Hakikatnu Swapn - 39 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 39

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 39

પ્રકરણ 39 આશા .. !!

થોડી ક્ષણોમાં સુરેશ એ આત્માને પોતાના શરીરમાં ખેંચી લે છે ... એ આત્માના પોતાના શરીરમાં પ્રવેશને લીધે સુરેશનાં શરીરમાં એ ઝાટકો આવે છે ... પણ એ આત્મા હવે સુરેશના વશમાં છે ... પણ એ આત્મા તુલસીને બહેલાવવાની કોશિશ કરે છે....

" ભાભી ... હું તો તમારી આશા ... !! તમે મને કેદ કરશો ... ? ભાભી ... આવું નહીં કરો ને .... ભાભી ... હું તમારી આશા... !! ભાભી ... ભાઈને કો ' ને ... મને છોડી દે .... "

તુલસી તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા સુરેશના શરીરમાં રહેલી આશા ની આત્મા ગુસ્સા થી ત્રાડ પાડે છે .... પણ સુરેશના વશમાં હોવાને લીધે એ આત્મા એ શરીરમાંથી બહાર નીકળી શકતી નથી ... આ બાજુ તુલસી એના શરીર પર રાખ ફેકે છે અને કહે છે.....

" તારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો કહી દે.... !! તને મોક્ષ પ્રાપ્તિ માટે અમે બધા જ પ્રયત્ન કરીશું .... !! "

" હું આશા .... હું અને અવનીશ .... બંને એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા .... ખૂબ જ સારા મિત્રો પણ હતા ... હું અવનીશ પાછળ ગાંડી હતી .... અને અવનીશ એની સાથે જોબ કરતી અને એનાથી દસ વર્ષ નાની એ હર્ષા પર... મેં એને અઢળક વખત કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું .. પણ એને હર્ષા જ દેખાતી હતી અને એનો પ્રેમ ... એના પ્રેમમાં એ એટલો બધો ગાંડો હતો કે એને મારી મિત્રતા પણ ના દેખાય ... મને યાદ છે એ રાત...


*******

(ફ્લેશ બેક)


અવનીશ કોલેજથી નીકળી જોબ પર જતો હતો .... એ જ સમયે આશા ત્યાં આવે છે .... લગભગ બપોર નો સમય હતો ....

" અવનીશ ... માની જા ને ... છોડી દે ને એને..... હું તને ખૂબ ખુશ રાખીશ ... "

" આશા... તને કેટલી વાર કહ્યું છે ... તું છોડી દે મને ... "


" પણ અવનીશ.. "


અવનીશ આશાને સહેજ ધક્કો મારી ત્યાંથી નીકળી જોબ પર જતો રહે છે અને આશા ત્યાં જ રસ્તા પર બેઠી બેઠી રડતી રહે છે અને આખો દિવસ જોબ પર કામ કર્યા પછી અવનીશ અને હર્ષા બંને ઘરે જવા માટે સાથે નીકળી જાય છે.... અને એ જ સમયે આશા ઘરે જવા માટે નીકળે છે .. અને ચાર પાંચ છોકરાઓ એની પાછળ આવીને છેડતી કરવા પ્રયત્ન કરે છે ... અને આશા ત્યાંથી ભાગીને સંતાય જાય છે પણ કંઈ જ ન સુજતા તે અવનીશ ને ફોન કરે છે ... પણ અવનીશ સતત ચોથી વાર રિંગ ફોન આવતા ઉપાડે છે ... અને ગુસ્સો કરે છે..


" તને કેટલી વાર કહ્યું... મને છોડી દે... "


" હા.. અવનીશ.. છોડી દઈશ.. "

અને આશા ફોન કાપી નાખે છે ... અને એ નરાધમો આવીને આશાને પકડી લે છે...

" છોડી દો મને ... પ્લીઝ... છોડો... "

અને એ નરાધમો આશા માટે બિભત્સ શબ્દો વાપરે છે ... અને એના શરીરને એની ઈચ્છા વગર સ્પર્શ કરવા લાગે છે ... એ ક્ષણે આશા બુમો પાડતી રહે છે ... પીડા વશ એની ચિચિયારીઓ ત્રાહિમામ પોકારે છે... પણ એ સુમસામ જગ્યા પર કોણ આવે... ?? જેને મદદ માટે એણે ફોન કર્યો ... એને તો છોડી દેવાનું કહી દીધું... !! અને વારાફરતી એ નરાધમો એ આશાના શરીરને ચૂસી લીધું અને માણસાઈની દરેક સીમા વટાવી દીધી ... અને આશા રડતી અને કરગરતી જ રહી ગઈ ... અને એ નરાધમો ત્યાંથી ભાગી જાય છે ... આશા પોતાના શરીરને ઢાંકતી અને રડી રહી છે ... પોતે કરી પણ શું શકે ... ? એના જીવનની આ મોત કરતા પણ ખરાબ ક્ષણ હતી ... જે ક્ષણોએ એની જિંદગી શૂન્ય કરી નાખી હતી ....


**********


To be continue...

#Hemali Gohil "Ruh"

@Rashu


શું કરશે આશા હવે.. ? શું આશાની આત્મહત્યાનું કારણ અવનીશ છે .. ? શુ આશાની આત્મા આનો બદલો લેશે.. ? કે પછી છોડી દેશે અવનીશને.. ? જુઓ આવતા અંકે....