GABHARAJE NAHI in Gujarati Motivational Stories by Abhishek Joshi books and stories PDF | તું ગભરાજે નહિ

Featured Books
Categories
Share

તું ગભરાજે નહિ

થઇ  ગઈ  અંધારી  રાત  તો  શું  થયું ?

કાલે  સોનેરી  સવાર  પણ  થાશે  .

તું  ગભરાજે  નહિ  .(૧)

 

આજે  મળી  ઘોર  નિરાશા  તો  શું  થયું ?

કાલે  મળશે  અનેરી  સફળતા ,

તું  ગભરાજે  નહિ .(૨)

 

આજે  બોલે  છે  બધા  પીઠ  પાછળ  તો  શું  થયું ?

કાલે  ગુણલા પણ  તારા  ગાશે  ,

તું  ગભરાજે  નહિ .(૩)

 

આજે  કોઈ  નહિ  આવે  તારી  સાથે  તો  શું થયું  ,

તું મહેનત  કરી ને  આગળ  તો  વધ  ,

કાલે  તારું  સરનામું  પૂછતાં  આવશે  ,

બસ  ત્યાં સુંધી  તું  ગભરાજે  નહિ ..(૪)

 

આજે  પાનખર  છે  તો  માન્યું  કે  નથી  રહ્યા  એકેય  પર્ણ  ,

પણ તો  શું  થયું ,

કાલે  વસંત  માં  નવી  કુંપળો પણ  આવશે ,

પણ ત્યાં સુંધી  તું  ગભરાજે  નહિ ...(૫)

 

આજે  તને  જોઈ  ને  બધા  મોઢું  ફેરવી  લે છે ,

તો  શું  થયું  ?

કાલે  તને  જોવા  પણ  એ  તરસ સે  ,

બસ  ત્યાં  સુંધી  તું ગભરાજે નહિ .(૬)

 

આજે  નથી  શાંભળતા  તારી  એક ,

કાલે  તારી  પાસે  જ  તને  સાંભળવા  આવશે  ,

બસ  ત્યાં  સુંધી  તું  ગભરાજે  નહિ .(૭)

 

માન્યું  સમય  નાં  હોય  ત્યારે  હીરો  પણ  પથ્થર  ગણાય ,

પણ  તો  શું  થયું  ,

કાલે  તું  પણ  હીરો  બની  ચમકીશ  ,

બસ ત્યાં  સુંધી  તું  ગભરાજે  નહિ . (૮)

 

ફરી  વળ્યું  પાણી  આશા ઓ પર  ,

પણ  તો  શું થયું  ?

કાલે  વળી  નવી  આશાઓ  સાથે  જીવશું  ,

બસ  ત્યાં  સુંધી  તું  ગભરાજે  નહિ .(૯)

 

ચડવું  - પડવું  છે  જીવન  ની  ઘટમાળ  અનંત  ,

આજે  સફળતા  ની  સીડી  ઉતરી  ગયા  ,

પણ તો  શું  થયું ?

કાલે  નવા  ઝનુન  સાથે  સર  કરશું .

બસ  ત્યાં સુંધી  તું  ગભરાજે  નહિ .(૧૦)

 

મળશે  અનેક  સફળતા  ના  ઉદાહરણ  ,

અહી  નિષ્ફળ  વ્યક્તિ  ની  કિંમત નથી  .

બસ  તું  સફળ  થા  ,

ત્યાં  સુંધી  ગભરાજે  નહિ .(૧૧)

 

માન્યું  કે  દર  વખતે  નથી  થતું  મન  નું  ધાર્યું ,

થાય  કઈ  અણગમતું  તો  તું  ,

ગભરાજે  નહિ  .(૧૨)

 

બીજા  એ  આપેલ  કડવા  વેણ ને  દિલ  થી  લગાવી  ને  જીવજે  નહિ ,

અને  ના  થા  સફળ  ત્યાં  સુંધી  ગભરાજે  નહિ .(૧૩)

 

લખાશે કહાની ઓ  તારા  નામની  પણ  ,

તેમ  છતાં  કોઈ  ની  જિંદગી  નું  ચેપ્ટર  બની ને  રહેતો  નહિ  ,

ઝનુન  હોય  ત્યાં  સુંધી  લડજે  ,

પણ  એક  જંગ  હારી  ને  ખમતો  નહિ ,

બસ  મૌત  ના  આવે  ત્યાં  સુંધી  ગભરાજે  નહિ ...(૧૪)

 

મળી  રહેશે  અનેક  દિલદાર તારી સફળતા ઓ  જોઈ ને  ,

નિષ્ફળતા  માં  હાથ  પકડનાર  ને  મેલતો નઈ ,

અને  તારો  ખરાબ  સમય  જોઈ ને  છોડ્યો  હોય  તારો  સાથ ,

એને  કોઈ  દી છોડતો  નઈ ..(૧૫)

 

સારા  સાથે  સારું  અને  ખરાબ સાથે  ખરાબ  કરવામાં  અટકાજે નહિ ,

અને  તું  સાચો  હો  ત્યાં  સુંધી  ગભરાજે  નહિ ...(૧૬)

 

હજારો  મઝનું  મરે છે  . લૈલા ના  નામ  પર ,

તું  આ  કોઈ  માં  અટવાતો  નહિ  ,

અને  પછી  જો  હોય  પ્રેમ  સાચો  તો  ,

જીવનભર  ગભરાજે  નહિ  ...(૧૭)

 

લોકો  નું  કામ  છે  બોલવું  ,

એના  બોલ  પર  મપાતો  નહી  ,

અને  તારી  સાચી  કીમત  ના  થાય ,

ત્યાં  સુંધી  ગભરાતો  નહિ  ..(૧૮)

 

કહે  અનંત   ગજબ  ની  છે  દુનિયા  ,

કોઈ  ની વાત  સાંભળી  ગરમાતો નહિ  .

બસ  રહેજે  વિનમ્ર  સદા  ,

અને  સાચી  વાત  કહેતા  ,

તું  ગભરાજે  નહિ  ....(૧૯)

 

અંત  સુંધી  તું  ગભરાજે  નહિ .......