પ્રકરણ 36 કેદ... !!
બરાબર સાત વાગ્યાનાં ટકોરે તુલસી આંખો ખોલે છે... અને યજ્ઞની શરૂઆત કરે છે અને એ રૂમમાં તુલસીના શબ્દો ગુંજી રહ્યા છે....
" અભિચાર નાશ ક જંજીરો ,
અસ્સી મન કી સાકર ,
જૈતમાલ કે પાંવ ,
માતા હટકે જૈતમાલ કી ,
કૈવારે મેં બસૈ બાંદિયા ,
સાંકર ભેય છીનાય ,
અરે મેં જાતે માં રો ,
બંદિયા કરું બંદનીયા રોડ ,
પાંચ બર્સ કા બાલક મારુ ,
ગરભે કરું અહાર ,
દેવ - દેવી કો બાંધ ,
ભૂત - પરિત કો બાંધ ,
જાદુ - ટોને કો બાંધ ,
કબજે મેં કર લાઉં ,
ઇતના કામ ન કરું , તો માતા.. !
તેરા દૂધ હરામ , હનુમાન કી ટંકાર.... "
લગભગ ત્રણ કલાક સુધી યજ્ઞની અગ્નિ અને તુલસીના મંત્ર જાપનાં લીધે એ ઘર આખું તપી ઉઠ્યું હતું ... સાડા નવ વાગ્યાનો સમય હતો .... હર્ષા ધીમે ધીમે ભાન ગુમાવી રહી હતી.... એના શરીરમાં ધીમું ધીમું કંપન આવી રહ્યું હતું... એ ઘરની આ પવિત્ર અગ્નિથી હર્ષાનાં શરીરમાં રહેલી. એ આત્મા બળી રહી હતી... અને બળતરા વશ હર્ષા બૂમ પાડી ઉઠે છે.... અને એની બુમ સાંભળી અવનીશ સહેજ ડગમગી જાય છે પણ તુલસીના ઇશારાથી ફરી મક્કમ થઈ જાય છે... હર્ષાનાં વાળ ધીમે ધીમે એના ચહેરા પર આવી જાય છે ... એનો ચહેરો કાળો પડવા લાગે છે ... આંખો લાલ થવા લાગે છે અને હોઠો સુકાવા લાગે છે... એ આત્મા હર્ષાનાં શરીરને એ જગ્યા પરથી ખસેડવા માટે પૂરો પ્રયત્ન કરે છે અને સામે તુલસી પણ હર્ષાને રોકવા માટે પૂરો પ્રયત્ન કરે છે....
હર્ષા તુલસીને ઘુરી ઘુરીને જોઈ રહી છે.... થોડી ક્ષણમાં કિચનનો સામાન એ આત્મા પોતાની શક્તિથી તુલસી અને અવનીશની સામે ફેંકે છે ... અને હસવા લાગે છે... પણ થોડી ક્ષણમાં એ હસી રોકી ગુસ્સામાં બુમો પાડે છે... કારણ કે એ ઓમકારના કારણે એ સામાન યજ્ઞ પહેલા જ નીચે પડી જાય છે...
એ આત્મા હર્ષાનાં અવાજમાં અવનીશને બહેલાવવાનાં પ્રયત્ન કરે છે....
" અવનીશ ..... અવનીશ .... પ્લીઝ બચાવી લે મને..... પ્લીઝ ..... અવનીશ ...... પ્લીઝ ..... "
હર્ષા રડવા લાગે છે ... અવનીશ હર્ષા પાસે જવા પ્રયત્ન કરે છે....પણ તુલસી એનો ગોઠણ પકડી રોકી લે છે ..... અને હર્ષા ફરીથી હસવા લાગે છે કારણ કે ગ્રહણ થતા એ શક્તિશાળી થઈ જશે... અને અવનીશ યજ્ઞમાં ધ્યાન કેન્દ્રિત કરે છે ..... આંખમાં આંસુ અને તપેલા શરીર સાથે અવનીશ અને તુલસી બંને યજ્ઞની સામે બેઠા છે ....
આમ હર્ષા ત્યાંથી છૂટવા માટે અથાગ પ્રયત્ન કર્યા કરે છે અને તુલસી એને રોકવા માટે ......
આ બધાની વચ્ચે અવનીશ કંઈ જ સમજી શકતો નથી... એ તો બસ હર્ષાને બચાવવા માટે કઈ પણ કરવા તૈયાર છે ..... પણ હર્ષાની આવી હાલત પણ એ જોઈ શકતો નથી .... કરી પણ શું શકે .. ? એની પાસે તુલસી પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નહોતો ...
સમય ઝડપથી ચાલી રહ્યો હતો ... સાડા દસ વાગ્યાનો સમય હતો અને ગ્રહણની પણ પૂર્ણ તૈયારી હતી ... એવામાં ઘરમાં બે માણસો એક મોટું લંબચોરસ બોક્સ લઈને આવે છે ... એ જોઈને અવનીશ દંગ રહી જાય છે ... કારણ કે આ બે માણસો તુલસીના ઇશારાથી એ બૉક્સમાંથી એક મૃત શરીર બહાર કાઢી યજ્ઞની ચોથી દિશામાં મૂકે છે .... અવનીશ તુલસીની સામે તો ક્યારેક એ મૃત શરીરની સામે જોયા કરે છે પણ અવનીશ પાસે કોઈ જ અવકાશ નહોતો કે એ કોઈને પ્રશ્ન કરી શકે .. !!
#hemali gohil "RUH"
@Rashu
આ મૃત શરીર કોનું હશે .... ? અવનીશ કેમ એને જોઈને દંગ રહી ગયો .... ?? શું તુલસી અને અવનીશ બંને થઈને હર્ષા ને બચાવી શકશે ... ?? કે પછી ત્રણેયનો નાશ થશે .... ??? આ શરીરનો ઉપયોગ તુલસી શા માટે કરશે .... ??? શું ગ્રહણ થતા એ આત્મા એ જગ્યા પર થી મુક્ત થઈ જશે ... ? શું અંતે આશાનો પ્રેમ જીતશે કે પછી અવનીશનો ... ??? જુઓ આવતાં અંકે....