Hakikatnu Swapn - 35 in Gujarati Horror Stories by Hemali Gohil Rashu books and stories PDF | હકીકતનું સ્વપ્ન..!! - 35

Featured Books
Categories
Share

હકીકતનું સ્વપ્ન..!! - 35

પ્રકરણ 35 ભવિષ્યવાણી.... !!

આ યુગલ એટલું વિચારોમાં છે એમને એ વાતની જાણ જ નથી કે સમય કેમ વીતી ગયો... લગભગ એક વાગ્યાની આસપાસ દરવાજા પર ફરીથી ટકોરાનો અવાજ આવે છે....અવાજ સાંભળી બંને વિચારોમાંથી બહાર આવે છે અને એકબીજાની સામે જુએ છે..... ફરીવાર વધારે જોરથી ટકોરાનો અવાજ આવતા સહેજ ગભરાહટ અનુભવે છે.... અવનીશ ઉભા થઇ દરવાજો ખોલે છે...

" તુલસી ભાભી... ? "

" અવનીશભાઈ , હર્ષા ક્યાં છે.. ? "

"અંદર છે....!! "

તુલસી ઘરમાં પ્રવેશે છે....

" અરે , તુલસી આવ... "

" હર્ષા...? "

" શું થયું... ? તુલસી....? "

" હર્ષા... કદાચ અવનીશભાઈને મારા પર વિશ્વાસ નહિ આવે... પણ સ્થિતિ વધારે ગંભીર છે... આજે ગ્રહણની રાત છે.... અને આજે એ આત્મા વધારે શક્તિશાળી બની જશે.... અને એ આજે જ અવનીશભાઈની આત્માને કેદ કરવાનો પ્રયત્ન કરશે... અર્થાત એ તમને બંનેને મારવાનો પ્રયત્ન કરશે... "

" તો તુલસી ... હવે આપણે શું કરીશું.... "

" એ આત્માને કેદ કરી મુક્તિ આપવા માટેનો યજ્ઞ... એ પણ ગ્રહણનાં સમયમાં જ "

" ખોટું છે હર્ષા.... સુરેશની જેમ જ ફસાવે છે આ આપણને.... "

" અવનીશ .... ના તુલસી એવું ના કરે... "

" હા ...અવનીશભાઈ .... વિશ્વાસ કરો અને આપણે એની તૈયારી કરવી જ પડશે.... "

" ના , ભાભી .... અમને એકલા જ છોડી દો.... "

" અવનીશ... મારી વાત સાંભળો... "

"હર્ષા...પ્લીઝ... "

" અવનીશ ... આમ પણ આપણે મરવાના જ છીએ.... યા તો આત્માના હાથે કા તો આમનાથી... એક વાર અજમાવી જોવામાં શુ છે... "

અવનીશ કંઈ જ બોલ્યા વગર હર્ષાની સામે જોઈ રહે છે....

" અવનીશ... પ્લીઝ... "

" હા... અવનિશભાઈ ... માની જાવ ને... "

" ઓકે... પણ કરવાનું છે શું...? "

" અવનીશભાઈ .... તમે આ સામાન લઈને આવો ત્યાં સુધીમાં હું અને હર્ષા અહીંયા બધી તૈયારી કરી રાખીએ... "

તુલસી લિસ્ટ આપે છે અને અવનીશ ખચકાતા ખચકાતા એ લઈને નીકળી જાય છે... આ બાજુ હર્ષા અને તુલસી યજ્ઞકુંડ બનાવી બધી તૈયારી કરે છે એટલામાં અવનીશ સામાન લઈને આવે છે.... થોડી ક્ષણો પછી તુલસીના ફોન રણકે છે અને તુલસી વાત કરવા માટે થોડે દુર જાય છે...

" હર્ષા ... તને શુ લાગે છે...? આ બધાથી બધું સારું થઇ જશે... ?? "

" અવનીશ.... હવે બધું ઈશ્વર પર જ છોડી દેવું જોઈએ... "

" હમ્મ "

" જો સાંભળો 11 વાગે ગ્રહણ શરૂ થઈ જશે... એટલે પોણા અગિયાર સુધીમાં પહોંચી જજો.... મેં એડ્રેસ મોકલ્યુ છે... "

" તુલસી ભાભી .... કોણ આવે છે... ? "

" યજ્ઞ માટે જરૂરી સામાન છે... "

" શું છે...? "

" એ છોડો... અવનીશ ભાઈ....મારી વાત ધ્યાનથી સાંભળો.... "

" હમ્મ "

" અવનીશભાઈ.... તમારું ધ્યાન ભટકાવવા માટે એ આત્મા હર્ષાને નુકસાન પહોંચાડશે... પણ તમારે યજ્ઞમાં જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે... "

" હમ્મ "

" ગ્રહણ 11 વાગે શરૂ થશે પણ એ આત્મા ગમે ત્યારે આવી શકે છે એટલે આપણે યજ્ઞ 7 વાગે શરૂ કરી દઈશું... અવનીશભાઈ તમારે યજ્ઞની સામે જ અને મારી જમણી બાજુ બેસવાનું છે અને હર્ષા તમારે મારી સામે.... "

" હમ્મ "

તુલસી પોતાની બેગમાંથી એક ઓમકાર કાઢે છે જે પિત્તળનો બનેલો છે પણ તેનો પ્રકાશ અત્યંત મોહક છે.... અને તુલસી આંખ બંધ કરે છે અને એ ઓમકાર યજ્ઞકુંડની ઉપર હવામાં સ્થિર થઈ જાય છે.... લગભગ એ સાડા છ વાગ્યાનો સમય હતો... તુલસી સફેદ વસ્ત્રમાં લાલ તિલક અને ગળામાં તુલસીમાળા ધારણ કરીને ધ્યાનમુદ્રામાં યજ્ઞની સામે બેઢી હતી... અવનીશ અને હર્ષા પણ એ તુલસીને જોઈ રહ્યા હતા.... મનમાં અઢળક વિચારો હતા કે હવે શું થશે.....? હર્ષા અને અવનીશ બંને મનોમન ઈશ્વરને એકબીજાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા.... આ બાજુ તુલસી એની પવિત્ર તંત્રવિધાથી આ યુગલને બચાવવાના પ્રયત્ન કરી રહી હતી.....


**********


To be continue....


#hemali gohil "RUH"

@Rashu


શું અવનીશ અને હર્ષા બંનેની પ્રાર્થના ઇશ્વર સ્વીકારશે..? કે પછી તુલસી એના પ્રયાસમાં નિષ્ફળ જશે...? જુઓ આવતા અંકે.....