં ગઈકાલ રાતનો બધો અહેવાલ બહાર પડ્યો હશે અને બીજા બધા છાપાઓ કરતા તે બિલકુલ નવો અને સૌથી બહાર પહેલો બહાર પડ્યો હશે એમ તે માનતો હતો.
છાપાનો ફેરિયો બે છાપાં વેચતો હતો. પૃથ્વી છાપાવાળા પાસે ગયો અને 'લોક સેવક'ની નકલ લઇ ફેરવવા લાગ્યો. તેમાં કંઈ સમાચાર આવ્યા ન હતા .ત્યાર પછી તેણે બીજું પેપર 'લોક સતા'માં મોટા મથાળા બાંધેલા સમાચાર સોનેરી ટોળીના જુદી જુદી રીતે સનસનાટી ભરેલા છાપેલા હતા.
તેના પગ નીચેથી તો જમીન સરકી ગઈ તે વિચારમાં પડ્યો કે આ શું 'લોકસેવક' માટેનું લખાણ શું 'લોકસતા'જઈ પહોંચ્યું? તે એકદમ જ છાપાં વેચનાર છોકરાના હાથમાંથી બંને છાપવાની એક એક નકલ ઝપાટા બંધ લઈ તેના પૈસા તેને આપીને તે દૂર જઈ ઊભો. 'લોકસતા'નું લખાણ વાંચતા અક્ષરે અક્ષર તેણે પોતાના જ મોકલાવેલા રિપોર્ટ છપાયેલો જોયો .અને 'લોક સેવક'માં પોતે મોકલેલ છપાયેલ જોયા નહિ. ભારે જ અસંમજસ માં પડ્યા સાથે તે ખૂબ જ ગુસ્સે થતો થતો પોતાની ઓફિસ તરફ ગયો.તેનુ લોહી ઉકળી રહ્યું હતું.

પૃથ્વી જ્યારે ઓફિસ પહોંચ્યા -અત્યારે સવારના આઠ વાગ્યા હતા. રાતના છાપાવાળા ની ઓફિસ અત્યારે બંધ હોય છે. છાપાના કાવા દાવાનું પૃથ્વી એ જે કાવતરું જોયું હતું, તેને લીધે તે એવો તો ગુસ્સાથી સમસમી રહ્યો હતો કે અત્યારે ઓફિસ તાળું હશે એનુ ભાન તેને રહ્યું નહિ.પોતાની બધી મહેનત ધૂળમાં મળી ગઈ અને પોતાનું હરીફ છાપું બધી જ નામના મેળવી ગયુ ,તે વિચારથી તે ખૂબ ગુસ્સે થઈ ગયો હતો.કોઈ પણ કાવતરાબાદ માણસ 'લોકસેવક'ની ઓફિસમાં છે કે જે બેવફાઈથી તે અહેવાલો ,હરીફ છાપાને વેચે છે, અને 'લોક સેવક'ની આજ સુધીની નામનાને હંમેશા માટે નામોશીમાં ધકેલી દેવા તથા તેને ગંભીર નુકસાન પહોંચાડવા માંગે છે, એવો પૃથ્વીને ચોક્કસ વિચાર આવ્યો. આ દગાખોર કોણ છે તેની શોધ હવે કરવી જ જોઈએ, એમ નક્કી ઠરાવ કરતો પૃથ્વી જ્યારે ઓફિસમાં પગથિયાં ચડ્યો ત્યારે જ તેને ભાન આવ્યું કે બારણું તો બંધ છે એટલે તે તરત પોતાના ઘર તરફ પાછો ફર્યો.

પોતાના રૂમમાં આવીને તેણે ખુરશીમાં પોતાનું શરીર લંબાવ્યું. અને તે વિચારમાં પડી ગયો.પરંતુ થોડીક ક્ષણોમાં તેને સમજાયું કે ગભરાટ , ગુસ્સો અને ચિંતા ના કારણે આ બાબતમાં અત્યારે કાંઈ પણ વિચારો શાંતિથી કરી શકાશે નહિ. હવે મારે આ વાત ભૂલી જવી જોઈએ. જો હું તેમ નહીં કરું તો જરૂર પાગલ બની જઈશ. આથી તેણે એ વિચારો બંધ કર્યા .સ્ટવ ઉપર તેણે પાણી ગરમ કર્યું અને કોફી બનાવીને એક કપમાં ગાળી.કોફીના એક બે ઘૂંટડા પીતાં જ તેના મગજમાં સ્ફૂર્તિ આવી ગઈ .તેને એકદમ કંઈક નવો જ વિચાર સૂઝયો.હવે તેના ખ્યાલમાં આવી ગયું કે પોતાના છાપાને અંદરખાનેથી લૂંટાવી દેવા કોણ માંગતો હતો? આ કામ લાલચરણે જ કર્યું હોવું જોઈએ .પૃથ્વીને લાલચરણ ઉપર પહેલેથી શક તો
હતો ; પણ તે જ વખતે તેના મગજમાં એક બીજો ખ્યાલ આવ્યો :શું લાલચરણ આમ ખુલ્લી રીતે કાવતરું રચે ? લાલ ચરણે જો આ કાવતરું કર્યું હોત તો આમ સહેલાઈથી ઉઘાડા પડી જવાય એવી રીતે તો ન જ કરે માટે પૃથ્વીએ સાર કાઢ્યો કે લાલચરણનું આ કામ ન હોય. ત્યારે કોણે આ કામ કર્યું હોવું જોઈએ ?

લાલચરણ લોકસેવકનું નામોનિશાન ભૂંસી નાંખવા માગતો હતો ,તે વિશે તો પૃથ્વીને જરાકે શંકા નહોતી .પૃથ્વીની પાસે કેટલીક એવી સાબિતી હતી કે લાલચરણે બીજા ભેદી કાવતરાં કર્યા છે એવું સાબિત થઈ શકે. શું ત્યારે લાલચરણ નો આ કાવતરામાં હાથ હશે? પૃથ્વી એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે, 'લોક સેવક'ના અધિપતિના ટેબલ પાસે જઈને તેનું માથું છુંદી નાખવું જોઈએ એમ તેને લાગ્યું .પણ સારે નસીબે તે પાછો ઠંડો થઈ ગયો અને ખરેખરો સમય આવે નહિ ત્યાં સુધી ચૂપ રહેવાનો તથા જેટલી સાબિતીઓ અને પુરાવા પોતાને મળે તેટલી બધી જ એકઠી કરતા રહેવાનો તેને વિચાર કર્યો‌
કપમાં ની બધી કોપી તે કોફી તે પી ગયો ત્યારે તેનું મગજ સ્ફૂર્તિ મેળવી શકયું .તેનો થાક ઊતરી ગયો અને હવે કેવી ખુબીથી તેમજ તે સાથે કેવી ચાલાકીથી કામ લેવું તે વિશે તેણે વિચાર કરી જોયો. પોતાને જે માણસોની મદદ જોઈતી હતી તેઓ ઓફિસમાં સાંજના પાંચ વાગ્યા પહેલા મળી શકે નહિ ;આથી તે સમય દરમિયાન પોતે તેઓના ઘરે જઈને પૂછપરછ કરે એ જ ઠીક રહેશે. સૌથી પહેલા તેને સંદીપ યાદ આવ્યો સંદિપને તેણે સૌથી પહેલા પોતાના અહેવાલના કાગળિયાં આપ્યા હતા. પૃથ્વીને સંદિપના ઘરનું સરનામું ખબર હતી.
લાલચરણ પાસે તો પહેલા ન જવું જોઈએ એવું પૃથ્વી એ નક્કી કર્યું .કારણ કે તે જાણતો હતો કે તેણે કોઈક બનાવટી વાત અગાઉથી જ ગોઠવી રાખી હોવી જોઈએ; અને તેથી જો બીજાઓને પૂછ્યા વિના તેની પાસે પોતે જશે તો જરૂર તે ચેતી જઈને સાચી હકીકતો ઊલટાવી નાંખશે ,એવો તેને ભય લાગ્યો.

એટલે જ પૃથ્વી તરત જ કૃષ્ણનગર તરફ ગયો. સંદિપ ત્યાં રહેતો હતો. તેના ઘરે પહોંચતા જણાયું કે તે વખતે તે સૂતો હતો. પૃથ્વી એ તેને જગાડ્યો અને પૂછ્યું : " મેં ગઈકાલે રાત્રે તને જે અહેવાલ આપ્યો હતો તેનું તે શું કર્યું હતું?"
સંદિપે પૃથ્વીના પ્રશ્નથી તરત જ શંકા ગઈ કે નક્કી કંઈક તો ખોટું થયું છે; તેથી તેણે કહ્યું : "કેમ તે નથી છપાયો?"

પૃથ્વીએ પૂછ્યું: " પણ તે તેનું શું કર્યું હતું ?

"મેં તો ચીમનલાલ ને તે આપ્યો હતો."
"તને ખાત્રી છે કે, તે ચીમનલાલ ને હાથો હાથ મારું લખાણ આપ્યું હતું?"

"હા, ચોક્કસ ખાત્રીથી .શું કઈ ભૂલ ચૂક થઈ છે ?"

પૃથ્વી સંદિપનો જવાબ સાંભળીને તેના સામા સવાલનો જવાબ આપ્યા વિના ત્યાંથી એકદમ ઝડપથી જતો રહ્યો.

હવે આગળ પૃથ્વી શું કરશે? શું તે ચીમનલાલ ને મળશે કે સીધો જ લાલચરણને મળવા જાશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ.....