પ્રકરણ 40 કાગળ ... !!
આખી રાત એ જ સુમસામ રસ્તા પર બેસી રહે છે અને અવનીશને યાદ કરીને રડ્યા કરે છે આ બાજુ સુરેશનાં ફોન પર ફોન આવ્યા કરે છે.... તુલસી અને સુરેશ બંને ચિંતામાં છે ...
અને એ સવારમાં આશા ઘરે આવે છે .. અને સુરેશ ગુસ્સામાં આવી આશાને એક ઝાપટ મારી દે છે...
" આશા ... ક્યાં હતી..? એ પણ આખી રાત... ક્યાં કાળું મોઢું કરીને આવી છે ..? "
" સુરેશ ... શાંતિ રાખ.. "
" મમ્મી .. તું વચ્ચે ના આવીશ .. "
" આશા.. ... તું નાહી લે અને તૈયાર થઈ જા ... હું તારા માટે નાસ્તો બનાવી દઉં... "
આશા રૂમમાં જાય છે .... અને સુરેશ ત્યાં જ સોફા પાર બેસી જાય છે.... આશા બાથરૂમમાં જઇ શાવર શરૂ કરી ખૂબ રડે છે .... થોડી ક્ષણ પછી...
" આશા... બેટા... નાહી લીધું.. ? "
દરવાજો ન ખુલતા માતા સુરેશને કહે છે...
" બેટા સુરેશ જો ને આશા કેમ દરવાજો ખોલતી નથી ... ?? "
" હા , મમ્મી ... "
સુરેશ દરવાજા પાસે આવી દરવાજા પર ટકોરા મારે છે ...
" આશા ... આશા .... દરવાજો ખોલ ... "
થોડી ક્ષણ પછી આશા દરવાજો ખોલે છે...
" કેમ વાર લાગી ...? બેટા ... ? "
" કઈ નહિ ... મમ્મી ... નાહીને આવી હતી એટલે.... "
" કઈ નઈ ... ચાલ .... સારું જમી લે .... "
" હા , મમ્મી ...."
આશા આવીને જમવા બેસે છે અને એનો ચહેરો જોઈ સુરેશ પૂછી ઊઠે છે ....
" આશા શું થયું …. ? ક્યાં હતી ? "
આશા કઇ જ બોલતી નથી ....
" હવે કંઈ બોલીશ કે નહીં ... ? "
આશા હજુ પણ કઇ નથી બોલતી...
" બેટા , સુરેશ ... શાંતિથી જમવા દે ને .. પછી પૂછજે... "
" હા... મમ્મી ... તું જ આ ને ચડાવે છે... "
આશા ચૂપચાપ જમીને પોતાના રૂમમાં જતી રહે છે .... અને લગભગ ત્રણ ચાર કલાકો વીતી જાય છે અને આશા અવનીશનાં વિચારોમાં રહે છે ... એણે આપેલો જવાબ અને ગઈ કાલની રાત... આવાં અઢળક વિચારો સાથે આશા રૂમમાં જ બેસી રહે છે...
લગભગ સાંજના ચાર વાગ્યાનો સમય હતો ... સુરેશ ઘરમાં પ્રવેશે છે...
" મમ્મી ... ! મમ્મી... !! આશા ક્યાં છે.... ?? "
" બેટા , એની રૂમમાં સૂતી હશે ... !! તું ગયો ત્યાંથી બહાર જ નથી આવી ... !! બપોરે જમવા માટે પણ નથી આવી... "
" કેમ મમ્મી... ?? "
" ખબર નહિ... બેટા... "
સુરેશ આશા ના રૂમની બહાર આવે છે ...
" આશા .... આશા .... દરવાજો ખોલ ... "
ઘણા સમય સુધી કોઈ જવાબ ન આવતા સુરેશ એ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરે છે ... જેવો એ અંદર પ્રવેશ કરે છે તરત જ આશા બેડ પર સૂતેલી છે ... એના ડાબા હાથમાં કટ લાગેલો છે ... અને એ જ હાથમાં એક લોહી લુહાણ કાગળ છે .... અને બીજા હાથમાં ધારદાર ચપ્પુ છે ... આ જોઈ સુરેશના મમ્મી ચીસ પાડી ઊઠે છે અને રડવા લાગે છે ...
" આશા... !! "
અને સુરેશ દુઃખી થઈ રડમસ બની જાય છે.... સુરેશ આશા ના હાથમાં રહેલો એક આગળ લઈને વાંચે છે .... જેમાં લખ્યું છે કે
" અવનીશ , હું તને ખૂબ પ્રેમ કરું છું ... પણ તું મારા કરતાં પણ વધારે બીજાને પ્રેમ કરે છે.... તો મારા જીવવાનો કોઈ અર્થ નથી.... તારી આશા... "
To be continue...
#hemali gohil "Ruh"
@Rashu
શું આશાની આત્માની વાત સાંભળી તુલસી અને સુરેશ આશાને મદદ કરશે... ? શું તેઓ અવનીશ અને હર્ષાને બચાવશે... ? શું આશા સાથે થયું એ વાતનો બદલો લેવા માટે આશાની આત્માને સુરેશ કેદમાંથી મુક્તિ આપશે.... ? કે પછી આ બધાનો અંત આવી જશે... ? શું ગ્રહણ પહેલા આશા અવનીશને લઈ જશે ... ? શું હર્ષાનો પ્રેમ હારી જશે.... ? જુઓ આવતા અંકે....