(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી અમરનાથ આવી અને અઘોરી વિસ્વનાથ તથા અમિત ને બધાને તાંત્રિકો થી બચાવે છે ,પાછા ફરતા અવાજ સાંભળી ને બધા કળ વડે પથ્થર ખોલે છે .)
અંદર નું દ્રસ્ય જોઈ બધા ના પગ નીચે થી જમીન સરકી જાય છે ,બધા ની આખો પહોળી થઈ જાય છે .
પથ્થર પાછળ એક ઓરડો હતો અને તેમાં કેટલીક નગ્ન તો કેટલીક અર્ધનગ્ન એવી છોકરીયો હતી .
છોકરીઓ અઘોરી ને જોઈ ડરી જાય છે અને કહે છે કે "અમને કઈ ના કરતા ,અમે અમારું શરીર આપવા તૈયાર છીએ ,અમને મરતા નહિ "
આ સાંભળી બધા જ ચોકી જાય છે .
અઘોરી અમરનાથ :તમે ચિંતા ના કરશો ,અમે તમને કઈ નઈ કરીએ ,અમે તમને બચાવવાં આવ્યા છીએ "
પછી અમિત ,નિશા ,રુચા અને આશિષ પોતાની સાથે લાવેલા બેગ માંથી કપડાં આપી બધી છોકરીયો ના અંગો ઢાંકે છે .
અઘોરી વિસ્વનાથ :તમે ચિંતા ના કરશો ,અમે તમને અહીંથી છોડવીસુ .
આટલું કહી વિસ્વનાથ બધાનો પરિચય આપે છે અને અહીંયા કેવી રીતે પોહ્ચ્યા તેની વાત કરે છે .
રુચા :પણ તમે અહીંયા કેવી રીતે અને કોણ લાવ્યું તમને અહીંયા ?
છોકરીયો માંથી એક છોકરી જવાબ આપે છે .
મારું નામ રાધા છે "હું અનાથ છું ,અને અનાથ આશ્રમ માં જ મોટી થઈ ,એક દિવસ આશ્રમ ના મેડમ એ મને બોલાવી અને એક માણસ હતા તેમની તરફ આંગળી ચીંધતા કહ્યું કે તારે હવે આમની જોડે જવાનુ છે ,એ તને એમના ઘરમાં રાખશે ..
હું તો આઝાદી મળતા ખુશ થઈ ગઈ ,પછી એ માણસે કેટલા ક પૈસા મેડમ ને આપ્યા અને મને લઈ આ જંગલ માં આવ્યા ...પછી ...આટલું કહેતા કહેતા રડી પડી ..
રુચા અને નિશા તેને સાંત્વના આપે છે .
આગળ કહે છે "અહીં લાવ્યા પછી મારી પર જબરજસ્તી કરી અને અહીં પુરી દીધી ,અહીંયા જોયું કે મારાં જેવી કેટલીય છોકરીયો ભોગ બનેલી "
"જુદા જુદા માણસો આવતા અને પોતાની હવસ પુરી કરતા ,એમાં કેટલા તાંત્રિકો પણ આવતા ,જો ના પાડી તો ટાંકણીઓ વડે આખા શરીર પર ઘા કરતા ,એક દિવસ એક છોકરીએ સામે વાળા ને લાફો મારી દીધો તો એને ખુબ જ પીડા આપી ,એના પર બળત્કાર અમારી સામે કર્યો અને ખુબ જ પીડા આપી ...એ છોકરી અહીંયા જ મરી ગઈ ...આ જોઈ ને અમે આ પીડા માંથી બચવા ...
અઘોરી અમરનાથ અને વિસ્વનાથ આ બધું સાંભળી ચોકી જાય છે .
અઘોરી અમરનાથ :આ માણસો હવસ પુરી કરવા આટલું ગંદૂ કૃત્ય કરે છે .
પછી વિસ્વનાથ બધી છોકરીયો ને લઈ ગુફા ની બહાર આવે છે .
અમિત :અઘોરી અમરનાથ ,નિશા તું અને આશિષ આ છોકરીયો ને લઈ શહેર માં જઈ પોલીસ સ્ટેસન લઈ જા ,હું ,રુચા અને અઘોરી વિસ્વનાથ ગુફા માં આગળ વધીએ .
નિશા :હા ,અમે પોલીસ ને લઈ પેલા આશ્રમ જઈસુ ,કારણ કે હવે આગળ છોકરીયો ની વેચતી બંધ થાય ,પછી અહીંયા પોલીસ ને લઈ ને આવીશું .
આશિષ :પણ અઘોરી અમરનાથ ની શુ જરૂર છે .??
અમિત :આ જંગલ માં હજી દુષ્ટ આત્માઓ અને તાંત્રિકો જે જે આ લોકો ને રોકવાનો પ્રયાસ કરી શકે છે .
અઘોરી અમરનાથ ,આશિષ અને નિશા હવે ગુફા માંથી બહાર નીકળી શહેર તરફ જવા નીકળે છે .
બીજી બાજુ અમિત ,અઘોરી વિસ્વનાથ અને રુચા ગુફા માં આગળ વધે છે .
ગુફા માં આગળ વધતા વધતા અમિત :4 વાગી ગયા ,થોડી સારી જગ્યા જોઈ થોડો નાસ્તો કરી લે છે .અઘોરી વિસ્વનાથ ફળો નું સેવન કરે છે .
આ બાજુ અમરનાથ, આશિષ અને નિશા બધી છોકરીયો ને લઈ જંગલ માંથી બહાર નીકળ વા માટે પ્રયત્ન કરે છે,ચાલતા ચાલતા રાતના 7 વાગવા આવે છે, ત્યાંજ કેટલીક દુષ્ટ આત્માઓ અમરનાથ ને છોકરીયો લઈ જતા રોકે છે.
અમરનાથ મંત્રો નું ઉચ્ચારણ કરી દુષ્ટ આત્માઓ ને કેદ કરી લે છે અને શહેર તરફ આગળ વધે છે.3-4 કલાક ચાલ્યા પછી આશિષ અને બધા જંગલ ની બહાર નીકળી જાય છે. આશિષ, રુચા કોઈ વાહન ની રાહ જોવે છે.
ત્યાંજ જ એક ટ્રક પસાર થાય છે. આશિષ એમને સગળી હકીકત કહી મદદ માંગે છે.
ટ્રક વાળો ડ્રાઈવર પણ માનવતા ના આ કાર્ય માં મદદ રૂપ થાય છે અને બધી છોકરીયો ને ટ્રક માં બેસાડી શહેરના પોલીસ સ્ટેસન તરફ હંકારી મૂકે છે.
ત્યાંજ રસ્તા માં કેટલાક ગુંડા ઓ ટ્રક ને રોકે છે.
આ છોકરીઓ અમારે હવાલે કરી દો, અમારા બોસ તમને જોઈએ એટલા પૈસા આપી દેશે.
અઘોરી અમરનાથ :તમારા જેવા ગંદા લોકો એ આ માનવ સમાજને ક્લન્કિત કર્યો છે. એમ કહી મંત્રો નું ઉચ્ચારણ કરે છે ત્યાંજ બધા ગુંડા એક સાથે બંધાઈ જાય છે.
ટ્રક ડ્રાઈવર આશિષ ને :સાહેબ આ લોકો ને પણ પોલીસ સ્ટેસન એ લઈ લો, બે ફાટક પડશે તો પોતાના બોસ નું નામ પણ ઉકેલી દેશે.
આશિષ :હા, સાચી વાત છે.
નિશા :પણ આ લોકો ને ખબર કેવી રીતે પડી, કે આપણે આ છોકરીયો ને છોડાવી છે??
ગુંડા :એક આત્મા એ આવીને કીધું હતું..
બધાજ ગુંડા ઓને ટ્રક માં બાંધી દઈ ટ્રક પોલીસ સ્ટેસન એ પોહચે છે.
પોલીસ ઈંસ્પેક્ટર ઝાલા સાહેબ આ જોઈ ચોકી જાય છે, તે ગુનો દાખલ કરી છોકરીયો ને કપડાં અને જમવાની વ્યવસ્થા કરે છે.
આશિષ અને નિશા તેમને સગળી હકીકત કહે છે.
ઝાલા સાહેબ :બધાનો આભાર માને છે પછી..આ માં કોઈ મોટી હસ્તી નો હાથ લાગે છે, માટે સાવધાની થી કામ લેવું પડશે.પેલા આ આશ્રમ માં જઈ સગળી હકીકત જાણવી પડશે.
ક્રમશ...
(આગળ ના ભાગ માં જોઈસુ કે આ કામ માં કોનો કોનો હાથ હશે?? શુ ઝાલા સાહેબ શોધી શકશે??
અમિત ને લોકો ગુફા મા કઈ મુસીબત નો સામનો કરશે??)